I Hate You - Can never tell - 47 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-47

Featured Books
Categories
Share

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-47

આઇ હેટ યુ
પ્રકરણ-47
ભાટીયા ઓફીસ છોડીને ગયો અને ઓફીસમાં સ્ટાફ સાવ રીલેક્ષ થઇ ગયો. એમાંય એની સેક્રેટરી લીના તો ફ્રી બર્ડ થઇ ગઇ હોય એમ રીસેપનીસ્ટ પારુલને બોલાવી લીધી પછી નંદીની સાથે ગપસપ કરવા માંડી. કહ્યું તારો પોર્ટફોલીયો બધુંજ બોસે મારી પાસે તૈયાર કરાવ્યું છે તારો બેક રેકર્ડ જોઇ કહેલું આ છોકરી બ્રાઇટ છે એને મુંબઇ ઓફીસ સાથે લીંક કરી દેજે અને કામ તારે કરવું પડશે એમ કહીને હસી પડી અને કામ શબ્દ પર ભાર મૂક્યો.
નંદીની કહે કામથી ક્યાં ગભરાઉ છું કામ કરવા તો સર્વિસ કરુ છું બધુ જાણવા શીખવા મળે છે સાથે સારી સેલેરી મળે એટલે આપણું ગાડુ ગબડે. લીનાએ પ્યુનને ત્રણ કોફી બનાવીને લાવવા કીધું અને બોલી ભાટીયા દમણ ગયો છે આજે શુક્રવાર છે ફ્રાઇડે નાઇટ એ ત્યાંજ જાય છે મિત્રો સાથે મને ખબર છે.
નંદીનીએ કહ્યું પણ એમની ફેમીલી. હશેને એ લોકો પણ સાથે જતાં હશેને ? લીનાએ કહ્યું એ ભાટીયો રંગીન કાગડો છે એની ફેમીલી આ ઓફીસજ છે. તું હજી નવી નવી છે એટલે એને ઓળખતા થોડો સમય લાગશે પછી પારુલ સામે આંખ મારીને કહે આ પારુલને પણ બધી ખબર છે એને આ ઓફીસ જોઇન્ટ કરે 7 વર્ષ થયાં છે અને મને પાંચ પણ આ પાંચ વર્ષમાં મેં એને પૂરો માપી લીધો છે મને ખ્યાલ છે ત્યાં સુધી અઠવા લાઇન્સમાં એક મલ્ટી સ્ટોરીડ ફલેટમાં રહે છે એકલો એ છે કે આજ સુધી એ ફેમીલી સાથે રહે છે લાગે એકલો રહે છે..એખબર નથી પડી બસ એટલુંજ જાણવું બાકી છે.
નંદીની વિચારમાં પડી ગઇ પછી બોલી મે ભાટીયા સર અંગે ઘણી વાતો સાંભળી છે અમદાવાદ ઓફીસમાં એમની વાતો થાય છે એ પહોંચેલી માયા છે એટલી જરૂર ખબર છે.
લીનાએ કહ્યું પહોચેલી માયાની વ્યાખ્યામાં બધુજ આવી ગયું એની હું પર્સનલ સેક્રેટરી છું એટલે ઓફીસનાં કામ સાથે સાથે... છોડ બધી વાત લો કોફી આવી ગઇ. લીનાએ પ્યુન ગયા પછી કહ્યું નંદીની આ મુકેશ ઓફીસનો પ્યુન કમ ખબરી છે ભાટીયાનો કડછો ચમચો બધુ છે એની સામે ભાટીયાની કોઇ વાત ના કરતી બધી વાત ભાટીયા સુધી પહોચી જાય છે.
આ મુકલાની એક વાત સારી છે બીજાની વાતો બોસ સુધી જાય એમ હું કંઇ પુછું તો સરની વાતો પણ આપણને કહી દે છે. અને એ સાંભળી બધાં એક સાથે હસી પડ્યાં.
લીનાએ કહ્યું નંદીની અમદાવાદ ઓફીસમાં તું એકદમ સેટ હતી ત્યાંના બોસ પણ તારાં કામથી ખૂબ ખુશ હતાં બધુ બરોબર હતું તો તું અહીં શા માટે ટ્રાન્સફર લઇને આવી છે એ ખબર નથી પડી. ભાટીયાને પણ આષ્ચર્ય હતું શું કારણ છે ?
નંદીની પ્રશ્ન સાંભળીને થોડી ગંભીર થઇ ગઇ પછી કંઇક વિચારીને બોલી "સાચુ કહુ મારા પરેન્ટનાં ડેથ પછી એકલી પડી ગઇ હતી અહીં મારાં માસા માસી રહે છે એ પણ એકલાં હતાં એટલે એમની પાસે આવી ગઇ એમનો દિકરો US ગયો એણે મને ખૂબ દબાણ કરેલું કે દીદી તમે મંમી પપ્પા પાસે આવીને રહોને તમે એકલાં છો અને અહીં.... ત્યાં લીનાએ પૂછ્યું કેમ હજી લગ્ન નથી કર્યા ? નંદીનીએ કહ્યું લગ્ન કરવાનો સમયંજ ના રહ્યો મંમી પપ્પાની પાછળજ... પાછી ગંભીર થઇ ગઇ એ લોકોનાં ગયાં પછી માસી પણ યાદ આવેલાં અને મારાં કઝીનનાં કહેવાથી અહીં આવી ગઇ.
નંદીનીએ પછી સામે પૂછી લીધું કેમ લીના તું પરણી ગઇ ? અને પારુલ તું ? તમારો તો પૂરો પરિચય આપો. લીનાએ કહ્યું લગ્નનાં બંધનમાં બંધાવું નથી ગમતુ અને પારુલનાં ગયા વર્ષેજ લગ્ન થયાં પણ હવે પસ્તાય છે.
પારુલે કહ્યું આઝાદીની મજાજ કંઇક ઓર છે પણ ઠીક છે પેરેન્ટસનાં કહેવાથી લગ્ન કરી લીધાં. મારો વર સેલ્સમાં છે આખો વખત ટુરમાંજ હોય અહીં મારી અને લીનાની કંપની છે અમે એકબીજાનાં હમરાઝ છીએ એમ કહીને હસી પડી.
લીના કહે એનો વર ટુર પર જાય ત્યારે અમે બે જણાં બિન્દાસ બધે ફરીએ છીએ મૂવી જોવા, રેસ્ટોરેન્ટમાં જમવા ક્યારેક છાંટો પાણી પણ કરી લઇએ છીએ. મજા છે એમાં આમતો આખો સમય ઓફીસમાં નીકળી જાય. પછી બોર થઇએ તો શનિ-રવિમાં પ્રોગ્રામ બનાવી લઇએ.
આપણી અહીની સુરતની પ્રજા પણ મોજીલી4 અને બિન્દાસ છે. નંદીની બધુ આર્શ્ચયથી સાંબળી રહી હતી. કોફીની સીપ લેતાં લેતાં કહ્યું ભાટીયા સર તને કંઇ... નંદીની આગળ બોલે પહેલાંજ લીનાએ કહ્યું તું એની વાતજ ના કરીશ એ ઘણીવાર ફલર્ટ કરે છે હાથ પકડી લે છે પણ હું સ્માર્ટલી મેનેજ કરી લઊં છું એને ખબર છે હું લગ્ન કરવા નથી માંગતી પારુલે કહ્યું નંદીની એનાંથી સંભાળવાનુ હમણાં લીનાએ કહ્યું ને એ રંગીન કાગડો છે.
નંદીનીએ ના સમજી હોય એમ પૂછી લીધું રંગીન કાગડો એટલે ? લીના કહે તું બહુ ભોળી છે યાર રંગીન મિજાજનો છે પણ કાગડો છે તક આવે છોડતો નથી અને પારુલને તો બરોબર અનુભવ છે.
પારુલે કહ્યું જવાદે ને એનાં માટે શું કહુ ? એકવાર મુંબઇ ઓફીસનાં કામ અંગે લીના લીવ પર હતી એનાં મંમી બીમાર હતાં ત્યારે મને કહે પારુલ આપણે મુંબઇ જવાનું છે રાત સુધીમાં ઓફીસનું કામ પતાવી પાછા આવી જઇશું અને હું એ દિવસે મુંબઇ એમની સાથે ગઇ મેં લીનાને ફોન કરીને કહેલું કે સર મુંબઇ જવા કહે છે એ સમજી ગઇ હોય મને કીધેલું પારુલ એલર્ટ રહેજે.
નંદીનીએ રસ પડ્યો હોય એમ પૂછ્યું ? ઓહ કેમ એવું શું થયેલું ? લીનાએ કહ્યું જો આને રસ પડ્યો એમ કહીને હસી પડી.
પારુલે કહ્યું અરે મુંબઇ અમે સવારે 8.00 વાગે જવા નીકળી ગયેલાં બાય રોડ જતાં એકદમ પ્રમાણિક બોસની જેમ આખા રસ્તે ઓફીસનાં કામની વાત કરી ત્યાં મુંબઇ ઓફીસમાં અજમેરા સર સાથે મીટીંગ હતી બધુ પતાવીને ત્યાંથી 4 વાગે પાછા આવા નીકળ્યાં. ત્યાં હાઇવે પર એમણે કહ્યું કાંઇ ખાઇ લઇએ ? તું શું લઇશ ? મેં કહ્યું ના સર ઓફીસમાં કોફી સાથે નાસ્તો કરેલો છે અને બપોરે લંચ પણ લીધુ છે અત્યારે ભૂખ નથી.
મને કહે તું બેસ હું આવું છું એમ કહીને એણે એક રેસ્ટોરેન્ટ પાસે કાર ઉભી રાખી હતી મેં વાંચ્યુ તો બાર એન્ડ રેસ્ટોરેન્ટ હતી મને એમ કે કંઇ નાસ્તો લઇને આવશે હું ગાડીમાં બેસી રહી હતી. એ કાર ચાલુ રાખીને ગયેલાં એસી ચાલુ હતું એટલેજ અંદાજ હતો કે તરતજ પાછા આવશે. એ આવ્યા ત્યારે એમનાં હાથમાં એક કેરી બેગ હતી કાગળની બ્રાઉન કલરની મને એમ કે કંઇ નાસ્તો લઇ આવ્યાં.
કારમાં બેઠાં પછી મને કહ્યું પારુલ છેક મુંબઇ આવ્યાં છીએ એટલે હું સોફ્ટ ડ્રીંક કાજુ અને બીયરનાં ટીન લાવ્યો છું તું શું લઇશ ? મારે તો બીયર પીવો છે મેં કીધું ના સર હું બીયર નથી પીતી હું સોફ્ટ ડ્રીંક લઇશ. એમણે બેગમાંથી મને સોફ્ટડ્રીંકનું ટીન આપુ અને એમણે બીયર પીધો પછી કાર ચાલુ કરીને હાઇવે પર લીધી ચાલુ કારે એ તો બીયર ટીકાવતાં હતાં પછી મને કહે બીયરમાં કશુ નહીં થાક ઉતરી જાય અને ડ્રાઇવિંગનો કંટાળો ના આવે સમય પસાર થઇ જાય અને સુરતમાં કશું મળે નહીં ગુજરાત એટલે ડ્રાય સ્ટેટ એ એમની વાર્તા ચાલુ કરી રહેલાં. લગભગ 100 કિમી જેમ ચલાવ્યા પછી કાર હાઇવે પર ઉભી રાખી અને કહ્યું હું આવું એક મીનીટ મને લાગે એ ટાંકી ખાલી કરી આવ્યા મને કહે હાંશ હવે શાંતિથી ડ્રાઇવીંગ થશે એમને થોડો નશો ચઢેલો એમણે બીયરનાં બે ટીન કાઢ્યાં અને એક આપીને કહ્યું પી આતો જવનું પાણી છે આમાં વ્હીસ્કી જેવું ના થાય. પી જો મજા આવશે મને ખબર નહીં શું થયું મેં બીયર લીધી અને બસ પીવા માંડી એમણે પણ એક સાથે ટીન પી લીધુ પાછું બીજુ મને બેગમાંથી આપવા કીધું. મેં એમને સીલ તોડીને આપ્યું મને સાચેજ મજા આવવા લાગી હતી એમણે બીજું ટીન લેતાં મારો હાથ પકડી લીધો મને કહે હું સાવ એકલો છું કામ કરી કરીને થાક્યો છું તારી કંપનીમાં મને મજા આવે છે રીયલી આઇ એમ એન્જોઇંગ મેં હાથ ના છોડાવ્યો પછી એમણે મારી સામે જોયું મને ચઢી હતી અને એમનો હાથ...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-48