અહીં આપ સૌ સમક્ષ ધર્મ સ્પેશ્યલ કવિતા સંગ્રહ માંથી પર્યુષણ પર્વ, ગણપતિ બાપા અને શિક્ષક ઉપર કવિતા પ્રસ્તુત કરું છુ આશા રાખું છુ આપ સૌ હર્ષ થી વધાવી લેશો.... મારી કવિતા ઓ મા હું કાંઈક મેસેજ આપવા અને માહિતી આપવા પ્રયત્ન કરું છુ જેથી આપણો ભવ્ય સંસ્કૃતિ નો વારસો તેમજ ગુજરાતી ભાષા નું આદર સહ માન જળવાય રહે અને વારસો આગળ વધે.... 🙏🙏🙏
કાવ્ય 01
ગણપતિ બાપા મૌર્યા....
આવી આવી ધામ ધૂમ થી સવારી આવી
મારા ગણપતિ બાપા ની સવારી આવી
કરો હર્ષ થી ઘરે પધરામણી...વિઘ્નહર્તા ની
શંકરજી ને પાર્વતીજી ના સુપુત્ર
કાર્તિકેય ના ભાઈ છે ગણપતિ
કરો હર્ષ થી ઘરે પધરામણી...વિઘ્નહર્તા ની
મુશકરાજ છે પ્રિય વાહન
કમળ ઉપર છે બિરાજમાન
નાના મોટા સૌના પ્રિય છે ગણપતિ બાપા
શુભ કાર્યો મા સૌ પ્રથમ યાદ કરાય
મારા ગણેશજી છે વિશ્વરૂપ દેવતાં
મોદક નો પ્રસાદ છે એમને અતિપ્રિય
મોટા પેટ ને આંખ નાની લંબોદરજી ની
દુષ્ટ ને દંડ આપી ઓળખાયા વક્રટુંડ તરીખે
અસુરો સાથે લડતા તૂટ્યો એક દાંત એકદન્ત નો
કપાળ ચંદ્ર સમાન હોવાથી કહેવાણા ભાલચંદ્ર
વિઘ્નો નો નાશ કરે સ્મરણ કરતા વિઘ્નહર્તા
સેના નાયક સેનાપતી છે ગજરાજ ગણેશજી
કરો હર્ષ થી ઘરે પધરામણી.....વિઘ્નહર્તા ની
આવી આવી ધામ ધૂમ થી સવારી આવી
ગણપતિ બાપા ની સવારી આવી
કરો હર્ષ થી ઘરે પધરામણી.... વિઘ્નહર્તા ની
ગણપતિ બાપા મૌર્યા....
કાવ્ય 02
મહાવીરસ્વામી......જીવન
કુંડલપુર ગામે ચૈત્ર સુદ તેરસે
મા ત્રિશલા ના ખોળે
પિતા સિદ્ધાર્થ ના દ્વારે
અવતાર્યા બાળ સ્વરૂપે વર્ધમાન નામે
વીરો ના વીર મહાવીર પ્રભુ
કરો હર્ષોલ્લાસ થી વધામણાં... વધામણાં....
જ્ઞાતૃ વંશ, કશ્યપ ગૌત્ર મા જન્મ
બાળપણ મહેલ મા વીત્યું નિર્ભયપણે
મૂળ પાયા મા અહિંસા ને આપ્યો ભાર
ત્રીસમાં વર્ષે રાજમહેલ છોડીને
સ્વીકાર્યો ત્યાગ નો માર્ગ દીક્ષા લઇ
કરો હર્ષોલ્લાસ થી વધામણાં... વધામણાં....
વસ્ત્રો નો કર્યો સંપૂર્ણ ત્યાગ
ધ્યાન મા વિતાવ્યા શરૂઆત ના વર્ષો
હાથમા સમાઈ એટલું કરતા ભોજન
બાર બાર વર્ષો સુધી કરી મૌન તપસ્ચર્યા
અનેક કષ્ટ નો સામનો કરતા લાધ્યું કેવલજ્ઞાન
કરો હર્ષોલ્લાસ થી વધામણાં... વધામણાં....
ચન્ડકોશ્યા સાપે દંશ દીધો
પ્રભુ મહાવીર ના અંગુઠા માંથી
વહી દૂધ તણી રક્ત ધારા
કર્યો વશ સાપ ને આશીર્વાદ આપી
કરો હર્ષોલ્લાસ થી વધામણાં... વધામણાં....
સમ્યક જ્ઞાન, દર્શન, ચરિત્ર નું આપ્યું જ્ઞાન
પ્રભુ મહાવીરે બતાવ્યું અહિંસા,
સત્ય, અસ્તેય, બ્રહ્મચાર્ય,
અપરિગ્રહ છે મુક્તિ નો મારગ
કરો હર્ષોલ્લાસ થી વધામણાં... વધામણાં....
ભગવાન મહાવીર પ્રભુ 72 વર્ષની ઉંમરે
પાવાપુરી માં કાર્તિક કૃષ્ણ અમાવસ્યાએ
નિર્વાણ પામી મોક્ષ ગતિ પ્રાપ્ત કરેલ
કરો હર્ષોલ્લાસ થી વધામણાં... વધામણાં....
કાવ્ય 03
મિચ્છામિદુક્કડમ 🙏🙏
વેર નું સર્જન વિકરાળ છે
વેર નું વિસર્જન વિરાટ છે
વિરાટ ને પામવા વેર નું વિસર્જન જરૂરી છે
મન અને જીહવા નથી માન્યા મા
બાંધી બેસે જાણતા અજાણતા વેર
વેર નું વિસર્જન નથી કોઇ ખેલ
આવ્યો છે સંવત્સરી નો સોનેરી અવસર
બાંધેલા વેર ના બંધન માંથી મુક્તી મેળવવાનો
મળ્યો આપણે સૌને અનેરો મોકો
સંવત્સરી પ્રતિક્રમણ કરીને
ભૂલો નું કરીએ પ્રાયશ્ચિત
તો થાય આ જન્મે વેર ઝેર ના કર્મો થી છુટકારો
માફી માંગવી ને આપવી એતો છે વીરો નું કામ
અહમ ને મૂકી ભૂલી જઈએ જુના વેરઝેર
ચાલો વીર બની ચાલીએ મહાવીર ચીંધ્યાં માર્ગે
બે હાથ જોડી નત મસ્તકે
ખરા અંતઃકરણ પૂર્વક માફી માંગી એ
સૌને કહી એ મિચ્છામિદુક્કડમ...
કાવ્ય 04
શિક્ષક દિન
ક ખ ગ. . અક્ષર થી શરુ કરી
ક કાં કી...બારખડી સુધીઆપ્યું જ્ઞાન
એવા શિક્ષક ને મારા પ્રણામ
એકડો, બગડો, તગડો... થી લઇ
ગણિત નું આપ્યું સંપૂર્ણ જ્ઞાન
એવા શિક્ષક ને મારા પ્રણામ
ભગવાન રામ થી લઇ શ્રી કૃષ્ણ
મહાવીર, બુદ્ધ, ગાંધી નું આપ્યું જ્ઞાન
એવા શિક્ષક ને મારા પ્રણામ
વૃક્ષ મા પણ છે જીવ
આપ્યું એવુ વૈજ્ઞાનિક જ્ઞાન
એવા શિક્ષક ને મારા પ્રણામ
ના ચડે વિધા તો મારી સોટી
આપ્યું દરેક વસ્તુ નું જ્ઞાન
એવા શિક્ષક ને મારા પ્રણામ
અજ્ઞાની માંથી બનવ્યો મને જ્ઞાની
મારા જેવા પથ્થર મા પૂર્યા પ્રાણ
એવા શિક્ષક ને મારા પ્રણામ
કાવ્ય 05
અંતર ના દ્વાર....
દૂર દૂરથી આવ્યો તમારે દ્વાર
ઉઘાડો મારા અંતર ના દ્વાર
પ્રભુજી આવ્યો હું તમારે દ્વાર
સ્વાર્થ, દ્વેષ, રાગ, ઈર્ષા મા રાચતો
મોહ માયા મમતા ના વમળ મા હું ફસાયો
અશાંત રહે કાયમ મારો જીવડો
દરેક મા હું ખામી શોધતો ફરતો
હું છું અજ્ઞાની નથી કર્મો ની જાણ
જાણતા અજાણતા બંધાઈ રહ્યા છે
મારા થી પાપ કર્મો
દેખાડો મને ઉમદા મારગ
થાય મારા જીવ નો ઉદ્ધાર
પામવા અનંત નો મારગ
પ્રભુજી આવ્યો હું તમારે દ્વાર
કરો મારા જીવ નો ઉદ્ધાર... 🙏
કાવ્ય 06
મૂંઝઈ મારો જીવડો.....
લખચોર્યાસી ભવ સાગર ફર્યા
બાદ મળ્યો મહામૂલો મનુષ્યભવ
બાળપણ વીત્યું તોફાન મસ્તી મા
યુવાની વીતી હરવા ફરવા ભણવા મા
જવાબદારી નિભાવતા નિભાવતા
ખબર પડી નહી વીતી યુવાવસ્થા
શું આમ જ વીતી જવાની જીંદગી
એક દિવસ મારું મારું કરતા કરતા??
મહામૂલો મનુષ્યભવ મળ્યો શું કામ??
વિચારી ને મૂંઝાઈ મારો જીવડો
ક્યારે થશે આ લખચોર્યાસી થી છુટકારો
વિચારી ને મૂંઝાઈ મારો જીવડો...
કયો હશે અંતિમ પડાવ મારા આત્મા નો??
વિચારી ને મૂંઝાઈ મારો જીવડો...