Prem Pariksha - 2 in Gujarati Drama by PANKAJ BHATT books and stories PDF | પ્રેમ પરીક્ષા - ભાગ ૨

Featured Books
Categories
Share

પ્રેમ પરીક્ષા - ભાગ ૨

પ્રેમ પરીક્ષા (નાટક) ભાગ ૨

SCENE 2

{શ્રેયા અને નિખિલ બન્ને મોબાઇલ માં બિઝી છે }

શ્રેયા :aww he is so cute

નિખિલ : ઓહ yes come on come on

શ્રેયા :અરે યાર નિખિલ તું તારું નેટ બંદ કરને મારી સિરિયલ અટકી અટકી ને ચાલે છે .

નિખિલ : સોરી મારી ઓનલાઈન ગેમ ચાલે છે.

શ્રેયા : તો ઓફલાઈન ગેમ રમ .

નિખિલ : આના કરતાં તો તુ વિડિયો ઓફલાઇન કરીને જો.

શ્રેયા : નિખિલ STOP IT યાર .

{શ્રેયા નિખિલ નો ફોને લઈ લે છે }

નિખિલ : અરે... નઇ કર યાર મારી ગેમ હારી જઇસ આપને પ્લીઝ.

શ્રેયા : મમ્મી મમ્મી નિખિલ મારે છે મને .

{ઊર્મિલા કિચન માં થી તાવેતો હાથ મા લઈ ને આવે છે }

ઊર્મિલા : નિખીલયા... શરમ નથી આવતી મોટી બેન ઉપર હાથ ઉપાડે છે. ઊભો રે આ ગરમ ગરમ તાવેતો ચોપી દઉ.

નિખિલ : અરે મમ્મી એને ચોપ ને. હુ ગેમ રમતો હતો ને એને મારો ફોને લીધો છે યાર.

ઉર્મિલા : શ્રેયા તું પણ ઓછી નથી એનો ફોન કેમ લીધો?

શ્રેયા : મમ્મી મારે બે દિવસ ની સિરિયલ જોવાની બાકી છે એને આખું નેટ ફોન ની ગેમ મા વાપરી લીધું છે. ભણવાનું મુકી ને બસ રમ્યા કરે છે ફેલ થશે ને ત્યારે ખબર પડશે.

નિખિલ : તું પણ તો આખો દિવસ ફોન માંજ હોય છે watssapp,youtube,insta અને સિરિયલ....

ઉર્મિલા : અરે જે કાંઈ પણ હોય મારા મારી તો ના જ કરાય. આ તારા પપ્પા ને આવા દે નેટ અને વાઈ ફાઈ બધુ બંદ ના કરાવુ ને તો કેજો.

નિખિલ , શ્રેયા : ના મમ્મી નેટ બંદ નઈ અમે નહિં લડી એ.

{ડૉર બેલ વાગે છે ]

ઉર્મિલા : આવી ગયા તમારા પપ્પા આજે જેટલુ લડવું હોય એમના સામે લડો .

નિખિલ શ્રેયા : please યાર sorry મમ્મી પપ્પા ને કઈ ના કેતી પ્લીઝ .

{બન્ને છોકરાઓ ડાયા ડમરા બની હાથ મા બૂક લઈ ને ભણવા બેસે છે.એક દમ શાંતિ. }

મોહન : મોહન ભાઈ નું ઘર આજ છે ? આ મારા જ બાળકો છે ?

ઉર્મિલા : તમને શું લાગે છે ?

મોહન : આ લોકો આટલા શાંત છે. પાછા ભણી રહ્યા છે આ ચમત્કાર કોણે કર્યો કોઈ મને કઈ જણાવશે ?

ઉર્મિલા : તમે બેસો પાણી લઈ ને આવ છું .

મોહન : તમારી માં એ તો સાંભળ્યુ નઈ તમે સાંભાળ્યુ ?

નિખિલ : પપ્પા નેક્સ્ટ વીકમા છે ને priliams છે મારી એટલે ભણવું પડે ને.

શ્રેયા : dad મારી તો કોલેજ થી કેટલી assignments આપી છે કરવી પડશે ને .

[ ઉર્મિલા બેન પાણી લઈ ને આવે ]

મોહન : આ પાણી મારા ગળે થી ઉતર તું નથી. પણ જો તમે ખરેખર આટલી મેહનત કરો છો તો સારા માર્કસ લાવજો. તમને ભણતા જોઈ તમારી માં ને તો શેર લોહી ચળ્યુ હશે.

ઉર્મિલા :હા બધુ લોહી પી ગયા મારુ. આખો દિવસ જગડયા કરે છે ને મારુ લોહી પીવે છે.

મોહન : પણ થયું શું એ તો બોલ.

ઉર્મિલા : હું કઈ દઉ છું તમને. આ ઘરમા કાતો હું કાતો આ નેટ.

મોહવ : એવુ શું કરયું તમે ?

ઉર્મિલા : ત્રાસી ગઈ છું આ બન્ને થી .સાચે કઉ છુ બધુ પડતું મૂકી ને જંગલ માં ભાગી જઇશ.

મોહન : મારી માં મને કે તો ખરી આ લોકો એ શું કર્યુ?

ઉર્મિલા : એમને પૂછો ને બન્ને મારા મારી પર ઉતરી આવ્યા છે .

મોહન : અછ્છા તો આ ભણવાનું નાટક ચાલતુ હતુ .કોણે મારા મારી કરી ને શા માટે?

શ્રેયા : પેહલા આણે મને માર્યુ.

નિખિલ : એણે મારો ફોન લઈ લીધો .

શ્રેયા : આખો દિવસ ગેમ રમતો હોય છે.

નિખિલ :આ આખો દિવસ સિરિયલ જોતી હોય છે.

શ્રેયા : આની PRELIUMS આવે છે ને કાંઇ ભણતો નથી.

નિખિલ : હા તારી તોહ EXAMS આવ્વાની જ નથી ને ?

શ્રેયા : વધારે ના બોલ એક મારી દઈસ હમણાં.

નિખિલ : હાથ તો લગાળ પેહલા.

મોહન : બસ ચૂપ થાઓ બન્ને.

ઉર્મિલા: જોયું તમે આ લોકો આમ જંગલી ના જેમ આખો દિવસ જગડતા હોય છે.બીજા લોકો સામે જગડે તો બધા ને શું લાગે માં બાપ એ કેવા સંસ્કાર આપ્યા છે. હું તો કઈ કઈ ને થાકી તમે કાંઇ કરો તો સીધા થાય.

[મોહન ભાઈ ગુસ્સા મા નેટ બંદ કરી વાયર કાઢે છે ]

મોહન : આજ થી નેટ બંધ ને હવે ત્યારે ચાલુ થશે જ્યારે તમારી મા કેશે કે તમે ડાયા થઈ ગયા છો.

ઊર્મિલા : અરે વાહ આ વખતે મને બધુ બરાબર સંભળાયુ ને કેટલા ટાઇમ પછી ગુસ્સે થયા કેવા સારા લાગો છો. ચાલો ચા મુકુ તમારી.

મોહન : ના હું ચા પી ને આવ્યો છું અને છોકરાઓ હવે શાંતી થી ભણો .

શ્રેયા : લે હવે રમ તારી ગેમ.

નિખિલ :અરેરે... હવે તારી CHATING પણ બંદ થઈ જસે ને.

શ્રેયા : હું કોઈ CHATTING કરતીજ નથી સમજ્યો.

નિખિલ : રેવાદે અવે મને બધી ખબર છે તુ કોના સાથે કેટલું ફરે છે

મોહન : કોની સાથે ફરે છે?

શ્રેયા : કોઈ ની સાથે નહિં પપ્પા.

મોહન : નિખિલ કોની સાથે ફરે છે આ .

નિખિલ :એનો મોબાઇલ ચેક કરી લો એટલે બધી ખબર પડી જશે.

મોહન : ફોન આપ શ્રેયા .

શ્રેયા : ના..ના... પપ્પા ... એ તો કોલેજ ફ્રેન્ડસ સાથે જ વાતો કરુ છુ.

નિખિલ : પણ મૈ તો એક છોકરા સાથે ફરતા જોઇ છે.

શ્રેયા : નિખિલ બકવાસ બંદ કર ને મોઢું બંદ રાખ.પપ્પા આ ખોટુ બોલે છે.

મોહન : એવુ જ છે તો ફોન બતાળ ને.

શ્રેયા : પપ્પા પણ ....

ઊર્મિલા : શું થયુ શું વાત છે ?

મોહન : આ નિખીલ્યો કે છે કે એણે શ્રેયા ને કોઈ છોકરા સાથે ફરતા જોઇ છે .

ઊર્મિલા : હાય હાય શ્રેયા આ સાચું છે ?

શ્રેયા : એવું કાંઇ નથી મમ્મી. કોલેજ ફ્રેંન્ડસ સાથે જોઇ હશે.

મોહન : મોબાઇલ આપ મને.

શ્રેયા : એનું નામ વિશાલ છે .

મોહન : એટલે?

શ્રેયા : અમે સારા મિત્રો છીયે WE ARE JUST GOOD FRIENDS

મોહન : તો તારા આ ફ્રેન્ડ ની સાથે શું ચેટ કરે છે એ બતાવ.

શ્રેયા :તમને નહિં સમજાય.

મોહન : એ હું નક્કી કરિશ તુ ફોન આપ.

શ્રેયા : મારો બોયફ્રેંડ છે I LOVE HIM.

[મોહન ભાઈ ને આ સાંભળી આચકો લાગે છે ]

ઊર્મિલા : તુ એને પ્રેમ કરે છે ?

શ્રેયા : હા..

ઊર્મિલા : તુ ભાન મા તો છે ને આ તારી ભણવાની ઉમરમાં શું ધતિંગ કર્યા છે મજાક તો નથી કરતી ને?

શ્રેયા : ના મોમ હું આવી વાત મા મજાક કઇ રીતે કરી શકુ . ઘણા ટાઇમ થી મારે તમને આ વાત કરવી હતી પણ હિંમત નહોતિ થતી. પણ આજે મારા ભાઈ એ મારી મદદ કરી દીધી. હું એને ખૂબ પ્રેમ કરું છું ને અમે લગ્ન કરવાનું પણ વિચાર્યું છે.

મોહન : ના.. ના... બેટા પણ હજી તારી ઉંમર જ શુ છે. હજુ એક વરસ નુ ભણવાનું બાકી છે. તારે તારા પગ પર ઊભા થવાનું છે. તુ હજી એટલી સમજદાર થઈ નથી કે આવા નિર્ણયો લઈ શકે.

શ્રેયા : પપ્પા મમ્મી હું હવે મોટી થઈ ગઈ છું મારુ સારુ ખરાબ બધુ હું સમજી શકુ છુ. હું લગ્ન કરિશ તો વિશાલ સાથે જ નહિં તો મારો જીવ આપી દઈશ.

ઊર્મિલા : આવું ના બોલા ગાંડી... તમે કાંઇ સમજાવો આને.

મોહન : જો બેટા મા બાપ ની ખુશી છોકરાઓ ની ખુશી મા હોય છે. તારી અર્થી ઉપાળવા કરતા તારી ડોલી ઉપાળવાનું અમને ગમશે બોલ કોણ છે એ છોકરો શું કરે છે.

શ્રેયા : થેંક્ યુ પપ્પા એનું નામ વિશાલ તલપડે છે. એંજીન્યરિંગ કરે છે લાસ્ટ યર.

મોહન : મહારાષ્ટ્રીયન છે ?

શ્રેયા : હા પણ મારી સાથે રહી રહી ને ગુજરાતી બોલતા શીખી ગયો છે .

મોહન : માસ મછ્છી તો ખાતો જ હશે ને?

શ્રેયા : પેલ્લા ખાતો તો હવે મારા માટે છોડી દીધુ છે અને ..

ઊર્મિલા : અરે શું વાતો કરો છો મને સંભળાય તેમ બોલો.

મોહન : એ એક મરાઠી છોકરા ના પ્રેમ મા પડી છે .

ઊર્મિલા : હાય રામ એટલે માસ મછ્છી ખાતો હશે.

મોહન : હમણા નથી ખાતો .

ઊર્મિલા : પેહલા ખાતો તો ?

મોહન: હા ...

ઊર્મિલા : મારા તો ભાગ ફૂટીયા આ તે શું કર્યુ શ્રેયા તને કોઇ ગુજરાતી ના મળયો ? એ કયા ગામ નો છે?

શ્રેયા : પૂના નો.
ઊર્મિલા : ઉના નો ?

મોહન : પૂના... નો મહરાષ્ટ્ર્માં આવ્યું.

ઊર્મિલા : અરે જે પણ હોય છોકરી ને આટલી દૂર ના મોકલાય બેટા ભૂલી જા એને .

શ્રેયા : ના મમ્મી એ શક્ય નથી વિશાલ મારો પેહલો ને છેલ્લો પ્રેમ છે .હું એની સાથે જ લગ્ન કરીશ.

ઊર્મિલા : આપણી છોકરી ગઈ હાથ માથી તમે કઈ કરો સમજાવો એને.

મોહન : ઊર્મિલા હવે સમજવાનું આપણે છે. રેત ને મૂઠી મા જેટલી જોર થી પકડવા જશુ એટ્લી વધારે શરકી જશે.શું ખબર આ છોકરો ખરેખર આપણી શ્રેયા માટે સારો હોય, બેટા એને મળવા બોલાવી લે.

શ્રેયા : પપ્પા એટલે તમારી હા છે ?

મોહન : એ તો અપણે પછી નક્કી કરશું. તુ કહી દે તારા વિશાલ ને "મમ્મી ને તુજે ચાય પે બુલાયા હૈ.

[ શ્રેયા પપ્પા ને વળગે છે ને પછી ભાઈ ને મમ્મી ને]

શ્રેયા : THANK YOU.લવ યુ મોમ.

BLACK OUT ----- MUSIC

ક્રમશઃ