What do i have in Gujarati Women Focused by Bhanuben Prajapati books and stories PDF | મારે શું?

Featured Books
Categories
Share

મારે શું?

શું!!! આ. બધું મારે એકલી ને કામ કરવાનું છે.

.હું એકલી થોડી આ ઘરમાં રહુ છું.

મોટા મહારાણી તો નીકળી પડ્યાછે. પાકીટ ભરાવીને...

બધા ઢસરડા મારે જ કરવાના.

.હું તો આ બેસી ગયી.મારે. શું,!!!!

આ. બધું વૃંદા તેની સાસુ જીવી બા ને કહી રહી હતી.

જીવીબા બોલ્યા; બેટા એ નોકરી કરે છે અને એ બધાનું ધ્યાન રાખે છે.એવું તો એ નથી બોલતી કે બધા માટે હું શું કામ કમાવા જવું મારે શું!!!!

વૃંદા બોલી ; તમને તો કમાતી વહુ સારી લાગે....પણ તમને ક્યાંય ખબર છે.એક દિવસ બધાના માથે ચડશે.પછી મને ના કહેતા મારે તો શું!!! હું તો હું. ... ભલી ને...મારું કામ ભલું.....

જીવી બા બોલ્યા; તો તું તારું કર.મોટી વહુ નિર્જલા ને વિશે કંઈ મને ના કહેવાનું...

વૃંદા કહે; બા એક દિવસ તમને મારી જરૂર પડશે .એમ કહેતી એતો શાકભાજી લેવા માર્કેટ ઉપડી.રસ્તામાં એને જોયું તો ,નિર્મલા કોઈક ભાઈ ની બાઈક ઉપર જતી હતી. વૃંદા તો જોઈને આશ્ચર્ય પામી ગયી.એને થયું કે મહારાણી ઘરના કામ કરતા જોર આવે છે. એટલે નોકરી થી છૂટી ને મજા કરે છે. એમના કારણે મારે કેટલું કામ કરવું પડે છે.મારે ઘરે જઈને કહેવું છે. બા ને.! વૃંદા તો ફટાફટ ઘરે ઉપડી લગભગ છ વાગે ગયા હતા.અને નિર્મલા નો આવવાનો ટાઇમ થયી ગયો હતો

જીવી બા બોલ્યા; અલી વૃંદા ફોન કર ને ! હજી કેમ મારી મોટી વહુ આવી નથી.મને ચિંતા થાય છે.બિચારી ને સાધન નહિ મળ્યું હોય.

વૃંદા બોલી;. બહુ ચિંતા થાય છે.ને.વળી..

જીવી બા બોલ્યા; થાય ને.! કેમ નહિ! એ મારી વહુ નહિ.પણ દીકરી છે.મારો છોકરો તો ભગવને છીનવી લીધો.બિચારી તોયે બધા માટે કમાવા જાય છે.

વૃંદા બોલી.; મોટાં ભાભી તો લહેર કરે છે.એતો લોકો જોડે બાઇક માં ફરે છે. મારે..શું!!!! મને શું ફર્ક પડવાનો!!!
પણકામ ના ટાઈમ તો ઘરે આવવું પડે ને,!

જીવી બા બોલ્યા; વૃંદા તું મારે શું!!! એવું ન બોલીશ.એ તારી મોટી ભાભી છે.અને તારી જેઠાણી છે એવી વાતો ના કરીશ.

વૃંદા બોલી;. મારે... શું!!!! ફળીયા માં બધા લોકો વાતો કરે છે.દયાન રાખજો...નહિતર મને ના કહેતા... મારે. વળી શું!!!! હું ..તો. હું.. ભલી..અને મારું કામ ભલું..એટલામાં નિર્મલા આવી અને તરતજ જીવિબા પૂછે તે પહેલાં જ કીધું.બા હું મારા ઓફિસના ભાઈ જોડે ગયી હતી.મારે બેંકમાંથી લોન લેવાની હતી.એટલે એમને જામીન માં સહી કરાવવા.

જીવી બા બોલ્યા; બેટા શાની લોન?

નિર્મલા બોલી કે મારા દિયર ને એટલે કે . નાની દુકાન કરવી છે . એમને ઈચ્છા હતી કે એ નાનો કાપડનો ધંધો કરવો હતો.એમને મને વાત કરી હતી.એમના માટે મે લૉન મૂકી અને આવી ગયી.લો .બા આ ચેક તમે આપી દેજો.

જીવીબા; વૃંદા ઊભી હતી ત્યાંજ બોલ્યા બોલ હવે મારે શું!!! તું જે નિર્મલા વિશે બોલતી હતી તેને પોતાનું નહિ આપણું વિચાર્યું છે.માટે હવે આવા શબ્દો બોલતી નહિ...વૃંદાના મનમાં ખૂબ દુઃખ થયું.ઘણી વખત આપણે શું! એવું ન બોલાય.પરિવાર આપણો એટલે આપણું જ ગણાય એવું વિચારી ને બધા ની માફી માગી.નિર્મલા અને જીવીબા એ માફ કરી દીધા.

નિર્મલા બોલી; વૃંદા કોઈ પણ સયુંકત પરિવાર માં જ્યારે મારે શું !! એ શબ્દની શરૂઆત થાય છે. ત્યારે પરિવારને તૂટવાની તૈયારી શરૂ થાય છે..... હંમેશા પરિવાર પર વિશ્વાસ મૂકીને ચાલવું જોઈએ.લોકો.શું કહેશે એના કરતા પોતાના ઘરના લોકોની વિચારવું જોઈએ.હંમેશા જે લોકો પરિવાર સાથે ચાલે છે.એમની જીત ચોક્કસ થાય છે.અને પરિવારમાં કોઈ એવું અણસમજુ આવી જાય ત્યારે એ પરિવાર તૂટતાં વાર નથી લાગતી.


વૃંદા બોલી ; ભાભી મને માફ કરો, આજ પછી કોઈ દિવસ હું મારા મનમાં પરિવારની કોઈ વ્યક્તિ પર શંકા નહિં કરું.અને તમારા પગલે ચાલવાનો પ્રયત્ન કરીશ.

નિર્મલા બોલી વૃંદા ફુલ દરેક માણસ થી થાય છે પરંતુ દિલથી માફી માગે ત્યારે એ ભૂલ નથી રહેતી એટલે હવે જાગ્યા ત્યાંથી સવાર ચાલો ત્યારે હવે આપણે રસોઈ જઈને બનાવીએ બંને જણા રસોડામાં હસતા હસતા ચાલ્યા જાય છે.....

આભાર.

ભાનુબેન પ્રજાપતિ