Prem Pariksha - 7 - last part in Gujarati Drama by PANKAJ BHATT books and stories PDF | પ્રેમ પરીક્ષા. - ભાગ ૭ - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

પ્રેમ પરીક્ષા. - ભાગ ૭ - છેલ્લો ભાગ

પ્રેમ પરીક્ષા (નાટક) ભાગ ૭ છેલ્લો

ACT 2

Scene 6

[ નિખિલ ભણી રહયો છે અને શ્રેયા ચિંતા મા આટા મારી રહી છે.]

નિખિલ : મોટા બેન શાંતી થી બેશી જાઓ તમારા આટાં મારવા થી હું ડિસ્ટર્બ થાઉ છુ .

શ્રેયા : તુ ચુપ રે ને તારુ ભણવાનુ કર .આજે એક મહિનો પુરો થયો. પપ્પા આવ્તાજ હશે એમનો શું ફેસલો હશે મને તો બહુ tension થાય છે .

નિખિલ : હવે tension કરી ને શુ ફાયદો. પરીક્ષા પુરી થઈ .આજે તો રિઝલટ છે tension કરવુ હોય તો પરીક્ષા આપતી વખ્તે કરાય હવે tension કરવાથી રિઝલટ થોડી બદલાશે .

શ્રેયા : ઓ ભાઇ આ દુનિયા મા સઊથી આસાન કામ સલાહ આપ્વાનુ છે. તારી સલાહ તારી પાસે રાખ ને મુંગો રે .

[ઉર્મિલા બેન આવે ]

ઉર્મિલા : ફુગો લે કોને ફુગો લેવો છે ?

શ્રેયા : ફુગો નહિં મમ્મી મુંગો મુંગો આને મુંગા રેહવાનુ કહું છુ.ક્યારો નો મારુ માથુ ખાય છે. આ તો ખાલી દેખાળવા ચોપળા લઈ ને બેઠો છે.

ઉર્મિલા : કપડા લઈ ને બેઠો છે કોના કપડા લઈ ને બેઠો છે?

નિખિલ : મમ્મી કપડા નહિં મારા ચોપડા ની વાત કરે છે.

ઉર્મિલા : હા.. હા... ભણ મારા દિકરા ભણ .આજે તો બન્ને કાન મા પ્રોબલમ થઈ ગયો છે. તારા પપ્પા હજી આવ્યા નહિં રોજ આ ટાઇમ પર આવી જાય છે .તુ આમ આટા શુ કામ મારે છે .

શ્રેયા : મમ્મી આજે મારો અને વિશાલ નો ફેસલો થવાનો છે .

ઉર્મિલા : અરે હા મહિનો પુરો થઈ ગયો ખબર પણ ના પડી. હું તો સાવ ભુલિ જ ગઈ હતી. તારા પપ્પા મિઠાઇ લેવા ગયા હશે એટલે મોડુ થયુ લાગે છે .

શ્રેયા : સાચે મમ્મી પપ્પા હા પાડશે ને ?

ઉર્મિલા :હા અવે વિશાલ આટ્લો સારો છોકરો છે મને તો ગમ્યો બાકી તો હવે તારા પપ્પા જે નક્કી કરે એ ખરુ.

[ડોર બેલ વાગે]

શ્રેયા : હું દરવાજો ખોલુ છુ . આવી ગયા લાગે છે.

નિખિલ : મમ્મી તને તો ખબર હશે પપ્પા નો ફેસલો મને કેને.

ઉર્મિલા : અહિંયા આવ કાન મા કહુ {જોરથી બોલે }મને નથી ખબર.

[મોહન અને વિશાલ આવે ]

ઉર્મિલા : શું વાત છે તમે બન્ને સાથે બેશો હું પાણી લઈ ને આવુ .

મોહન : અરે વાહ આજે તુ ભણી રહયો છે હાથ મા મોબાઇલ ને બદલે બુક્સ.

નિખિલ : હા પપ્પા પાસ થવાય એટલુ તો ભણવુ પડ્સે નહિં તો પાછુ હજી એક વર્ષ સ્કુલ મા જવુ પડશે.

મોહન : કારણ જે પણ હોય તુ ભણે એ મહ્ત્વનુ છે. અરે તમે બન્ને ઉભા કેમ છો બેસો ચિંતા ના કરો જે પણ થશે એ સારુ થશે.

[ ઉર્મિલા પાણી લઈ ને આવે બન્ને પાણી પિવે ]

ઉર્મિલા : તમે બન્ને સાથે કેવી રીતે આવ્યા.

મોહન :બેશ બાજુ મા આ મશિન લગાડ એટ્લે તને બધુ એકવાર મા સંભળાય.

ઉર્મિલા : કાન નુ મશિન ?

મોહન : હા... હેલો.. હેલો.. માઇક ટેસ્ટીંગ . સંભળાય છે ?

ઉર્મિલા : હા સરસ સંભળાય છે .

મોહન : તો સાંભ્ળો અમે બન્ને એ આજે એક મિટિંગ કરી. ફેસલો લેતા પેહલા થોડી ચર્ચા કરવી જરુરી હતી.

શ્રેયા : શું છે તમારો ફેસલો .

મોહન : જો બેટા ફેસલો મારે એકલા એ નહિં આપણે બધા એ મળી ને લેવાનો છે .

શ્રેયા : હું કાઇ સમજી નહિં પપ્પા.

મોહન : બેટા દુનિયા ના બધા મા-બાપ ની એક જ ઇછ્છા હોય છે કે એમના સંતાનો સુખિ રહે ખુશ રહે.એમને ક્યારે પણ કોઇ તક્લીફ ના પડે. સંતાનો ના જન્મ પછી પોતાની નહિં બાળકો ની જિંદગી જીવે છે. તેમનો દરેક નિર્ણય દરેક ફેસલો લેતા પેહલા સંતાનો ની ખુશી નોજ વિચાર કરે છે.સંતાનો ના સુખ માટે પોતાની ઘણી ઇછ્છા ઓ નુ બલિદાન આપે છે એને એ બલિદાન માટે એમને કયારે પણ દુઃખ નથી થતુ.

શ્રેયા : પપ્પા વાત ને ગોળ ગોળ ના ફેરવો ફેસલો કહો.

મોહન : ફેસલો મારે નહિં તારે કરવા નો છે.તારી ખુશી એજ મારો ફેસલો. પણ તુ જે પણ નિર્ણય લે એ પેહલા મારે તને એક વાત કેહવી છે.તમને ખબર નથી બેટા મારી એક મોટી બેન હતી ફોરમ .તારા જેવી જ સુંદર અને ભોળી. મારા પપ્પા ની લાડ્કી. મમ્મી એની પાસે કામ કરાવે એ મારા પપ્પા ને ગમે નહિં એને એક પણ કામ કરવા દેતા નહિં .કેહતા કે લગ્ન કરીને સાસરે જશે પછી તો એણે આજ કરવાનુ છે. જ્યાં સુધી આપણી સાથે છે ત્યાં સુધી રાજ્કુમારી ની જેમ રેહવા દે .ખબર નહિં કેમ પણ દિકરી ઓ પપ્પા ને વધારે વાહલી હોય છે . ફોરમ કોલેજ મા હતી ત્યારે એને એક છોકરા જોડે પ્રેમ થઈ ગયો. છોકરો આપણા જ સમાજ નો હતો પપ્પા એના પરિવાર ને ઓળખતા હતા .પપ્પા એ સાફ ના પાડી દિધી ને ફોરમ ની સગાઇ બીજા છોકરા જોડે નક્કી કરી નાખી. એક દિવસ ફોરમ કોલેજ થી સાંજે પાછી ન આવી એનો ફોન આવ્યો કે એણે એના પ્રેમી જોડે લગ્ન કરી લિધા છે.ફોરમ એનુ ભણવાનુ અધુરુ મુકી એ છોકરા જોડે ભાગી ગઈ. મારા પપ્પા એ પણ જીદ મા કહિ દિધુ તુ અમારા માટે મરી ગઈ છે જિંદગી મા ક્યારેય તારુ મોઢું બતાવતી નહિં. બે વર્ષ પછી એક દિવસ સમાચાર મળ્યા કે ફોરમે આત્મહત્યા કરી છે.હું ૧૮ વર્ષ નો હતો પોલિસ એની લાશ લઈ ને અમારે ઘેરે આવી. જે છોકરા જોડે એ ભાગી હતી એ છોકરા એ એને છોડી બિજા લગ્ન કરી લીધા હતા. પપ્પા એ ના પાડી હતી એટલે એ ઘરે પાછી ના આવી.ભણવાનુ પણ પુરુ નહોતુ કર્યુ એટ્લે નોકરિ પણ ના મળી. લોકો ના ઘરના વાસણ ને ક્પડા ધોઇ જીવી રહી હતી એક દિવસ કંટાળી ગઈ ને આત્મહત્યા કરી લીધી.મારા મા બાપ જેમણે એને આટ્લા લાડ થી મોટી કરી હતી એની આવી હાલત જોઇ સાવ ભાંગી ગયા. પપ્પા ની જીદ અને ફોરમ ની નાસમજે કેવો દિવસ બતાવ્યો. આજ દુઃખ મા મારા મા-બાપ તમારા દાદા દાદી પણ બિમાર થઈ ગયા ને સમય થી પેહલા આપણ ને છોડી ગયા. તે જ્યારે ઓલા દિવસે તારો જીવ આપવાની વાત કરી ત્યારે મારો જીવ બેસી ગયો એજ દ્ર્શ્યો મારી આંખ સામે આવી ને ઉભા રહી ગયા.પોતાના સંતાન ની લાશ જોવી એ આ દુનિયા નુ સઊથી દુઃખદ દ્રશય હોય છે .

શ્રેયા : પપ્પા i am really sorry એ દિવસે હું આવુ બોલી. તમારા ઉપર શું વિતી હશે હવે મને સમજાય છે. મારો અને વિશાલ નો પ્રેમ તો બે મહિના નો છે અને આપણો પ્રેમ વિસ વર્ષ નો. હું આંધણી થઈ ગઈ હતી મને માફ કરો i am sorry.

મોહન : ના બેટા ના રડ નહિં.તારુ દરેક આસુ અમારા માટે કિમતી છે. મેં તને રડાવા આ વાત નથી કરી. હું તો ફ્ક્ત એટલુ જ ઇછ્છુ છું કે તુ જીવન ના અગત્યના નિર્ણયો ખુબ વિચારી ને લે .વિશાલ સારો છોકરો છે પણ લગ્ન માટે તુ ઉતાવળ ના કરતી.

શ્રેયા : મમ્મી sorry really sorry મને બોલવાનું ભાન જ નથી.

ઉર્મિલા : આ ઉંમર જ એવી હોય છે ભુલ થઈ જાય પણ એને સમયસર સુધારી લેવી એ અગત્યનું છે.રડવા નુ બંદ કર હવે .

મોહન : શ્રેયા તારી ખુશી એ અમારી ખુશી . હવે ફેસલો તારે કરવા નો છે .

શ્રેયા : હા પપ્પા મેં ફેસલો કરી લિધો છે. વિશાલ i am sorry હમણા હું લગ્ન કરવા માંગતી નથી. મારે હજી ભણવુ છે અને મારા પગ ઉપર ઉભા રેહવુ છે. મારે કોઇ ના ઉપર dependent રહી ને નથી જીવવું .

વિશાલ : મેં ભી તુમસે યેહી કેહના ચાહતા થા કે મેં અભી શાદી કે લીયે તૈયાર નહિં હું . મેને તુમસે જુઠ બોલા હે મેં અભી ભી કભી કભી નોન વેજ ખાતા હું ઓર કભી કભી ખાસ દોસ્તો કે સાથ પાર્ટિ ભી કરતા હું.

શ્રેયા : you...you... cheater.

વિશાલ : શ્રેયા મેરે એક દોસ્ત ને મુજે સમજાયા કી . "કોઇ પ્યાર કરે તો તુમસે કરે , તુમ જૈસે હો વૈસે કરે , કોઇ તુમકો બદલ કર પ્યાર કરે તો વો પ્યાર નહિં સોદા કરે ઓર દોસ્ત પ્યાર મે સોદા નહિં હોતા.

શ્રેયા : ક્યાં છે તારો આ દોસ્તાર અત્યાર સુધી ક્યાં હતો હે ..you stupid idiot i will kill you...

મોહન : બેટા શાંત શાંત જો તમારો પ્રેમ સાચો હોય તો એમા કોઇ બંધન કે શર્તો ન હોવી જોઇ એ.હું એમ પણ નથી કેહતો કે તમારો પ્રેમ ખોટો છે પણ જો એ સાચો હશે તો એમા આવી ખાવા પિવાની નાની નાની વાતો એની વચ્ચે નહિં આવે . તમે બન્ને થોડો સમય જવા દો. આ ઉંમર તમારી ભણવાની છે . જીવન મા કાંઇ બનવાની છે તો એના ઉપર ધ્યાન આપો અને બે ચાર વર્ષ પછી પણ જો તમને બન્ને ને એક બીજા માટે feelings હોય તો જરુર થી લગ્ન કરો મા બાપ ના આશિર્વાદ સાથે ધુમ ધામ થી લગ્ન કરો.

વિશાલ : thank you sir હમે સમજાને કે લિયે .

નિખિલ : i love you પપ્પા.

મોહન : અરે આને શુ થયુ

શ્રેયા : i love you two પ્પપા

ઉર્મિલા : i love you three

[ આ હતી પરીવાર ની " પ્રેમ પરીક્ષા" જેમા બધાજ પાસ થઈ ગયા]

*** સમાપ્ત ***

વાચક મિત્રો અને માતૃભારતી નો ખુબ ખુબ આભાર . જે વાચક મિત્રો દરેક ભાગ ઉપર રેટિંગ આપે છે એમનો વિષેશ આભાર . નાટક રૂપે લખાયેલી આ મારી બીજી વાર્તા હતી . વાચકોના પ્રતીભાવ થી સમજાય છે કે આ રીતે લખાયેલી વાર્તા ઓછી પસંદ આવે છે. લખાણમાં થતી ભૂલો માટે માફી આપશો .

ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ.