Shwet Ashwet - 14 in Gujarati Fiction Stories by અક્ષર પુજારા books and stories PDF | શ્વેત, અશ્વેત - ૧૪

Featured Books
Categories
Share

શ્વેત, અશ્વેત - ૧૪

‘હાય! એ કેટલો હોટ છે!’ ક્રિયા મારા કાનમાં ઝોરથી બોલી.

સવારના છ વાગ્યા હતા. હું ડર ને ડરમાં સોફા ઉપર ઊંઘી ગઈ હતી. અને ક્રિયા, વાંચકને જણાવાનુ કે તેણે એક લાંબુ લાલ કલરનું ગાઉન પહેર્યુ હતું, મારા સોફાના હેડરેસ્ટ પર કુદકા મારી રહી હતી. નાના છોકરા જેવા ન મારે? બે પગ પોહળા કરી આકાશમાં તરતા હોય તેમ, તે કુદી રહી હતી.

‘કોણ?’

‘પેલો સિયાનો ભાઈ. મારી આંખોમાં કોઈ હીરો સે?’

‘વોટ?’

‘છે?’

‘ના. અને મને એટલી ખબર પડે છે.’

‘અરે છે! એ સિયાનો ભાઈ!’

‘ક્રિયા! કામ ડાઉન! શું થયું તને?’

‘પ્રેમ..’

‘હેં?’

‘.. એના શરીર સાથે. એ કેટલો રૂપાળો છે નહીં?’

‘થોડોક તો છે, પણ તું આવું કૂદે કેમ છે?’

‘તને ખબર છે કેમ!’

‘કેમ?’

‘એ આપણી જોડે આખો મહિનો છે!’

‘તો?’

‘આખો મહિનો મને એ જોવા મળ‘સે! હું ગાંડી - ગાંડી થઈ જઈશ.’

‘શાંત થા! આ સોફો હાલે છે, હમણાં હું પડીશ! ફોર ગોડ’સ સેક. થોડોક શ્વાસ લે.’

‘એજતો નહીં લેવાય! એ મારી સામે હશે.. અને હું સ્વાસ લેવામાં સમય બરબાદ કરું.’

હાઈશ. કુદકા મારવાનું તો બંધ કર્યુ.

‘હવે અહીં ઊભી રેહ. એટ લીસ્ટ ફોર અ મિનિટ.’

એ શાંત પડી. મે ફોન જોયો. ચાર મિસકોલ્સ. ગીલ્ડા થોમસનો એક વોઇસ મેસેજ. પાંચ લોકો એ વોટ્સેપ પર મેસેજ કર્યો હતો. લારા યેસીંને મારી ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર નોટ્સ જોઈએ છે. શીતલા કાકીના ભાણેજે કાલે જી.પી. એસ. સીને પરીક્ષા આપી.

‘હવે કૂદું?’

‘શું?’ આ પણ કોઈ સવાલ હતો.

‘હવે કૂદું!’ તે જોરથી બોલી.

ના! જરરાય નહીં. ગો એન્ડ ટેક અ બાથ. પછી નહીને મને કેહજે આ શું ચાલે છે તારા મગજમાં.’

તે કાઈક બોલવાની હતી, પણ વગર આર્ગ્યૂ કરે તે જતી રહી.

થેન્ક ગોડ!

મે મમ્મીને ફોન કર્યો. તે બીઝી હતો.

મે ફરી કર્યો. આ વખતે આંઠ રિંગ ગઈ, અને ફોન ઉપડ્યો.

‘બોલ.’

‘મમ્મી.’

‘બોલ ને!’

‘તું બઝી છે?’

‘ના. હું અને મિસસ શ્રીનિવાસન તેમના માટે ફોન લેવા આવ્યા છીએ. શું લાગે છે, ચારકોલ બ્લેક કે સ્લીક રેડ સારો?’

‘મિસસ શ્રીનિવાસન તારી કેટલી નજીક છે?’

‘કઇ થયું છે?’

‘કઇ બહાનું કરી તેમનાથી થોડીક દૂર જતી રહે. પછી મને કહેજે.’

સામે લાઇન શાંત છે. મિસસ શ્રીનિવાસન કંઈક બોલે છે, અને પછી પગથિયાંનો અવાજ છે. ભારી પગ. સ્ટેર કેસ પર ભારી પગ પડે છે.

‘હવે બોલ.’

‘તું આપણા પોરબંદરના ઘરમાં કેટલા વર્ષ રહી?’

‘ત્રણ. મને ચિંતા થાય છે શ્રુતિ.’

‘અહીં ના મૈં હૉલનો ફોન કોઈ દિવસ વાપર્યો હતો?’

‘તારી દાદી હતી ને, શ્રુતિ, તેમણે ભગવાનના ભજન કરતાં લોકો સાથે એ ફોન પર પંચાત કુંટી છે. મે એકવાર જ્યારે તે હોસ્પિટલમાં હતા ત્યારે તારા પપ્પા સાથે વાત કરી હતી.’

‘કઇ અજીબ લાગતુ હતું?’

‘હું તને નહીં કહું. પેહલા તું મને કહે કે આ પ્રશ્ન શા માટે?’

‘એ ફોન પર મેં એક ભાઈ સાથે વાત કરી. લાઇન ડાયસફંકશન છે. કોઈ ભાઈ કેશવ સાથે વાત કરતો હતો. મે એણે જવાબ આપ્યો, એણે લાગ્યું જ ન હતું કે હું કેશવ નથી. પણ મને એવું લાગ્યું એ સાવ જૂનો ફોન હતો. અવાજ બરાબર ન આવે, ન બરાબર સંભળાય.’

‘એ તો વિચિત્ર કહેવાય.’

‘બિલકુલ. પણ પછી.. મને લાગે છે કે એ અવાજ ભૂતો નો હતો.’

‘..’

‘મમ્મી?’

‘તને પણ એવું લાગે છે?’

‘મને પણ એટલે?’

‘આપણે આ બંગલો ઘણી વાર વહેચવાનો ટ્રાઇ કર્યો. અને બધ્ધીજ વાર ડીલ બંધ રહી.. કેમ કે લોકોને લાગે છે ત્યાં ભૂત છે. આજુ બાજુ કોઈ રહતું નથી, એટલે લાગેજ છે એવું. અને લોકો પણ ત્યાં ના.. એ બંગલા જેવા જ છે. વિચિત્ર.’

‘ઓહ.’

હું શાંત પડી ગઈ.

આ જગ્યા *લિટરલી* એક ભૂતઘર હતું.

અમે ભૂતઘરમાં જીવીએ છીએ.