આઇ હેટ યુ
પ્રકરણ-49
મુકેશ કોફીનાં મગ લઇને ગયો પછી નંદીનીને લીનાએ કહ્યું "નંદીની તને એક ખાસ વાત કહું તું નવી છે અને મને તું ભોળી લાગે છે તારો અમદાવાદનો રેકર્ડ અને ત્યાંથી મળેલાં રીપોર્ટ પ્રમાણે કામમાં સીન્સીયર છે બીજું મને વ્હેમ છે કે ભાટીયાએ તારી આગળ અત્યારથીજ દાણાં નાંખવા શરૂ કરી દીધાં હશે હું એને નસ નસથી ઓળખું છું એ મને પણ... છોડ તે પારુલનું બધું સાંભળી લીધું. છે એવું જ કંઇક મારું છે પણ હું મારાં કામ કઢાવવા એનો ઉપયોગ કરી લઊં છું એની સાથે ગીવ એન્ડ ટેકનો સંબંધ પાળી રહી છું ખાસ વાત એ છે કે એની એક નબળી નસ છે જે ફક્ત મને ખબર છે તારી સાથે કોઇ સમય સાંધીને બળજબરી કરે તો તરતજ મને ઇન્ફર્મ કરજે તને કંઇ નહીં થવા દઊં એ નસ દાબીસ એટલે એ સીધી લાઇન પર આવી જશે.
નંદીનીએ કહ્યું એમણે મને આજેજ કીધું છે કે મુંબઇ ઓફીસ અન્ડરમાં આપણે કામ કરીએ એટલે ગમે ત્યારે મુંબઇ જવું પડે અને મુંબઇનાં બોસ અને તે કીંધુ એ લવલીન વિષે વાત કરી છે. પણ, આગળ કંઇ બોલ્યાં નથી સારું કર્યું તમે શેર કર્યું મને તો કહેલું તારાં રહેવાં ઘર જોઇએ તો અહીંના પ્રોપર્ટી ડીલર મારાં મિત્ર છે પણ મેં ના પાડી હતી.
આ સાંભળીને લીના ખડખડાટ હસી પડી આ સાલો રંગીન કાગડો જ્યાં ત્યાં મોં માર્યા વિના સીધો નથી રહી શક્તો મેં કીધુંને એણે દાણા વેરવાજ માંડ્યાં હશે.
પારુલ કહે આજનાં પુરતું ઘણું છે ઘણું લેટ થયું છે પેલો મુકલો ચમચો કહેશે ભાટીયાને આ લોકો ઓફીસમાં મોડે સુધી રોકાઇ વાતો કરતાં હતાં. હવે ઘરે જઇએ નંદીનીને પણ ઘરે ચિંતા કરશે એનાં માટે અહીના માણસો અને શહેર બધું નવું છે.
લીન કહે સાચીવાત છે પણ આપણે સામેથી પણ સંપર્કમાં રહીશું અને બહાર જવાનાં પણ પ્લાન કરીશું. એની વે ઓલ ધ બેસ્ટ નંદીની ચલો આપણે નીકળીએ. એમ કહી લીનાએ એનું પર્સ ખભે નાખ્યુ અને ત્રણે જણાં ઓફીસની બહાર નીકળ્યાં પ્યુન મુકેશ ત્રણે જણને સાથે નીકળતાં જોઇ રહ્યો અને પછી ગુડનાઇટ મેમ કહીને અંદર બધું બંધ કરવા ગયો. લીનાએ કહ્યું મુકેશ બધુ બરાબર બંધ કરીને જજે અમારે પ્રોજેક્ટ પર ચર્ચા કરતાં થોડીવાર થઇ ગુડનાઇટ.
લીના, પારુલ અને નંદીની ત્રણે પાર્કીગમાંથી પોતપોતાનાં સાધન લઇને ઘરે જવા નીકળ્યાં અને બાય કહી કીધું ફોન કરીશું.
નંદીની એક્ટીવા લઇને ઘરે જવા નીક્ળી એ બધી વાતો સાંભળીને વિચારમાં પડી ગઇ એણે વિચાર્યુ આ ઓફીસમાં કામ શીખવા જેવું છે પણ આ ભાટીયા સાવ નકામો છે મારે સાવધ રહેવું પડશે મુંબઇ જવાનું એણે મને આજેજ કહી દીધું ખબર નહીં એ સમયે હું શું જવાબ આપીશ શું કરીશ ?
પણ સારું થયું મને લીના અને પારુલે બધી વાત કરી. અમદાવાદ ઓફીસને સારી કહેવડાવશે પણ એ ઓફીસ એક રીતે સારીજ હતી આવું કોઇ ન્યૂસન્સ નહોતું આ ઓફીસમાં મેક્સિમમ છોકરીઓ છે પુરુષો ઓછો છે. ભાટીયાએ અહીં જાળ બિછાવી રાખી છે એ ઘણો હોંશિયાર છે પણ ચરીત્રહીન છે એનાં અંગે વાતો ઘણી સાંભળી હતી અહીં પણ સાંભળી રહી છું પણ મને એ સ્પર્શી પણ નહીં શકે મારે એની પાસેથી કોઇ કામ કઢાવવું નથી કે નથી એની કોઇ લાલચમાં ફસાઉં.
નંદીની રાજ યાદ આવી ગયો એને થયું રાજ કેટલી વાતો કરતો. સમાજમાં અને દુનિયામાં કેવું કેવું ચાલે છે એ જણાવતો ક્યાં કેવી રીતે બોલવું વાતો કરવી કોને કેટલું મહત્વ આપવું. એ બધીજ વાતો કરતો. એનો મારાં માટેનો પ્રેમ સંપૂર્ણ હતો મને બધી રીતે સાવધ કરતો એની ગરેહાજરીમાં મારું રક્ષણ મારે કેવી રીતે કરવું અને કેવી રીતે નકામા માણસોથી દૂર રહેવું બધુજ સમજી શીખી ચૂકી છું પુરુષની આંખોમાં પહેલાં વાસના વાંચીને સાવધ થઇ જવૂં અને તનનો પ્રેમ કામ ચલાઉ હોય છે એને સંતોષ થઇ જાય પછી એમે કિંમત નથી રહેતી એ વાસનાનું આકર્ષણજ ચરિત્રહીન બનાવે છે પારુલે જે બધી વાત કરી એમાં એણે પરપુરુષ સાથે ડ્રીંક લેવુંજ ના જોઇએ.. લીનાએ એને પણ સાવધ કરીજ હશે ને ? પણ નબળી ક્ષણે એ પોતાની મર્યાદા ચૂકી એનું એને પરિણામ મળી ગયું ઠીક છે બધાને પોત પોતાનાં વિચાર અને સંસ્કાર હોય છે પણ આ ઓફીસમાં સાવધાનીથી કામ કરવું પડશે સાલી આ એક લટકતી તલવાર જેવી સ્થિતિ છે હર ક્ષણ પળે તમારે એલર્ટ રહેવું પડે. કામ કરીને સ્થાન જાળવી રાખવું પડશે.
આમ વિચારી કરતી કરતી ઘરે આવી ગઇ. ઘરે આવીને જોયું માસા માસી વરન્ડામાં હીંચકેજ બેઠાં હતાં ગેટ ખૂલ્લો હતો એટલે સીધુ એક્ટીવા અંદર લીધુ પાર્ક કરીને એમની પાસે આવી વરન્ડાની પાળી પર બેસી ગઇ.
માસીએ કહ્યું દીકરા આજે તને લેટ થયું અને શેનાં વિચારોમાં આવી છે ? તારો ચહેરો પડેલો જણાય છે. કોઇ ચિંતા છે ? ઓફીસમાં કંઇ થયું છે ?
નંદીની સાંભળીને સ્વસ્થ થઇ ગઇ વિચારોને હટાવ્યા અને ચહેરો સ્માઇલી કરતાં કહ્યું માસી આજે થોડું કામ વધારે હતું શનિ-રવિ રજા છે હવે અને સ્ટાફનાં બધાં છે એ લોકો સાથે વાતો કરી એકબીજાનો પરીચય આપ્યો એ બધી વાતોમાં લેટ થયું.
માસાએ કહ્યું થાય થાય હું સમજુ છું સરલા નંદીની માટે શહેર અને માણસો નવા છે પછી બધુ અનૂકૂળ પડી જશે. હાં એક વાત કહું નંદીની આમ આ શહેર સુરક્ષિત જરૂર છે પણ કોઇ સાથે સંબંધ બાંધતા પહેલાં સાવચેત રહેજે. અત્યારનો સમય કાળ સારો નથી અહીં બાકી ખાવા-પીવાનાં શોખીન લોકો છે પણ નંદીની એક સરસ સમાચાર આપું.
વિરાટનો મેસેજ છે કે એ આજે ફોન પર વતો કરવાનાં મૂડમાં છે આપણને થોડાં મોડાં વીડીયો કોલ કરવાનો છે. કહેતો હતો દીદીને ખાસ કહેજો એ પણ ફ્રી રહે મારે બહુ વાતો કરવી છે.
નંદીનીએ ખુશ થતાં કહ્યું અરે વાહ હાં મને યાદ આવ્યું વિરાટ શુક્રવારે શાંતિથી વાત કરવાનું કહેતો હતો એને પણ શનિ-રવિ ઓફ હશેને.
નંદીનીએ કહ્યું માસી તમે લોકો બેસો હું ફ્રેશ થઇને ફટાફટ રસોઇ કરી દઊં છું આપણે વેળાસર જમીને એનાં ફોનની રાહ જોઇશું એ પહેલાં બધુ પરવારી જઇએ.
માસીએ કહ્યું શાંતિથી બેસ હજી હમણાં આવી છે તું થાકી પાકી મે બધીજ રસોઇ તૈયાર કરી દીધી છે. તું ફ્રેશ થઇ જા અને થાકી હોય તો ન્હાઇ લે તો સારું લાગશે આમ પણ આજે ઉકળાટ વધ્યો છે.
નંદીનીએ કહ્યું માસી થોડી રાહ જોવી હતીને હું આવીને રસોઇ કરી દેત તમે એકલા એકલા કેમ કરી લો છો ? હું કંઇ કામમાંજ નથી આવતી.
સરલા માસે કહ્યું દીકરા હું આખો વખત નવરીજ હોઊં છું બાઇ બધાંજ કામ કરી જાય છે બપોરે આરામ કરી ઉઠી અમારાં માટે ચા બનાવીને હું રસોઇની તૈયારી કરી દઊં છું કલાકમાં તો પુરુ થઇ જાય છે એમાં મને શું જોર પડવાનું છે ? બહારથી કંઇ લાવવાનું હોય તો શાકભાજી કરીયાણું લાવી આપે છે એમનોય સમય જાય છે પહેલા તો એ પ્રેક્ટીસ કરતાં ત્યારે બધુ ફોનથી ઓર્ડર કરી મંગાવી લેતી પણ આપણી કામવાળી બાઇ રાધા ખૂબ સારી છે કેટલાય ધક્કા એ ખાઈ લે છે પણ હવે માસા જ લઇ આવે છે એમને પણ ગમે છે. બાકી અમારો સમય પણ ના જાય પરવારીને બંન્ને જણાં અહીં હીંચકે આવીને હીંચકો શોભાવીએ છીએ એમ કહી હસી પડ્યાં.
વધુ આવતા અંકે ---- પ્રકરણ-50