Badlo - 1 in Gujarati Thriller by Heer books and stories PDF | બદલો - (ભાગ 1)

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

બદલો - (ભાગ 1)

બદલો
( THE REVENGE )


"આહ..... આપણા દેશની માટીની સુગંધ.....વાહ...." શોભાબેન છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ થી બહાર આવીને બોલ્યા... શોભાબેન જીન્સ માં ખૂબ જોરદાર દેખાઇ રહ્યા હતા...એના વાળ ખુલ્લા હતા..એના ચહેરાના આછા મેકઅપ ઉપરથી દેખાઈ આવતું હતું કે તેઓ અમેરિકા ના રહેવાસી બની ગયા હતા...

"સારું થયું જયસુખભાઇ એ મુંબઈ માં એના છોકરા ના લગ્ન રાખ્યા છે ... નહિતર આપણે તો ભૂલી જ ગયા હતા ભારત ને..."કિરણબેન બોલ્યા...તેઓ સલવાર કમીઝ માં ગુજરાતી દેખાઇ રહ્યા હતા ...પરંતુ હાથ માં પર્સ અને ખુલ્લા વાળના કારણે એ ગુજરાતી અને અમેરિકન બંને મિક્સ લાગી રહ્યા હતા..

"અરે અરે સંભાળ એને....." શોભાબેન દોડીને કિરણબેન પાસે આવીને બોલ્યા અને વ્હીલચેર પકડી લીધી...

" સોરી સોરી કાકી મારું ધ્યાન ન રહ્યું..." વ્હીલચેર માં બેઠેલી નીયા બોલી... કાળા ચણીયાની ઉપર સફેદ ખૂલતો શર્ટ ... એના રેશમી વાળને એક સાથે બાંધી પોની લઈને આગળ ની તરફ રાખ્યા હતા...

"કંઈ વાંધો નહિ બેટા...." એના કાકી ( શોભા બેન ) બોલ્યા...

શોભબેન નીયા ના કાકી હતા અને કિરણબેન એના મમ્મી હતા...
જયસુખભાઇ નીયા ના દાદા ના ભાઈ ના છોકરા હતા એટલે નીયા ના થોડા દૂરના કાકા થતા હતા...જેના છોકરા નયન ના લગ્ન માં બધા અમેરિકાથી ભારત આવ્યા હતા...નીયા ના કાકા ,કાકા નો છોકરો અને પપ્પા લગ્ન ના ત્રણ દિવસ પહેલા આવવાના હતા...ખરીદી માટે આ ત્રણેય વહેલા પહોંચી ગયા હતા...

ત્રણેય ટેક્સી માં બેઠા અને એના જૂના ઘરે પહોંચ્યા...

જૂના ઘરે જમનાબેન ને ફોન કરીને પહેલેથી જ સાફ સફાઇ કરાવી દેવામાં આવી હતી...
(જમનાબેન એના કામવાળા માસી હતા , પરિવાર ની ગેરહાજરીમાં પણ તેઓ ઘર ને સાચવતા હતા અને તેના પરિવાર ના નામે નવ વર્ષ ની છોકરી સાથે અહી જ રહેતા હતા એની છોકરી નું નામ ગોપી હતું એ ગુરુકુળ માં ભણતી હતી શની રવી ની રજા માં આવતી હતી)

" આપ આ ગયે ...મુજે બહોત અચ્છા લગા ... પૂરે પાંચ સાલ બાદ આપ સબ વાપસ આયે હૈ...." જમનાબેન એની ખુશી દર્શાવી રહ્યા હતા...

"અરે તું ચિંતા ના કર હમ અભી ઇધર હી રહેવાના હે..." કાકી એ એનું તૂટેલું ફૂટેલું હિન્દી બોલીને જમનાબેન ને સહિયારો આપ્યો...

બધા હસી પડ્યા ...અને પોતપોતાની રૂમમાં જતા રહ્યા...

નીયાની બેગ બેડ ઉપર ખુલ્લી હતી એમાંથી નીયા એક એક વસ્તુ બહાર કાઢી રહી હતી...એની બેગમાંથી એણે એક કાગળ થી બાંધેલું પડીકું કાઢ્યું...એને જોતાં જ ખ્યાલ આવી જાય કે એની અંદર કોઈ ફોટો ફ્રેમ હશે...

નીયા ની આંખોમાં આછા આંસુ આવી ગયા હતા..એના હાથ ધ્રુજી રહ્યા હતા...એ ધીમે ધીમે કાગળ ના પડને એક એક કરીને ખોલી રહી હતી...

ફોટા ની અંદર નીયા અને એની સાથે એક છોકરો ઊભો હતો...એ છોકરા ની છબી ઉપર ધ્રુજતા હાથે હાથ ફેરવ્યો...બેડની સામે દેખાતા અરીસા માં પોતાનો લાલઘૂમ ચહેરો જોઈને નીયાને ગુસ્સો આવી ગયો...
" અભી..ઇ..ઇ..ઇ......" અરીસા તરફ જોઇને નીયા જોરથી બરાડી ઉઠી...
બહારથી એના મમ્મી અને કાકી દોડીને રૂમની બહાર આવીને ઊભા રહી ગયા...

"નહિ, એને એકલા જ રહેવા દો...." રૂમની અંદર જતા એના મમ્મી નો હાથ પકડીને એના કાકી બોલ્યા...

ફોટો ફ્રેમ ઉપર માથુ રાખીને નીયા રડી રહી હતી...

નીયા ની બાજુમાં ઊભેલો છોકરો ખૂબ સોહામણો દેખાઈ રહ્યો હતો ....ફોટો ફ્રેમ ઉપર હાથ ફેરવતી નીયા ને અચાનક ગુસ્સો આવી જતાં બેડ સામે આવેલા અરીસા ઉપર ફોટો ફ્રેમ નો ઘા કરીને રડવા લાગી ....

અરીસાના તૂટવાના અવાજ થી એના મમ્મી અને કાકી અંદર દોડી આવ્યા....જમનાબેન પણ રસોડામાંથી રૂમમાં દોડી આવ્યા...

રડતી નીયા ને વ્હીલચેર ઉપર થી ઉપાડીને બેડ ઉપર સુવડાવી...એના મમ્મી ની આંખો ભરાઈ આવી હતી...

નીયા ધીમું ધીમું રડી રહી હતી ...એના મમ્મી નીયા ના માથા ઉપર હાથ ફેરવી રહ્યા હતા અને બોલ્યા..."હવે ભૂલી જા દીકરા એ બધું...અને જીવનમાં આગળ પગલાં મુક..."

રૂમની અંદર ફરી સન્નાટો છવાઈ ગયો...પરંતુ નીયા સમજી ગઈ હતી કે એના પગ હવે નથી રહ્યા પરંતુ એના મમ્મી એને બધું ભૂલીને જીવનમાં આગળ વધવા માટે કહી રહ્યા હતા...

નીયા ને વધારે રડવું હતું પરંતુ એના મમ્મી અને કાકી ની હાજરી એને ખૂંચી રહી હતી....

...

એક છ ફૂટનો છોકરો ...એકદમ ભૂરી ત્વચા ...કોઈ પણ છોકરી એની સ્માઇલને જોઇને એના પ્રેમ માં પાગલ થઈ જાય એવી હતી...એના એક ગાલ ઉપર ઊંડો ખાડો પડતો હતો જેના કારણે એ વધારે હેન્ડસમ દેખાતો હતો... એ છોકરો ખૂબ જ હસી રહ્યો હતો એના ચહેરા ઉપર એક ગમ્મત દેખાઈ રહી હતી...અચાનક એ છોકરો દોડીને ઊંડી ખીણ માં કૂદી પડ્યો...

નીયા સપના માંથી બહાર આવી ગઈ...એ છોકરો નીયા ને એના સપના માં દેખાઈ રહ્યો હતો...નીયા ને અચાનક ભાન થયું કે એ એની રૂમ માં એકલી હતી...એની આજુબાજુ કોઈ હતું નહિ ...નીયા ખૂબ ડરી ગઈ હતી એના શ્વાસ ખૂબ ઝડપી રીતે દોડી રહ્યા હતા...રૂમ ની અંદર એસી ચાલતી હોવા છતાં એને પરસેવો વળી ગયો હતો...

નીયા એની રૂમમાં એકલી આરામ કરી રહી હતી... એ ખુલ્લી આંખે એના ભૂતકાળને નિહાળી રહી હતી...ક્યારેક હસી રહી હતી,ક્યારેક આંખ માંથી આંસો વહી રહ્યા હતા તો ક્યારેક ગુસ્સા ના કારણે ચહેરો લાલઘૂમ બની જતો હતો...

***

સાત વર્ષ પહેલા...

" ચાલો હવે એક મસ્ત ચા બનાવી નાખુ..." નીયા એ એના નવા ઘરમાં સામાન ગોઠવ્યો અને પંખા નીચે ખુરશી રાખીને બેઠી બેઠી બોલી રહી હતી...
બ્લેક જીન્સ ઉપર સફેદ ટીશર્ટ , સામાન ગોઠવવાના કારણે ગળામાંથી અને કપાળ ઉપર થી પરસેવા ની ધાર થઈ હતી, ટીશર્ટ ના ગળા ની કોર પરસેવા ના કારણે ભીંજાય ગઈ હતી...બધા વાળ એક સાથે ઉપર બાંધી દીધા હતા...વાળમાંથી નીકળી ગયેલી એક બે લટ ચહેરા ઉપર લટકી રહી હતી...

"હવે પાડોશી ધર્મ નિભાવવાનો સમય થઈ ગયો છે નીયા..." સ્નેહા એ ફાટેલા દૂધ ની તપેલી ઊંચી કરી નીયા ને બતાવીને બોલી...

નીયા એ થાક ના કારણે થોડું મોઢું બગાડ્યું અને ઉભી થઈને તપેલી લઈને સામે ના ઘરે દૂધ લેવા માટે નીકળી પડી...

નીયા અને સ્નેહા બંને કોલેજ સમય ના ફ્રેન્ડ હતા...આજે બંને નોકરી ની શોધ માં બેંગલોર રૂમ રાખીને રહેવા માટે આવ્યા હતા ...સ્નેહા ને નોકરી મળી ગઈ હતી નીયા ની ખોજ ચાલુ હતી...બંને નો પરિવાર મુંબઈ માં રહેતો હતો...
જુલી પાર્ક સોસાયટી ની અંદર અમુક અમુક અંતરે મકાનો હતા...જેમાં નીયા અને સ્નેહા ના મકાન ની સામે એક મકાન હતું ...બીજું મકાન અમુક અંતર બાદ આવતું હતું...

નીયા એના સામેના મકાન ની બહાર અડધી મિનિટ થી ઉભી હતી કોઈએ દરવાજો ન ખોલ્યો ...જેના કારણે ઉતાવળી નીયાને થોડો ગુસ્સો આવી ગયો...

એણે દરવાજાને જોરથી હડસેલો...દરવાજો ખુલ્લો જ હતો....જેના કારણે નીયા ને વધારે મહેનત કરવી ન પડી ...

નીયા અંદર એ રીતે ચાલીને ગઈ જાણે સામે જે મળે એને સંભળાવી દેવાની હોય કે..' ખબર નથી પડતી ક્યારની બહાર ઉભી છું...હવે દૂધ તમારે મને મારા ઘરે આપવા આવવું પડશે તો જ હું લેવાની છે '

"ડુ નોટ ડિસ્ટર્બ " અંદરની રૂમના દરવાજા ઉપર લખેલું બોર્ડ વાચીને નીયા અંદર જવા નીકળી પડી...નીયા એ બારણાને ધક્કો માર્યો પણ એ ન ખૂલ્યું જેના કારણે નીયા ને પોતાનાથી ભોઠું પડવું પડ્યું અને આજુબાજુ નજર કરી લીધી....ચાવીથી દરવાજો ખોલવાની જગ્યાએથી નીયા એ એક આંખ નાની કરીને જોયું તો ધીમે ધીમે એની આંખો પહોળી થઇ ગઈ...

"કોણ છે તું..." નીયા ને પાછળથી કોઈક વૃદ્ધ મહિલા નો અવાજ સંભળાયો...

નીયા એ રૂમ ની અંદર જોયેલું દ્રશ્ય અને પાછળ થી આવેલો વૃદ્ધ મહિલા નો અવાજ સાંભળીને કોઈ પાપ કર્યું હોય એ રીતે ડરી ગઈ....

પાછળ ફરીને જોયું તો એક દાદી ના ઉંમરની મહિલા સલવાર કમીઝ પહેરીને ઊભા હતા...
એની આંખો માં થોડો ક્રોધ દેખાઈ રહ્યો હતો...

" હું ..હું...તમારી પાડોશી ...દુ..દૂધ લેવા માટે આવી હતી..." નીયા એ કોઈ ખૂન કરી નાખ્યું હોય એ રીતે ડરીને જવાબ આપ્યો...

દાદી કંઈ બોલ્યા વગર અંદરથી દૂધ ની તપેલી લઈને આવ્યા અને નીયા ની તપેલી માં થોડું ઘણું દૂધ આપીને એ રીતે નીયા ને જોઈ રહ્યા હતા જાણે કહી રહ્યા હોય દૂધ મળી ગયું હોય તો હવે નીકળ...

નીયા ત્યાંથી ફટાફટ નીકળી પડી...અને પોતાના ઘરે આવી...દૂધ ની તપેલી રસોડા ઉપર મૂકી અને સામેના ઘરની રૂમની અંદર જોયેલું દ્રશ્ય એની નજર ની સામેથી સડસડાટ નીકળી ગયું ...

પાછળ થી એના ખભા ઉપર કોઈક નો હાથ આવતા નીયા વધુ ડરી ગઈ...
"મે કંઈ નથી જોયું ..." નીયા પાછળ જોયા વગર બોલી ગઈ..

" શું નથી જોયું તે..." સ્નેહા બોલી..

સ્નેહા ને જોઇને નીયા ના મોઢામાંથી હાશકારો છૂટી ગયો...

"સામેના ઘરે નવા નવા લગ્ન થયેલાં પતિપત્ની એના લગ્ન જીવનની મજા માણી રહ્યા હતા..હું વધારે રોકાવાની હતી એ જોવા ...પણ ત્યાંના દાદી એ મજા ખરાબ કરી નાખી..." નીયા બોલી રહી હતી ત્યાં સ્નેહા વચ્ચે કૂદી પડી..
"તો એમાં તું એટલી બધી ડરી કેમ ગઈ.."

" એ બંને કોઈ જન્મોજન્મ ના ભૂખ્યા હોય એ રીતે એકબીજાની ઉપર તૂટી પડ્યા હતા...અને પેલા દાદી ની આંખો માં કંઇક અલગ જ ક્રોધ મને દેખાયો હતો એ બધું જોઇને કંઇક અલગ જ ડર લાગી ગયો ..." નીયા બોલી રહી હતી સ્નેહા એને સાંભળી રહી હતી...

"એ બધું જે હોય તે છોકરો માલ હતો..."
"અને એની વાઈફ?..."
" મે એને સરખી જોય જ નથી ,મારું પૂરેપૂરું ધ્યાન હેન્ડસમ છોકરા ઉપર હતું..." નીયા જાણે એ છોકરા પાછળ પાગલ થઇ ગઇ હોય એ રીતે એના ખ્યાલોમાં સરી પડી હતી...

(ક્રમશઃ)