પીળા રંગનું કુતરો
મને આશા છે કે એક જાનવર દ્વારા લખવામાં આવેલ લેખ વાંચીને તમને આશ્ચર્ય નહિ થાય ! કિપલિંગ અને અન્ય ઘણા લેખકો દ્વારા એ વાત સિદ્ધ કરવામાં આવેલ છે કે પ્રાણીઓ પણ પોતાના વિચારો ખુબ જ સારી રીતે વ્યક્ત કરી શકે છે. અને ઘણાબધા ન્યુઝ પેપર વાળાઓ પણ પ્રાણીઓ ની વાર્તાઓ લખે છે. જંગલો સંબધિત પુસ્તકોમાં જે સાહિત્ય મળે છે તે અહિયાં નહિ મળે. એક પીળા રંગનું કુતરું, જેને પોતાનું મોટાભાગનું જીવન ન્યુયોર્ક ની એક ફૂટપાથ ઉપર વિતાવ્યું હોય તેનાથી સાહિત્યની આશા રાખી શકાય નહિ.
મારો જન્મ એક પીળા રંગ નાં ગલુડિયાના રૂપ માં થયું હતું. તારીખ સ્થાન વજન અને નસ્લ મારા માટે અજ્ઞાત છે. મારા જીવનની પ્રથમ યાદ એ છે કે બ્રાડવેની ૨૩ મી સડક નાં નાકા ઉપર એક સ્ત્રી મને એક સુંદર ટોકરીમાં રાખી એક ખુબજ વજન વાળી વસ્ત્રીને વેચવાનું પ્રયત્ન કરતી હતી. મારી શેઠાણી મને એક પામેરેનીય્મ-કોચીન-ચાયના સ્ટાક-પોઝર- જેવી ઉચી જાતિનો બતાવવાનો ખોટો દાવો કરતી હતી.પેલી સ્ત્રી કે જે મને ખરીદવા આવી હતી તે એની બેગ માંથી રૂમાલ હાથમાં લઇ ને રમતી હતી. બીજી જ શ્રણે એ જાડી સ્ત્રીએ મને એનો પાલતું કુતરો બનાવી લીધો. ! પ્રિય વાચકો શું ક્યારેય તમારો સામનો અનેક પ્રકારની દુર્ધંગથી પોતાની નાકને તમારા આખા શરીર ઘસતી હોય. એમા-ઈમ્સ જેવી અવાજમાં તમને પોતાનો લાડકવાયો, આંખોનો તારો કહેતી હોય એવી સ્ત્રી સાથે થયો છે. ?
વગર કોઈ જ્ઞાતિએ હું એક અજ્ઞાત જાતિવાન કુતરો બની ગયો. પરતું મારી શેઠાણીનાં માટે તો હું મહાપ્રલયનાં સમયે નોહાએ પોતાની નાવમાં જે બે કુતરા લીધા હતા એ મારા જ પૂર્વજ હતા. મૈડીશન ચોકમાં સાઈબેરિયન શિકારી કુતરા માટે જે પ્રદર્શન થવાનો હતો એમાં મને દાખલ થવાથી રોકવા માટે બે પોલીસ કર્મીઓની જરૂર પડી હતી.
હવે હું એ ફ્લેટનો વર્ણન કરું જ્યાં મારી નવી શેઠાણી રહેતી હતી. ન્યુયોર્કમાં એક સાધારણ મકાન, જેના આગળના ભાગમાં આરસ અને ઉપરની જગ્યાએ પથ્થર લગાવ્યા હતા. મારી શેઠાણીએ એને ફર્નીચર વગરજ ભાડે લીધું હતું. અને જૂની વસ્તુઓથી સણગાર્યો હતો. જેમ કે ૧૮૩૦ માં બનેલો જુનો ચામડાનો ટેબલ, કેટલીક જુના ચિત્રો અને એક પતિદેવ.
ભગવાનની સમ બે પગ વાળા એ પ્રાણીથી મને ખુબજ લગાવ હતો. એ ભૂરા વાળ વાળો નાના કાળનો વ્યક્તિ હતો. અને એની મૂછો મારા જેવીજ હતી. એને પત્નીવતા પુરુષ કહેવાય? અરે એની હાલત તો એનાં કરતા પણ વધારે ખરાબ હતી. એ વાસનો ધસતો, કપડા સુકાવતો, જમવાનુંપણ બનાવતો અને કેટલીક વાર બાજુમાં રહેતી સ્ત્રીનાં મહેણાં પણ સાંભળતો. રોજ સાજે જ્યારે શેઠાણી જમવાનું બનાવતી ત્યારે એ દોરી બાંધીને મને ફરવા લઇ જતો.
જો મનુષ્યને એ ખબર પડી જાય કે એકલી રહેતી સ્ત્રી કેવી રીતે સમય પસાર કરે તો એ કોઈ દિવસ લગ્ન ના કરે. સસ્તા લેખો વાચવા., મગફળી ખાવી, વાસનો સાફ કર્યા વગર રહેવા દેવા, કરીયાણાવાળા થી લઇને બરફવેચવા વાળા સાથે ઝગડો કરવો. જુના પત્રો વાંચવા થોડાક સિરકા સાથે જવનું દારુ પીવું. પડોસીનાં ઘરમાં ઝાંખવું. .. બસ આવી જ દિનચર્યા હતી મારી શેઠાણીની . પતિનાં આવવાના ૧૦ મિનીટ પહેલા ઘરની સફાઈ કરાવી અને એ આવી જાય એના ૧૦ મિનીટ સુધી સિલાઈ કામ કરવું અને લાબા સાંસ લેતી,.
હું એ ફ્લેટમાં એક કુતરાનું જીવન વ્યતીત કરતો. લગભગ આખો દિવસ એક ખૂણામાં પડ્યો રહેતો અને એક સ્ત્રીને સમય પસાર કરતા જોતો રહેતો. ક્યારેક મને ઊંઘ આવી જતી. અને હું બિલાડીનો પીછો કરતો હોવ કે રસ્તા માંથી પસાર થતી વ્યક્તિઓને બીવડાવતો હોવ એવા સોનેરી સપના જોતો ત્યારે એ મારા ઉપર લાગણીનાં શબ્દો નો વરસાદ કરતી અને મને હાથ માં લઇ રમાડતી. પરતું હું શું કરી શકું? એક કુતરો પોતાના મોઢામાં લવિંગ અને ઈલાયચીતો નાં મૂકી શકે ને ?
સાચું કહું છું મારા માલિકની સાથે મને ખુબજ લગાવ હતો હમારા બંનેના ચહેરામાં એટલી સમાનતા હતી કે જ્યારે અમે બહાર નીકળતા તો લોકો અમે બંને ને જોયા કરતા અને એટલે જ અમે મુખ્ય રસ્તો છોડીને ગરીબ વસ્તી રહેતી હતી ત્યાંથી પસાર થવાનું વિચારી લીધું. એક દિવસ સાંજે જ્યારે અમે આ રીતે ફરવા નીકળ્યા ત્યારે હું ઉંચી જાતિનો કુતરો હોવાનું દેખાવા પ્રયત્ન કરી રહ્યો હતો અને માલિક પણ અલગ રંગમાં હતો (કેમ કે હંમેશા એની મનોસ્થિતિ વિવાહનાં મંત્ર બોલાનર પંડિતની હત્યા કરવા જેવી રહેતી) ત્યારે મેં એની સામે જોયું અને કહ્યું. અરે! પાલતું જાનવર તમારો મોઢું કેમ આવું રાખ્યું છે. શેઠાણી તમને હાથ પણ લગાવતી નથી. તમારે એની બાજુમાં બેસીને એની બકવાસ તો સાંભળવી પડતી નથી, જેના સાભળ્યા પછી સંગીત પણ ગણિતનાં સિદ્ધાંતો જેવું અધરું લાગે અને તું તો કુતરો પણ નથી. તો તારી નીરસતાને દુર કર. લગ્ન રૂપી ધટના (દુર્ઘટના) માં ઘાયલ એ વીર સમાન પુરુષે મારી તરફ લગભગ કુતરા જેવી જ નજર થી જોયું. અને ગુસ્સામાં જોયું મારી વાત એ સમજ્યો નહિ. પશુઓની ભાષાથી મનુષ્ય વંચિત છે. પશુ અને મનુષ્ય વચ્ચેની વાતચિત માત્ર વાર્તાઓમાં જ શક્ય છે.
અમારા ફ્લેટની સામેનાં ફ્લેટમાં એક સ્ત્રી રહેતી હતી. જેની પાસે એક ચત્તાંપટ્ટા વાળો કુતરો હતો. રોજ સાંજે એનો પતિ એને લઇને બહાર આવતો. પરતું એ હંમેશા ખુશ રહેતો , સીટી વગાડતો અને ઘરે પાછો જતો. એક દિવસ મારા ફ્લેટમાંથી મેં એ કુતરાને નમસ્કાર કર્યા અને પૂછ્યું કે તારો માલિક રોજ સાંજે મદારીનો ખેલ બતાવવા જેવો ખુશખુશાલ કેમ રહે છે.? ત્યારે એને રહસ્ય ખોલ્યું કે મારો માલિક ખુબ જ દારુ પીવે છે. રોજ સાંજે જ્યારે અમે ફરવા જઈએ છીએ તો એનું મોઢું જુગારમાં હારી ગયેલા વ્યક્તિ જેવો હોય છે. પરતું દારૂના અડ્ડા ઉપર જાય છે ત્યારે એને કોઈ વાત નું ધ્યાન આપતો નથી. એને એ પણ ખબર નથી રહેતી કે દોરીનાં બીજા છેડા ઉપર કુતરો છે કે માછલી? દારૂના અડ્ડા નાં બારણાથી બચતા બચતા મારી પૂછડી બે ઇંચ જેટલી કપાઈ ગઈ છે. પેલા કુતરાની વાત સાભળીને હું વિચારમાં પડી ગયો.
એક દિવસ સાંજે લગભગ ૬ વાગે મારી શેઠાણી એ માલિક તૈયાર થઇ લવી ને લઇ હવા ખાવા બહાર જવાનું કહ્યું. મેં અત્યાર સુધી તમારાથી છુપાવ્યું કે કે મારી શેઠાણી મને આજ નામે બોલાવે છે. અને સામે જે કુતરો રહે છે એનું નામ મીઠ્ઠી છે. આમ તો હું એના કરતા દરેક રીતે ચઢિયાતું હતું પરતું આ નામના બોજને કારણે મારો આત્મસમ્માન ઉપર એક કલંક લાગ્યું હોય એવું મને લાગે છે. અમે બંને નીકળ્યા હું એને લઇને એક સુરક્ષિત અને શાંત વિસ્તારમાં ગયો. અને એક સાફ સુથરી હોટલની સામે ઉભો થઇ ગયો અને હોટલને એ રીતે જોઈ ભસવા લાગ્યો જેવી રીતે કોઈ સમાચાર આપનાર પહાડી માં ફૂલો વીણતા વીણતાં બરફમાં ફસાયેલી છોકરીની ખબર જોર જોર થી એના પરિવારને આપતા હોય.
મારા શેઠે આરામથી મારી સામે જોયું અને જાણે કહેતો હોય કે આ તો બહુ સારું કહેવાય. આરામથી દારુ પીધે કેટલો સમય થઇ ગયો. સેઠ ફસાઈ ગયા હતા. ટેબલ ઉપર બેસીને એને વ્હીસ્કીનાં કેટલાય પેગ લઇ લીધા હું એની પાસે ટેબલનાં એક પાયા પાસે બંધાયેલ પૂછડી હલાવતો હતો અને મફતનો જમવાનું જમતો હતો. આ ખાવાનું એના કરતાતો સારું હતું કે જે મારી શેઠની સેઠનાં આવવાના આઠ મિનીટ પહેલા નાકા ઉપર આવેલ દુકાન ઉપરથી લાવતી હતી અને પછી જાણે પોતે મહેનત કરી બનાવ્યું હોય એવું દેખાડતી હતી. જ્યારે બધી દારુ પૂરી થઇ અને માત્ર જવની રોટલી બાકી રહી ત્યારે એને મને ટેબલથી છોડી મુક્યો. અને મને એવી રીતે નચાવવા લાગ્યો કે જાણે કોઈ માછીમાર એની જાળી માં ફસાયેલી માછલીને નચાવતો હોય. બહાર આવીને એને મારા ગળાનો પત્તો ખોલી દીધું અને કહ્યું મારા વ્હાલા કુતરા હવે તારે જ્યાં જવું હોય ત્યાં જી શકે છે. તને હવે એ ક્યારેય વ્હાલ નહિ કરે આ કેટલી ખરાબ વાત છે, એના કરતા તો કોઈ મોટી ગાડી નીચે આવીને મરી જા.
પણ મેં જવાની નાં કહી .. અરે પાગલ વ્યક્તિ, અણસમજુ ઇન્સાન શું તને આ પણ સમાજમાં નથી આવતું કે મારે જવું નથી. શું તને ખબર નથી આપને બંને મિત્રો છીએ અને જંગલમાં રખડતા કુતરા જેવા છીએ અને શેઠાણી આપના પાછળ નિર્દય મહિલા ની જેમ પડી છે. તારી પાછળ વાસનો સાફ કરવાનું કપડું લઇને અને મારી પાછળ ઉંદર મારવાની દવા લઇને. આ બધી વાતોને બાજુ ઉપર મૂકીને કેમ સારા દોસ્ત નાં થઇ જઈએ. તમને એવું લાગશે કે એ મારી વાત ક્યાં સમજવાનો છે. કદાચ નહિ જ સમજે, પણ એની ઉપર વ્હીસ્કીએ અસર કરી હતી. એક મિનીટ ચુપચાપ ઉભા રહી એ બોલવા લાગ્યો . વ્હાલા મિત્ર! આ જગતમાં આવીને એક સતક કરતા વધારે જીંદગીતો મળતી નથી. જો બીજી વાર એ ફ્લેટનો મોઢું જોવું તો મારી ઉપર કાળ વરસે અને જો તું જોએ તો તારી ઉપર સાત વાર કાળ વરસે.
આજે બાંધેલી દોરીનો બંધન તો હતો નહિ. ખુશીમાં ઉછળતા ઉછળતા હું અને મારા શેઠ ૨૩ વાળી સડકની બીજી બાજુ પહોંચ્યા. પાસેથી પસાર થતા વ્યક્તિને મારા માલિકે કહ્યું કે હું અને મારો કુતરો વેસ્ટવર્ડ પહાડ ઉપર ફરવા જઈએ છીએ. પરતું મને તો એજ વાત નો આણંદ હતો કે મારા માલિકે મારા કાન ખેચીને કહ્યું કે બંદર જેવા મોઢાવવાળું , ઉંદર જેવી પૂછડી વાળું તને ખબર છે કે આજે હું તને કયા નામે બોલાવીશ. હું નિરાશ થયો અને વિચાર્યું કે એ પણ મને લવી કહી ને બોલાવશે . આ વિચારથી જ હું નિરાશ થઇ ગયો. એને મને કહ્યું કે હું તને જ્હોન કહીને બોલાવીશ, આ સાભળીને મને એટલો આણંદ થયો કે જો મારી પાંચ પૂછો હોત તો મેં એ બધી હલાવીને પણ એ ખુશી અને અવસરને વ્યક્ત નાં કરી શક્યો હોત. ***********
( ઓ’હેન્રી ટૂંકી વાર્તાઓ માંથી. )