( અવન્તિ અને રોહન ને બધા એ બંધ કલાસ માં સાથે જોયા,બાદ તેમને કોલેજ માંથી કાઢી મુકવામાં આવ્યા,અવન્તિ ના પપ્પા એ તેની સાથે બોલવાનું બંધ કરી દીધું ,દીપ જે અવન્તિ નો ક્લાસમેટ હતો,તે અવન્તિ ને તે દિવસ ની ઘટના વિશે કાઈ કહેવા માગે છે ,હવે અવન્તિ પોતાને નિર્દોષ સાબિત કરવા શુ કરશે?)
અવન્તિ અને દીપ એક કાફે માં બેઠા હતા,અને તે દિવસ ની વાત કરવાના જ હતા ને ક્યાંથી અવન્તિ નો ભાઈ અને પપ્પા ત્યાં આવી ચડ્યા,અવન્તિ ને આમ અજાણ્યા છોકરા સાથે એકલી કાફે માં જોઈ એના પપ્પા રીતસર ના વિફર્યા, અને અવન્તિ ની કોઈ વાત સાંભળ્યા વગર તેને ત્યાં થી ઘરે લઈ ગયા...
અવન્તિ ને ઘરે એના પપ્પા એ એના રૂમ માં બંધ કરી દીધી,એની કોઈ પણ વાત સાંભળ્યા વગર ,અવન્તિ ને સમજાયું જ નહીં,કે એ ત્યાં પહોંચ્યા કેમ?!અને ત્યારબાદ થોડા જ સમય માં અવન્તિ ના લગ્ન નક્કી કરી દેવાયા..
અવન્તિ ને કાફે માં જતા રોહન જોઈ ગયો હતો,અને પછી દીપ ને જોયો,એટલે એ સમજી ગયો,કે નક્કી કંઈક ગડબડ છે,એટલે એ પોતે પણ કાફે માં છુપાઈ ને એમની વાત સાંભળવા લાગ્યો,પણ જેવું એને સાંભળ્યું કે,દીપ એના પ્લાન નો પર્દાફાશ કરવા લાગે છે,ત્યાં જ એને વંશ ને ફોન કરી ને બોલાવી લીધો,અને વંશ ત્યારે એના પપ્પા સાથે નજીક માં જ હોઈ વંશ બહાનું કરી,એના પપ્પા ને કાફે માં લાવ્યો,અને અવન્તિ ને તેના પપ્પા ની સામે નીચજોણુ કર્યું...
અવન્તિ ના લગ્ન તેના કરતાં દસ વર્ષ મોટા પુરુષ જોડે નક્કી કરી નાખ્યા,કેમ કે વંશ અને તેની મમ્મી એ તેના પપ્પા ને ઘણું ખરું ખોટું સંભળાવ્યું હતું,અને આમ પણ રોહન અને વંશે તેની બદનામી કરવામાં બાકી રાખ્યું નહતું,અને એટલે કોઈ સારા ઘર નો છોકરો હા પડતો નહતો,બિચારી અવન્તિ વગર વાંકે દંડાઈ હતી...
અવન્તિ ના લગ્ન એક એવી વ્યક્તિ સાથે થયા હતા ,જે તેના કરતાં દસ વર્ષ મોટો હતો,તેના માટે સ્ત્રી ઓ ફક્ત પુરુષો ને આનંદ કરવાનું સાધન હતું,ના તો એને સ્ત્રીઓ પ્રત્યે કોઈ માન હતું,ના તો આદર,અમિત દુનિયા ની સામે ઘણો સાલસ સ્વભાવ નો દેખાવ કરતો,પણ રાતે એક ભૂખ્યા સાંઢ ની જેમ અવન્તિ માથે તૂટી પડતો,અવન્તિ ના સાસુ સસરા પણ અવન્તિ ને દુઃખ દેવામાં બાકી ના રાખતા,અને દરેક બાબત માં અવન્તિ ને સંભળાવે રાખતા..
અવન્તિ ને સવાર માં પાંચ વાગે ઊઠી,ને ઘર નું બધું કામ કરવાનું રહેતું,અને ત્યારબાદ બધા માટે નાસ્તો,અને ચા, અને જો એ દરમિયાન જરા પણ ભૂલ કે મોડું થઈ જાય તો એને ખરીખોટી સંભળાવતા,અને એનો વર તો હંમેશા એને ગાળો આપી ને જ બોલાવતો,અને માર પણ મારતો..
અવન્તિ તેની આ દોજખ ભરી જિંદગી થી બહુ જ કંટાળી ગઈ હતી,કયારેક તો મરવાનો વિચાર પણ આવતો, પણ હજી એના પપ્પા ની ચિંતા થતી અને એના એ સંસ્કાર જ એને નડતા,કયારેક હિંમત કરી ને આ બધા માંથી બહાર નીકળવાની કોશિશ પણ કરી ચુકી હતી,પણ બધું વ્યર્થ, અમિત તેના પર સતત નજર રાખતો,તેની ગેરહાજરી માં તેનો દેર આશિષ રાખતો,અને એ પણ એવો કે હાલતા ભાભી ને અટકચાળો કરતો,જો અવન્તિ કાઈ બોલે તો બધા એને જ સંભળાવતા કે તું જ એવી છો,પોતે જ દેર પર ડોળા નાખે છે,અને એના પર આળ નાખે છે,સાવ બેશરમ છે,અને પછી તો તે રાતે એના વર ના હાથ નો માર અવન્તિ ના નસીબ માં હોઈ જ...
આમ ને આમ એક વર્ષ પૂરું થવા આવ્યું અને અવન્તિ એક બાળક ને જન્મ આપવાની હતી,એના પપ્પા આ સાંભળી ને રાજી થયા,કેમ કે એને અવન્તિ પર થતા અત્યાચાર ની ખબર નહતી, અવન્તિ જ્યારે પણ તેના પપ્પા ના ઘરે જતી,ત્યારે તે કઈ કહી શક્તિ નહિ,અને કયે,પણ કોને?તેની માં તો હતી જ નહીં,અને પપ્પા નો વિશ્વાસ એ ખોઈ બેઠી હતી,એ ઉપરાંત અમિત નો દેખાડો એવો હતો,કે બધા ને એ બહુ જ સારો લાગતો..
નવ મહિના ના અંતે, અવન્તિ એ એક સુંદર મજાની દીકરી ને જન્મ આપ્યો,પણ નસીબ એ દીકરી ના કે તેના ઘર ના તેને જોવા પણ ના આવ્યા,પણ હવે અવન્તિ એ નક્કી કર્યું,કે જો હું મારા સંતાન માટે કઈ ના બોલી શકી તો કોઈ દિવસ એને પણ ગુમાવી દઈશ...
અવન્તિ એ પોતાની દીકરી નું નામ ધારા રાખ્યું હતું,અવન્તિ પાસે હવે જીવવાનું એક કારણ હતું,હવે ઘર માં કોઈ કાઈ કહે તો એનો એ સામે ઉતર વાળતી,અને કોઈ એના પર હાથ ઉપાડે તો હવે તે સામો પ્રતિકાર કરતી,પણ એનો વર વધુ છંછેડાઈ જતો,અને વધુ એના પર અત્યાચાર કરતો.
અવન્તિ ને તેના લગ્ન બાદ એ તો ખબર પડી જ ગઈ કે તેની આ દશા પાછળ વંશ,રોહન અને ઉષ્મા નો હાથ હતો,
પણ હવે કાઈ થઈ શકે એમ નહતું,તેને કયારેક થતું કે આ વાત નો બદલો તે ચોક્કસ લેશે.અને એક દિવસ તે પોતાના પિયર ગઈ તી,પણ ધારા ને લીધા વગર,આવું તો ક્યારેય બનતું નહિ,પણ આ વખતે આવું બન્યું,તે પણ જ્યારે એના સાસુ સસરા અને અમિત ઘર માં નહતા ત્યારે, ફક્ત એનો દેર આશિષ જ ઘર માં હતો,અને ઘણું મોડુ થઈ ગયું હોવા છતાં તે ઘરે પાછી ના આવી ત્યારે,આ તરફ ધારા બહુ જ રડતી હતી,અને તેને શાંત રાખવાના બદલે અમિત અને એના પરિવારે એ નાની બાળકી ને રોતી રાખી,અને ઉલટાનું અવન્તિ પર ગુસ્સે થવા લાગ્યા,અમિતે એના પપ્પા ના ઘરે ફોન કર્યો,પણ એ ત્યાં પણ ના હતી,હવે અમિત નો ગુસ્સો વધી ગયો,એમાં પણ એનો ભાઈ આશીષ બળતા માં ઘી હોમેં એમ અમિત ને ચડાવતો,રાત ના બાર વાગ્યા પણ અવન્તિ ઘરે આવી નહિ...
અવન્તિ તેના સાસરે,કે પિયર માં ક્યાંય પણ નથી,તો અવન્તિ છે,ક્યાં?શુ તેની સાથે કોઈ અનહોની થઈ હશે,કે પછી બીજું કાંઈ?!!જોઈસુ આવતા અંક માં...
✍️ આરતી ગેરીયા.....