દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 16
આગળના ભાગમાં જોયું કે વિદ્યા દરિયા પરથી નીકળી જાય છે. સાગર સોમને પારસમણિ વિશે જણાવે છે. જીયા વિદ્યાનાં ઘરેથી નીકળે છે. હવે આગળ
વિદ્યા બી બિલ્ડિંગનાં નીચેના સ્ટોર રુમ પર આવી જાય છે. ફટાફટ દિવાલ પર લટકાવવા માટેની મોટી ચાવીને ડાબી બાજુ ખસડે છે. સ્ટાઈલ ખસેડી રુમમાથી વિદ્યા બહાર નીકળે છે. વિદ્યા ને યાદ આવતા તે પોતાના ઘરે ગિફટ લેવા જાય છે. ત્યાં જ રસ્તામાં તેને જીયા મળે છે. જીયા વિદ્યાને જોતાં વિચાર છે આ વિદ્યા કયાં હતી? અચાનક અહીં? જીયા ચેહરો જ બતાવતો હતો કે આ નક્કી મને શોધવા આવી હશે એમ વિદ્યા વિચારે છે.
" અરે! તું કયાં હતી? "
" હું અહીં જ "
" પણ કયાં "
" અરે યાર આ બી બિલ્ડિંગ....... "
" હા બી બિલ્ડિંગ આગળ " જીયા એ તરત જ પુછયું.
" જીયા હું અહીં જ બી બિલ્ડિંગ નીચે જ હતી
આ તો કોલેજથી સહેલીનો ફોન આવી ગયો હતી એની સાથે જ વાત કરવામાં "
" ઑકે
ગિફટ ઘરેથી લઈ આવી? "
" ના બાકી "
" જલ્દી જઈને લઈ આવ્યો
માધવી આન્ટી રાહ જોતાં હશે "
" ચાલ "
" હા "
બંને જણા વિદ્યા અને જીયા ઘરેથી મહેન્દ્રનું ગિફટ લેવા જાય છે. ગિફટ લઈને ફટાફટ મહેન્દ્રના ઘરે આવી જાય છે. વિદ્યા ગિફટ મહેન્દ્રને આપી દે છે. પાર્ટી હવે પુર્ણ જ થવા આવી હતી. સરસ્વતી વિદ્યા પાસે આવે છે.
" હાથ વિદ્યા "
" હાય સરસ્વતી "
" કયાં રહી ગઈ હતી? "
" બસ આ ગિફટ ઘરે જ રહી ગયું હતું "
" હા "
" સાગર પણ અહીં આવેલો હતો " (સરસ્વતી કંઈ યાદ આવતા)
" હા
પણ એ તો મને મળ્યો પણ નથી
કયાં છે? "
" ખબરની
પણ સોમ અંકલ સાથે વાત કરતાં જોયો હતો "
" ઓકે કંઈ ની
અહીં તો દેખાતો નથી (પાર્ટીમાં ચારેબાજુ જોતાં)
ઘરે જઈને પપ્પાને પુછી લઈશ "
આ બંનેની વાતચીત કરતાં જોઈને જીયા આવે છે.
" ઓહો સરસ્વતી આજે તમે ધણાં સુંદર દેખાવ છો " જીયા બોલે છે.
" Thank You "
" તમે ગીત પણ સરસ ગાવ છો
મને પ્લીઝ ફ્રી પડો ત્યારે શીખવજો "
" ચોક્કસ "
થોડી વાર પછી પાર્ટી પતી જાય છે. વિદ્યા ઘરે આવીને પોતાના રુમમાં જાય છે. વિદ્યા વિચારે છે કે સાગર કેમ આવ્યો હશે? પપ્પા અને સાગરને બી બિલ્ડિંગની ગુફા વિશે ખબર છે? એમ વિચાર કરતી કરતી રુમમાં આટા મારે છે. ચાલ પપ્પાને સાગર કેમ આજે આવ્યો તેનાં વિશે પુછવા જામ એમ વિચારતી તે ઘરમાં આગળનાં રુમમાં જાય છે. પપ્પા સોફા પર બેસીને ટીવીમાં ન્યુઝ ચેનલ જોતાં હતાં.
" પપ્પા "
" હા બોલ બેટા "
" પપ્પા આજે સાગર સોસાયટીમાં આવેલો હતો ને? "
સોમ કંઈ જવાબ આપતા ન હતાં અને ધ્યાન પુરુ ટીવી જોવામાં લગાવ્યું હતું. વિદ્યા ફરી વાત શરૂ કરે છે.
" પપ્પા સરસ્વતી કે હતી હતી કે સાગર આવ્યો હતો
કંઈ કામ હતું એને? "
" અરે હા હું.......
તને કહેવાનું ભુલી જ ગ્યો હતો " તરત જ વિદ્યા ના સવાલનો જવાબ આપે છે
" કંઈ કામ હતું કે "
" ના રે બસ એમજ મળવા આવેલો "
" હા "
(કોઈ મળવા વગર જતું હોય
આવે તો ફોન પણ નથી કરતો તે જ ખબરની કંઈ વાત છુપાવીને બેસેલા છે)
વિદ્યા પોતાના રુમમાં પાછી જતી રહે છે. આજે થાકી ગઈ હોવાથી જલ્દીથી ઊંધી જાય છે પણ ફરી રાતનાં એને એ જ સ્વપ્નું આવે છે. અને ગોળીનાં અવાજથી એ તરત જ ઊઠી જાય છે. ઊંધ આવતી ન હતી એટલે વિદ્યા ઘરની બાલ્કની ની બહાર ઊભી રહી શાંત વાતાવરણને નિહાળી રહી હતી. રાતનાં બે વાગી ગયાં હતાં. ત્યાં જ અચાનક તેને સોસાયટીની ઓફિસની બાજુમાં લાઈબ્રેરીમાંથી કોઈ વ્યક્તિ બહાર નીકળતાં જોય છે એનાં હાથમાં કોઈ મોટી બુક હતી એ બીજું કોઈ નહીં પણ જનક હતો અને ફટાફટ પોતાના ઘર તરફ બી બિલ્ડિંગ તરફ જતો હતો. વિદ્યાને કંઈ વિચારે એ પેહલાં તો ઝડપથી ચાલતો જનક બી બિલ્ડિંગ સુધી પહોંચી જાય છે. આટલી રાતે આને બુક વાંચવી છે પણ લાઈબ્રેરીની ચાવી કયાંથી આવી? અને અત્યારે શું કોઇ બુક લેવા જાય છે? નકકી કંઈ તો હશે? બાકી કોઈ વ્યક્તિ આટલી રાતે લાઈબ્રેરીમાં બુક લેવા તો નહીં જાય.
શું જનક કંઈ જાણે છે?
શું વિદ્યાને બધાં સવાલોના જવાબ મળશે?
પારસમણિ નું શું રહસ્ય છે?
રહસ્ય જાણવા માટે વાંચતા રહો દસ્તાવેજ બી બિલ્ડિંગનો આગળનો ભાગ.......