દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 15
આગળના ભાગમાં જોયું કે વિદ્યા ગુફાનો દરવાજો ખોલી ગુફાથી બહાર નીકળે છે. માધવી જીયાને કહી વિદ્યાને લઈ આવવાનું કહે છે. સાગર અને સોમ પાર્ટીમાં અને ખુણે કંઈ વાત કરી રહયાં હતાં.
હવે આગળ
" અરે સાગર તું પાછો કેમ આવ્યો
શું થયું "
" સોમ અંકલ સરસ્વતી સોસાયટીનાં 35 વર્ષ પુરા થવાનાં છે
આ પાંચ દિવસ પછી "
" તો " સોમે આશ્વર્થી પુછયું કેમકે આમાં અજીબ જેવું કંઈ હતું ની સરસ્વતી સોસાયટીને 35 વર્ષ પુરા થવાનાં એમાં નવાઇ ની વાત શું વળી ?
" તમને ખબર નથી "
" શું પણ? "
" પારસમણિ "
" હા
પણ કંઈ વાત " સોમને હજુ પણ કંઈ સમજ પડતી ન હતી.
" અંકલ તમે લાગે ભુલી ગ્યા છો
100 વર્ષ પૂરા થવા આવ્યા છે તો હવે પરંપરા મુજબ પારસમણિ ને પુનમના દિવસે બહાર કાઢી ચંદ્રની સામે મુકવી પડશે
તમને આ ખબર તો છે ને? "
" હા
સાગર ધીમેથી વાત કર
કોઈ સાંભળી લેશે "
સાગર હકારમાં માથું હલાવે છે. સરસ્વતીનું ધ્યાન આ બે જણા વાત કરી રહયાં હોય તે તરફ જાય છે. પણ સરસ્વતી પાર્ટીમાં જ ફરી વ્યસ્ત થઈ જાય છે.
" હા સો વર્ષ પૂરા થયા અને સંજોગ બનીને ફરી સરસ્વતી સોસાયટીનાં સ્થાપના દિવસે જ આ દિવસ આવે છે "
" હા અંકલ
બસ તમને આજ વાત કહેવા આવેલો હતો "
" આ સારું તે જાણ કરી "
" ઓક અંકલ હું નીકળું "
" બાય "
સાગર જતો રહે છે પણ સોમ વિચાર કરે છે પારસમણિની વાત સાગરને કંઈ રીતે ખબર પડી બાકી આ વાત કોઈને ખબર જ ના હોય. સોમ કંઈ કદાચ ખબર પડી હશે એમ વિચારીને મુકી દેય છે. આ બાજુ થોડી વાર પછી સરસ્વતી સોમને મળવા આવે છે.
" હાય અંકલ "
" હાય સરસ્વતી
કેવી સોસાયટી ગમી?
બધું ઓકે "
" હા અંકલ
ખુબ સારી સોસાયટી છે"
" અંકલ વિદ્યા "
" અહીં જ હશે "
" ઓકે અંકલ "
સોમ સોસાયટીનાં બીજા મેમ્બરો સાથે વાત કરવા જાય છે.
🌻🌻🌻🌻🌻🌻🌻
વિદ્યા ગુફાની બહાર નીકળે છે. વિદ્યા થોડે આગળ ચાલીને જતાં એણે સ્વપ્નમાં જોયેલું એવો જ દરિયો દેખાય છે.
શું આ વાસ્તવિકતા જ છે ને? વિદ્યા એ માટે પોતાને એક ચિમટો મારે છે.
અરે આ સાચે જ છે.
બી બિલ્ડિંગ નીચે ગુફા અને ગુફાની બહાર દરિયો ?
શું બધાં આ વાત જાણે છે?
શું પપ્પાને આના વિશે ખબર છે?
આમ વિચારતી એ દરિયા કિનારા બાજુ આવે છે.
આજુબાજુ મસ્ત પ્રકૃતિથી વીટંળાયેલું વાતાવરણ હતું. દરિયા કિનારાના નજારો વિદ્યા ને શાંતિ આપતો હતો. ઠંડો પવન વાતો હતો. કિનારા પર દરિયાનું પાણી આવા જા કરતું હતું વિદ્યા આ દશ્ય નિહાળી રહી હતી. વિદ્યા આમ કિનારે પર ચાલતા આગળ વધે છે. અચાનક જોરદાર પવન વાય છે અને તેને મંદિરના ધંટડીનો અવાજ સંભળાય છે. વિદ્યા એ અવાજ તરફ આગળ વધે છે. થોડે આગળ જતાં તેને કાળિકા માતાનું નાનું એવું મંદિર જોય છે. વિદ્યા મંદિરની બહારથી જ દર્શન કરી ત્યાથી નીકળી આવે છે. સારું છે કે વિદ્યા મંદિરની અંદર ગઈ નહીં તો તેને પોતાનો પુનર્જન્મ યાદ આવી જતે જેનાથી એ અજાણ હતી. વિદ્યા આમ દરિયા કિનારે આટા મારે છે એક ખાબોચિયાં એનાં પાણીમાં પોતાને જોય છે પણ પોતાનો પડછાયો નહીં પણ પુનર્જન્મની વિદ્યા એ પોતાની તરફ આવતી બંદૂકમાંથી છૂટેલી ગોળીને પોતાની તરફ આવતા જોય છે એનો અવાજ પણ આવે છે. વિદ્યા તરત જ પોતાની આંખો બંધ કરી દે છે અને બંને કાનો પર પોતાના હાથ મુકી દે છે. એક બે મિનિટ એમ જ ઊભી રહે છે પછી ધીમેથી પોતાની આંખો ખોલે છે તો ખાબોચિયાં તો કંઈ એવું દેખાતું જ ન હતું. વિદ્યા હાશકારો લઈને પોતાની જાતને સંભાળે છે. વિદ્યા વિચારે હવે મારે અહીંથી નીકળી જવું જોઈએ.
🌻🌻🌻🌻🌻🌻🌻
જીયા વિદ્યાના ઘરે જાય છે પણ ઘર પર તો તાળું હતું જો વિદ્યા ઘરની અંદર હોય તો તાળું હોવું જોઈએ નહીં. જીયા વિદ્યાને ફોન કરે છે પણ લાગતો હતો જ નહીં ફરી પ્રયત્ન કરે પણ ફોન લાગતો જ ન હતો. જીયા પાંચ મિનિટ પછી ત્યાંથી નીકળી જાય છે.
બી બિલ્ડિંગની ગુફા વિશે કોણ કોણ જાણતું હતું? સોમ? સાગર?
પારસમણિ કયાં છે?
સોમ પારસમણિ વિશે શું જાણે છે?
પુનર્જન્મ શું રહસ્ય છે?
રહસ્ય જાણવા માટે વાંચતા રહો દાસ્તાને બી બિલ્ડિંગનો આગળનો ભાગ.......