Badlo - 6 in Gujarati Thriller by Heer books and stories PDF | બદલો - (ભાગ 6)

The Author
Featured Books
Categories
Share

બદલો - (ભાગ 6)

નીયા અને અભી એકબીજાને જોઈ રહ્યા હતા જાણે આસપાસ નું બધું ભૂલી જ ગયા હોય...
"થેંક્યું...પાર્ટી ની દોડાદોડી માં કેમેરો ત્યાં જ રહી ગયો હશે...."સ્નેહા એ આવીને બંને વચ્ચેની તંદ્રા તોડીને કહ્યું...
નીયા અને અભી હજુ પણ શરમાઈ શરમાઈ ને એકબીજાની તરફ નજર કરી રહ્યા હતા...
સ્નેહા અભી ની તરફ એ રીતે જોઈ રહી હતી કે જાણે કહી રહી હોય કેમેરો આપી દીધો છે તો હવે આવજો...
અભી એ સ્નેહા તરફ નજર કરીને નીચી નજર કરીને ત્યાંથી નીકળી ગયો...
નીયા હજુ પણ અભી ની પીઠ ને જોઈ રહી હતી...
"ખબર નહિ આ છોકરા માં શું જાદુ છે એને જોઇને એમ જ થયા કરે છે કે આખી જિંદગી બસ આવી રીતે જ હું એને જોયા કરું...." નીયા ઊંડા સપના માં જઈને બોલી રહી હોય એ રીતે ગણગણ કરી રહી હતી...

સ્નેહા એ નીયા ના માથામાં ટપલી મારી ને એને વર્તમાન માં લાવી અને હાથ માંથી કેમેરો લઈને ફોટા જોવા લાગી...
નીયા હજુ પણ અભી ના વિચારો માં જ હતી એને ખ્યાલ જ ન આવ્યો કે સ્નેહા કેમેરો લઈને ફોટા જોઈ રહી હતી...

થોડા સમય પછી સ્નેહા એ નીયા ને અભી અને શીલા ના ફોટોગ્રાફ્સ બતાવ્યા ત્યારે નીયા ને જાણ થઈ કે સ્નેહા એ એના ક્લિક કરેલા બધા ફોટોસ જોઈ લીધા હતા...
"તો તે કામ ચાલુ કરી દીધું છે અને મને કહ્યું પણ નહિ..." એક ધારદાર નજર નીયા ઉપર નાખીને સ્નેહા બોલી રહી હતી...
બંને વચ્ચે આંખો ના ઇશારાથી ઘણી એવી વાત થતી હતી જે આગ ની જેમ વરસી રહી હતી...
સ્નેહા ના એક વાક્ય બાદ રૂમની અંદર સન્નાટો છવાઇ ગયો હતો....

કેમેરો આપીને આવતો અભી નીયા ના વિચારો માં જ ખોવાયેલો હતો....પહેલી વાર જ્યારે નીયા ને બચાવી હતી અને એની આંખો માં જે ખુમારી અભી એ જોઈ હતી તે દિવસ થી અભી નીયા વિશે વિચાર્યા કરતો હતો અને એને મળવા નું મન થયા કરતું હતું...અભી એ ત્યારે શીલા પાસેથી નીયા વિશેની બધી માહિતી લઈ લીધી હતી...
પાર્ટી માં લાલ ડ્રેસ માં નીયા ને જોઇને અભી ને અંદરથી ફૂલો વરસી રહ્યા હતા...એને એવું જ લાગી રહ્યુ હતુ કે એ એના દિલની વાત હમણાં જ કહી દે...પાર્ટી ની રાત માં નીયા સાથે થયેલુ દ્રશ્ય અભી ને અત્યારે યાદ આવી ગયું હતું...
નીયા ને એની કમરથી પકડીને અભી ઊભો હતો....જાણે કોઈ રાજકુમારી,કોઈ પ્રિન્સેસ, કોઈ બાર્બી ડોલ ને પકડી હોય એવું લાગી રહ્યું હતું...અભી ની આંખો માં જે હતું એ જ અભી ને નીયા ની આંખો માં દેખાઈ રહ્યું હતું...
"મે તને જ્યારથી જોઈ છે ત્યારથી હું તારા વિશે જ વિચારું છું...." આ વાક્ય સાંભળીને નીયા ભાન માં આવી હોય એ રીતે અભી ને એક ઝાટકા સાથે દૂર કર્યો જેના કારણે અભી ને થોડી નવાઈ લાગી હતી...
પાર્ટી દરમિયાન અભી નીયા ને જ જોઈ રહ્યો હતો પરંતુ નીયા અભી ને એ બતાવા માંગતી ન હોય કે એ પણ એને જોવે છે એ રીતે નજર ચોરતી હતી...
પાર્ટી પૂરી થયા પછી અભી નીયા સાથે થોડીઘણી વાત કરવા ઈચ્છતો હતો પરંતુ થોડું ઘણું કામ પૂરું થઈ ગયા બાદ નીયા ત્યાંથી ઘરે ચાલી ગઈ હતી...એનો કેમેરો ત્યાં જોતાંવેત અભી દોડતો હાંફતો એની ઘરે પહોંચી ગયો પરંતુ સ્નેહા ની હાજરી ના કારણે એ નીયા સાથે વધારે વાત કરી ન શક્યો...
અત્યારે ઘરે આવીને એ નીયા વિશે જ વિચારી રહ્યો હતો એના ચહેરા ઉપર એક ગમ્મત દેખાઈ રહી હતી...

"ક્યાં ગયો હતો..." નીયા વિશે વિચારવા માં એટલો વ્યસ્ત હતો કે પાછળ થી શીલા નો અવાજ પણ અભીને સાંભળ્યો નહિ...
શીલા અભી ની નજીક આવી અને એના ખભે હાથ મૂક્યો ત્યારે કોઈ શોક લાગ્યો હોય એ રીતે અભી નીયા ના ખ્યાલો માંથી બહાર આવ્યો...

શીલા ધીમે ધીમે અભી ના ગાલ ઉપરથી લઈને નીચે ગળા સુધી આંગળીઓ ફેરવી રહી હતી જાણે કહી રહી હોય કે હવે સૂવાનો સમય થઈ ગયો છે...
અભી એ કંટાળીને શીલા નો હાથ દૂર હડસેલો...અને ત્યાંથી ઊભો થઈને ઉપર ની તરફ ચાલવા લાગ્યો....
શીલા દોડીને અભી પાસે આવી અને એને કમર માંથી પકડી લીધો અને એના પીઠ ઉપર માથું મૂકીને જોર જોરથી શ્વાસ લેવા લાગી...
અભી એ ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ શીલા જડ ની જેમ એને ચોંટી ગઇ હતી...
અભી એ કંટાળીને શીલાને ધક્કો માર્યો જેના કારણે શીલા દાદર ઉપર ફસડાઈ પડી...
કિચન માંથી બહાર આવતા નિખિલ એ મોમાં બે કાજુકતરી ભરી હતી શીલા ને આ રીતે દાદર ઉપર ફસડાતી જોઇને દોડીને એની પાસે ગયો અને એણે ઉભી કરી પરંતુ શીલા એ નિખિલ ને એક ઝાટકા સાથે દૂર કર્યો અને ગુસ્સા માં ત્યાંથી દોડીને અભી ની પાછળ આવી પરંતુ અભી એ એના મોઢા ઉપર દરવાજો બંધ કરી દીધો ...

નિખિલ માટે આ દરરોજનું હતું એટલે એને કોઈ નવાઈ ન લાગી ... ગાયની જેમ કાજુકતરી ઓગાળતો નિખિલ ત્યાંથી સડસડાટ નીચે ઉતરીને બહારની તરફ ચાલવા લાગ્યો....
રૂમમાં આવીને અભી એ બારણું બંધ કરી દીધું...અને એનું કામ કરવા લાગ્યો...શીલા ને ખૂબ ગુસ્સો આવી ગયો હતો એ દોડીને નીચે ઉતરી અને કિચન તરફ આવી...

નીયા અને સ્નેહા એ લાંબી ચર્ચા કર્યા બાદ કાળા રંગની બેગમાંથી દૂરબીન કાઢ્યું જાણે કોઈ તોપ કાઢી રહી હોય અને એનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો હોય એ રીતે બંને એકબીજાને જોઈ રહ્યા હતા અને સામેના મકાન તરફ રાખીને સ્નેહા એ જોયું...દૂરબીન ના ઉપયોગ થી સામેના ઘરના રસોડા સિવાય કંઈ દેખાતું ન હતું...

શીલા રસોડા માં આવી અને દૂધ ની તપેલી માંથી થોડું દૂધ કાઢીને ગરમ કર્યું...
" શીલા , આજે હું ખૂબ થાકી ગઈ છું...મારા દૂધ નો ગ્લાસ મારા રૂમમાં જ આપી જાજે..." દાદી રસોડા માં આવીને બોલ્યા...
આ પરિવાર ની અંદર નિયમ હતો કે બધાએ રાત્રે દૂધ પીને સૂવાનું અને એ દૂધ નો ગ્લાસ પણ રસોડા માં આવીને જાતે જ લઈ લેવાનો...
"દૂધ ગરમ થઇ જ ગયું છે હવે આવી ગયા છો તો પીતા જાવ..." શીલા એ થોડું અકળાઈને કહ્યું....
એક ધારદાર નજર શીલા ઉપર નાખીને દાદી એ દૂધનો ગ્લાસ લઈ લીધો અને એક જ શ્વાસ માં ઘટઘટાવીને મૂકીને ત્યાંથી એની રૂમ તરફ નીકળી ગયા...

શીલા એ થોડું મોઢું બગાડ્યું અને બાકીના ગ્લાસ ભરવાનું ચાલુ રાખ્યું....
"આજે પણ એ જ કરવાનું ...અભી ના રોજ રોજ ના નાટક થી હવે કંટાળી ગઈ છું..." શીલા એ એકલા એકલા બબડી લીધું...
ત્યાં બહાર થી અભી ને આવતા જોઇને એ ફ્રીઝ પાછળ છૂપાઇ ગઈ અને બ્લૂ બ્લાઉઝ ની કોર માંથી એક નાનું પેકેટ કાઢ્યું એની અંદરથી એક મીની ઇન્જેક્શન કાઢ્યું જાણે પહેલેથી જ તૈયારી કરીને રાખ્યું હોય એ રીતે થોડા દાંત ભીંસીને આંખો ના ડોળા ફાડીને દૂધ પીતા અભી તરફ પગલા માંડ્યા...

(ક્રમશઃ)