Gyan Prakash Self Contemplation in Gujarati Philosophy by Hemant pandya books and stories PDF | જ્ઞાન પ્રકાસ આત્મ ચિંતન

Featured Books
Categories
Share

જ્ઞાન પ્રકાસ આત્મ ચિંતન

ઓમ શાંતિ: શું ખબર કેટલા દીવસો બાકી જીંદગી ના કેમ ખુશ રહીને ના જીવીએ, બાટીએ ખુશીયા ગમ
ઓમ શાંતિ: ઓમકાર પ્રભુ શીવ પિતાએ જન્મ આપ્યો હસતા હસતા જીવવું હસતા હસતા મરવું, થાય એટલા પરમાર્થ ના કાર્ય કરવા , ન થાય કશું તો કંઈ વાધો નહીં, પણ કોઈને તકલીફ થાય તેવું કાર્ય કયારેય ન કરવું, અને ખાશ વાત કોઈની ગલતી ને હસતા હસતા માફ કરવી એથી મોટું સહન શીલતા નું કોઈ ઉદાહરણ નથી, માટે ક્ષમા પરમો ધર્મ ગૌતમ બુદ્ધ કહી ગયા
ઓમ શાંતિ:
નીર્વાણ ..હા આ શબ્દ નો કેટલો વીશાળ અર્થ થાય છે, જે જન્મ લે છે તે મુત્યુ નો સમય લખાવીનેજ આવે છે, પણ જે નીર્વાણ પામે છે તે અમર બને છે, એકવાર ફુરસદ લઈને વિચાર કરજો , આપણે બનાવેલા યંત્રો કેટલીય વાર સુધારા સાથે ભંગારમાથી નવીન રૂપ ધારણ કરે છે, તો શું ભગવાને બનાવેલ જીવ આત્મા આમ જીવન નું આયુષ્ય પુરુ થતા ભંગાર થઈ નાશ પામતો હશે?? મનાય આ વાત, નાજ મનાય , બ્રહમાડની ખગોળીય ધટનાઓ જોઈ હશે, રોજે રોજ કેટલાય તારા તુટે, કેટલાય નવા બને, એક માથી અનેક બને , અને અનેક માંથી વીશાળ, જન્મ અને મરણની આ ધટના અ વીશ્વસનીય છે, તે આદી અનાદી અનંત અને કાયમ ચાલનારી છે, અને આપણે આ અવકાસના હજારો બ્રહ્માંડોમાં અહીથી તહી એની મરજી થી જવા આવવાના, બસ કર્મ કરો એ પણ સારા, ઈશ્વરે બતાવેલ માર્ગ પર ચાલો, નફરત થી સંસાર ન ચાલે, પ્રેમ અને કરુણા
ઓમ શાંતિ:
કેમ લધુતા ગ્રંથી થી પીડાવું પડે, હું તો આમ ના કરૂ તેમ ના કરૂ ,મને આ ગમે આ ન ગમે, ગણો અણગમો કરનાર આપણે કોણ, ઈશ્વરની ઈચ્છા વીના એક પાનડું પણ હલતું નથી, હું અને મારૂ મારૂ નું રટણ કરનાર હજારો આવ્યા જતા રહ્યા, આપણી નકારાત્મક સોચ એ આપણી નરક જેવી જીંદગી માટે જવાબદાર છે, નફરત અને વીધવંશ તકરાર અને જગડા શું કામ એ બાબત પર ધ્યાન આપવું, એક બાજું સુવાસ ભરેલા ફુલો થી ભરેલ મધુવન અને એક બાજું કીચડ ભરેલ કાદવ વાળું ઉજજડ વન હોય તો તમે કંઈ તરફ જશો?? બસ તમારી આજુબાજુ પણ આવુંજ કંઈક છે, તય તમારે કરવાનું છે, જીવનના ફુલ ને મહેકાવવું તમારા હાથમાં છે, સકારાત્મક અને સર્જન નો વીચાર કરો નફરત અને વીનાસનો નહીં, કોણ સારૂ કોણ ખરાબ એ એમના કર્મ પર છોડો, એના કર્મના તમે ભાગલઈ શું કામ ભાગીદાર બનો, જીવો અને જીવવા દો,
ઓમ શાંતિ:
જેવી પ્રકૃતી તેવી ઉત્પત્તિ, તમે અન્યને સારા ભલા કહો‌ છો કેમ?? આ તમારો આતરીક પ્રશ્ન છે કે જનરલ?? તમારી સાથે કોઈને ન બને એટલે ખરાબ, અને તમારી સાથે બને એટલે શારા??
જયારે મહતમ લોકો ખરાબ લાગે ત્યારે સમજજો કે આપણા દેખવા વીચારવાના નજરીયામા કંઈક ખામી છે,
અને અહીયા બધું ખરાબ તો બીજે પણ‌બધું ખરાબજ લાગવાનું કારણ એકજ છે, તમે સારૂ સોધવાનો પ્રયત્ન જ નથી કર્યો,
એક કરતા બીજું ચડીયાતુ કે સારૂ ન સારૂ ન હોય તો સારા ભલાની કોઈ કદરજ ન હોય, માટે ભગવાનની બુદ્ધિ અને એના નિર્ણય પર અવિશ્વાસ ન કરો, હજારો બ્રહમાડના માલીક જેણે આ દુનીયા બનાવી એની બુદ્ધિ તમારી સાથે સરખાવો છો👌ખરા કેવાઓ તમે, આ બરાબર છે?? નથીજ જરાય પણ નહીં, તમારાથી મોટું મુર્ખ કોઈ હોઈજ ન શકે,
અને ભગવાન છેજ નહિ મે તો નથી જોયો, કયા છે ભગવાન,
તો નવરો નથી એ તમારા મારા જેવા લોકો માટે , એને તો હજારો બ્રહમોડોનુ સંચાલન કરવાનું અને આ શૃષ્ટીમા કોઈ ભુખ્યું ના સુવે તે માટે વ્યવસ્થા કરવાની હોય સદંતર નીરંતર,
તમે દુખી કે શુખી એ માટે પણ ભગવાન જીમ્મેદાર? તમારા કર્મ કરો તમે ભોગવો પણ તમે ,એમા ભગવાનને દોસ દેવાની જરૂર નથી, શારૂ થાય તો આપ બળે અને તકલીફ પડે તો ભગવાને કર્યું, વાહ રે ઈનસાન,
જે નાસ્તીક થઈ ભગવાને બનાવેલ શુષ્ટીના નીયમોનુ અને માનવતાના નીતી નીયમોનૂ પાલન નથી કરતો તેનું માત્ર પતનજ નહીં સર્વનાસ નિશ્ચિત છે, જે દીવસે અધર્મ કે નફરત હિંસા નો માર્ગ અપનાવ્યો અંત ની શરૂઆત
ઓમ શાંતિ:
જરુરી નથી સાધું મહાત્માજ જ્ઞાની હોય સદાચારી હોય ,અને સંસારી ગૃહ્સથ અજ્ઞાની અને અ સંસ્કારી, એવુજ હોત તો નરસીહ મેહતા ,ભક્ત તુકારામ, રોહીદાસ જેવા સંસારી સંત ન કહેવાત, અને આસારામ, અને બીજા જેલમાં પડયા ઢોંગી સંત ન હોત,
શ્રી રામ અને શ્રી કૃષ્ણ રાજા હરિશ્ચંદ્ર અને ગોપીચંદ જેવા રાજા ન હોત , કે પછી રાવણ કંસ જેવા પણ રાજા ન હોત, માણસ માત્ર ને માત્ર કર્મથી મહાન બને છે, દેખાવથી નહીં, અને માણસમાં બધીજ ખુબીયા હોત તો આ મૃત્યુ લોકમાં કોઈ ન હોય,
અને ભગવાન છેજ નહીં , તો આ દુનીયાના અલગ અલગ દેશો‌ અલ્લાહ ઈશ્વર, ઈશૃં, વાયગુરૂ, અગ્ની, બુધ્ધ, મહાવીર, વીગેરે થી પુજતા ના હોત,આખી દુનિયા મુર્ખ અને આપ એકજ જ્ઞાની?
ઓમ શાંતિ:
અત્યાર સુધી વીચાર્યું હતું ત્યા સુધી જયા શુધી આપણી નજર પહોચતી હતી, પણ આંખો થી નહીં આત્માને કેન્દ્રીત કરી જયારે જોયું ધ.યાન થી તો નજર આવ્યું , સાગરમાં બીદું સમાનેય નથી આ પૃથ્વી કે આ ષૃષ્ટી , આ એક પડાવ છે, ઘર નથી આપણું મંજીલ તો છે કહી દુર જ દુર ,,બસ જરૂરત હતી મારી અહી મારી માટે આવ્યો માલીક પીતા ની મરજીથી , બસ પ્રાથના એના સોપેલ કાર્ય ને પુરા કરી રજા લઈ સકું , કોઈ રાહ દેખે બીજે પણ, નહીતર અહીયાજ ભટકયા કરીશું ભુતળમા, સદીયો ગઈ ને જસે સદીયો, કયારે થશે આ ફેરા પુરા, કે ભુત થઈ ભટકવું નથી , સર્જન છે મારૂ કર્મ, ભુતકાળ મારે બનવું નથી, ષૃષ્ટીના વીકાસ અને સર્જન માટે જરૂરી છે, પ્રેમ દયા કરુણા ક્ષમા , અને સર્જનાત્મક વીચાય ધારા, બસ પ્રેમનો સંદેશ છોડવો એછે..
ઓમ શાંતિ: બાકી જેને સુધરવુજ નથી કે સત્ય સમજવું નથી, તેને માટે આવા હજારો મોટીવેશન કે જ્ઞાન આપતા આથી કંઈ વધુ સારા પુસ્તકો સામે ધરશો તો પણ શું ,
નીયતી અને ગયા જન્મના કર્મ ઉપર આધાર રાખે છે, મો મા આવતો આવતો કોળીયો પણ નીચે પડી જાય છે, એમ જ્ઞાન સામે આવે તોય મેળવવાથી વંચીત રહી જવાય છે..
ઓમ શાંતિ,જય સોમનાથ, જય ઓમકાર
બસ આપણા જેવાજ ૩૩ કરોડ દેવી દેવતા નાગ ગંધર્વ ઓલીયા પીર વીગેરે આંગળ ભીખ માગતા રહો કગરતા રહો,
કર્મ નું જ કામ આવશે, દેવી દેવતા બસ જોયા કરશે, અનીતીથી મેળવશો તો સો ગણું ચુકવવુજ પડશે જેનું લેશો તેને વ્યાજ સાથે,
જેણે નેમ લીધી કે વીકારોથી ભરેલ અન્ન કે જળ ગ્રહણ ન કરવું તે ભુખ્યો રહેશે, પણ બત્રીસ જાતના ભોજન હશે તો પણ મનમાં સેજ પણ લાલચ વીના , ભોજન સામે જોસે પણ નહીં,
જય સોમનાથ
પારસમણી નો તો માત્ર સપર્સ કાફી હોય દોસ્ત સ્વર્ણ બનવા માટે,
પણ જેવી સંગત એવી અસર
જય સોમનાથ 💐🙏
જોયું મે ગમે તેની સ્કીલ કે ધન સંપત્તિ કે સતા આવી એટલે એ બાબત નું અભીમાન આવી જાય છે વીનાસનું પતનનું કારણ બને છે, માણસને તો એ પણ ખબર નથી રહેતી કે એની સાથે શું ધટી રહ્યું છે, અને કાળ લોખંડને જેમ કાટ લાગે તેમ માણસનું પતન શરૂ કરી દે છે,
હું કેવો કેવી એ અરીસામાં જોયા કરતા, બીજા ના મનથી જોજો, કોઈ બીના સ્વાર્થ, જો ઈજજત અને માન પ્રેમથી તમને બોલાવે તો સમજજો તમે સફળ અને માણસ મા આવો છો,
પણ કોઈ ડર કે નફરત થી તમને દેખે છે તો સમજજો એ તમારી હેવાનીયત તે ખરાબ વહેવાર ની અસર છે,
બાકી સ્વાર્થ માટે ગધેડાને બાપ કેવા વાળા અને લોભીનું ધન ધુતારા ખાવા વાળાની કમી નથી આ જગતમાં
જય સોમનાથ
મારા આદર્શ અને ગુરૂ માના એક પુજ્ય બાપુના બે શબ્દો જીવનમાં ઉતારવા જેવા છે...
એમણે કહેલ કે ગુરૂ ગોળ ખાતા હોય તો પણ શિષ્યને ન ખાવાની શિખામણ આપી સકાય, ગોળ છોડવાની રાહ ન દેખાય, કારણ કે સમય સંજોગ જોઈ કાર્ય કરવું પડે, નાના બાળક ને ગોળ વધું ન ખવાય મોટા થયા પછી યોગ્ય માત્રામાં ખાઈ સકાય, કોઈ પણ જ્ઞાનનો કે ઉપદેશનો ઉદેશ્ય પવીત્ર સકારાત્મક અને કલ્યાણ માટે નો હોવો જોઈએ, પછી તમે બધું તેનું ખુદ પાલન કરી શકતા હો કે ના પણ કરી શકતા હો, અને આપણે સારૂ અને ન સારૂ બન્ને બાબત સમજાવી દીશા બતાવવી જોઈએ, નીર્ણય સામાવાળા પર છોડવો જોઈએ, પણ સારી બાબત તરફ ભાર મુકી એ દીશા બતાવવી
આજનું શીક્ષણ કેટલું આગળ વધી ગયું નહીં?? કેટ કેટલી હરીફાઈ...તમારા બાળકો પણ કેટલા આગળ હશે નહીં?? પણ ખ્યાલ કે અંદાજ છે તે માણસ માંથી આગળ નીકળી ટેકનીકલ દુનીયા માં પ્રવેશી યંત્ર માનવ બની ગયો છે??
માનવતા ના એ લક્ષણોનો પરીહાસ કરતો થઈ ગયો છે, સંસ્કાર તો બાજું માં મુકો લાગણી હીન દયા હીન ભાવના હીન તો નથી બની ગયો ને,
ડોક્ટર એન્જિનિયર વીજ્ઞાનીક કલેકટર વકીલ ની ડીગ્રી તો મેળવી કે મેળવશે, પણ પરીવારમાં સમાજમાં કેવી રીતે હળી મળી રહેવું માન સન્માન જાળવવું મોટાને માન અને નાનાને પ્રેમ આપવો અને ઘર પરીવારમાં હળીમળીને સાથે કેમ રહેવું તે બધું છુટી તો નથી રહ્યું ને??હું તો કહું છું લાનત છે આવી ડીગ્રી અને આવા સપનાઓ ને, જોયા છે મે હજુયે ગ્રામ્ય કક્ષાએ અને શહેરોમાં નાના ખોરડાથી લઈ મોટા ઘરોમાં, હજુય સંસ્કાર દયા કરુણા પ્રેમ અને સંપ કોને કહેવાય,
પણ ભાઈ કુવામાં હોય તો હવાડામાં આવે, પણ આજુ બાજુ માં સારી સંગત મળે તો અસર સારી થાય , જેમ ફરી પારસ મણીનું ઉદાહરણ આપું છું, જુના જમાનામાં ભણવા માટે ગુરુકુળ મા આશ્રમમાં મુકવામાં આવતા બાળકો ને પછી રાજા કે રૈયત તમામ માટે ત્યા એક જેવી વ્યવસ્થા હોતી કોઈ ઉચ નીચ નહીં, અને ભણી ગણી આવે ત્યારે સંસ્કારો પણ સાથે લઇ ને આવતા,
આજના ખાલી નામના ગુરૂકુળ નહીં, એ જમાનાની વાત છે, જયા કૃષ્ણ પણ ભણેલ અને સુદામા પણ
જય સોમનાથ 💐💐🙏
કોઈક એશે મા બાપ જવાબદાર તો કોઈક અંશે સંતાન તો કોઈક અંશે પરવરીશ તો કોઈક અંશે પરીસ્થીતી, ધણીવાર મા બાપની ખોટી જીદો અને લધુતાગ્રંથી અને કુ રીવાજોનો ભોગ સંતાનો બનતા હોય છે તો નીર્દાષ હવનમાં હોમાતા હોય છે, આવી ખોટી આન માન સાન ના લીધે નીર્દોષ પવીત્ર માસુમ આત્મા પણ આ કળયુગમાં ત્રાસી જઈ આત્મ હત્યા કરતાવજોઈ છે,
સંબંધ લોહીનો કે લાગણીનો મહાન કયો? દરેકના અલગ અલગ મંત્વય હશે, બધા બધાની રીતે સાચા,
પણ એક વાત
જયા લાગણી અને પ્રેમ ના હોય તે લોહીના સંબંધી પણ શું કામના, અને જયા લાગણી પ્રેમ અને વિશ્વાસ હોય તો તે પારકા પણ પોતાના,
મારી આસ્થા ઓમકાર શીવ પિતામા છે, પણ જ્યા માણસાઈ ઈન્સાનીયત પ્રેમ કરૂણા ક્ષમા દયા ધૈર્ય શાંતી ના પાઠ શીખવાતા હોય કે તે સારી વાતો થતી હોય તે હું શાભળુ છું,
બાકી શીવ પિતા ના પ્રથમ આદરણીય પુરુષ પુત્ર શ્રી વીષ્ણુના અવતાર સ્વામીનારાયણ છે તેવું કહેવાય છે, ઈશ્વર એકજ છે જે આપણો બધાનો પીતા રચીતા છે, જે શીવલીંગ રૂપે પુજાય છે, મીસ્લીમ ભાઈઓ મક્કા પવીત્ર પ્થથર ની લીગ રુપે પુજે છે, પારસીઓ અગ્ની રૂપે, શીખો પણ અગ્ની જ્યોત અને ગુરુ રૂપે, ઈસાઈ ઓ પણ પવીત્ર આત્મા ઇસુ ના સંદેશ રૂપે એકજ ઈશ્વર પ્રકાશ જયોત રુપે, ટુંકમાં દરેકનો એકજ પિતા આદી અનાદી અનંતા જેનું કોઈ રૂપ રંગ નથી પણ તે દરેકને આકાર આપે છે જે સદાય શાંતી મય નીરાકારી તેજ પ્રકાસ રૂપે છે, આપણા કપાળે ત્રીકુટી મધ્યે તેમનો અંશ જ્યોર્તિલિંગ આત્મા રૂપે બીરાજ માન થાય ત્યારે આપણી કાયા પ્રાણમય બની કાર્ય કરે છે, પાચ કર્મ ઈન્દ્રીયો દ્વારા કર્મ કરી કર્મના ભાથા બાધે છે, આમ સ્થુળ શરીર આપણું શરીર, શુક્ષ્મ શરીર આત્મા, અને કારક શરીર જેને આપણે ઇકાર આપીએ છીએ આપણા કર્મ શારા ન શારા થી તે કારક શરીર ,
માત પિતા એમના કર્તવ્ય નું પાલન કરે છે બાળકે તેના કર્મનું , કર્તવ્ય થી બધા મહાન છે, પણ પરમ પિતા એકજ શીવ સાંતી દાતા
ઓમ શાંતિ
આટલા બધા ધર્મ આટલા બધા દેવ દેવી પીર ઓલીયા ગુરુ વીગેરે વીગેરે..તો ભગવાન કોણ???
જેને માનો તે ભગવાન થઈ જાય ,પણ તમારા માટે, મા બાપ ભગવાન, ગુરૂ ભગવાન, કુળદેવતા ભગવાન, નોકર માટે માલીક ભગવાન, સ્ત્રી માટે પુરૂષ પતી ભગવાન, ગરીબોને દાન આપનાર દાની ભગવાન, કષ્ટ હરે તે પણ ભગવાન, ગંધર્વ અને નાગો કે પછી કાળી વીધ્યા ના આપનાર દાનવો કે કાળી શક્તીના દાતા પણ ભગવાન,
આટલા બધા ભગવાન??
બાપ એકજ હોય નહીં પણ એકજ છે, હા એકજ છે ભગવાન જે તમારા આ બધાજ કહેવાતા ભગવાન સમાનનો પણ ભગવાન,અને સ્થુળ શરીરની દાતા માતા પણ એક મા બાપ એકજ ઓમકાર શીવ

શીવ એટલે મનને શાંતિ આપનાર, દરેક પ્રકારના અંધકાર રૂપી વીકારો, જેવા કે લાલચ લોભ કામ ક્રોધ અહંકાર ઈર્ષયા,સ્વાર્થ, જેવા અનેક વીકારોને ક્ષણ માં દુર કરી જ્ઞાન રૂપી પ્રકાશ પાથરનાર , અને ચંદ્રજેવી શીતળતા આપનાર પરમ શક્તિ શાળી, પણ શાંતી દાતા એવા આત્માના પિતા કે જે ઓમકાર આત્મા આપણા પિતા, ઓમકારા , જેમણે હજારો બ્રહ્માંડો બનાવ્યા અને મીટાવ્યા સર્જન પાલન ને સંહાર કરનાર નહીં, પણ એકવાર બનાવી કાયમ રાખનાર અજર અમર અવીનાસી એવા આપણી આત્મા ના પિતા, જેને કોઈ મારી નથી શક્તુ બાળી નથી શક્તું ડુબાડી નથી શક્તું, આત્મા અજર અમર અવીનાસી છે, પણ માયાના ફંદમા ફસાઈ શુખ દુખ‌નો અનુભવ કરે છે, આમ શીવ એ આત્માના પિતા છે, બાકી બધાજ અવતારી આત્મા છે, કર્મ થકી મનુષ્ય દેવ કે દાનવ બને છે💐🙏

ઓમ શાંતિ: આપણે ત્યા એક ભજન પ્રચલિત છે, નુગરાની હારે વાલા કેડલો ના કરીએ હોજી,
અને બીજું .. આત્માને ઓળખ્યા વીના લખ ચોરાસી નહી રે મટે રે લોલ...
નુગરો એટલે જેને સદજ્ઞાન નથી મળ્યું , તે જે અજ્ઞાની તમને પણ અંધકારમાં ગરકાવ કરશે જો એની પાછળ ચાલ્યા કે એનો સંગાથ કર્યો તો,
અને બીજું.. આત્માને ઓળખ્યા વિના...આપણા આત્મા શુક્ષ્મ શરીર શું છે, આપણી સાચી ઓળખ શું છે, એનો બાપ કોણ છે, કયાથી કેમ આવ્યા , આવવાનો ઉદ્દેશ્ય શું, જો એ નહીં જાણો તો , ચોરાસી ફેરા જન્મ મરણના ખાતા રહેશો, મુક્તિ નહીં મળે, અને શાંતી તો કયાથી મળશે મુક્તિ વીના, ઓમ શાંતિ 💐🙏