સુધાને મરવું સહેજ પણ ન ગમ્યું. સાવ બોરિંગ હતું. આના થી કોઈને ડર કેમ લાગતો હશે? કઇ દુ:ખ થતુજ ન હતું. સાવ ખાલી, ખાલી લાગે. પછી કઇ કરવુંજ ન ગમે. વિચારીએ તો કોઈ કેવું હતું, કેવી હતી કે કોઈ જગ્યા ને જેવી જોઈ હતી તેવીજ યાદ અવે. સારું, ખરાબ, યાદ બધુ હોય. પણ જ્યારે વિચારીએ ત્યારે.. દૃશ્ય જોઈએ પણ ખાલી જોવા ખાતર. હવે સુધાને આ બધુ યાદ કરવાની ઈચ્છા થતી. પણ મનસ્કારા..
પૈસાવાળા બાપની બગડેલી દિકરી હતી. આ તથ્ય સુધા તે વખતે માનવા નતી માંગતી. પણ હવે તેણે ખબર હતી, આજ સત્ય હતું. તેનું માથું ફરેલું હતું. અને એનો એક નોકર હતો. ત્રયીતનુ. નોકર ન હતો, “અસિસ્ટંટ” હતો. આ પૈસાવાળા બાપ ની બગડેલી દીકરીએ સુસાઇડ કર્યું હતું. ત્રિયતનુ ને ખાતરી હતી તે પાછી નહીં આવે. અને જ્યારે તે સુધાની જીપ ઉપર કુંદી ત્યારે આ ભાઈ પણ તેમની ગાડી લઈ અરણ્યમાં ફરવા નિકડેલા.
ગાડીમાં ખૂબજ જોરથી મ્યુજિક વાગતું હતું. આખું અરણ્ય ગાજતું હતું. તેની બારી ખુલ્લી હતી. અને પક્ષીઓ આ સંગીતના નામ પર પડેલા ધબ્બાને સાંભળી ઘેલા થઈ ગયા હતા, નાસવા લાગ્યા હતા. તે એક જગ્યાએ ઊભો રહ્યો અને તેણે ફોન કર્યો. ચિત્રશાલાને.
ચિત્રશાલા એક મોટી કંપનીમાં નાની જોબ કરતી હતી. તેની સેલેરી પણ તેની પોજિશનની જેમ નાનીજ હતી. આ બાપના પૈસે લીલા - લહેર દીકરીના આસિસ્ટંટ જોડે બુધ્ધિ કરતાં વધારે નોટો હતી. અને એનું ઘર.. હાઈ, છોડી જવાની ઈચ્છા ના થાય.
‘આઈ એમ સ્ટેન્ડિંગ હિયર, વેઇટિંગ ફોર યૂ, ડાર્લિંગ.’ પેલો ફોનથી બોલ્યો.
હા, હા હું તું મફત પડી છું તું કહીશ ત્યારે તારી સેવામાં હાજર થઈ જઈશ. પણ આવું તેણે ફોન માં ન કહ્યું.
‘ત્રીય.. આજ કહાં?’ ખરો ભૂખડો એણે જમવાનું દર રોજે બહાર જ ખાવું હોય છે.
‘જંગલ મે.’
‘ક્યાં?’
ચસકી ગયું છે કે શું આનું?
‘યહાં પર બોહોત રોમેંટીક એટમો હે..’
‘સો વોટ? નોટ ઇન અ ફોરેસ્ટ.’
‘તુમ આઓ તો -’
‘નો.’
પણ ત્રિયતનુ ને એ ‘નો’ નતું સંભળાયું. એણે સંભળાયો હતો મનસ્કારાનો અવાજ. જ્યારે તે ગાડી પર પડી. ગભરાયા વગર તે ત્યાં ઊભો રહ્યો. ડાબી બાજુ એ ગાડી ઊભી હતી. અંદર એક છોકરો અને એક છોકરી હતા.
અને મનસ્કારાનું લોહી - લુહાણ શરીર.
તેણે પેહલી વાર જોતાંજ ત્રિયતનુ મનસ્કારાને ઓળખી ગયો હતો.
પેલી એ સામે ફોન કટ કર્યો અને ત્રિયતનું ના મોઢા પર એક અલગ જ સ્મિત આવી ગયું.
હવે આ બલા છૂટસે. તે ગાડી પાછી લઈ ગયો.
અને જોતો રહ્યો.. પછી હેલિકોપટર આવ્યું. પરફેક્ટ.
અને જે એમ્બ્યુલન્સ સાથે પેલા લોકોની ગાડી ગઈ.. ત્યારે તેણે સુધાને જોઈ.
સ્મિતા.
હા. આ સ્મિતાજ હતી.
જ્યારે અમેય સુધાના પ્રશ્નનો જવાબ આપવા જતો હતો, ત્યારે ત્રિયતનુ દરવાજો ફાડી અંદર આવ્યો. બધાજ સ્તબ્ધ રહી ગયા.
આ શું?
આ કોણ?
એટલું વિચારતા તેની આખો અમેય પર પડી. ઓહ નો.
અમેય પણ? શું વાત છે?
કેટલા લોકો અભાગણા હતા, નૈ.
‘ફેર ફએત આ કેન, અમેય.’ એણે ફ્રેંચમાં અમેયને વ્યંગ્ય મા વેલકમ કહ્યું.
આ શબ્દો સાંભળતા સુધા ની:શબ્દ થઈ ગઈ. ખબર નહીં કેમ પણ તેણે ખબર પડી ગઈ હતી.
આ માણસનું આગમન કૈક ખરાબ જ લાવશે. તે માણસની આંખો સુધા પર પડી.. પણ સુધા એ તો કઇક અજીબ પણ જોયું.
ડર? ના. ગુસ્સો? કદાચ. શું એ સ્મિતાને ઓળખતો હતો. અમેય ને? જાણતો હતો? ના. તે કેવી રીતે બને. સુધા અને સ્મિત વાળી વાત તો કોઈ ને ન હતી ખબર.
તો આ શું હતું?