કેશવ ભાઈ અને રાધા બેન ના બે સંતાનો હતા .15 વર્ષ નો એક પુત્ર જેનું નામ પાર્થ હતું અને 12 વર્ષ ની એક પુત્રી જેનું નામ અંબિકા હતું.આ પરિવાર મધ્યમ વર્ગ નું હતું.કેશવ ભાઈ જેઓ નોકરી કરતા હતા. રાધા બેન જેઓ house wife હતા .અને તેમના બંને સંતાનો જેઓ શાળા માં ભણતા હતા.
આ પરિવાર પરોપકારી હતું.આ પરિવાર ના દરેક સભ્યો સવાર સાંજ ભગવાન ની પ્રાર્થના કરતા અને આભાર માનતા કે હે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર કે અમને આટલું સરસ જીવન આપ્યું આટલું સરસ પરિવાર આપ્યું , અમને હંમેશા સાચો માર્ગ દેખાડ્યો , હંમેશા અમારી પડખે ઉભા રહીને અમારી ચિંતા દૂર કરી , અમને તમારા પર પૂરો વિશ્વાસ છે પ્રભુ તમે જે કરશો તે સારું જ કરશો અમારા ભલા માટે જ કરશો .હે પ્રભુ બસ એટલી શક્તિ આપજો કે અમે સુખ દુઃખ માં ક્યારેય તમને ના ભૂલીએ , અમારી તમારા પ્રત્યે ની શ્રધ્ધા અને વિશ્વાસ ક્યારેય ના ડગે .અમે હંમેશા સારા જ કાર્ય કરતા રહીએ અમારા થી બીજાને દુઃખ પોહચે એવું કાર્ય ક્યારેય ના થાય .વ્હાલા પ્રભુ તમે હંમેશા અમારી સાથે રેહજો અમારા થી ક્યારેય એવું કાંઈ ના થાય જેનાથી તમે અમારા થી દૂર થઈ જાઓ
આ પરિવાર દરોજ આ રીતે ભગવાન ની પ્રાર્થના કરતા...અને આભાર માનતા "પરમાત્મા ની પાર્થના એ આપણું પહેલું કર્તવ્ય છે અને પરમાત્મા ના આશીર્વાદ એ આપણું પહેલું પુરસ્કાર છે "
એક દિવસ અચાનક પાર્થ ની શાળા માંથી ફોન આવ્યો કે પાર્થ ને પેટ માં દુખાવો ઉપડ્યો છે તો તેને ઘરે લઈ જાઓ...કેશવ ભાઈ અને રાધા બેન શાળા થી સીધા જ પાર્થ ને દવાખાને લઈ ગયા .ડૉક્ટર એ પાર્થ ને તપાસ્યો પછી દુખાવો વધુ હોવાથી તેને ઈન્જેકશન આપ્યું અને 10 દિવસ ની દવા આપી અને આરામ કરવાનું કહ્યું.
10 દિવસ થઈ ગયા .10 દિવસ થી પાર્થ આરામ ઉપર હતો. દવા નો કોર્સ પણ પતી ગયો હતો.4 થી 5 દિવસ પછી પાર્થ ને ફરી એ જ પેટ નો દુખાવો ઉપડ્યો કેશવ ભાઈ અને રાધા બેન પાર્થ ને ફરી દવાખાને લઈ ગયા. ડૉક્ટર એ પાર્થ ની ફરી તપાસ કરી અને બીજા 20 દિવસ નો દવા નો કોર્સ કરવાનો કહ્યો.
20 દિવસ થયી ગયા .પાછો પાર્થ ને ગંભીર દુખાવો ઉપડ્યો કેશવ ભાઈ અને રાધા બેન પાર્થ ને બીજા દવાખાને લઈ ગયા. તેઓ ખૂબ ડરી ગયા હતા. ડૉક્ટર એ બધી તપાસ કરી અને કહ્યું કે પાર્થ નો દુખાવો વધુ હોવાથી તેને એડમિટ કરવો પડશે અને પાર્થ ના અમુક રિપોર્ટસ અને સોનોગ્રાફી કરાવી પડશે. કેશવભાઈ એ ડૉક્ટર ને કહ્યું કે શુ થયું છે પાર્થ ને ?? કાઈ ટેન્શન જેવું તો નથી ને ?? ડૉક્ટર એ કહ્યું કે રિપોર્ટ્સ આવે પછી ખબર પડે કે શું થયું છે શેના કારણે પેટ માં દુખાવો છે
કેશવ ભાઈ અને રાધા બેન ટેન્શન માં આવી ગયા હતા ડરી ગયા હતા કે પાર્થ ને શુ થયું હશે.પાર્થ આ દુખાવો સેજ પણ સહન નતો કરી શકતો પાર્થ ને દુખાવો એટલો હતો કે ચીસો પાડીને રડવા લાગતો હતો.ડૉક્ટર એ કેશવભાઈ ને ઓફિસ માં બોલાવ્યા અને કહ્યું કે પાર્થ ના બધા જ રિપોર્ટ્સ ,સોનોગ્રાફી નોર્મલ આવ્યા છે કેશવભાઈ એ ડૉક્ટર ને કહ્યું કે તો પછી આ દુખાવો શેના લીધે થઈ રહ્યો છે જે દુઃખાવો પાર્થ સહન પણ નથી કરી શકતો અને દિવસે ને દિવસે વધતો જાય છે ડૉક્ટર રે કહ્યું કે પાર્થ ને થોડા દિવસ દવાખાના માં જ રાખીયે બીજી તપાસ કરીયે અને antibiotics ના ડોઝ આપીએ.
સમય વીતી રહ્યો હતો પણ પાર્થ ને પેટ નો દુખાવો ઓછો નતો થતો .25 દિવસ થી પાર્થ ને એડમિટ રાખ્યો હતો ઘણા બધા બીજા રિપોર્ટ્સ કરાવ્યા,બીજા પેટ ના સર્જન ને બોલાવ્યા એમને તપાસ કરી તેમ છતાં ના કોઈ નિદાન થયી રહ્યું હતું ના કોઈ રોગ પકડાતો હતો .ડૉક્ટર એ કેશવ ભાઈ ને કહ્યું કે પાર્થ ને બીજા કોઈ મોટા દવાખાને લઇ જાઓ અમારા થી થઈ શક્યા એટલા અમે પ્રયત્નો કર્યા પણ અમે નિષ્ફળ ગયા.
પાર્થ ને દુખાવો દિવસે ને દિવસે વધતોજ જતો તો
રાધા બેન , કેશવ ભાઈ , અંબિકા બધા જ સાવ ભાંગી ગયા હતા , ડરી ગયા હતા , ઘણા દિવસ થી ના કોઈ એ સરખી રીતે ખાધું હતું કે ના કોઈ શાંતિ થી બેસયું હતું દરેક લોકો દવાખાને થી ઘરે ને ઘરે થી દવાખાને અને બધા ચિંતા માં હતા .રાધા બેન જેઓ એ પાર્થ ની નજર ઉતારી માનતા રાખી છતાં કોઈ પરિણામ નતું
રાધા બેન દવાખાના માં પાર્થ ને જોઈને ખૂબ રડવા લાગ્યા હતા પાર્થ સાવ પાતળો થઈ ગયો હતો અને પાર્થ ને પેટ માં દુખાવા ના લીધે પાર્થ ની આંખ માંથી આંશુ બંધ નતા થતા. પાર્થ તેની માતા ને રડતા રડતા પૂછવા લાગ્યો કે માં મને દુખાવો ક્યારે મટશે?? હવે મારાથી રેવાતું નથી કંઈક કરને માં મારી નજર ઉતારી દે ને , માનતા રાખ ને માં .રાધા બેન તેના દીકરા ના સવાલ થી તેની હાલત થી સાવ તૂટી ગયા હતા.રાધા બેન ચૂપ ચાપ કાઈ પણ બોલ્યા વગર બહાર આવી ગયા અને ખૂબ રડવા લાગ્યા ...રાધા બેન અને પાર્થ ને આ રીતે જોઈને કેશવ ભાઈ પણ રડવા લાગ્યા. માં - બાપ ક્યારેય પોતાના સંતાન ની આવી હાલત નથી જોઈ શકતા .અંબિકા તેના માં બાપ ના આંશુ લૂછતાં કેહવા લાગી કે માં બાપુ તમે રડશો નહીં ભગવાન હંમેશા આપણી સાથે છે એ આપણી મદદ જરૂર કરશે પાર્થ ભાઈ ને કાંઈ નઈ થાય વિશ્વાસ રાખો.
પાર્થ ને બીજા મોટા દવાખાના માં એડમિટ કર્યો ત્યાંના ડૉક્ટર એ બધા રિપોર્ટ્સ,સોનોગ્રાફી,CT scan ,Colonoscopy , endoscopic , x- rays બધું ફરી કરાવ્યું અને પાર્થ ની 2 કલાક સુધી તપાસ કરી .કેશવભાઈ એ ડૉક્ટર ને કહ્યું કે પાર્થ 2 મહિના થી હેરાન થયી રહ્યો છે તેને 2 મહિના થી કંઈજ અનાજ ખાધું નથી અને દુખાવા ના લીધે ચીસો પાડી પાડી ને રડે છે દિવસે ને દિવસે દુખાવો પણ વધતો જાય છે અમે કેટલાય અલગ અલગ ડોક્ટર્સ ને બતાવ્યું તેમ છતાં ના રોગ હાથ માં આવે છે ના તો કોઈ નિદાન થાય છે ડૉક્ટર એ કહ્યું કે ચિંતા ના કરશો અમે ફરી બધી તપાસ કરીયે છીએ અને અત્યારે પાર્થ ને દુખાવો ઓછો થાય તે માટે તેને ભારે દવા ના ડોઝ બાટલા દ્વારા આપીએ છીએ એટલે હાલ દુખાવો ઓછો થયી જશે .
5 દિવસ થી દવા ના લીધે દુખાવો બંધ થયી ગયો હતો પછી દવા ના બાટલા બંધ કર્યા .2 દિવસ પછી દુખાવો શરૂ થયી ગયો પછી ડૉક્ટર એ કેશવ ભાઈ ને કહ્યું કે પાર્થ નું ઑપરેશન કરવું પડશે એમા અમે પાર્થ નું પેટ ચીરીને આંતરડા બહાર કાઢીને બધી જ તપાસ કરીશુ પણ ઓપરેશન માં જોખીમ છે આમાં પાર્થ નો જીવ પણ જઈ શકે છે બીજો કોઈ ઉપાય પણ નથી અને પાર્થ નો દુખાવો પણ વધી રહ્યો છે હવે તો દવા થી પણ દુખાવો બંધ નથી થતો . 2 દિવસ પછી અમે પાર્થ નું ઓપરેશન કરશું ત્યાં સુધી પાર્થ ને અહીંયા જ એડમિટ રાખવો પડશે
કેશવભાઈ એ તેમના ભાઈ અને પિતા ને ઓપરેશન ની વાત જણાઈ અને કહ્યું કે ઘરે કોઈ ને કાંઈ જાણ ના થવા દેતા એ લોકો ડરી જશે અને એમને કંઈક થઈ જશે એમ પણ પાર્થ ની માં ની તબિયત સારી નથી.કેશવભાઈ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા પાર્થ જોડે જઈને તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે બેટા ચિંતા ના કર ભગવાન આપણી સાથે છે
પાર્થ ના પેટ માં દુખાવો ખૂબ જ વધુ હોવાથી હવે તેને બેહોસી ના ઇન્જેકશન્સ આપવા મા આવી રહ્યા હતા.
કેશવ ભાઈ ખૂબ જ રડવા લાગ્યા હતા અને સાવ તૂટી ગયા હતા શુ કરવું કંઈજ સમજણ નતી પડતી
2 દિવસ થયી ગયા અને આજે પાર્થ નું ઓપરેશન થવાનું હતું સવારે ડૉક્ટર આવી ને કહી ગયા હતા કે સાંજે ઓપરેશન કરવાના છીએ
કેશવભાઈ સાવ શાંત થઈ ગયા હતા તેઓ મન માં વિચારી રહ્યા હતા અને મન મા ને મા પૂછી રહ્યા હતા કે આજે મારો દીકરો જીવન મરણ ની નાવ માં ઝૂલી રહ્યો છે . શું મારા જોયેલા સપના પુરા નઈ થાય ??? મારુ સપનું હતું કે પાર્થ ખૂબ મોટો ડૉક્ટર બને અંબિકા ips ઓફિસર બને.ભલે પાર્થ ના પાડતો કે બાપુ હું તો ડૉક્ટર નહીં બનું હું તો નાની મોટી નોકરી કરી લઈશ તેમ છતાં મેં તેને ડૉક્ટર બનાવાની બધીજ તૈયારી કરી નાખી છે. શું મારુ આ સપનું આ મેહનત અધૂરી રહી જશે ??
આવું વિચારતા વિચારતા કેશવ ભાઈ ખૂબ જ રડવા લાગ્યા .
રાધા બેન અને અંબિકા ને પાર્થ ના ઓપરેશન વિશે કહ્યું જ નતું તેમ છતાં તેમના બંને ના હૃદય માં ડર હતો કે કંઈક થવાનું છે.રડતા રડતા રાધા બેન અને અંબિકા ભગવાન સામે બેસીને પ્રાર્થના કરવા લાગ્યા .
ત્યાં બીજી બાજુ ઓપરેશન ની તૈયારી થવા લાગી કેશવ ભાઈ ખૂબ જ ડરી ગયા અને દવાખાના ની બહાર આવી ગયા હતા ત્યાં બાજુમાં હનુમાન જી ના મંદિર માં આરતી થયી રહી હતી કેશવ ભાઈ મંદિર માં ગયા હનુમાન જી ની મૂર્તિ ને જોઈને કેશવ ભાઈ ખૂબ રડવા લાગ્યા ખૂબ રડવા લાગ્યા અને હનુમાન જી ને પ્રાર્થના કરવા લાગ્યા મારા દીકરા ને બચાવી લો પ્રભુ બચાવી લો ...
ત્યાં દવાખાના માં સિસ્ટર પાર્થ ના ઓપરેશન માટે પાર્થ ને દવા આપીને બેહોશ કરવા જઈ રહ્યા હતા પાર્થ ની જોડે તેના કાકા હતા .
રાધા બેન અને અંબિકા પણ એકધ્યાન માં બેસીને પ્રાર્થના કરી રહ્યા હતા .
કેશવ ભાઈ રડતા રડતા હનુમાન જી ને કેહવા લાગ્યા કે હે પ્રભુ મારા દીકરા ને બચાવી લો પ્રભુ બચાવી લો તેનું જીવન હવે તમારા હાથ માં છે પ્રભુ બચાવી લો...તમે જેમ લક્ષમણ જી માટે સંજીવની લાવ્યા હતા અને લક્ષમણ જી બચી ગયા હતા એ રીતે હે પ્રભુ મારા દીકરા માટે સંજીવની લાવીને તેને બચાવી લો પ્રભુ બચાવી લો
કેશવ ભાઈ એ હવે બધુજ ભગવાન પર છોડ્યું હતું તેમને આશા હતી વિશ્વાસ હતો કે ભગવાન પાર્થ ને બચાવી લેશે...
કેશવ ભાઈ ત્યાં હનુમાન જી સામે નમીને એક જ ધ્યાન માં બેસીને પ્રભુ ની પ્રાર્થના કરવા લાગ્યા હતા
ત્યાં દવાખાના માં સિસ્ટર અને ડોક્ટર્સ પાર્થ ને ઓપરેશન થિયેટર માં લઇ જવા તૈયારી કરતા હતા
અને ત્યાં અચાનક પાર્થ ના રૂમ માં એક ડૉક્ટર આવ્યા અને પાર્થ ને એક મોટી દવા ની આખી બોટલ પાર્થ ને પીવડાવી દીધી અને કહ્યું કે હવે ઓપરેશન ની કોઈ જરૂર નથી ના પાડી દેજો પાર્થ ના માથા પર હાથ ફેરવીને ડૉક્ટર એ પાર્થ ને કહ્યું કે બેટા હવે તને દુખાવો નહીં થાય ચિંતા ના કર એમ કહીને ડૉક્ટર ત્યાંથી જતા રહ્યા પાર્થ ના કાકા એ કેશવ ભાઈ ને ફોન કર્યો અને આ ખુશ ખબર આપી કેશવ ભાઈ એ કહ્યું એ ડૉક્ટર ને રોકો હું આવું છું
પાર્થ ના કાકા દોડતા દોડતા પેલા ડૉક્ટર ની પાછળ ગયા પણ તે ડૉક્ટર દેખાયા જ નહીં . આખી હોસ્પિટલ માં તપાસ કરી પણ એ ડૉક્ટર ક્યાંય દેખાયા નહીં બીજા સ્ટાફ ને પૂછ્યું તો કહ્યું કે અહીંયા કોઈ બીજું ડૉક્ટર આવ્યું જ નથી અમે તો ઓપરેશન કરવા આવી રહ્યા હતા .બહાર સિક્યુરિટી ને પૂછ્યું તો કહ્યું કે હું ક્યારનો અહીંયા છું ના કોઈ અંદર આવ્યું છે ના કોઈ બહાર ગયું છે બીજો કોઈ આવા જવાનો રસ્તો પણ નથી. બીજા દવાખાના માં બેઠેલા લોકો ને પૂછ્યું પણ કોઈ એ આ ડૉક્ટર ને જોયા પણ નતા અને જાણતા પણ નતા થોડીક જ ક્ષણો માં એ ડૉક્ટર ક્યાં જતા રહ્યા હતા એ ખબર જ નાં પડી.
કેશવ ભાઈ આવ્યા અને પાર્થ ના કાકા એ બધી જ જાણ કરી .કેશવ ભાઈ રડતા રડતા હનુમાન જી નો આભાર વ્યક્ત કરવા લાગ્યા અને કેહવા લાગ્યા પ્રભુ તમે મારી પ્રાર્થના ની લાજ રાખી .પ્રભુ તમે જ ડૉક્ટર ના વેશ માં ડૉક્ટર બનીને મારા દીકરા ને સાજો કરી ને ગયા તમે જ સંજીવની લાઈને મારા દીકરા ને બચાવી લીધો .પ્રભુ તમારો ખૂબ ખૂબ આભાર પ્રભુ ખૂબ ખૂબ આભાર.
દવાખાના ના ડોક્ટર્સ આવ્યા અને કહ્યું કે કેશવ ભાઈ આજે હું શુન્ય થયી ગયો અમને એવું હતું કે અમે બધાને બચાવી એ છીએ પણ આજે ખબર પડી કે ભગવાન જ અમને શક્તિ આપે છે આજે પાર્થ બચી ગયો કારણ કે આજે ભગવાન પોતે આવ્યા અને પાર્થ ને સાજો કરી દીધો તેની બીમારી નો ઈલાજ કર્યો નકર અમે તો બધીજ દવા અને બધીજ તપાસ કરી હતી પણ પાર્થ નો કોઈ ઉપાય નતો અમે તો ઓપરેશન કરવા જઈ રહ્યા હતા પરંતુ ભગવાન ડૉક્ટર ના વેશ માં આવીને પાર્થ ને બચાવી લીધો.પાર્થ ને દુખાવો સાવ મટી ગયો છે અને આજે એને જમવાનું પણ માંગ્યું છે...હવે તમે પાર્થ ને ઘરે લઈ જઈ શકો છો હવે તે એકદમ સારો થઈ ગયો છે બધાની આંખ માં હરખ ના આંશુ હતા બધા જ લોકો ખુશ હતા પાર્થ ઘરે આવ્યો એની ખુશી દરેક ના ચેહરા પર સમાતી નતી
રાધા બેન ,અંબિકા ,કેશવ ભાઈ દરેક નો ભગવાન પ્રત્યે નો વિશ્વાસ જીતી ગયો તેમની આશા પુરી થયી ગયી ...આજે કેશવભાઈ ના પરિવાર એ કરેલી પ્રાર્થના નો સ્વીકાર થયો.
આખા પરિવાર ના સભ્યો ફરી પેલા ની જેમ ભગવાન ની સવાર સાંજ પ્રાર્થના કરવા લાગ્યા અને આભાર વ્યક્ત કરવા લાગ્યા પણ આ વખત ભગવાન પ્રત્યે નો વિશ્વાસ વધી ગયો હતો
" પ્રાર્થના અને વિશ્વાસ બંને અદ્રશ્ય છે પણ
બંને માં એટલી તાકાત છે કે અશક્ય ને પણ
શક્ય કરી દે છે "
"પ્રાર્થના નો જાદુનો જેને એક વાર અનુભવ થયો છે ને તેને દિવસો સુધી ખોરાક વગર ચાલશે પણ પ્રાર્થના વિના નહીં ચાલે "
જોયું કે જે બીમારી નો ઈલાજ જ નતો એ બીમારી નો ઈલાજ ભગવાન ની પ્રાર્થના થી થયો.
ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે પ્રાર્થના માં ભલે શબ્દો ના હોય પણ પ્રાર્થના ના માં ભાવ હોવો જોઈએ , સત્ય હોવું જોઈએ , પ્રેમ હોવો જોઈએ , વિશ્વાસ હોવો જોઈએ ,શ્રધ્ધા હોવી જોઈએ ...
શુદ્ધ ભાવ થી કરેલી પ્રાર્થના હૃદય ,મન, તથા આત્માને શુદ્ધ કરે છે .ઈશ્વર ના સ્મરણ થી તથા તેની કૃપા મળવાની લાગણી થી માનવી નું મન આત્મા વિશ્વાસ થી ભરાઈ જાય છે તેનું મનોબળ દ્રઢ થાય છે વિકટ પરિસ્થિતિ નો સામનો કરવાની શક્તિ જન્મે છે મન ના વિકારો , હતાશા ,તથા ચિંતા દૂર થાય છે રોગપ્રતિકારક શક્તિ વિકસે છે આધિ-વ્યાધિ તથા ઉપાધિ થી મુક્તિ મળે છે અશાંતિ તથા ક્રોધ દૂર થાય છે .
પ્રાર્થના એટલે અંતર નો પોકાર.
પ્રાર્થના એટલે ઈશ્વર ને વિનંતી,આજીજી કરવી.
પ્રાર્થના એટલે પોતાના દુર્ગુણોનું ચિંતન અને પરમાત્મા ના ઉપકારો નું સ્મરણ
પ્રાર્થના એટલે ન જોયેલા સંઘર્ષો જીતવા માટે નું શ્રેષ્ઠ સાધન
પ્રાર્થના એટલે આપણા મન અને હૃદય ની વાતો પરમાત્મા ને કહેવી
પ્રાર્થના એટલે આત્માથી પરમાત્મા તરફ લઈ જવા વાળો પથ
પ્રાર્થના એટલે ઈશ્વર ની સ્તુતિ કરવી સર્વશક્તિમાન ઈશ્વર ને ભક્તિ ભાવ પૂર્વક યાદ કરવા
પ્રાર્થના એટલે નિર્મળ હૃદય થી પરમ તત્વ સાથે કરેલું ભાવત્મક અનુસંધાન
પ્રાર્થના એટલે સર્વસમર્પણ ભાવ , અહમ ને ઓગાળી ઈશ્વર ને શરણે જવું
આપણે બાહ્ય રીતે સ્વચ્છ ન હોઈએ તો ચાલે પરંતુ હૃદય તથા મન ની શુદ્ધિ આવશ્યક છે પ્રાર્થના વેળા એ મન શાંત તથા શુન્ય હોવું જોઈએ મન કે હૃદય
નફરત , ઈર્ષા , અદેખાઈ કે અપેક્ષાઓ ના ભાર થી મુક્ત હોવું જોઈએ
સાચા હૃદય થી ઈશ્વર ને કરેલી પ્રાર્થના આપણ ને અંધકાર માંથી ઉજાશ તરફ , અસત્ય માંથી સત્ય તરફ ,નિરાશા માંથી આશા તરફ , સ્વ માંથી પરમ તરફ , અજ્ઞાન માંથી જ્ઞાન તરફ દોરી જાય છે
મન માં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો કઠિન માં કઠિન કાર્ય પણ સરળ બને છે
હંમેશા પ્રાર્થના કરતા રહો કારણ કે શક્ય અને અશક્ય ફક્ત આપણા વિચારો માં હોય છે પરમાત્મા માટે તો કઈ પણ અશકય નથી
"પ્રાર્થના નો કોઈ રંગ નથી હોતો પરંતુ
જીવન માં તે જરૂર રંગ લાવે છે "
હવા જો મોસમ ની દિશા બદલી શકે છે તો
પ્રાર્થના પણ મુસીબત ની પળ બદલી શકે છે
પ્રાર્થના થી મન ,હૃદય શુદ્ધ અને પવિત્ર બને છે
પ્રાર્થના થી કુટેવો,ખરાબ ભાવના,ખરાબ વિચારો, ક્રોધ,અહંકાર,અભિમાન,લોભ બધુજ દૂર થયી જાય છે અને સાચો માર્ગ બતાવે છે
જ્યારે માનવી માં દયા , પ્રેમ ,ભાવ ,આદર ,જતુ કરવાની ભાવના , શુદ્ધ હૃદય ,પરોપકારી સ્વભાવ ,દરેક જીવ ને એક સમાન માનનાર , આ બધા ગુણ હોય છે ને ત્યારે ઈશ્વર એ માનવી ની સાથે હોય છે
"જ્યારે દુઃખો આવે કષ્ટ આવે ત્યારે
ચિંતા નહીં ભગવાન નું ચિંતન કરો"
થોડા વર્ષો પછી કેશવ ભાઈ નું સપનું પૂરું થાય છે પાર્થ એક મોટો ડૉક્ટર બને છે જો એ બીમાર ના પડ્યો હોત તો એ હજુ પણ નોકરી કરવાની જ જીદ કરતો હોત બીમાર પડ્યો અને પાર્થ ને જિજ્ઞાસા થયી કે હું પણ એક ડૉક્ટર બનીશ
જે થાય છે તે સારું જ થાય છે બસ મન અને હૃદય માં દ્રઢ વિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ
"એક પ્રણામ અનેક પરિણામો બદલી આપે છે"
જય શ્રી કૃષ્ણ
Jay hind 🇮🇳🇮🇳🇮🇳
રૂડી રીતે જીવો જગ માં રૂડા કરજો કામ
સાચા દિલ થી સેવા કરતા રીઝે મારો રામ
આત્મા પરમાત્મા છે સૌ પ્રભુ ના રૂપ
કોઈ ના હૈયા ને બાળી આપશો ના દુઃખ
પ્રેમ ની ગંગા વહાવો આજ મારે ધામ
કર ભલા તો હો ભલા એ ભાવના રાખો
ધર્મ ની ધૂણી થકી બડશે બધા પાપો
દુઃખ ની વેળા થકી હારી જશો ના હામ
રૂડી રીતે જીવો જગ માં રૂડા કરજો કામ...