ૐ
(આપણે આગળના ભાગમાં જોયું કે મેહુલ નીયા અને અનન્યાને અલોકના ભૂતકાળ વિશે કહે છે. પછી બધા મુંબઈ ફરવા જાય છે ત્યાં આલોક અને નીયા વચ્ચે ઘણી વાત-ચિત થાય છે. હવે આગળ...)
બીજા દિવસે બધા પોત-પોતાના કામોમાં પરોવાઈ ગયા. રાત્રે અલોકના ઘરે જમવાનો પ્લાન હોવાથી સાંજે બધા અલોકના ઘરે પહોંચી ગયા. અભિજીતભાઈએ જોયું કે બધા આવી ગયા છે પણ નીયા નથી આવી, તેણે રિતેશભાઈને પૂછ્યું,
"રિતેશ, નીયા કેમ ના આવી ?"
રિતેશભાઈ બોલ્યા, "મેં હમણાં જ તેને ફોન કર્યો હતો, તેણે કહ્યું કે તેને એક ઈમ્પોર્ટન્ટ મીટીંગ ચાલુ છે એટલે એ મીટીંગ પુરી થતા જ આવી જશે."
અભિજીતભાઈએ "ok" કહ્યું.
રીમાબહેન અને હેત્વીબહેન રસોડામાં કામમાં પરોવાયા અને બીજા બધાં હોલમાં વાતે વળગ્યા.
એક કલાક થઈ ગઈ છતાં નીયા હજું સુધી આવી નહિ એટલે અલોકે તેને ફોન કર્યો, તો તેનો ફોન પણ સ્વીચઓફ આવતો હતો એટલે બધાને ચિંતા થવા લાગી. અભિજીતભાઈએ અલોકને કહ્યું, "આલોક, બેટા તું એક કામ કર નીયાની ઓફિસે જા અને તેને લઈને જ આવ."
"હા, પપ્પા" આટલું કહી આલોક કારની ચાવી લઈને નિકળતો હતો ત્યાંજ મેહુલ બોલ્યો, "પણ આલોક નીયાની ઓફિસનું એડ્રેસ તો તારી પાસે છે ને ?"
"હા મેહુલભાઈ મને નીયાએ ઓફિસનું એડ્રેસ કહ્યું હતું એ મને બરાબર યાદ છે." શૂઝ પહેરતા-પહેરતા આલોક બોલ્યો.
મેહુલભાઈએ કહ્યું, "ok"
આલોક કાર લઈને નીયાની ઓફિસે પહોંચ્યો. તે ઓફિસના ગેટ પાસે પહોંચ્યો તો ત્યાં કોઈ સિક્યોરિટી ગાર્ડ નહતા અને ઓફિસના દરવાજામાં લોક પણ નહતું એટલે તે ઓફિસની અંદર ગયો, તો ત્યાં સાવ અંધારું હતું, તે થોડોક આગળ વધ્યો પણ ત્યાં કોઈ ના દેખાતા તેને લાગ્યું કે નીયા ત્યાંથી નીકળી ગઈ હશે એટલે તે પણ બહાર નીકળતો જ હતો ત્યાં પાછળથી કોઈ લેડીઝનો જોરથી અવાજ આવ્યો,"ચોર...ચોર..." આલોક પણ ભેગો બોલવા લાગ્યો, "ચોર...ચોર.." ત્યાંજ તે લેડીઝે ઓફિસની લાઈટ ઓન કરી. આલોકે જોયું તો સામે એક છોકરી ઉભી હતી. તેણે વાઇટ શર્ટ અને બ્લેક સ્કર્ટ પહેરેલ હતું અને સાદો ચોટલો વાળેલ હતો તેમજ દેખાવ ઘઉંવર્ણ હતો. આલોક કાઈ બોલે તેની પહેલા તો સામેવાળી છોકરી બોલી, "ચોર...ચોર.."
એટલે આલોકે તેને સામે પૂછ્યું, "ક્યાં છે ચોર ?!"
"ઓય...ખોટો ચાલાક બનવાની કોશિશ ના કર . તું જ ચોર છે." તે યુવતી પોતાના પર્સમાંથી પેપર સ્પ્રે કાઢતા બોલી.
આલોક પેપર સ્પ્રે જોઈ થોડો દૂર ગયો અને શાંત સ્વરે પોતાનો પહેરવેશ દેખાડતા બોલ્યો, "મેડમ, આમ જુઓ તો ખરા હું ચોર જેવો લાગું છું?"
આલોક આવું બોલ્યો એટલે તે છોકરીએ અલોકને નખ-શીખ સુધી નિહાળ્યો...દેખાવે તો તે એક સારા પરિવારનો લાગી રહ્યો હતો એટલે તે યુવતી શાંત પડી અને પેપરસપ્રે પર્સની અંદર નાખતા બોલી,
"સોરી...પણ તમે છો કોણ ? આમ, અચાનક ચોરની જેમ ઓફિસમાં ઘુસી જાવ તો કોઈ પણ માણસ ગભરાઈ જ જાયને."
થોડોક ડર ઓછો થતા આલોક બોલ્યો, "ઓહ...આઈ એમ સોરી...એક્ચ્યુલી અહિં હું નીયાને લેવા આવ્યો હતો બધા ઘરે ડિનર માટે એની રાહ જુએ છે અને મેં તેને ફોન કર્યો તો તેનો ફોન પણ સ્વીચઓફ આવતો હતો એટલે.." આલોક એટલું બોલ્યો ત્યાં તે યુવતી બોલી, "હા, તેમના ફોનની બેટરી લો હતીને એટલે ફોન સ્વીચઓફ થઈ ગયો હશે અને તે થોડીવાર પહેલા જ ઘરે જવા માટે નીકળ્યા છે."
"ઓહ ગોડ, બોલો લ્યો હું જેને લેવા આવ્યો એ તો ઘરે પહોંચી પણ ગઈ હશે." આલોક માથે હાથ દેતા બોલ્યો.
"મારે પુછાય તો નઈ, પણ રહેવાતું નથી એટલે પૂછી જ લઉં...આની પહેલા તમને કદી જોયા નથી એટલે તમે નીયા મે'મના રિલેટિવ લાગો છો." તે યુવતીએ થોડાક ખચકાટ સાથે પણ અલોકને પૂછી જ લીધું.
આલોક બોલ્યો, " ઓહ, હા મારુ નામ આલોક મહેતા છે હું અમેરિકાથી થોડા દિવસ પહેલા જ અહિં આવ્યો છુ એટલે તમને મને કદી જોયો નહીં હોય અને હું નીયાનો બેસ્તફ્રેન્ડ છું. તેના પપ્પા અને મારા પપ્પા જુના દોસ્ત છે."
અલોકનું ઇન્ટરોડક્શન સાંભળીને તે યુવતીએ પોતાનેજ ટપલી મારી અને આલોકની થોડી નજીક જઈ બોલી, "સોરી, મને એમ કે તમે ચોર...પણ તમે તો નીયામે'મના બેસ્તફ્રેન્ડ નીકળ્યા."
"તમને જો વાંધો નાં હોય તો તમે પણ તમારો પરિચય આપી શકો છો." આલોક તે યુવતીની મસ્તી કરતા બોલ્યો.
"લો...હું તો મારો પરિચય આપતા ભૂલી જ ગઈ. મારુ નામ છે પ્રીયંકા અને હું નીયામે'મની પર્સનલ સેક્રેટરી છું." તે યુવતીએ પોતાનો પરિચય આપ્યો.
"વાઉવ....નાઇસ ટુ મીટ યુ પ્રીયંકાજી." આલોકે પોતાનો હાથ પ્રીયંકા તરફ આગળ કરતા કહ્યું.
પ્રીયંકાએ તેની સાથે હાથ મિલાવ્યો પછી પૂછ્યું કે,
"તમને બહાર કોઈ સિક્યુરિટી ગાર્ડે ઉભા નહતા રાખ્યા ? મિન્સ કે કોઈ ત્યાં ઉભું નહતું ?"
"નો, મને પણ એજ વાતનું આશ્ચર્ય હતું કે આવડી મોટી ઓફીસ અને કોઈ સિક્યોરિટી પણ નહિ ??"
આલોકે સામો પ્રીયંકાને સવાલ કર્યો.
એટલે પ્રીયંકાએ કહ્યું, "ચાલો, જોઈએ." અને ઓફિસની બધી લાઇટ્સ ઓફ કરી, તે આલોક સાથે ઓફિસની બહાર નીકળી. જોયું તો દરવાજા પર સિક્યુરિટી ગાર્ડ ઉભા હતા એટલે પ્રીયંકાએ આલોક સામે શક ભરેલી નજરોએ જોયું એટલે અલોકે તે ગાર્ડભાઈને પૂછ્યું, "હમણાં થોડા સમય પહેલા જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે તમે અહીંયા ઉભા નહતા ?"
ગાર્ડે કહ્યું, "થોડા સમય પહેલા અહીંયા કૂતરા બાધતા હતા એટલે હું તેમને ભગાડવા થોડે દૂર સુધી ગયો હતો ત્યારે તમે આવ્યા હશો."
"હા, તે બરોબર. તમે તમારું અને સાથે-સાથે ઓફિસનું પણ ધ્યાન રાખજો હો...ભાઈ." આલોક તેમના ખભે હાથ રાખી બોલ્યો.
પછી આલોક અને પ્રીયંકા થોડે આગળ ગયા અને આલોક બોલ્યો, "પ્રીયંકાજી, જોયું હું સાચું જ કહેતો હતોને...તમે પણ ખોટો શક કરતા હતા મારા પર."
"નાં એ તો મારે બધું જોવું પડે ને એટલે." પ્રીયંકા પોતાના બચાવમાં બોલી.
આલોકે ઘડિયાળમાં જોયું તો ઘણું લેટ થઈ ગયું હતું એટલે તેણે પ્રીયંકાને પૂછ્યું, "તમે અત્યારે ઘરે કેવી રીતે જશો ? કોઈ વ્હીકલ છે તમારી પાસે ?"
"નાં, ઓટો કરી લઈશ." પ્રીયંકા બોલી.
"પણ આ સમયે તે સેફ રહેશે ?" આલોકે પ્રીયંકાની ચિંતા કરતા પૂછ્યું.
"ઓહો...તમને તો મારી બહુ ચિંતા થાય છે, પણ સાહેબશ્રી...ચિંતા ના કરશો, નીયામે'મે અમને બધાને સેલ્ફડિફેન્સ શીખવાડ્યું છે. ક્યારેક કોઈ એવી પરિસ્થિતિમાં ફસાઈ જઈએ તો ? એટલે.." પ્રીયંકા નીડરતાથી બોલી.
"સારૂ..સારૂ..તમારું ઘર કઈ બાજું આવ્યું ?" અલોકે પૂછ્યું.
પ્રીયંકાએ હાથના ઈશારા વડે અલોકને દિશા દેખાડતા કહ્યું, "આ બાજું"
"લે તોતો વધારે સારું, મારુ ઘર પણ તે બાજુ જ આવ્યું છે, ચાલો હું કાર લઈને પણ આવ્યો છુ તમને રસ્તામાં ડ્રોપ કરી દઈશ." આલોક સ્માઈલ સાથે બોલ્યો.
"પણ તમે તકલીફ નાં લેશો."પ્રીયંકા શાંત સ્વરે બોલી.
"એમાં તકલીફ શાની ? મારે પણ એજ બાજુ જવાનું છે તો તમને ડ્રોપ કરી દઈશ." આલોકે તેને સહજતાથી જવાબ આપ્યો પણ તેણે જોયું કે પ્રીયંકા તેની સાથે જવામાં થોડો સંકોચ અનુભવી રહી હતી. "તમે કોઈ સંકોચ ના અનુભવો, હું સારો માણસ જ છું. છતાં હું તમારી સાથે ફ્લર્ટ કરું તો તમને તો તમારા નીયામે'મે સેલ્ફડિફેન્સ શીખવાડ્યું જ છે ને." આલોક હસતા-હસતા બોલ્યો.
"હા હો..."પ્રીયંકા પણ હસવા માંડી.
પછી આલોક અને પ્રીયંકા કારમાં બેઠા. આલોકે કારમાં અરીજીત સિંહના સોંગ ચાલુ કર્યા અને બોલ્યો, "અરીજીત સિંહ મારો ફેવરિટ સિંગર છે."
પ્રીયંકા નવાઈ સાથે બોલી, "તમે ઘણા સમયથી અમેરિકા રહો છો છતાં તમને હિંદી સોંગ્સ ગમે છે ?"
"મારુ શરીર ભલે અમેરિકા રહેતું હોય પણ દિલ તો શુદ્ધ હિન્દુસ્તાની જ છે. મેં ઘણી બૉલીવુડ મૂવીઝ જોઈ છે." આલોક સ્માઈલ સાથે બોલ્યો.
"હમ્મ...ગુડ, બાય ધ વે મારો ફેવરિટ સિંગર પણ અરીજીત સિંહ છે અને હા, કાલ મુંબઈમાં અહિયાં નજીકજ તેનો મ્યુઝિક કોન્સૅટ છે. મારી પાસે એક એક્સ્ટ્રા ટિકિટ છે. તમારે આવવું છે ? ઇફ યું ડોન્ટ માઈન્ડ..." પ્રીયંકા પોતાના પર્સમાંથી એક ટિકિટ કાઢી આલોક તરફ ધરતા બોલી.
આલોકે તે ટિકિટ લઈ લીધી અને બોલ્યો, "થેન્ક યું, હું જરૂર આવીશ..."
આલોક અને પ્રીયંકાએ એકબીજાની ફેવરિટ મુવીથી લઈને હોબી સુધી ઘણી વાતો એક-બીજા સાથે શેર કરી. વાતો-વાતોમાં પ્રીયંકાનું ઘર આવી ગયું. પ્રીયંકાએ આલોકને પોતાનું ઘર દેખાડ્યું એટલે આલોક બોલ્યો, "અરે, આના પછીની શેરીમાં જ હું રહું છું."
"વાહ..એ તો સારી વાત છે." પ્રીયંકા પણ ખુશ થતા બોલી.
અને પ્રીયંકા કારમાંથી ઉતરીને જતીજ હતી કે આલોક બોલ્યો, "પ્રીયંકાજી કાલ કોન્સૅટ છે ક્યાં ? અને ક્યારે આવવાનું છે ? તમને પિક કરવા કેટલા વાગ્યે આવું? "
પ્રીયંકાએ આલોકને પોતાના કોન્ટેક્ટનંબર આપ્યા અને કોન્સૅટનું સ્થળ, સમય જણાવી અને કહ્યું,
"તમે ઘરેથી નિકળવાના હોવને ત્યારે કોલ કરજો."
"ઓક્કે" કહીને આલોકે કાર ઘર તરફ હંકારી. ઘરે પહોંચીને જોયું તો ત્યાં નીયા સોફા પર બેઠી હતી આ જોઈ આલોક પોતાના શૂઝ ઉતારતા બોલ્યો, " બોલો...મેડમ અહીંયા બેઠા છે અને હું તેમને લેવા છેક ઓફિસે ગયો અને તમે લોકો પણ બધા શું કરો છો ? નીયા ઘરે આવી ગઈ હતી તો મને એક કોલ તો કરવો હતોને ?"
"ઓ મી. તું તારો ફોન ઘરેજ ભૂલી ગયો હતો. જો..." અનન્યાએ આલોકને તેનો ફોન દેખાડતા કહ્યું.
"લ્યો...બોલો, હું પણ સાવ..." આલોક પોતાને જ ટપલી મારતા બોલ્યો.
"જા હવે હાથ-મોં ધોઈ આવ એટલે બધા સાથે જમવા બેસી જઈએ." અભીજીતભાઈ બોલ્યા.
આલોક હાથ-મોં ધોઈને આવ્યો પછી બધા સાથે જમવા બેઠા. જમ્યા પછી હેત્વીબહેન અને રીમાબહેન કિચનમાં કામમાં પરોવાયા અને રીતેશભાઈ, અભિજીતભાઈ અને રાહુલભાઈ હોલમાં સોફા પર બેઠા વાતો કરી રહ્યા હતા અને બધા છોકરાઓ લટાર મારવા બહાર નીકળ્યા. ત્યાંજ રસ્તામાં એક નાનકડું ગાર્ડન આવ્યું ત્યાં એક ઓટો હતો ત્યાં ગોઠવાણા. પવનની ઠંડી લહેરખીઓ મંદ-મંદ પસાર થઈ રહી હતી, રાત્રી ગાઢ થઈ ચુકી હતી, કાળાઘોર આકાશમાં સફેદ દૂધ જેવા ચાંદામામા પોતાનો પ્રકાશ પાથરી રહ્યા હતા. તારાઓ પણ પોતાની શક્તિ મુજબ ચાંદામામાની પ્રકાશ પાથરવામાં મદદ કરી રહ્યા હતા. આલોક જોતો હતો કે મેહુલભાઈ અને પ્રિયાભાભી એક-બીજાના હાથમાં હાથ નાખી આ દ્રશ્ય નિહાળી રહ્યા હતા, અનન્યા અને નીયા એક-બીજા સાથે વાતે વળગ્યા હતા. આ જોઈ અલોકને મસ્તી સૂઝી એટલે તે બોલ્યો, "મેહુલભાઈ..." આલોક આટલું બોલ્યો એટલે નીયા અને અનન્યાએ આલોકની સામું જોયું પણ મેહુલ કે પ્રિયા બન્નેમાંથી કોઈને એ ના સંભળાયું. આ જોઈ નીયા અને અનન્યાએ શાંતિ અનુભવી પછી નીયા આલોકના ટી-શર્ટનો કોલર પકડી તેને બીજી સાઈડ લઈ ગઈ અને પાછળ-પાછળ અનન્યા પણ ગઈ.
"શું થયું ? મારો કોલર પકડીને કેમ લાવી ?" આલોક ગુસ્સે થતા પોતાનો કોલર છોડાવતા બોલ્યો.
નીયા ગુસ્સે થતા બોલી, "તું શું કરતો હતો ? મેહુલભાઈનું તારે શું કામ છે ? બે મિનિટ બેય માણસને શાંતિથી બેસવા પણ નહિ દે."
"અરે, એ બન્ને વચ્ચેનો પ્રેમ જોઈ અને મને એમની લવ સ્ટોરી જાણવાની ઉત્સુકતા જાગી એટલે."
આલોક બોલ્યો.
આ સાંભળી અનન્યાને હસવું આવ્યું આથી આલોક બોલ્યો, "એમાં અનુ મેડમ, તમને વળી હસવું શાનું આવ્યું ?"
"અરે, સ્ટુપીડોના સરદાર...મેહુલભાઈ અને પ્રિયાભાભીના લવ મેરેજ નથી, એરેન્જડ છે."
અનન્યા અલોકને ટપલી મારતા બોલી.
"હે? શું ?" આલોકે કહ્યું.
"કેમ ? ફક્ત લવ-મેરેજમાં જ બે કપલ વચ્ચે પ્રેમ હોઈ શકે ? અરેન્જડ મેરેજમાં નહિ ?" નીયા પોતાનાં બન્ને હાથોને કમર પર રાખતા બોલી. તે જાણે આલોક સાથે લડવાના મૂડમાં જ હતી. એટલે આલોક તેનાથી ડરી ગયો અને બોલ્યો, "ના...એવું નથી..આ તો મને એમ કે.."
"હા બસ બસ, હું કહું છુ..." નીયા આલોકનું બોલવાનું બંધ કરતા બોલી.
ત્યાં ત્રણેય એક બાંકડા પર બેઠા અને નીયાએ વાત શરૂ કરી, "મેહુલભાઈ બિઝનેસમાં ઘણા આગળ આવી ગયા હતાં, તેઓ હવે પપ્પા સાથે મોટાભાગની બિઝનેસ મીટીંગ એટેન્ડ કરવા લાગ્યા હતા. એક દિવસ એક મોટી બિઝનેસ મીટીંગમાં પપ્પા અને મેહુલભાઈ ગયા હતા ત્યાં પ્રિયાભાભી અને તેમના પપ્પા ભેગા રહીને બિઝનેસનું કામ શીખતાં હતા.
ત્યાં મીટીંગમાં કોઈ એક્સપિરિયન્સ ન હોવા છતાં પ્રિયાભાભીએ જોરદાર પ્રેઝન્ટેશન આપ્યું હતું અને મેહુલભાઈ પણ આ ક્ષેત્રમાં નવા હોવા છતાં પોતાના પ્રેઝન્ટેશનથી બધા લોકોનો ચર્ચાનો વિષય બની ગયા હતા. પપ્પાને એમ લાગ્યું કે મેહુલભાઈ અને પ્રિયાભાભીની જોડી સુંદર લાગશે એટલે તેમણે બીજા દિવસે પ્રિયાભાભીના પપ્પાને આ વિશે વાત કરી અને તેમણે બન્ને છોકરાં-છોકરીને એકવાર મળી લેવાનું કહ્યું. બીજે દિવસે મેહુલભાઈ પ્રિયાભાભીને કોફી શોપ પર મળવા ગયા અને છેક ત્રણ કલાક પછી ઘરે આવ્યાં એટલે અમને ચિંતા થઈ કે કેમ આટલી વાર લાગી ? પછી ખબર પડી કે બન્ને જણા વાતોમાં એટલા મશગુલ થઈ ગયા હતા કે બન્નેમાંથી કોઈને સમયનું ભાન જ ના રહ્યું. બન્નેને પહેલી મુલાકાતમાં જ પ્રેમ થઈ ગયો અને અરેન્જડ મેરેજ થતા થતા લવ મેરેજ થઈ ગયા. આમ થયું બોલ."
આલોક તો આ સાંભળીને જ નવાઈ પામ્યો, "ઓહો, બોલો આવુય થાય ને હેં ? મેં તો આવું પહેલીવાર સાંભળ્યું !!"
"હા, હવે સાંભળી લીધું ને તો ચાલો, બોવ લેટ થઈ ગયું છે." અનન્યા ઉભા થતા બોલી.
અને પછી બધા મસ્તી-મજાક કરતા અલોકના ઘરે પહોંચ્યા અને ત્યાંથી પછી પોત-પોતાના ઘરે ગયા.
આલોક રાત્રે બેડ પર સુવા તો પડ્યો પણ તેને તો ફક્ત એકજ વ્યક્તિના વિચાર આવી રહ્યા હતાં....
હવે શું થશે આગળ ? આલોક અને નીયા એક-બીજાની ક્લોઝ આવી શકશે કે પછી બન્નેની કિસ્મત કૈક અલગ જ વળાંક લેશે ?