Baarish - 1 in Gujarati Short Stories by Heer books and stories PDF | બારીશ - (ભાગ 1)

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

બારીશ - (ભાગ 1)

બારિશ...





આજે તો બસ યાદો રહી ગઈ છે ... યાદો તો ઘણી હશે આપણી પાસે પણ આ યાદો માં ઘણી યાદો ખૂબ જ મહત્વની હશે...

વરસાદ વરસી રહ્યો હતો....આજે કઈક અલગ જ મુડ માં લાગતો હતો ...ઘણા નાના છોકરાઓ વરસાદ ની મજા માણી રહ્યા હતા તો ઘણા કાગળ ની હોડી બનાવી રહ્યા હતા.. ઘણા ની ઘરે નવીન વાનગીઓ ની સુગંધ પ્રસરી રહી હતી....મોટી ઉંમરના દાદા અને દાદી એની બાલ્કની માં બેઠા હતા અને ચા નો આનંદ માણી રહ્યા હતા...

મીરા એની બાલ્કની માં ઉભી ઉભી મૂશળધાર વરસતા વરસાદ ને જોઇ રહી હતી...અને એની યાદોને વાગોળી રહી હતી....
મીરા માટે ની તો આ પ્રિય ૠતુ હતી...તે ઘણો સમય આ વરસાદ ને જોય ને જ ગાળતી હતી... જો અડધી રાત્રે પણ વરસાદ વરસતો હોય તો ભાન ભૂલીને એને જોવા બેસી જતી હતી...
આજે મુંબઇ નો વરસાદ બંધ થવાને આરે લાગતો જ નહતો ...

મીરા ના લગ્ન એરંજ મેરેજ હતા એટલે પૂરેપૂરા એની મરજી વિરુદ્ધ હતા...મીરા એમ.એસ.સી. કરેલી હતી પરંતુ એને હજુ આગળ ભણવું હતું...પરંતુ એની મરજીથી એક પણ કામ પૂરું થાય એવું ક્યારેય બન્યું જ ન હતું...મીરા મુંબઇ શહેર માં લગ્નના બે મહિના પછી સેટલ થઈ હતી ...લગ્નને પણ ત્રણ મહિના જ થયા હતા...એટલે મીરા મુંબઈ આવી એને હજી એક મહિનો જ થયો હતો...શ્રવણ તો લગ્ન ના અઠવાડિયામાં જ મુંબઈ રવાના થઈ ગયો હતો...

શ્રવણ મીરા ના પતિનું નામ હતું...શ્રવણે પણ એના મમ્મી પપ્પા ના કહેવાથી જ લગ્ન કર્યા હતા....પરિવાર ની જવાબદારી ખૂબ નાની ઉંમરે જ ઉપાડી લીધી હતી...જેના કારણે આજે શ્રવણ ખૂબ ઉંચાઈઓ ઉપર હતો ...

મીરા રોડ ઉપર જ શ્રવણ અને મીરા નું ઘર હતું...મીરા ના આવ્યા પછી ઘર ખૂબ ચેન્જ થઈ ગયું હતું...ઘરને ખૂબ સારી રીતે શણગારવામાં આવ્યું હતું...એક ગૃહલક્ષ્મી તરીકે મીરા પહેલા નંબર ઉપર આવતી હતી...

શ્રવણે મીરા ને જોબ કરવા માટે ની પૂરેપૂરી પરવાનગી આપી દીધી હતી....જેના કારણે મીરા એક હોસ્પિટલ માં જોબ કરતી હતી ...મીરા સવારનો નાસ્તો અને શ્રવણ નું ટિફિન તૈયાર કરીને વહેલી સવારમાં નીકળી જતી હતી....
ક્યારેક શ્રવણને ઘરે પહોંચવામાં મોડું થઈ જતું તો ક્યારેક મીરાને...

જેના કારણે બંને વચ્ચે વાતચીત ની આપલે ક્યારેક જ થતી હતી...
બંને નું જીવન આ રીતે અજાણ્યા પ્રવાહ રીતે વહી રહ્યું હતું...લગ્નના ત્રણ મહિના પછી પણ બંને વચ્ચે વાત કરવાનો પૂલ હજુ બંધાયો ન હતો...

...

આજે મીરાને હોસ્પિટલ જવાનું મન ન હતું... મીરાએ શ્રવણ ને પણ કહ્યું હતું કે એ આજે ઓફિસ ન જાય અને એની સાથે થોડો સમય પસાર કરે...પરંતુ શ્રવણે મીરા ની વાત સાંભળ્યા વગર જ કહી દીધું કે એને ઓફિસમાં ખૂબ કામ છે અને એ ઓફિસ માટે નીકળી ગયો...

મીરા ખૂબ શાંત સ્વભાવ ની હતી શ્રવણની વાત ને દિલ ઉપર લીધા વગર એ એકલી બાલ્કની માં ઉભી ઉભી વરસાદ ની મજા માણી રહી હતી ...પંરતુ લગ્ન પછીના આવા ત્રાસ આપતા જીવનના કારણે એ થાક અનુભવતી હતી ...

શ્રવણનું મુંબઈ નું ઘર ખાલીખમ રહેતું હતું...પરંતુ મીરા ના આવ્યા પછી ઘરમાં ઘણો સુધારો થયો હતો...એની બાલ્કની ફૂલછોડ થી ઘેરાઈ ગઈ હતી...ઘરની અંદર નવી નવી વસ્તુ થી મીરા એ સુશોભન કર્યું હતું...પરંતુ આ બધું નિહાળવાનો સમય શ્રવણ પાસે ક્યારેય હતો જ નહિ...

મીરા આજે સવારે ઘરે રહેવાની વાત કરતી હતી...પરંતુ શું કામ કહેતી હતી એ જાણવું પણ જરૂરી ન સમજ્યું શ્રવણે...

મીરા આજે થોડી વધારે થકાવટ અનુભવતી હતી...તેની તબિયત સારી ન હતી...પરંતુ શ્રવણના એવા પ્રત્યુતર ને કારણે તબિયત વિશે કંઈ જણાવ્યું ન હતું...

સવારથી સાંજ સુધી ખાલી વરસાદને નિહાળતી મીરા લિવિંગ રૂમમાં આવીને સોફા ઉપર ઢળી પડી...

દસ વાગી ગયા શ્રવણ આવીને એની દિનચર્યા મુજબ એની પાસે રાખેલી ચાવીથી દરવાજો ખોલીને અંદર આવ્યો ...

મીરા ને આ રીતે સુતેલી જોઇને વિચાર્યું કે ...હોસ્પિટલ ના કામ થી થાકી ગઈ હશે જેના કારણે આવીને થોડી વાર આરામ કરતી હશે....

જ્યારે શ્રવણ ફ્રેશ થઈને એની રૂમમાંથી બહાર આવ્યો ત્યારે પણ મીરા સૂતી જ હતી....અને સાંજનું ડિનર પણ બનવાનું બાકી હતું એટલે હવે શ્રવણ ને નવાઈ લાગી અને મીરા તરફ પગ ઉપાડ્યા....

લગ્નના ત્રણ મહિના પછી શ્રવણ પહેલી વાર મીરા ને નજીક થી જોઈ રહ્યો હતો...
મીરા ખૂબ શાંત અને સાદી સરળ દેખાતી હતી...વધારે રૂપાળી ન હતી પરંતુ બધા મોહી જાય એટલી નમણી હતી...એના કાન,આંખો, નાક,હોઠ બધાનું ફૂટપટ્ટી થી માપીને બનાવ્યું હોય એવો પરફેક્ટ એનો ચહેરો હતો...એના શરીરનો બાંધો કોઈ મૂર્તિકારે મૂર્તિ બનાવી હોય એટલો સરળ હતો...

શ્રવણ આજે પહેલી વાર મીરાને જોઈ રહ્યો હતો અને એના ઉપર જાણે મોહી ગયો હતો....
શ્રવણનો હાથ મીરા ના ગાલ ઉપર પહોંચી ગયો અને એના અંગુઠા વડે મીરા ના ગાલ ઉપર લાઈનો દોરી રહ્યો હતો એવામાં એને ખ્યાલ આવ્યો કે મીરા નો ગાલ સામાન્ય તાપમાન કરતા વધારે ગરમ હતો... એણે મીરાને ચેક કરી તો એનું આખું શરીર ગરમ હતું ...

(ક્રમશઃ)