The Author Brijesh Mistry Follow Current Read કોફી ટેબલ - 1 By Brijesh Mistry Gujarati Fiction Stories Share Facebook Twitter Whatsapp Featured Books THE WAVES OF RAVI - PART 3 WOUNDED SOLDIER The news spread like wildfire in the... Take me to the sky Dear Dairy,Elina's POVI remember when I was 12 years old... Passion - 16 ( Last Part ) Bhatnagar ji was astonished. He just found out that there wa... Love at First Slight - 27 Scene: Three Years LaterIt had been three years since Rahul... Secret Affair - 14 As the seasons changed, Inayat and Ansh embraced the beauty... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Brijesh Mistry in Gujarati Fiction Stories Total Episodes : 5 Share કોફી ટેબલ - 1 (6) 1.4k 3.5k "સર...ક્યારનો કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યા કરે છે... મેં એમને કહ્યું કે સાહેબ એમની મહત્વની મીટિંગમાં છે... તો કહે એકવાર કહી તો જુઓ કે અવનીનો ફોન આવ્યો છે. " મારી સેક્રેટરીને આમ અચાનક આવતા જોઈ મીટિંગ ના બધા એની સામે જોઈ રહ્યા . એક વાર માટે મારું હૃદય એક ધબકાર ચૂકી ગયું... અવની...જેને મારા પ્રેમની જરા પણ કદર નહોતી...જે મારા માટે દુનિયા હતી...પણ એની દુનિયા મા હું લેશમાત્ર પણ હાજર નહોતો...એને શું જરૂર પડી મારી...??? "ફરી ફોન આવે તો કહી દેજે...સર ને ટાઈમ મળશે એટલે કોલ કરશે..." "પણ..સર એકવાર...." "તને કીધું ને ....ખબર નથી પડતી " ગુસ્સા થી મારા થી ગ્લાસ ફેંકાઈ ગયો. "સોરી...સર " સેક્રેટરી મોઢું નીચું કરીને થર્થતા હોઠે બોલી. ને ત્યાંથી જતી રહી મારા ગુસ્સા નું કારણ...ના મને ખબર હતી ના મારા કર્મચારીઓ ને... *** "એકવાર વિચારી તો જો...તને ખુશ રાખવા મા જરાય પાછું નહીં જોઉં.." અવની ને કહેતા મારા હોઠ સુકાઈ ગયા... "હવે રેહવાદેને તારા થી તારા ખર્ચા નથી પોસાય તેમ નથી અને તું મારા ખર્ચાની વાતો કરે છે...." " જો અવની.... તું મારા પ્રેમ ને આમ અવગણી ના શકે.." મારા થી ભાવુક થઈ બોલાઇ ગયું. " જો માનવ... તારા પ્રેમ માટે હું મારા સપનાની કુરબાની નહીં આપું.... તારો પ્રેમ મને લક્ઝરીયસ કાર મા ફેરવી નહીં શકે.... આઇફોન નહીં અપાવી શકે...અમેરિકા નહીં લઇ જઇ શકે..." અવનીના છેલ્લા શબ્દો જાણે કાંટાની જેમ માનવની કેબિન મા પડઘાવા લાગ્યા. માનવ ક્યાય સુધી પોતાના એ ભૂતકાળ ને વાગોળતો રહ્યો.. એ દિવસ થી એને પાછું વળીને જોયું નથી. આટલી મોટી કંપની એને પોતાના દમ પર જ ઉભી કરેલી... સો થી પણ વધારે લક્ઝરી કાર ખરીદી શકે...દુનિયા આખી ફરી શકે...એટલો ધનવાન તો એ બની જ ગયો હતો... આજે આટલા વર્ષો પછી અવની નું નામ સંભળાતા પોતાની જાત ને સંભાળી શકવાની તાકાત નથી રહી આ માનવ ઈમાનદાર મા. પોતે આટલો સફળ થવા મા ક્યાંક ને ક્યાંક અવની માટે ના પ્રેમ નું ઝનૂન જ હતું...અત્યાર સુધી પોતાની જાતને સાબિત જ કર્યા કરી છે ને..આજે પણ એની સામે એમના ફાવરિટ રેસ્ટોરન્ટના ખૂણા નું "કોફી ટેબલ"..યાદ આવી ગયું..એક એક શબ્દ એ આજે પણ ભૂલી નહીં શકયો.. "માનવ...હું સમજુ છું મારા માટેની તારી લાગણી ને... મારે હજુ મારા માટે જીવવું છે...મારી જાતને દુનિયા સામે સાબિત કરવી છે... એક હાઈ ક્લાસ લાઇફ જીવવી છે.." અવનીની આંખો માં ના એ મહત્વાકાંક્ષા ના વાવાઝોડા માં મારો પ્રેમ ને એ જોઈ નહોતી શકતી. "અવની તને મારી પર વિશ્વાસ નથી કે શું?? તારા સપના એ મારા સપના...સાથે પુરા કરશું..." અવની ના બંને હાથ પકડી હું બોલ્યો. "જો મને આજ નથી ગમતું... મારા સિવાય તારું પોતાનું શું છે?? તારા માટે હું બધું જ છું...મને મેળવી લીધા પછી શું??? મને પણ તું તારા જેવી જ બનાવી દઈશ ને... લગ્ન થશે ..બાળકો થશે...મોટા કરશું...તારું સપનું પૂરું...પણ મારું શું??? હું તો ક્યાંય નહીં હોવ...અત્યારે તો તારી જ લાગણી છે...એના ભરોસે કમિટમેંટ આપે છે... ખરેખર તું કેવી રીતે કરી શકીશ છે એનો કોઈ જવાબ??" ના મારી પાસે એના આવા સવાલોનો કોઈ જવાબ નહોતો...અને આજે જે પરિસ્થિતિ મા હું છું એ જોઈને એની પાસે કોઈ સવાલ ના રહેત...પણ સમય સમયની વાત છે... સેલફોનની રિંગટોન વાગી હું ભૂતકાળ માંથી વર્તમાન મા આવી ગયો...ફરીથી એ જ અજાણ્યા નંબર પરથી કોલ આવી રહ્યા હતા. "હેલો...કોણ??? અવની...??" એક લાંબી શાંતિ છવાઈ ગઈ...થોડી વાર પછી એક સ્ત્રીનો અવાજ સંભળાયો.. "માનવ..મારે એકવાર મળવું છે... હું રાહ જોવું છું... એજ કોફી ટેબલ પર..આવાવું ના આવાવું...તારી પર છે" અવની બોલાવે ને માનવ ના જાય એતો શક્ય જ નથી.. *** પીળા રંગની પ્લેન સીફોન જેવી સાડી ... સ્લીવલેસ બ્લાઉઝ...લાંબા કાળા straight hair...જાણે કોઈ હિરોઇનથી જરાય ઓછી નહોતી લાગતી... એ કોઈ વિચારો મા ખોવાયેલી લાગી...એને ખબર પણ ના પડી હું ક્યારે આવ્યો ધીરે રહીને હું પણ એની સામે કોફી ટેબલ પર ગોઠવાયો.. "ઓહોહો...માનવ ઈમાનદાર ને સમય મળ્યો...પહેલાંપણ રાહ જોવડાવાતો ને આજે આટલાવર્ષો પછી પણ ..મારે જ રાહ જોવાની.." એને જરા ગુસ્સા મા કહી દીધું. રાહ તો હું જોવું છું આટલા વર્ષો થી...મારા થી મન મા બોલાઈ ગયું... " શું થયું...આટલા વર્ષો પછી મને યાદ કરવાનું કોઈ ખાસ કારણ??" મેં જરા કડકાઇ થી પૂછ્યું.. " કારણ તો જિંદગી એ મારી પાસે નથી રાખ્યું " એ થોડા ધીમા આવાજ થી બોલી ગઈ...મને સંભળાયું નહીં.. "શું કીધું?? ફરી થી બોલ??" "કાંઈ નહીં...શું કરે બધા...લગ્ન કર્યા કે નહીં ??" " તને શું લાગે છે...??" "કર્યા જે હોવા જોઈએ...આટલો મોટો બિઝનેસમેન...જોઈએ એવી મળી જાય " "જે જોઈતી હતી એ તો મળી નહીં " મેં પણ ધીમા અવાજે બોલી નાંખ્યું.. "શું કીધું???..બોલ તો " અવની તરત જ બોલી ઊઠી. ત્યાં જ અવની ના સેલફોન પણ કોઈ alert માટે નું એલારામ વાગવા માંડ્યું...એને ફોન બંધ કરી દીધો... "શું થયું...??? " મેં કહ્યું "કાંઈ નહીં " એને મારા બંને હાથ પકડી પ્રેમ "માનવ...આજે હું મારી ઝિંદઅંગી ની એ વાત કહેવા જણાવા જઈ રહી છું.... જે...કદાચ ક્યારેય... ક્યારેય ક્યારેય.." આટલું તો માંડ માંડ બોલી શકી....એની આંખો ઘેરાવા લાગી...જાણે એને ચક્કર આવતા હોય એમ લાગતું હતું.... એ ખુરશી પરથી નીચે પડી ગઈ.. હું તો અવાક જ બની ગયો....અવની ને જલ્દી થી હોસ્પિટલ માટે એમ્બ્યુલન્સ મા કોલ કર્યો...સિટી હોસ્પિટલ મા દાખલ કરી... **** ડોક્ટરની એક ટીમ ચિંતા મા ઝડપથી થી બહાર નીકળી હું કાંઈ પૂછપરછ કરું એ પહેલાં અવનીની ટ્રીટમેન્ટ મા લાગી ગઈ. થોડા કલાકો પછી અવની ભાન મા આવી નર્સે મને બોલાવ્યો ને કહ્યું તમે દર્દી ને મળી શકો છો. હું વોર્ડમાં દાખલ થયો મારા થી રડી જવાયું વિચાર્યું નોહતું આટલા વર્ષો પછી જ્યારે અવની ને મળ્યો તો એની હાલત ગંભીર થઈ જશે. "કેમ છે તને?" "સારું છે...ટેન્શન નહીં લે મને આની આદત છે " "આદત છે એટલે...થયું છે શું તને??? તારે કહેવું છે કે નહીં ". એટલા મા ડોક્ટર આવી ગયાં ને મને એમની કેબિન મા અવાવાનું કહ્યું. "જુઓ મી.ઈમાનદાર તમારે થોડી શાંતિ રાખવી પડશે..મારી મિસ અવની ના ફેમિલી ડોક્ટર સાથે વાત થઈ એમની મેડિકલ સ્તીથી બાબતમાં..." "શું થયું છે...અવની ને એ સારી તો થઈ જશે ને.??પૈસાની જરાય ચિંતા ના કરતાં " " એવી વાત નથી... અવની HIV POSITIVE છે... એની તબિયત બગડી રહી છે.. " મારી નીચે થી જમીન ખસી ગઈ...ડોક્ટર મને આશ્વાસન આપ્યું. કેબીન માંથી બહાર નીકળતા જ નર્સે મને સફેદ કવર પકડાવ્યું કવર ને ખોલી જોયું . નર્સ બોલી.." મિસ અવની એ તમને આપવા કહ્યું છે..." ધુંર્જતા હાથે એનો કાગળ વાંચવા માંડયો. માનવ તને ખબર તો પડી જ ગઈ હશે કે જીંદગી એ કેવી રમત રમી છે મારી સાથે ... હું 16 વર્ષની હતી ત્યારે એક દિવસ સ્કૂલ થી પાછી આવતા એક સૂમસામ રસ્તા પરથી ચાર નરાધમો....નરપીચાસી લોકો એ મારી પર બળાત્કાર ગુજાર્યો મારા શરીરની સાથે સાથે એ લોકોએ મારી આત્મા ને પણ ચીરી નાખી.... એવા હરમીઓ એ મારી પાસે માતા બનવાનું સુખ પણ છીનવી લઇ...એક નર્ક જેવી જીંદગી ના દરવાજે મુકી દીધી....મને HIV ના અંધકારમય કૂવા મા ફેંકી દીધી...જ્યાં હું જીવું કે મરું કાંઈ ફર્ક નથી પડતો...પછી મારા જીવનમાં તું આવ્યો સોનેરી સપના જેવો...તારી સાથે હોવ તો બધું જ ભૂલી જતી...તને એટલો પ્રેમ આપવો તો કે કોઈ એ કોઈને ના આપ્યો હોય...મારા માટે તું બધું જે હતો...પણ તારો પ્રેમ જોઈ હું ડરી જતી...ક્યાંક તું મારી હકીકત જાણીને મને છોડી તો નહીં દે...કેટલીય વાર કેહવાની કોશિશ કરી તો પણ ના કહી શકી...પછી વધુ ને વધુ તારો પ્રેમ મને તારી સાથે કોઈ દગો થયાં ની લાગણી કરાવાતો...કદાચ હકીકત જાણી ને મને અપનાવી પણ લે...તો તારા સપના નું શું?? મારે તને HIV ના નર્ક થોડી ધકેલી દેવાય...સંતાનસુખ પણ ના આપી શકું...એટલે જે તારા થી દૂર રેહવા નું નક્કી કર્યું...મારા પ્રેમની તાકાત...પ્રોત્સાહન તને જરૂર સફળ બનાવાશે હું જાણતી હતી .... આજ દિવસની હું વર્ષો સુધી રાહ જોતી રહી...કે એક દિવસ મારો માનવ એટલો ધનવાન ને..સત્તાવાર હશે...કે મારી હાલત કરાવાવાળા એ નરાધમો ને તું સજા અપાવીશ... "સ્વાધીનતા" નામાની એક NGO ચલાવી રહી છું....જે મારા જેવી HIV પીડિત મહિલાઓ માટે કાર્યરત છે..મારા ગયા પછી તારે જ ચાલવાની છે.. અને હા પ્રિયા તને બવ જ પ્રેમ કરે છે એની સાથે લગ્ન કરી લેજે...તને આપણા પ્રેમ ના સમ છે...મારે ફરીથી આ દુનિયામાં આવવું છે તારી દીકરી બનીને... થોડા દિવસની મહેમાન છું...જિંદગી જીવવાની કોઈ આશાઓ જ નથી રહી....આજે છેલ્લી વાર આપણા એ કોફી ટેબલ પર મન મૂકીને વાત કરવી હતી...પણ નસીબ મા એ પણ નહોતી...સેલફોન પણ કેહતો હતો દવા લઈ લે...પણ ક્યાં હવે...તને મળવા પણ નથી રહી...તારો સામનો નહીં કરી શકું...મને શોધીશ નહીં...મુક્ત થઈ જવા દે...તારા પ્રેમ ના બંધન હું મરી પણ નહીં શકું... અને તને કોઈ ફરિયાદ હોય તો માફ કરી દેજે...પણ મારા વતી એ નરાધમો ને ફરી ફરી ને યાદ કરી સજા જરૂર અપાવાજે...એમના નામે નામ અને ફોટો કવર મા જ છે... તારી અવની એક આખી જિંદગી મારી સામે થી પસાર થઈ ગઈ...દરિયા ની રેતી ની જેમ પકડવા ગયો ને સરકી ગઈ મારી અવની...મારી પાસેથી... અવની...ની....વની એક મોટી ચીસ પડાઈ ગઈ...દોડીને હોસ્પિટલ ના કાઉન્ટર પર ગયો...અવની જતી રહી હતી... NGO માંથી આવ્યા હતા લેવા... પાછો હું જ્યાં હતો ત્યાં જ મૂકી ને જતી રહી મને એકલો મૂકીને . *** "સાહેબ...કોઈ ઓર્ડર...કે પછી તમારી ફરીથી ફાવરિટ કોફી લેતો આવું " વેઇટર મને પૂછ્યું...હું મારા વિચારો માંથી ઝબકી ને બહાર આવ્યો ને સામેથી એડવોકેટ મિસ પ્રિયા રાઠોડ ને મારી પાસે આવતા જોઈ... કોઈના સપના પૂરા થવાની શક્યતા લાગવા લાગી.. (ક્રમશ:) › Next Chapter કોફી ટેબલ - 2 Download Our App