Humdard Tara prem thaki - 3 in Gujarati Love Stories by Fatema Chauhan Farm books and stories PDF | હમદર્દ..... તારા પ્રેમ થકી... - 3 - બધુજ નિષ્ફળ

Featured Books
Categories
Share

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 3 - બધુજ નિષ્ફળ

બાલાજી હોસ્પિટલ ના મેનેજમેન્ટ અને કેટલાક જે સ્વરાની સફળતા થી બળતા હતા તેવા ઈર્ષાળુ સ્ટાફે તો આં તક નો લાભ ઉઠાવી સ્વરા ની વાત સાંભળ્યા વગર જ તેના પર દોષારોપણ કરવાના શરૂ કરી દીધા. સ્વરા પોતાના માટે અને પોતાની વાત રજુ કરવા માટે મથતી રહી પરંતુ ઉપરથી મેનેજમેન્ટ ને પણ દબાણ એટલું હતું કે ખૂબ પ્રયત્નો કરવા છતાં પણ પરિસ્થિતિ કાબૂમાં આવી જ નહીં અને વળી પાછી અન્વેષા મલિક નો મીડીયા સાથે સતત સંપર્ક હતો. જે કારણે સૌ કોઈ સ્વારાનો સાથ આપતા ડરતું હતું.

ડોક્ટર સ્વરા ઈન્દોરની જાની માની નામાંકિત ડોક્ટરો માંથી એક એવી હ્રદયરોગની નિષ્ણાત હતી. છ વર્ષની તેની આ સેવા દરમિયાન તેને સફળતા જ મળી હતી તેની પાસે આવતું દર્દી ભાગ્યે જ સાજુ ન થયું ન હોય એવું બનતું. નહીં તો તેના નામથી અને વાતોથી જ અડધો દર્દ દર્દીનો ઓછો થઈ જતો ડોક્ટર મિસરી જ લોકો તેને કહેતા પરંતુ અત્યારે અન્વેશા મલિક સાથે આ બધાથી કંઈક જુદો જ આલાપ થઈ રહ્યો હતો હજી તો તે શાંતિથી કોઈ નિર્ણય કરે તે પહેલા જ આખા ઇન્દોર ને આ બનાવની જાણ થઈ ગઈ. બીજી ઘણી હોસ્પિટલના ડોક્ટરઓ પણ આપશી મતભેદને કારણે આ વિવાદમાં જોડાઈ ગયા આખા શહેરમાં જાણે આ કિસ્સાએ ચકચાર મચાવી દીધો . અન્વેષા મલિક અને સુમિત્રા દેવી સાથે નો સ્વરા નો સબંધ અત્યાર સુધી ગુપ્ત હતો.પણ તે હવે જગજાહેર થઈ ગયો. બનતા જોરથી અન્વેષા malik સ્વરા ને બરબાદ કરી નાખવા માંગતી હતી અને તે તેમાં સફળ પણ રહી હતી. હોસ્પિટલ મેનેજમેન્ટે ડોક્ટર સ્વરા માટે કાયદાકીય પગલા લીધા અને તેને હાલ કોઈ તપાસ ન થાય ત્યાં સુધી રસ્તિગેટ કરી નાખી.

એક જ પળમાં સ્વરાનિ આટલા વર્ષોની મહેનત અને કારકિર્દી ઉપર ડાઘ બેસી ગયો કેટલાંય સ્વપ્નાઓ એક જ પળમાં વિખાઈ ગયા સ્વરા નો મિત્ર આઇ.પી.એસ ઝાકીર તેને મળવા હોસ્પિટલ ઘસી આવ્યો અને આ બધું શું થઇ રહ્યું છે તે જોઈ રહ્યો.સ્વરા જાણે રડી જ પડી હતી પણ અત્યારે પોતાની જાતને સંભાળી ગમેતેમ કરી રહી .કારણકે આ રડવાનો સમય ન હતો. અચાનક આવેલી આ મુસીબતથી તો તેનું બધું જ ખતમ થઈ ગયું હતું. . પોતાના કેબિનમાં સામાન્ ઉપાડતા સ્વરા ડુસકા ભરી રહી. સૌ કોઈ તેને અલગ નજરથી જોઈ રહ્યું હતું આજે જે લોકો તેની સામે ઈજ્જત અને માનથી જોતા તે જ લોકો હોસ્પિટલ મેનેજમેન્ટ ના દોષારોપણ ને કારણે સ્વરાને ને નફરત ની નજર થી જોવા લાગ્યા. શંકા ની નઝર થી તાડી રહ્યા ." આ એક ડોક્ટર થઈને બીજા દર્દી સાથે આવું કેમ કરી શકે " ?? અત્યારે તેને આગળનું ભૂલીને પોતાની જવાબદારી અને ફરજ વિશે વિચારવું જોઈએ" આવા અપશબ્દો ગુંજાવા લાગ્યા.

સામાન્ય કર્મચારીથી લઈને ટોપ મેનેજમેન્ટ સુધીના સૌ લોકોએ તેને ઠપકો આપી રહ્યા. ઘણાએ સલાહ સૂચનો પણ કર્યા

" તને શું લાગે છે ?... તારી એકાદ-બે સફળતાને કારણે ....

' વર્ષો ની સફળતાને કારણે શું તું બચી જઈશ...

" તું આનો સહારો લઈને પોતાનો બદલો લઈશ અને શું બીજાને ખબર નહીં પડે ??

આવા કેટલાય દોષારોપણ તેને સૌ કોઈ કરવા લાગ્યા. સ્વરા ચૂપચાપ આ બધું સાંભળતી રહી. ઝાકીર પણ આ બધું સાંભળી ગુસ્સે થઈ ગયો પરંતુ સ્વરા એ તેનો હાથ પકડી ને તેને અટકાવ્યો" આ બધું શું થઇ રહ્યું છે સ્વરા ...??કોણ છે આ બધા અને આ અનવેશા માલિક જે બધાનો દાવો કરી રહી છે તે શું સાચું છે?? શું ખરેખર અન્વેષા મલિક ના પરિવાર સાથે.....ઝાકીર બોલતા અટક્યો. .....અને તેના પરિવાર સાથે તું કોઇ બદલો લઈ રહી છે એ બધું શું છે?? તારે ને આટલા ટોચના પરિવાર સાથે શું સંબંધ ?"

સ્વરા ચૂપચાપ બાકીના શબ્દો સાંભળતી રહી. પરંતુ કશો જવાબ આપ્યો નહિ . ઝાકિ રે તેના ખભે લાગણીથી હાથ મૂક્યો
" સ્વરા મારી સામું જો અને મને જવાબ આપ, હવે આ વાત તારી ચુપ્પી થી વધુ બગડતી જશે ત્યારે સામે આવીને આ બધા સવાલોના જવાબ આપવા પડશે મીડિયા બહાર રાહ જોઈ રહી છે તો કશું નહિ બોલે તો વાત વધતી જશે " પરંતુ સ્વરા ચુપ રહી . અંતે ઝાકીર તેને બધાથી બચાવતો ઘરે લઈ ગયો. ઘરે રીતુ અને બાળકોને પણ આ વાતની જાણ થઇ ગઇ હતી તેઓ પણ સ્વરા ની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા હતા.પરંતુ સ્વરા ને શું કરવું તેની ખબર પડતી ન હતી.તે હજી મોન જ હતી. તેણે કશું બોલ્યા વગર જ પોતાની જાતને રૂમમાં થોડીવાર માટે બંધ કરી દીધી.અને ઝાકીર સ્વરાને આ હાલત માં મૂકી જવા માંગતો ન હતો. સ્વરા દરવાજે જ ફસડાઈ ને બેઠી રહી બે પગ વચ્ચે માથું ઢાળીને તે ઘણીવાર સુધી રડતી રહી .ભૂતકાળને વર્ષો પહેલા આટોપી લીધો .પણ અત્યારે તે જિંદગી નો રેલો એક પછી એક કરી એવી રીતે આવી રહ્યો હતો કે અત્યારના ફેલાયેલા બાગને પણ વેર વિખેર કરી નાખ્યો.

આમ તો વધુમાં સ્વરાના ભૂતકાળ વિષે કોઈ કશું જાણતું ન હતું પરંતુ ભૂતકાળના બનાવો પરથી અત્યાર ના તેના પર લાગેલા આરોપો અને હાલ ના સ્વરા જીવન વર્તુણક સાથે કોઈ તાલ મેલ બંધ બેસતો ન હતો આથી તેની સાથે જોડાયેલા લોકો ને અન્વેષા મલિકના કહેલા શબ્દો અને તથ્યો પર વિશ્વાસ જ ન હતો .

સ્વરા ના અન્ય મિત્રો પણ તેના ઘરે આવી પહોંચ્યા સૌ કોઈ ની નજરમાં ઘણા પ્રશ્નો હતા જે વાત તેમને ખબર પડી હતી તેમના પર તેમને વિશ્વાસ જ ન હતો પરંતુ સ્વરાનું સત્ય શું છે તે કેહવુ અને હવે મૌન તોડવું અનિવાર્ય થઈ ગયું હતું. એક જ ઝાટકે તેની પૂરેપૂરી જિંદગીમાં પરિવર્તન આવી ગયું . સંકટો થી સ્વરા ઘેરાવા લાગી ..

જે દેખાઈ રહ્યું હતું અને જે બોલાય રહ્યું હતું તેમાં કોઈને કશું સમજાતું જ ન હતું.પરંતુ સ્વરા હજી મોન અને શોકમગ્ન હતી શું નિર્ણય કરવો તે સમજી શકતી ન હતી જોકે આમ તે હિંમત થી હારી બેસે તેવી તો ન જ હતી. આના કરતા કપરા અને અઘરા તોફાનોનો તેને સામનો કરેલો હતો. તેની નીડરતા ને પણ સૌ કોઈએ જોઈ હતી પરંતુ તેણે છુપાવેલો કોઈ રાઝ અત્યારે આખુ શહેર જાણતું હતું. તેના કેટલા એ સપનાએ આ ઘટના પછી તૂટી ગયા અને સમય ના હાથમાંથી જેમ રેતી સરકી જાય તેમ દરેક પળે 12 વર્ષની આકરી તપસ્યા સરકી રહી હતી .

લગભગ અડધી રાત વીતવા આવી હજી સુધી તેના મિત્રો સ્વરા સાથે જ હતા. પરંતુ સ્વરા હજી ઉદ્વિગ્ન બની ક્યાંક ખોવાયેલી હતું. ત્યાં જ અચાનક પાછળથી એક શાંત અને ગંભીર અવાજે સ્વરા નું નામ લીધું.બધા તે અવાજ ની દિશા તરફ ફર્યા. સૌ કોઈ પાછળ થી આવનાર અજાણ વ્યક્તિ ને જોઈ રહ્યા કોણ હતું અને અહીં કેમ.…??

હા એ બીજું કોઈ નહીં યશ malik હતો. અન્વેષા માલિકનો ભાઈ અને દિલ્હીના હાઈપ્રોફાઈલ એમ્પાયર નો માલિક અને હાલ ના મલિક કન્સ્ટ્રક્શન કંપનીનો સીઈઓ ...જેની કાબેલિયત અને પર્સનાલિટી માં એક અલગ જ રૂઆબ હતો.અત્યારે બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં તેનું નામ કિંગ તરીકે ગુંજતું હતું કોઈ તેનાથી વિરોધી થવાનું નામ લેતું નહીં .જોકે આ ચેહરો ઓળખતા કોઈને વધુ વાર લાગી નહી ." યશ malik...."

સૌ કોઈના ચહેરા પર પરસેવાના ટીપાં બાજી આવ્યા બધા અણધારી ઘટના વિશે અટકળો લગાવવા લાગ્યાં. બધાને થયું તે અહીં પોતાની દાદી ની હાલત નો બદલો લેવા આવ્યો હશે. .. સૌ કોઈ સ્વરાની માટે તેને નજીક આવતા અટકાવવાની હિંમત કરી રહ્યા પરંતુ... એ બધાને ખસેડતા યશ આગળ વધી સ્વરા પાસે આવ્યો અને સ્વરા ને તેણે ધિમેક થી ઉભી કરી તેની આંખો માં આંખો મેળવી તેની સામું ઘડિભેર જોઈ રહ્યો અને અચાનક જ તેને પોતાની બાહોમાં લઇ લીધી.

સ્વરા પણ જે અત્યાર સુધી શાંત હતી તે ડૂસકે ડૂસકે રડી પડી. જાણે તે પણ યશ ની જ રાહ જોતી હોઈ. હવે તેને કોઈ મજબુત હાથનો અને તેના વિશ્વાસ નો સહારો મળ્યો હોય તેમ પોતે નિશ્ચિંત થઈને યશની બાહોમાં લપેટાઇ રહી. સૌ કોઈ અવાંક બની આ દ્રશ્ય જોઈ રહ્યા યશ મલીક અને સ્વરા ને શું સંબંધ... ક્યા સ્વરા ઇન્દોર શહેરની ડોક્ટર અને ક્યાં દિલ્હીનો વિશ્વ વિખ્યાત બિઝનેસમેન જે ઇન્ડિયા કરતાં વધુ તો બહારના દેશોમાં રહેતો હતો. અહી કરતા તો તેનો બિઝનેસ વિદેશમાં વધુ ફેલાયેલો હતો આંથી વધુ કોઈ તેના હાલચાલ વિશે જાણતું ન હતું .તેના જીવન વિશે પણ વધુ કોઈને ખબર ન હતી. મીડિયા થી દૂર રેહતો તે ક્યારેક જ કોઈ જગ્યાએ સ્પોટ થતો. અને તે અત્યારે અહીંયા...... સૌ કોઈ અવાક બની આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. એક ખામોશી વાતાવરણ માં હાલ છવાયેલી રહી...