Dashing Superstar - 19 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-19

Featured Books
Categories
Share

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-19



(કિઆરાના કોઇને કહ્યા વગર બહાર રહેવાના કારણે જાનકીવિલામાં ખૂબજ ચિંતાનો માહોલ હતો.કિઆરા ઘરે આવતા જ જાનકીદેવી તેના પર વરસી પડ્યાં.એલ્વિસે તેને બચાવી લીધી.અહીં અજયકુમાર એલ્વિસની માફી માંગવા ઘરે આવ્યાં હતાં.તેટલાંમાં વિન્સેન્ટને ખબર પડે છે કે એલ્વિસને બદનામ કરવા કોઇએ કઇંક ન્યુઝ ફેલાવ્યાં છે.)

એલ્વિસ અને વિન્સેન્ટ અજયકુમાર સામે જોઇ રહ્યા હતાં.
"શું થયું?"અજયકુમારે ભોળા ભાવે પુછ્યું.

વિન્સેન્ટે પોતાના મોબાઇલમાં તે વાઇરલ થઇ રહેલા ન્યુઝ બતાવ્યાં.
"ડેશિંગ સુપરસ્ટાર એલ્વિસ બેન્જામિન ઇઝ ગે.વોટ નોનસેન્સ,આવા વાહિયાત સમાચારા આપે છે.તે પણ મેડિકલ રીપોર્ટ્સ સાથે.આ બધું ક્યાંથી લાવે છે,આ લોકો?"અજયકુમારે કહ્યું.

એલ્વિસ અને વિન્સેન્ટ હજી અજયકુમાર સામે જ જોઇ રહ્યા હતાં.
"તમે મારી સામે આમ કેમ જોઇ રહ્યા છો?આ બધું મે નથી કર્યું.હું તો અહીં એલ્વિસને વિનંતી કરવા આવ્યો હતો કે તે મારી પત્નીને સમજાવે કે તે મને તલાક ના આપે.હું તેના અને મારા દિકરા વગર નહીં જીવી શકું.મારી પોતાની લાઇફમાં આટલા લોચા ચાલે છે તેમા હું આવું થોડી કરવાનો હતો?"અજયકુમારે કહ્યું.

અજયકુમાર ત્યાંથી ચાલ્યો ગયો.
"બ્રેકિંગ ન્યુઝ,અમારા સુત્રોએ ખૂબજ ખાનગી માહિતી શોધી કાઢી છે.ગયા મહિને જ એલ્વિસે બોડી ચેકઅપ કરાવ્યું હતું.આ તેના જ રીપોર્ટ્સ છે.તેનું આજસુધી કુંવારા હોવાનું કારણ પણ આ જ છે.સાંભળવામાં આવ્યું છે કે તેની ટ્રીટમેન્ટ પણ ચાલું છે."વિન્સેન્ટે તે ન્યુઝ મોટેથી વાંચ્યા.

"આ મને બદનામ કરવા ખોટા રીપોર્ટ્સ અને ખોટા ન્યુઝ બનાવ્યાં છે.હું આ હોસ્પિટલ અને આ રીપોર્ટર પર કેસ કરીશ." એલ્વિસ ચિંતાતૂર સ્વરે બોલ્યો.

"વેઇટ,જેટલા મોંઢા એટલી વાતો થશે.આ બાબતને ખૂબજ સાવચેતી પૂર્વક ઉકેલવી પડશે.જેથી તારી ઈમેજ ખરાબ ના થાય અને લોકોના મોંઢા બંધ થાય.તું સુઇ જા હું બેઠો છું અહીં કઇંક વિચારું."

******
અહીં જાનકીવિલામાં બ્રેકફાસ્ટ ટેબલ પર વાતાવરણ એકદમ શાંત હતું.બધાં જ શાંતિથી નાસ્તો કરી રહ્યા હતા.એલ્વિસ વિશે ફેલાયેલા સમાચાર વિશે કિઆરાને હજી ખબર નહતી.

કિઆરાના કાકી,શિવાની એક જર્નાલિસ્ટ હતાં.તેમના ધ્યાનમાં આ સમાચાર આવી ગયા હતાં.જર્નાલિઝમ સિવાય તેમનું એક કામ જાનકીવિલામાં અશ‍ાંતિ ફેલાવવાનું હતું.તેમને ખબર હતી કે ગઇકાલે પૂરો દિવસ કિઆરા એલ્વિસના ઘરે હતી.તેમની બંને વચ્ચે બંધાઇ રહેલો આ અલગ પ્રકારની દોસ્તીનો સંબંધ તેમને ક્યાંક ખટકતો હતો.

"કિઆરા,તે આ ન્યુઝ સાંભળ્યાં.તારા નવા બેસ્ટ ફ્રેન્ડ એલ્વિસ વિશે?"શિવાનીએ કહ્યું.

"શું ?"

"એલ્વિસ બેન્જામિન ઇઝ ગે."શિવાનીએ કહ્યું.

કિઆરા આઘાત પામી.તેને એલ્વિસ સાથે વિતાવેલી ક્ષણો યાદ આવી.અનાયાસે તેના મોંઢામાંથી નિકળી ગયું,"સાવ બકવાસ સમાચાર છે.આ ન્યુઝ ખોટા છે."

"અચ્છા,તું આટલી ગેરંટી સાથે કેવીરીતે કહી શકે?હા હા કહી શકે તું કાલે આખો દિવસ તેના ઘરે હતીને."શિવાનીએ કહ્યું.

"કાકી,તમે આવું કેવીરીતે બોલી શકો?દાદી,તમારા વહુને કહો કે મારા પર આવા ખોટા આરોપ ના મુકે.હું આટલી ગેરંટી સાથે એટલા માટે કહી શકું કેમ કે હું પોલીસ ઓફિસર બનવા માંગુ છું.ઇન્વેસ્ટીગેશન ઇઝ પાર્ટ ઓફ અવર સ્ટડી.કોઇપણ વ્યક્તિને ખબર હોય કે તેને આવો કોઇ પ્રોબ્લેમ છે.તો તે આવા રીપોર્ટ ના કઢાવે.બીજી વાત હોસ્પિટલમાં આવા બધાં રીપોર્ટ્સ ખાનગી રાખવામાં આવતા હોય છે."કિઆરા બોલી.

"હું પણ જર્નાલિસ્ટ છું અને જે પ્રમાણે ન્યુઝ આપવામાં આવ્યા છે.તે પ્રમાણે કહી શકું કે આ ન્યુઝ સાચા છે."શિવાનીએ કહ્યું.

"ઓ.કે,હું આને એક ચેલેન્જ સમજું છું.મારી ઇન્વેસ્ટી ગેશન પાવરનો યુઝકરીને હું સાબિત કરીશ કે આ ન્યુઝ ખોટા છે."કિઆરા બોલી.

"જાનકીદેવી,શિવાનીને કહો તેની વાણીને કાબુમાં રાખે.મારી પૌત્રી પર આવા આરોપ ના લગાવે."શ્રીરામ શેખાવતે કહ્યું.જાનકીદેવીએ શિવાનીને ઠપકો આપ્યો.શિવાનીએ કિઆરાની માફી માંગી.

"હવે હું સાબિત કરીને બતાવીશ કે હું એક સારી ઇન્વેસ્ટીગેટર અને એક સારી મિત્ર છું.મારા મિત્રને આ ખોટા આરોપમાંથી હું બહાર કાઢીશ.દાદુ,હું એલ્વિસના ઘરે જઉં છું."આટલું કહીને કિઆરા એલ્વિસના ઘરે જવા નીકળી ગઇ.

કિઆરા જાનકીવીલામાંથી નીકળીને સીધાં એલ્વિસના ઘરે પહોંચી.ત્યાં બહાર બહુ બધાં મીડિયા પર્સન હતાં.કિઆરા તેમનું ધ્યાન ચુકાવીને અંદર ગઇ.સિક્યુરિટી ગાર્ડ તેને ઓળખતો હતો તેથી તેને અંદર જવા દીધી.

અહીં ચિંતામાંને ચિંતામાં એલ્વિસ પૂરી રાત સુઇ નહતો શક્યો.જ્યારે વિન્સેન્ટ પણ શું કરવું અને કયા પ્રાઇવેટ ઇન્વેસ્ટીગેટરને હાયર કરવો તે તપાસ કરતા કરતા સુઇ ગયો હતો.

એલ્વિસ વિન્સેન્ટ પાસે આવીને બેસ્યો.
"વિન્સેન્ટ,તું આખી રાત ઉંઘ્યો નહીં?"

"શું કરું એલ?તારી ચિંતા થતી હતી.તારી ઈમેજ,તારી પોપ્યુલારીટી અને કિઆરા તેનું શું થશે?માંડ માંડ તારા જીવનમાં પ્રેમ આવ્યો છે.તે પણ જતો ના રહે."

"મને બીજી એકપણ વાતની ચિંતા નથી બસ મને એક જ વાતની ચિંતા છે કે કિઆરા શું વિચારશે?"એલ્વિસનું આટલું કહેતા જ કિઆરા અંદર આવી.

"કિઆરા, કશુંજ નહીં વિચારે કેમ કે તેને ખબર છે કે આ ન્યુઝ બકવાસ છે અને હું અહીં આવી છું કેમકે હું આ સમગ્ર વાતનું ઇન્વેસ્ટીગેશન કરીશ અને આ ન્યુઝ ખોટા સાબિત કરીશ."આટલું કહીને તે અંદર આવી.

એલ્વિસ અને વિન્સેન્ટ આશ્ચર્ય પામ્યાં.એલ કિઆરાને જોતો જ રહી ગયો.તેણે ગ્રીન અને વ્હાઇટ કલરની ડિઝાઇનવાળું લાંબુ સ્કર્ટ અને સ્લિવલેસ બ્લેક ટોપ પહેર્યું હતું.તેના વાળ ખુલ્લા હતા, કાનમાં સુંદર ઝુમખા અને ખભે બેગ લટકતી હતી.

"એલ-વિન્સેન્ટ,મને માત્ર ચોવીસ કલાકનો સમય આપો.હું બધું સત્ય બહાર લાવીશ અને આ ખોટા સમાચાર ફેલાવનારને પણ બહાર લાવીશ."કિઆરા બોલી.
કિઆરાનો પોતાના પર વિશ્વાસ જોઇને એલ્વિસને ખુશી થઇ.તેણે હકારમાં માથું હલાવ્યું.

"હા બસ,મને થોડી બુક્સ રીફર કરવી પડશે અને થોડું ઇન્વેસ્ટીગેશન.એલ,હું તમારા રૂમમાં જઇને કામ કરી શકું અને તમારું ટીશર્ટ અને ટ્રેક પહેરી શકું?એકચ્યુલી આવા કપડાં મને ફાવતા નથી તો પણ દાદી લઇ આવે છે."કિઆરાએ કહ્યું.
એલ્વિસે હસીને હા કહી.કિઆરા એલના બેડરૂમમાં ગઇ.તેણે એલના કપડાં પહેર્યા.તે તેનું લેપટોપ અને લાઇબ્રેરીમાંથી થોડી તેના સ્ટડી રીલેટેડ બુકસ લઇને બેસી ગઇ.એલ્વિસ ખૂબજ ખુશ હતો.હવે તેને આ ખોટા સમાચારથી કોઇ તકલીફ નહતી.

"મહારાજ,બ્રેકફાસ્ટની તૈયારી કરો."એલ્વિસે કહ્યું.તે હવે કાલ રાત કરતા ઘણો નિશ્ચિત હતો.વિન્સેન્ટ પણ તેવું માનતો હતો કે આ બાબત કાનુની રીતે સોલ્વ કરવાની જગ્યાએ સાચો આરોપી પકડીને એલને નિર્દોષ સાબિત કરવાથી સોલ્વ થશે.

બરાબર તે જ સમયે અકીરા,ડાયરેક્ટર અને પ્રોડ્યુસર હર્ષવદન ત્યાં આવ્યાં.

"તમે અચાનક અહીં !"એલ્વિસ આ ત્રિપુટીને જોઇને ખૂબજ આશ્ચર્ય પામ્યો.
"હા એલ્વિસ,તારા વિશે જે સમાચાર ફેલાયા છે તેના વિશે વાત કરવા આવ્યાં છીએ.અમને ખબર છે કે આ સમાચાર ખોટા છે પણ લોકો તો આ વાતનો વિશ્વાસ કરવાના જ છે.માની લે કે આપણે તેમના પર કેસ કરીએ તો પણ લોકો તો એમ જ વિચારશેને કે આપણે રૂપિયાના દમથી વાત દબાવીએ છે."ડાયરેક્ટર બોલ્યો.

"હા એલ,તેની વાત સાચી છે.તારા ફિલ્મ સાથે સંકળાવવાથી જ મુવી હિટ બની જાય છે આ સમાચારાના કારણે આપણી મુવીને નુકશાન થઇ શકે છે."હર્ષવદને કહ્યું.

"તો?"વિન્સેન્ટ બોલ્યો.

"અમારી પાસે એક ઉપાય છે.આ આઈડિયા અકીરાનો છે."હર્ષવદને કહ્યું.

અકીરા ઉઠીને એલ્વિસની બાજુમાં આવીને બેસી.તેણે ધીમેથી એલ્વિસનો હાથ પકડ્યો અને કહ્યું,"એલ,મારી પાસે એક ઉપાય છે.જેની સાથે ડાયરેક્ટર સાહેબ અને પ્રોડ્યુસર સાહેબ પણ સહમત છે.તેમા કશુંજ નથી કરવાનું.

એલ,આપણા માણસો એક અફવા ફેલાવશે કે હું અને તમે કપલ છીએ.સેટ પર લાંબો સમય એકબીજાની વેનીટીવેનમાં વીતાવીએ છીએ.આપણા અમુક ફોટોગ્રાફ્સ લીક કરી દેશે.વાત પર સરળતાથી ફુલસ્ટોપ લાગી જશે.હું તમને સાચે મારી સાથે પ્રેમ કરવા નથી કહેતી.હું તો બસ તમે મારા પર જે ઉપકાર કર્યો છે તેનો બદલો ચુકવવા માંગુ છું."અકીરાએ હસીને કહ્યું.

અહીં આ વાત સાંભળીને વિન્સેન્ટ અને એલ્વિસ આઘાત પામ્યાં.તેમનાથી પણ વધુ આઘાત ઉપરના માળેથી છુપાઇને આ વાત સાંભળી રહેલી કિઆરા પામી.અકીરાએ પકડેલો એલ્વિસનો હાથ તેની આંખમાં કણાંની માફક ખુંચતો હતો.

"મોટી આવી એલ્વિસની ગર્લફ્રેન્ડ બનવા.તકનો ફાયદો ઉઠાવે છે?ચહેરા પરથી તો એક નંબરની ચાલબાઝ અને ચાલાક સ્ત્રી લાગે છે.આને તો અસલી મજા હું કરાવીશ. અકીરાની બચ્ચી તું જો હવે શું કરું છું ?પણ હું શું કરું?"કિઆરા વિચારમાં પડી ગઇ.

અહીં નોકર બધાને પાણી આપીને ગયો.એલ્વિસ ફસાઇ ગયો હતો. તે હર્ષવદનની વાત ટાળી શકે તેમ નહતો અને અકીરા સાથે તેનું નામ જોડાય તે ઇચ્છતો નહતો.તે પાણી પીતા આંખો બંધ કરીને ગોડને પ્રે કરી રહ્યો હતો.સમાન સ્થિતિ વિન્સેન્ટની પણ હતી.હર્ષવદનના કારણે તે પણ કઇ બોલી શકે તેમ નહતો.

બરાબર તે સમયે અચાનક કિઅારાના ચહેરા પર તોફાની હાસ્ય આવ્યું.તે એલના બેડરૂમમાં ગઇ અને તેણે એકદમ માદક અને મિઠા અવાજમાં જોરથી બુમ પાડી,"એલ બે...બી,માય ડાર્લિંગ ,માય જાનુ...વ્હેર આર યુ?તે કહ્યું હતું ફાઇવ મિનિટમાં આવ્યો સ્વિટહાર્ટ અને આવ્યો જ નહીં.બાય ધ વે.મે તારું ટીશર્ટ પહેર્યુ છે મને મારું ના મળ્યું તો."

નીચે આ અવાજ અને વાત સાંભળતા જ એલ્વિસને પાણી ગળામાં અટકી ગયું.તેને અંતરસ ગઇ.જ્યારે અકીરાના પગ નીચેથી જમીન ખસી ગઇ.હર્ષવદન અને ડાયરેક્ટર આશ્ચર્ય પામ્યાં.
જ્યારે વિન્સેન્ટને ખૂબજ હસવું આવ્યું પણ તેણે પોતાની હસી કાબુ કરી.

કિઆરા જે છુપાઇને આ બધું જોઇ રહી હતી.તેને અકીરાની હાલત જોઇને મજા આવી.
"હવે જો તું મિસ હિરોઈન,તારી શું દશા કરું છું."કિઆરા સ્વગત બોલી.

કિઆરા કેવીરીતે એલને નિર્દોષ સાબિત કરશે?
અકીરા અને કિઆરાનો આમનો સામનો થશે?
જાણવા વાંચતા રહો.

વાર્તા પસંદ આવે તો આપના અમુલ્ય પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂર આપજો.