Baarish - 4 - Last Part in Gujarati Short Stories by Heer books and stories PDF | બારીશ - (ભાગ 4) - અંતિમ ભાગ

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

બારીશ - (ભાગ 4) - અંતિમ ભાગ

શ્રવણનો ફોન રણક્યો...
"હેલ્લો ક્યાં છે તું...."મીરા હશે એવા ભાવથી શ્રવણ બોલી ઉઠ્યો...

" હેલ્લો ...તમારી પત્ની મારી ઘરે છે..." સામેથી કોઈ મૃદુ પુરુષ ના અવાજ માં બોલ્યું...

"કોણ છો તમે....મારી પત્ની તમારી ઘરે શું કરે છે..." શ્રવણ ખૂબ ડરી ગયો હતો એના મનમાં ઘણા વિચારો આવી ગયા હતા...

" શાંતિ રાખો સાહેબ , તમે પહેલા મારી ઘરે આવી જાઓ..હું ક્રિષ્ના પાર્ક ની બાજુમાં આવેલા ઘર નંબર એકવીસ માં રહુ છું..." એટલું બોલીને સામે વાળા એ ફોન મૂકી દીધો...

શ્રવણ બતાવેલા સરનામે પહોંચી ગયો...એકવીસ નંબર ના ઘર ની બહાર એક નાનો સાત આઠ વરસનો છોકરો ઊભો હતો...
એ છોકરો શ્રવણ નો હાથ ખેંચીને એને અંદર લઈ ગયો...

ઘર થોડું નાનું હતું એટલે છ ફૂટના શ્રવણને થોડું જુકીને ચાલવું પડતું હતું...અંદર આવીને જોયું તો એની નાની પલંગ ઉપર મીરા સૂતી હતી...ત્યારે સામે ખુરશી રાખીને બેઠેલા પતિપત્ની માંથી પતિ બોલ્યો...
"હું ટેક્સી ડ્રાઈવર છું...આ મેડમ મારી ટેક્સી માં બેઠા હતા...અચાનક ચક્કર ના કારણે ટેક્સી ઉભી રખાવી અને નીચે ઉતરી ગયા...પછી ચકકર ખાઈને પડી ગયા એટલે એમને ઘરે લઈ આવ્યો..."

"તમારું નામ શ્રવણ છે ?.." સાત આઠ વરસનો છોકરો શ્રવણ પાસે આવીને બોલ્યો..

"હા..." શ્રવણ એ જવાબ આપ્યો..

" દીદી શ્રવણ શ્રવણ કરતા હતા એટલે એના ફોન માંથી મે તમારો નંબર ગોતી ને આપ્યો હતો..." એ છોકરો ખૂબ હોશિયારી થી બોલી રહ્યો હતો...

એના મમ્મી પપ્પા હસી પડ્યા...
એના ઘરમાં એ છોકરા ને થોડું ઘણું અંગ્રેજી આવડતું હતું જેના કારણે એણે મીરા ચક્કર ખાઈને પડી ગઈ હતી ત્યારે ફોન તૂટી ગયો હતો એને સરખો જોડીને એમાંથી શ્રવણ નો નંબર ગોતીને આપ્યો હતો...
એટલા સમય માં મીરા જાગી ગઈ હતી...ત્યારે બધાને જાણ થઈ કે મીરા એ સવાર નું કઈ ખાધું ન હતું જેના કારણે એનામાં અણશક્તિ આવી ગઈ હતી...

શ્રવણ મીરા ને લઈને ઘરે આવ્યો ...રસ્તા માં મીરા અને શ્રવણ વચ્ચે કંઈ ખાસ વાત થઈ હતી નહિ...

ઘરે આવીને મીરા એ મીણબત્તી અને લાઈટિંગ જોય એટલે અંદરથી ગદગદ થઇ ગઇ....મીણબત્તી અમુક બૂજી ગઈ હતી છતાં ઘર ખૂબ સુંદર દેખાઈ રહ્યું હતું...

શ્રવણ મનમાં વિચારી રહ્યો હતો કે સારું થયું લાઈટિંગ પણ ગોઠવી બાકી મીણબત્તીના ભરોસે નો રેવાય...એટલું વિચારીને એને થોડું હસાય ગયું હતું...

"ચાલ બેસી જા ...મે ડિનર તૈયાર કરી નાખ્યું છે...."શ્રવણ બોલ્યો એટલે મીરા ને શ્રવણ તરફ નવાઈથી જોવાઈ ગયું...

શ્રવણ મેગી લઈને બહાર આવ્યો...મેગી ગરમ નહોતી પણ જોવામાં ખૂબ સ્વાદિષ્ટ દેખાઈ રહી હતી...
અને બીજી પ્લેટ માં સોસ થી Sorry લખ્યું હતું ...
થોડી વાર બંને કંઈ બોલ્યા નહીં...અને પછી બંને હસી પડ્યા...

મીરા એ પણ સામે સોરી કીધું ...બંને એ એકબીજાનું સોરી સ્વીકારી લીધું હતું ...

ડિનર કર્યા બાદ શ્રવણ એ મીરા ના ફૂલછોડ માંથી અમુક ફૂલ લઈને મીરા ને આપીને પ્રપોઝ કર્યું ...ત્યાં જ બહાર વરસાદ આવ્યો હોય એવો અવાજ આવ્યો ... બંને દોડીને બાલ્કની માં આવ્યા...
બંને વચ્ચે વાતચીત થવાની શરૂઆત વરસાદ ની સાક્ષી માં થઈ હતી આજે એના નવા લગ્નજીવનના શરૂઆત માં પણ વરસાદે હાજરી પુરાવી હતી...

આજથી બંને નું પતિપત્ની તરીકેનું નવું જીવન ચાલુ થઈ રહ્યું હતું...
હવે બંને એકબીજાને સમજવા લાગ્યા હતા...
એકબીજાને પારખવા લાગ્યા હતા...
એકબીજાની ભૂલ માફ કરવા લાગ્યા હતા..

આપના જીવનમાં બસ એક ધીરજ ની જરૂર છે ધીરજ વગર કંઇ પણ શક્ય નથી ...
જીવનમાં જે મળે છે એમાં ખુશ રહેતા શીખી જાવ...જો તમે જિંદગી ની ફરિયાદ જ કરતા રહેશો તો આપણી પાસે શું અમૂલ્ય છે એ ક્યારેય ખબર નહિ પડે...જે આપણી માટે શ્રેષ્ઠ છે એ જ ભગવાન આપણને આપે છે એની સાથે ખુશ રહેતા શીખો...

જીવન એકદમ સરળ છે આપણે જ એને કોમ્પ્લિકેટેડ બનાવી દઈએ છીએ...

પ્રેમ વરસાદ જેવો હોવો જોઈએ...જેમાં કોઈ પણ જાતિ,રંગ,રૂપ,ઊંચું,નીચું જોવામાં નથી આવતું એ તો બસ અણધાર્યો બધા ઉપર વરસી પડે છે...

(સમાપ્ત)