Ghar - 10 in Gujarati Horror Stories by Pooja Bhindi books and stories PDF | ઘર - (ભાગ-૧૦)

Featured Books
Categories
Share

ઘર - (ભાગ-૧૦)

પ્રીતિ અનુભવ સાથે ‘સપનાનું ઘર’નાં સપનાં જોઇ ગ્રીન પાર્કએથી ઘરે આવી ત્યારે તેને જોયું કે વિનાયભાઇ
મિતાલીબેનને મીઠાઇ ખવડાવી રહ્યાં હતાં.

“અરે વાહ નક્કી પપ્પાને પ્રમોશન મળ્યું હશે.”એમ વિચારી તે અંદર જવા ગઇ ત્યાં જ તેનાં કાને વિનયભાઈનાં શબ્દો પડ્યાં.

“મોઢું મીઠું કર મિતાલી, હું આપણી પ્રીતિનાં લગ્ન નક્કી કરી આવ્યો છું.”

આ સાંભળી પ્રીતિનાં પગ ત્યાં જ જડાઇ ગયાં.

આ શું કહો છો તમે?પ્રીતિ તો હજુ કોલેજમાં જ છે. અત્યારથી એનાં લગ્ન કરવાની શી જરૂર છે?મિતાલીબેન નારાજગી સાથે બોલ્યાં.

“અરે મિતાલી, તને ખબર પડશે કે પ્રીતિનાં લગ્ન કોની સાથે નક્કી કર્યાં છે એટલે તારી બધી જ નારાજગી દુર થઇ જશે.”

મિતાલીબેને પ્રશ્નાર્થ નજરે વિનાયભાઇ સામે જોયું.

“આજે સવારે બોસે મારા પાસેથી તેમનાં મોટા દીકરા કિરણ માટે આપણી પ્રીતિનો હાથ માંગ્યો.હું તો તેમની વાત સાંભળીને એકદમ ચોકી જ ગયો.મને તો વિશ્વાસ જ નહતો આવતો કે બોસ તેમનાં હોનહાર દીકરા માટે તેઓને ત્યાં કામ કરતાં એક મામુલી વર્કરની દીકરીનો હાથ માંગી શકે.”

“અને તમે હા કહી દીધી?”

“મેં કિરણ સાથે કામ કરેલું છે અને તે સારો છોકરો છે. તેથી બોસને ના કહેવાનું કંઇ કારણ જ નહતું અને તને ખબર છે મેં જ્યારે લગ્નની હા કહી ત્યારે તેઓ શું બોલ્યાં?”

તેઓએ કહ્યું કે, “તમે અમને પ્રીતિ જેવી સમજદાર દીકરી આપો છો તેથી તમારું ઘર જે તમે મારી પાસે ગીરવે મુક્યું છે એ હું તમને પાછું આપું છું.”

“હવે તું જ કહે મિતાલી, આટલો સારો છોકરો હોય, આટલો સારો પરિવાર હોય ઉપરથી આપણું ઘર પણ આપણને પાછું મળી જતું હોય તો આ લગ્ન કરવામાં શું ખોટું છે?વિનયભાઈએ કહ્યું.”

બહાર ઉભેલી પ્રીતિ આ બધું સાંભળી મોંઢા પર ખોટું સ્મિત લાવી અંદર આવી અને જાણે કંઇ સાંભળ્યું જ ન હોઇ તેવો ડોળ કરતાં કહ્યું, “મમ્મી આજે જમવાનું શું બનાવ્યું છે?બહું ભુખ લાગી છે."

મીતાલિબેને પોતાની લાડલી દીકરી સામે પ્રેમથી જોયું અને તેને પોતાની બાજુમાં બેસાડી.

“બેટા, તારાં લગ્ન નક્કી કર્યા છે.છોકરો અને તેનો પરિવાર બહુ જ સારો અને સમૃદ્ધ છે. તને મારાં નિર્ણયથી કોઇ વાંધો તો નથીને.”વિનાયભાઇએ પ્રીતિને પૂછ્યું.

“મમ્મી, પપ્પા તમે બંને મારાં માટે જે કરશો એ સારું જ હશે.”પ્રીતિએ ઉંડો શ્વાસ લીધો અને કહ્યું, “મને કહીં જ વાંધો નથી.”

બપોરનાં ત્રણ વાગવા આવ્યાં હતાં.મિતાલીબેન અને વિનાયભાઇ કિરણનાં ઘરે ગયાં હતાં જ્યારે મિહિર સ્કુલે હતો. તેથી એકલી પડેલી પ્રીતિ પોતાનાં રૂમમાં શૂન્યમનસ્ક બેઠી હતી.

“પ્રીતિ, તું આજે કોલેજે કેમ ન આવી અને મારો ફોન કેમ નથી ઉપાડતી?”નિધીએ રૂમમાં આવીને પુછ્યું.

પ્રીતિ એને ભેટીને રડવા લાગી.

“અરે, શું થયું?કેમ રડે છે?શું અનુભવ સાથે ઝઘડો થયો છે?”

અનુભવનું નામ સાંભળી પ્રીતિ વધારે રડવા લાગી.નિધીએ એને શાંત થવાં દીધી. પછી એણે પાણી આપતાં પૂછ્યું, “શું ઝગડો બહુ વધી ગયો છે?"

પ્રીતિએ નકારમાં માથું હલાવ્યું અને કહ્યું, “મારાં લગ્ન નક્કી થઇ ગયા છે.”

“શું?આટલી જલ્દી,પણ કેમ?”

પ્રીતિએ તેને બધી વાત કરી.

"ઓ માય ગોડ. યાર, આ બધું શું થઇ ગયું અને તે ના કેમ ન પાડી?”નિધીએ પૂછ્યું.

“શું કહીને ના પાડત હું?”

“અરે,છોકરો નથી પસંદ અથવાં તો ભણવાંને રિલેટેડ કઇં પણ બહાનું બતાડી દેવું’તું ને?”

“કિરણ બધી જ રીતે હોશિયાર છે અને એ લોકોને મારાં ભણવાં સામે પણ કહીં વાંધો નથી.”

“તો તું તૈયાર નથી,એમ કહી દેવું હતું ને.”

પ્રીતિએ નિધિની સામે પોતાની ભીની આંખોથી જોયું.“મારાં પપ્પાએ આ ઘર ગીરવે મુકી,સુમિતઅંકલ પાસેથી પચ્ચીસ લાખ રૂપિયા લીધા હતા અને એક પૈસો પણ લીધાં વગર તેઓએ આ ઘર અમને પાછું આપી દીધું છે. હવે તું જ કહે હું કેમ ના પાડું?”પ્રીતિએ રડતાં-રડતાં કહ્યું.

“પણ, તારું શું?અને અનુભવ, એનાં વિશે વિચાર્યું છે તે?”

“કદાચ એ મારાં કરતાં પણ ઘણી સારી છોકરીને લાયક છે.”

“અને એ નહીં માને તો?”

પ્રીતિએ થોડુંક વિચાર્યું અને કહ્યું, “એ માનશે. જરૂર માનશે. પણ એમાં મારે તારી મદદ જોઇશે.”

“હું શું મદદ કરી શકું આમાં?”

પ્રીતિએ તેને પોતાનો પ્લાન જણાવ્યો.

“નહીં પ્રીતિ, હું તને એમ નહીં કરવાં દવ.”નિધીએ પ્રીતિનો પ્લાન નકારતાં કહ્યું.

“પ્લીઝ,નિધિ.ના ન પાડ.”

નિધિ હસી અને કહ્યુ, “મને એટલો તો વિશ્વાસ છે જ કે એ ક્યારેય આ વાત નહીં માને.”

“એને માનવું જ પડશે. હું નથી ઇચ્છતી કે મારાં લીધે એ પોતાનાં જીવનમાં આગળ ન વધે.”પ્રીતિએ પોતાનાં આંસુ લૂછયાં અને અનુભવને મેસેજ કર્યો, “આજે રોંઢે પાંચ વાગે મને ગ્રીન પાર્કમાં મળ.”


( વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.તમારો અભિપ્રાય મને આગળ લખવાની પ્રેરણા પુરી પાડે છે.)

અન્ય રચનાઓ : ૧) અભય (a bereavement story) (પૂર્ણ)