Ek Pooonamni Raat - 39 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ-39

Featured Books
Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ-39

એક પૂનમની રાત
પ્રકરણ-39
દેવાંશ અને વ્યોમા એમની ઓફીસ પહોંચે છે અને ત્યાં બધાંજ હાજર હોય છે. કમલજીત સર બધાને કંઇક સંબોધવા જાય છે અને વ્યોમા એની ચેરમાંથી ચક્કર ખાઇને નીચે પડે છે. દેવાંશ એની ચેર પરથી ઉઠીને વ્યોમા વ્યોમા કરતો એની પાસે જાય છે. અને ત્યાં બેઠેલો કાર્તિક દેવાંશ સામે જોઇને લૂચ્ચુ હસે છે.
કમલજીત સર પણ વ્યોમા પાસે પહોચે છે. વ્યોમાને ચક્કર આવી ગયેલાં. દેવાંશ એને પક્કડીને બેસાડે છે અને વ્યોમા સામે જુએ છે. વ્યોમાનો ચહેરો સફેદપુણી જેવો થઇ ગયો હોય છે જાણે એનાં શરીરમાં લોહીજ ના હોય. કમલજીત સર તરતજ પાણી મંગાવે છે વ્યોમાની બાજુમાં બેઠેલી રાધીકા પાણી લેવા દોડે છે. એ પાણી લઇને આવે છે અને વ્યોમાને આપે છે. વ્યોમા ધીમેથી આંખો ખોલે છે થોડું પાણી પીએ છે અને દેવાંશની સામે જુએ છે એની આંખનાં ભાવ કંઇક જુદા જ હોય છે દેવાંશ સમજી નથી શકતો અને પાણીનો ધૂંટડો પીને વ્યોમા થોડી સ્વસ્થ થાય છે અને ધીમેથી કહે છે મને ચક્કર આવી ગયાં હતાં હવે ઠીક છે અને એ પાછી ચેર પર બેસી જાય છે રાધીકાએ એનો હાથ પકડી રાખ્યો હોય છે. રાધીકાએ પહેલાં કંઇ કીધુ નહીં એ વ્યોમાની પાસે બેસી રહે છે.
કમલજીત સરે પૂછ્યું. વ્યોમા બેટા એકદમ શું થયું ? તને સારું છે ? તારે ઘરે જવું હોય તો હું વ્યવસ્થા કરી આપું મને લાગે છે તમે લોકોએ આ દિવસોમાં ખૂબ સ્ટ્રેસ લીધુ લાગે છે પછી દેવાંશને કહ્યું દેવાંશ વ્યોમાને હવે આરામ આપજો તને જરૂર હોય તો થોડાં દિવસ બીજું કોઇ સાથીદાર ગોઠવી આપું...
ત્યાં વ્યોમાએ તરત કીધું ના સર એવું કંઇ નહીં થોડી નબળાઇ આવી ગઇ હતી હવે સારુ છે તમે કામ સમજાવો હું ઘરે જઇને દવા લઇ લઇશ એવું કંઇ સીરીયસ નથી પછી પાછું દેવાંશની સામે જોયું.
આ બધુંજ કાર્તિક જોઇ રહેલો અને મનમાંને મનમાં હસી રહેલો પણ એનો ચહેરો ચાડી ખાતો હતો. કમલ સરે કહ્યું કંઇ નહીં તું રેસ્ટ લે મારે ખાલી એટલી વાત જણાવવી હતી કે શહેરની નજીક ગોધરા રાજપીપળા જતાં વચ્ચે જંગલ જેવી જગ્યાએ અવાવરૂ વાવમાં અચાનક આગ લાગવી અને જાતે જ બૂઝાઇ જવી એણે અચરજ ફેલાવ્યું છે. સરકારી ડીપાર્ટમેન્ટની તપાસ કરવાની ફરજની રૂએ આપણે તપાસ કરવાની છે. આ પ્રોજેક્ટ દેવાંશ અને વ્યોમાનાં અંડરમાં છે. પણ અત્યારે આખી ટીમ એ કામમાં સાથે જોડાશે અને પોલીસની પણ મદદ લીધી છે એની તપાસ માટે આપણે જવાનું છે અને કમીશ્નર સરને વિનંતી કરી છે એમણે એમનો સ્ટાફ સાથે મોકલવા સહકાર આપ્યો છે એટલે આપણે બધાએ ત્યાં જઇને તપાસ કરવાની છે અને રીપોર્ટ સરકારને સોંપવાનો છે.
પણ મને લાગે છે વ્યોમાને બાકાત કરીએ અને રાધીકા સાથે એને એનાં ઘરે પહોચાડવી પડશે હું એનાં માટે જીપ અને ડ્રાઇવરની વ્યવસ્થા કરું છું બાકી આપણે બધાં વાવ જવા નીકળવાની તૈયારી કરીએ ત્યાં સુધીમાં પોલીસ સ્ટાફ પણ આવી જશે.
આ સાંભળી વ્યોમાએ કહ્યું ના સર હું આવીશ મેં વાવ જઇને ફોટા-વીડીઓ બધુજ લીધુ છે હવે મને સારું છે આ પ્રોજેક્ટ મારો છે હું સાથે આવીશજ. મારી સાથે દેવાંશ અને તમે બધાં છો મને કોઇ વાંધો નહીં આવે.
આ વ્યોમાનું નિવેદન સાંભળીને કાર્તિક કચવાયો એનાંથી બોલ્યા વિના ના રહેવાયુ એણે કહ્યું વ્યોમા તું ખોટી જીદ કરે છે તારી તબીયત વધારે ખરાબ થાય એ પહેલાં રાધીકા સાથે ઘરે જા. ત્યાં વાવ પર બધી મેલી અને ખોટી શક્તિઓની અસર થાય અને કોનું ક્યારે શું થાય એ કોઇ નક્કી ના કરી શકે. દેવાંશ તો છેજ પ્રોજેક્ટ અંગે. તારાં શરીરમાં લોહીનો છાંટો ના હોય એવો તો ચહેરો થઇ ગયો છે તું ઘરે જઇ શકે છે.
વ્યોમાએ કાર્તિક સામે જોયું એનો ચહેરો લાલધુમ થઇ ગયો એણે કહ્યું મને ખબર છે કોની શક્તિ ક્યાં કામ કરે છે મને બધાં એહસાસ છે હું આવવાનીજ.
અત્યાર સુધી ચૂપ રહેલો દેવાંશ કાર્તિક તરફ જોઇને બોલ્યો વ્યોમા આવશે એ ખૂબ હિંમતવાળી છે અમે વાવ પર સાથે ગયેલાં એણે સારી રીતે વાવ જોઇને બધાં અંતરાય પાર કરીને ફોટાં અને વીડીયો લીધાં છે. બધુ સહન કરીને રીપોર્ટ બનાવ્યો છે હવે આ ક્ષણે એને ના લઇ જઇએ તો એ નિરાશ થઇ જશે. હું એની સાથેજ છું અને આપણે બધાં છીએ સાથે રાધીકા-સર-પોલીસ બધાં છીએ પછી શા માટે ચિંતા કરવી અને એની પોતાની ઇચ્છા છે એ ભલે આવતી.
કાર્તિક કહ્યું મને પર્સનલી કોઇ વાંધો નથી પણ હું કોઇને જોઇને કહી શકું છું કે એને શું મુશ્કેલી છે મને સારાં લક્ષણ નથી લાગતાં એટલે જ મેં ઘરે જવા કીધું. પણ એની જીદજ હોય તો મને વાંધો નથી પછી સર નક્કી કરે એમ હું કરવા તૈયાર છું.
ત્યાંજ કાળુભા ઓફીસમાં પ્રવેશ કરે છે અને કહ્યું કમલજીત સર અમે આવી ગયાં છીએ અમારી સાથે બીજા ત્રણ કોન્સ્ટેબલ છે અને બધાં હથિયારધારી છે.
કમલજીત સરે કહ્યું પણ સિધ્ધાર્થ સર નથી આવ્યા ? અમે લોકો પણ નીકળવાનીજ તૈયારી કરી રહ્યા છીએ.
કાળુભાએ કહ્યું ના સિધ્ધાર્થ સરને એક મર્ડર કેસ અંગે જવાનું થયુ છે એટલે અમને મોકલ્યાં છે. તમે કહો એટલે આપણે નીકળીએ. ત્યાંજ કમલજીતસરનો મોબાઇલ રણક્યો. એમણે ફોન ઉપાડી વાત શરૂ કરી ઓહ સિધ્ધાર્થ સર હું તમારાં અંગેજ કાળુભાને પૂછી રહેલો. કંઇ નહીં સર અમે નીકળીએ છીએ સાથે દેવાંશ અને બાકીનાં બધાં સ્ટાફનાં સભ્યો છે જઇને આવ્યા પછી તમને રીપોર્ટ કરીશું. અને પછી ઓકે કહીને ફોન મૂક્યો.
કમલજીત સરે કહ્યું ચાલો આપણે નીકળીએ એમણે વ્યોમા અને દેવાંશની સામે જોયું વ્યોમાએ કહ્યું હું આવું છું સર હું એકદમ ઓકે છું હું દેવાંશ અને રાધીકા સાથે રહીશ પછી કોઇ વાંધો નથી.
કમલજીત સરે કહ્યું ઓકે ઠીક છે આપણે નીકળીએ અને કમલજીત સરની જીપમાં કાર્તિક અનિકેત, અને ભરોસિંહ બેઠાં દેવાંશની જીપમાં રાધીકા અને વ્યોમા બેઠાં અને કાળુભા એમની જીપમાં એમનાં સ્ટાફ સાથે બેઠાં અને બધાં વાવ જવા નીકળ્યાં.
દેવાંશે થોડી ચિંતા સાથે વ્યોમાને અને રાધીકાને જીપમાં લીધાં અને પછી જીપ સ્ટાર્ટ કરીને દેવાંશે વ્યોમાને પૂછ્યું વ્યોમા એકદમ શું થયું તને ? ત્યાં રાધીકાએ ટાપશી પુરાવતાં કહ્યું દેવાંશ વ્યોમાનું શરીર એકદમ ઠડુંગાર જેવું છે એણે આવવાની જીદ કરી પણ...
વ્યોમાએ કહ્યું રાધીકા પણ મને ઠીક છે શરીર ઠંડુગાર થયું છે હું જાણુ છું અને કારણ પણ જાણું છું. મારે અત્યારે કોઇ ચર્ચા નથી કરવી પહેલાં વાવ પ્હોચીએ પછી પાછા વળતાં હું સીધી ઘરે ઉતરી જઇશ.
દેવાંશે ડ્રાઇવીંગ કરતાં કહ્યું કેમ શું કારણ છે ? શું થયું તને ? કંઇક કહીશતો એનો ઉકેલ મળશે. રાધીકા બંન્ને જણને સાંભળી રહી હતી વ્યોમાએ એનું માથું રાધીકાનાં ખભે મૂકી દીધું હતું.
એણે કહ્યું દેવાંશ હમણાં વાવ પર જઇએ પ્લીઝ મારે નહોતું બોલવું પણ તારી ચિંતા દૂર કરવા જ કહ્યું છું કે મારાં શરીરમાં કોઇ તકલીફજ નથી મારી ઉપર કોઇએ કોઇ પ્રયોગ કર્યો છે અને એ કરનાર આપણી ઓફીસનો જ છે કોઇ મને ખબર છે.
રાધીકા સાંભળીને આષ્ચર્ય પામી ગઇ અને બોલી વ્યોમા આ તું શું કહે છે ? કોણ છે એવું ? અને કોઇ એવું કેવી રીતે કરી શકે ? શું પ્રયોગ કર્યો છે ? દેવાંશે આષ્ચર્ય સાથે વ્યોમા સામે જોયુ અને જીપ ઉભી રાખતાં પૂછ્યું ? શું પ્રયોગ ? કોણે કર્યો છે ? તને શું અનુભૂતિ થઇ ?
વ્યોમાની આંખો બદલાઇ ગઇ એણે રાધીકાની સામે જોઇ કહ્યું રાધીકા તને ખબર છે કહી દે દેવાંશને સાચું કહે જે.. રાધીકાએ....
વધુ આવતા અંકે - પ્રકરણ - 40