Baarish - 2 in Gujarati Short Stories by Heer books and stories PDF | બારીશ - (ભાગ 2)

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

બારીશ - (ભાગ 2)

શ્રવણે તરત મીરા ને ઉપાડી અને એના બેડરૂમમાં લઈ ગયો ...અને એના શરીર ઉપર મીઠાવાળા પાણીના પોતા મૂક્યા...થોડા સમય માં જ મીરા ટાઢી પડી ગઈ હતી...શ્રવણ એની બાજુમાં બેઠો હતો અને મીરાનું માથું દાબી રહ્યો હતો ...

એટલામાં શ્રવણ ને ઘણા એવા વિચારો આવી ગયા હતા...એ મનમાં જ પોતાની સાથે વાતો કરી રહ્યો હતો...
" હું એટલા વર્ષો થી એકલો રહેતો હતો ત્યારે અત્યારે મને એકલા રહેવાની ટેવ પડી છે...પરંતુ મીરા તો પહેલેથી પરિવારની વચ્ચે રહી છે...મારા ભરોસે એ બધું છોડીને મુંબઈ રહેવા આવી છે...એનું આખુ જીવન બદલાઈ ગયું છે.. મીરા અહી કોઈને ઓળખતી પણ નથી છતાં એક મહિનો એ મારી સાથે કોઈ પણ ફરિયાદ વગર રહી.. અત્યાર સુધી મારી પાસે કંઈ પણ વસ્તુ ની માંગ નથી કરી આજે સવાર માં પહેલી વાર એની સાથે થોડો સમય પસાર કરવાનું કહ્યું છતાં મે એની વાત ને સાંભળી ન સાંભળી કરી નાખી....મીરા ની તબિયત સારી નથી જો આજે એના પરિવારનું કોઈ સભ્ય એની સાથે હોય તો એનું ધ્યાન રાખવા સક્ષમ હોય પરંતુ મારા કારણે એ આજે ખૂબ એકલી પડી ગઈ હોય એવું દેખાઈ રહ્યું છે ...."

આ રીતે શ્રવણના વિચારોની ગડમંથલ ચાલતી રહી...એની આંખો ક્યારે મીંચાઈ ગઈ એની જાણ એને ન રહી....

સવાર પડી ગઈ હતી...વરસાદ ઝરમર ઝરમર વરસી રહ્યો હતો...મીરા ના તાવમાં થોડો સુધારો થયો હતો... મીરાની આંખ ખુલતા શ્રવણને એની પાસે બેઠેલો જોયો ...શ્રવણ બેઠા બેઠા જ સૂઈ ગયો હતો...આ રીતે એની કાળજી લેતા પતિને જોઇને મીરા ને આનંદ મળી રહ્યો હતો...

મીરા એ આજે શ્રવણ ને નજીક થી પહેલીવાર જોયો હતો...શ્રવણ ને જોતાં જ દેખાય આવતું હતું કે એ કોઈ અકડું છોકરો હશે...એના જીવનમાં ઘણા ખરાબ સમયનો સામનો કર્યો હતો જેના કારણે એ આજે અડીખમ બની ગયો હતો... શ્રવણનો ચહેરો હોલિવૂડ ના સ્ટાર જેવો હતો...કોઈ પણ છોકરી એની પાછળ મોહિની બની જાય એવો હતો શ્રવણ...

શ્રવણ ધીમે ધીમે હલનચલન કરતો હતો એટલે મીરા ઉભી થઈને ત્યાંથી બહાર આવી ગઈ...એ બંને પહેલી વાર એક બેડ ઉપર હતા જેના કારણે એકબીજાને જોઇને શરમાવવું ન પડે એની માટે તે તરત જ બહાર નીકળી ગઈ...

બ્રેકફાસ્ટ ટેબલ પર આજે મીરા ને જાણવા મળ્યું કે શ્રવણ પણ આજે ઘરે રહેવાનો હતો એ જાણીને મીરા અંદરથી ગદગદ બની ગઈ હતી ...

શ્રવણે સવારમાં ઉઠીને બપોર સુધી મીરા ની ઘણી કાળજી લીધી હતી...બ્રેકફાસ્ટ માટે મીરાને મદદ કરી હતી...ત્યારબાદ મીરા ને લઈને હોસ્પિટલ ગયો હતો...બધું નોર્મલ છે એ જાણીને એની ખુશી મીરા સામે સ્માઇલ કરીને દર્શાવી હતી...મીરા માટે એ માન્ય માં જ ન હતું આવતું કે શ્રવણ આટલું સરસ હસે પણ છે....ત્યારબાદ બંને વરસાદ ની મજા માણવા માટે બાલ્કની માં બેઠા હતા...

શ્રવણ ને વરસાદ એટલો બધો પસંદ ન હતો પરંતુ મીરા ના કહેવાથી આજે એ વરસાદને જોઈ રહ્યો હતો ...શ્રવણ ને અત્યાર સુધી એવું જ લાગતું હતું કે વરસાદ એક સાદું સરળ પાણી છે જે વાદળ માંથી વરસે છે એમાં જોવા લાયક કંઈ છે જ નહિ...પરંતુ વરસાદમાં શું જોવા જેવું છે એનું મહત્વ આજે મીરાએ એને સમજાવ્યું હતું....

મીરા એકરસ બનીને વરસાદ ની જેમ એકધારી બક બક કરતી હતી...એ જ્યારે નાની હતી ત્યારે વરસાદ માં રમતા રમતા પડી ગઈ હતી ત્યારથી લઈને કોલેજ ના દિવસોમાં વરસાદમાં પલળી ને ઘરે કંઈ રીતે આવતી હતી...એ બધી કહાની શ્રવણને સંભળાવતી હતી...
આજે શ્રવણ પણ કંઇક અલગ જ મૂડ માં હતો...જાણે પહેલીવાર મીરાનો અવાજ સાંભળ્યો હોય એ રીતે એના ચહેરા તરફ જોઇને એની કહાની સાંભળતો હતો અને પ્રતિભાવ આપતો હતો....
શ્રવણને આજે પહેલીવાર જાણ થઈ હતી કે મીરા ને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો...એટલું જ નહિ પરંતુ એના ઘરમાં એક ટેબલ ઉપર નાની લાઇબ્રેરી પણ છે એની જાણ શ્રવણને આજે થઈ હતી..ત્યારબાદ મીરા એ વાવેલા એના મિત્રો જેવા ફૂલછોડ થી ભરેલું નાનું ગાર્ડન પણ મીરા એ શ્રવણને બતાવ્યું હતું...ઘરની અંદર નવી નવી ચીજવસ્તુઓ દ્વારા ઘરને શણગાર્યું હતું એની જાણ પણ શ્રવણ ને અત્યારે થઈ રહી હતી...

ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત ચાલુ થઈ ગઈ હતી...પરંતુ બંને દોસ્ત તરીકે સબંધ નિભાવતા હતા...અને એક રૂમમાં સૂવાનું ટાળતા હતા ....

બંને ને એકબીજાનો સાથ પસંદ આવવા લાગ્યો હતો....મીરા એના લગ્ન જીવનને આગળ વધારવા માંગતી હતી પતિપત્ની ના સબંધ તરીકે..પરંતુ શ્રવણ તરફ થી એવો કોઈ પ્રયાસ હતો નહિ જેના કારણે મીરા એ એના દિલ ની વાત એની સુધી જ રાખી હતી...

(ક્રમશઃ)