પચ્ચીસ વર્ષનો અનુપમ પોતાની કારમાંથી ઉતર્યો.
“સર, સેલ્ફી પ્લીઝ.”તેને જોઈને એક નવયુવાન બોલ્યો.
“હા, શ્યોર.”અનુપમે કહ્યું.
અનુપમ એક સફળ અને ફેમસ ડાન્સર હતો.તેથી તેને જોઈને વધુ ભીડ એકઠી થાય એ પહેલાં અનુપમે પોતાનો ચહેરો માસ્ક વડે ઢાંકી દીધો અને ચાલી તરફ આગળ વધ્યો.થોડું ચાલ્યાં બાદ તે એક ઘર પાસે ઉભો રહ્યો.
“સલામ સાહેબ.”અનુપમને જોઈને ચોકીદારે કહ્યું અને દરવાજો ખોલ્યો.
“ગુડ મોર્નિંગ.”અનુપમેં કહ્યું.
તે અને તેનો બોડીગાર્ડ ઘરની અંદર ગયાં.અનુપમ ઘરની બધી વસ્તુઓ જોવા લાગ્યો.
“સર, તમને ખરાબ ન લાગે તો એક વાત પૂછું?”બોડીગાર્ડ પૂછ્યું.
“હા, પૂછને.”
“સર,તમેં આટલાં મોટાં સેલિબ્રેટી છો, છતાં પણ તમે આ સામાન્ય જગ્યાએ હજું પણ ઘર કેમ રાખ્યું છે?”
અનુપમ હસ્યો અને કહ્યું, “કારણ કે મારાં ટેલેન્ટનાં લીધે મને જે નામ અને કામ મળ્યું છે, જે સફળતાનાં મળી છે, એ વાતનો અહંકારમાં જો મારામાં ક્યારેય આવી જાય તો આ જગ્યા મારાં મહેનતના દિવસો યાદ કરાવી મારો અહંકાર દૂર કરી શકે.”એટલું કહી અનુપમ એ ઘરની બહાર નીકળ્યો અને તેની બાજુનાં ઘરનો દરવાજો ખખડાવ્યો.અંદરથી એક ચાલીસેક વર્ષનાં સ્ત્રીએ દરવાજો ખોલ્યો.
“અનુપમ બેટા, તું?”તે સ્ત્રી અનુપમને જોઈને ખુશ થતાં બોલી.
અનુપમ ઘરની અંદર આવ્યો. પેલી સ્ત્રીએ અનુપમને બેસવા માટે ખુરશી આપી. અનુપમે પેલી સ્ત્રીનો હાથ પકડી ખુરશી ઉપર બેસાડી અને પોતે નીચે જમીન ઉપર બેઠો અને બોલ્યો,
“અમલા મેમ, તમે મારી સાથે આવશો?”
“પણ બેટા, ક્યાં?”
અનુપમે પોતાનાં બેગમાંથી એક સાડી કાઢી અને અમલા મેમને આપી.
“મેમ, તમે આ સાડી પહેરી લો. હું બહાર તમારી રાહ જોવ છું.”
…
એક મોટી બિલ્ડીંગની સામે અનુપમની કાર ઉભી રહી. અનુપમ અને અમલા મેમ કારની બહાર ઉતર્યા. ચારે બાજુથી ફોટોગ્રાફરોએ તેઓને ઘેરી લીધાં.થોડીક વાર બાદ તેઓ બિલ્ડીંગનાં ગેટ પાસે પહોંચ્યા.બિલ્ડીંગ ફૂલો વડે શણગારવામાં આવી હતી. તેનાં ગેટ પાસે એક રિબન બાંધેલી હતી. બિલ્ડીંગ ઉપર એક બોર્ડ હતું જે લાલ કપડાં વડે ઢાંકેલું હતું. અનુપમ અમલા મેમનો હાથ પકડી તેઓને ગેટ પાસે લઇ ગયો અને ત્યાં રહેલી એક દોરી ખેંચી.બોર્ડ પરનું લાલ કપડું આપમેળે ખસી ગયું. બધા લોકોની નઝર બોર્ડ ઉપર પડી.
બોર્ડ ઉપર મોટા અક્ષરે લખેલું હતું, ‘અમલા ડાન્સ એકેડમી’ અને તેની બાજુમાં એક ફોટો હતો જેમાં પંદર વર્ષનાં અનુપમને અમલા મેમ ડાન્સ શીખવી રહ્યાં હતાં.
બોર્ડ જોઈને અમલા મેમની આંખોમાં આંસુ આવી ગયાં. અનુપમે અમલા મેમનાં આંસુ લૂછયાં અને બોલ્યો,
“મેમ, હું જ્યારે પંદર વર્ષનો હતો ત્યારે મારી પાસે ડાન્સ શીખવા માટે પૈસા ન હતાં, હતું માત્ર જુનૂન અને આવડત, જે તમે જોઈ લીઘી હતી. જો તમે મને ડાન્સ ન શીખડાવ્યો હોત તો હું ક્યારેય આટલો આગળ આવી શકત નહીં.
ત્યારે તો હું તમને કંઈ ન આપી શક્યો પણ અત્યારે હું ઈચ્છું છું કે મારી નવી ડાન્સ એકેડમી “અમલા ડાન્સ એકેડમી”નું ઉદઘાટન તમે તમારાં હાથેથી કરો અને આ એકેડમીનાં વિદ્યાર્થીઓને ડાન્સ શિખાવો અને મારી એકેડમીમાં જેટલો પણ પ્રોફિટ થાય એનો ટેન પરશન્ટ તમે મારાં તકરફથી ગુરુ-દક્ષિણા સમજીને સ્વીકારો.
“બેટા, મને તારાં ઉપર ગર્વ છે અને રહી વાત ડાન્સ શીખવવાની તો હું એ જરૂર કરીશ પણ મારી એક શર્ત છે.”
“શું મેમ?”
“હું ડાન્સ શીખવવા માટે પૈસા નહીં લવ.”અમલા મેમે અડગતાથી કહ્યું.
અનુભવે થોડું વિચારીને કહ્યું, “ઠીક છે મેંમ,પણ હું દર વર્ષે જે પ્રોફિટ થશે એમાંથી ટ્વેન્ટી પરશન્ટ અલગ કાઢીશ અને તેનો ઉપયોગ જે વિદ્યાર્થીઓ ફિઝ ભરવાં સક્ષમ નથી તેમનાં માટે કરીશ.”
અમલા મેમ પોતાનાં વિદ્યાર્થી સામે અહોભાવથી જોઈ રહ્યા.
गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॥
...