The Author वात्सल्य Follow Current Read મારે ડૉક્ટર બનવું જ છે..... By वात्सल्य Gujarati Motivational Stories Share Facebook Twitter Whatsapp Featured Books Devil I Hate You - 8 अंश जानवी को देखने के लिए,,,,, अपने बिस्तर से उठ जानवी की तर... My Devil Hubby Rebirth Love - 55 अब आगे छिपकली सुन कर उस लड़की ने अपने हाथों की मुट्ठी गुस्से... तेरी मेरी यारी - 12 (अंतिम भाग) (12)मकान पर पहुँच कर संजय ने दरवाज़ा खटखटाया। रॉकी ने... मोमल : डायरी की गहराई - 38 पिछले भाग में हम ने देखा कि फीलिक्स ने खुद पर काबू तो कर लिय... Secret Billionair जंगलों के बीचों बीच बना एक सुनसान घर जिसके अंदर लाशों का ढेर... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share મારે ડૉક્ટર બનવું જ છે..... (5) 902 2.6k સામાન્ય માનવી મજૂરી કરી પોતાનાં બાળકો ને સારી સ્કૂલમાં ઊંચી ફી ભરી સાથે ઊંચા ફી ના ટ્યુશન બંધાવે.બાળકને કોઈ કમી ના રહી જાય માટે પોતે પેટે પાટા બાંધી સખત મજૂરી કરી બાળકના ભવિષ્ય માટે અથાગ પરિશ્રમ કરે છે. આવો જ એક જીવતો જાગતો દાખલો મેં જોયો.મારી નજર અને વરસોથી ટ્રાયબલ વિસ્તારમાં દુર્ગમ જંગલમાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓ પહોંચી છે,જયાં સરકાર નથી પહોંચી શકી.સરકારી પશુપાલનની ઓફિસમાં એક ખાનદાન આદિવાસી પરિવાર ચોકી થી માંડી બધુજ કામ પુરી ધગશ થી કરતો હતો. તેમને બે બાળક તેમાં એક દીકરી એક દીકરો. મોટી દીકરી દીકરા કરતાં ભણવામાં વધુ હોંશિયાર. રોજમદાર તરીકે રહેતાં આ પરિવાર પર સામાજિક જવાબદારી પણ એટલીજ હતી.ઓફિસના સમય પછી નાનું મોટું અન્યત્ર કામ કરી બે પાંચ રૂપિયા બચાવવાની ત્રેવડ આ પરિવાર માં હતાં. ભલે તે વધુ ભણેલ નહીં પરંતુ વ્યવહાર કુશળ આ પરિવાર ની સચ્ચાઈ આંખે ઉડી ને વળગે એવી.ખૂબ જંગલ ના ઊંડાણ દૂર ના પ્લેસ પર મારી બદલી થયેલી.તે વખતે ત્યાં ના કોઈ હોટલ,રેસ્ટોરન્ટ કે ના કોઈ ભૌતિક સગવડ.વહેલાં મોડું થાય.જંગલમાં શિકારી પ્રાણીઓની બીક.બીજી બાજુ વાહન વ્યવહારની કોઈ સગવડ નહીં કેમકે રાત્રે ચોરી લૂટ ની બીક માટે કોઈ રીક્ષાચાલક આ વિસ્તારમાં જવા ના માગે. વરસાદ કે આકસ્મિક કારણોસર મારે રોકાવાનું થતું તો આ પરિવાર પાસે ક્યારેક ક્યારેક ના છૂટકે રોકાવું પડતું.જયારે રોકાઉં ત્યારે તેમની જીવન શૈલી ની જાણકારી મેળવુ.તેમના તહેવાર,રીત રીવાજ, શિક્ષણ, ઉત્સવો, ખેતી, સંગીત, હુન્નર અંગે પણ ઘણું જાણવા મળતું.હું રોકાઉં તો જમવાનું મને ભાવે તે રીત નું બનાવી દે. ક્યારેક તો તે ભાઈ નો પરિવાર બહાર ગયો હોય તો તે જાતે જ રસોઈ બનાવી મને ખૂબ ભાવ થી જમાડે.પરંતુ નિરપેક્ષ ભાવે.હું ખૂબ મથું તેમનું મહેનતાણું આપવા પણ તે ના લે તે ના જ લે. તેમની દીકરી બારમાની પરીક્ષાની તૈયારી કરતી હતી. મેં કીધું કાવ્યા તું પંચાણું ટકા લાવે તો તને મનગમતી કાંડા ઘડિયાળ ગિફ્ટ આપીશ.એ બોલી એથી વધુ લાવું તો શું ગિફ્ટ નહીં આપો અંકલ? હું એના હાસ્યસભર ચહેરા સામું જોઈ ખૂબ ખુશ થતો. તેણે તેના અભ્યાસ માં ખૂબ મહેનત કરી આત્મવિશ્વાસ સાથે તે છન્નુ ટકા લાવી.અને મને ટેલિફોન કર્યો.. અંકલ મારે આટલા ટકા આવ્યા! મને ખૂબ હરખ થયો.મેં કીધું છે તે તને ગિફ્ટ રૂબરૂ મળી ને આપીશ. તેના પરિવાર પર તેની સફળતા માટે ચારે તરફથી અભિનંદનની વર્ષા થઇ.તે મેડક્લ લાઈન પકડીને અમદાવાદ V.S. હોસ્પિટલમાં સરકારી રાહે એડમિશન મળી ગયું. પરંતુ આજના જમાનામાં ગરીબ પરિવારની દીકરી માટે મેડિકલ ની મોંઘી કીટ માટે ઊંચા દામ દેવા મજબુર થવું પડતું.તે કાવ્યા પોતે વિચારતી કે મારા પપ્પા પાસે કેટલા રૂપિયા લઉં? તેણે ખાનગી વિદ્યાર્થીઓને ટાઈમ ટેબલ setting કરી ટ્યુશન આપવા મહેનત કરી. જે રકમ આવે તેની રહેવા જમવા ની ફી માં ખર્ચાઈ જતી,પરંતુ હિંમત હાર્યા વગર તે કોલેજમાં એટીકેટી વગર ખૂબ મહેનત કરી રેન્ક મેળવતી.ખૂબ તકલીફ, જમવાનું ભાવે ના ભાવે પરંતુ એકજ લગન કે મારે ડૉક્ટર બનવું છે.તે દર સેમેસ્ટર ની લેવાતી પરીક્ષામાં સફળતાની સડસડાટ સીડી ચડતી જતી હતી. સફળતા માટે પોતાનું ગમતું ઘર, મિત્રો, સગાં, ભાવતાં ભોજન છોડી ને સખત મહેનત,ખર્ચમાં કરકસર કરી અંતે તે MBBS માં સફળતા પૂર્વક પ્રમાણપત્ર હાંસલ કર્યું. પ્રમાણપત્ર મળ્યું ખરું પરંતુ તેમને પ્રદાન ના કરતાં તેમને થોડો સમય ઇન્ટરશીપ કરવું પડે.. તેવે સમયે કોરોનાનો કહેર સર્જાયો.આ છોકરીએ સખત મહેનત કરી તે પણ સમય પાસ કર્યો સાથે ગાયનેક ની તૈયારી કરી સતત સંઘર્ષ કરી તેની મંઝિલ સફળતા પૂર્વક પ્રાપ્ત કરી. હાલ તે એક તાલુકાનાં સરકારી દવાખાનામાં મુખ્ય મેડિકલ ઓફિસર ની સેવા આપી રહી છે. "સફળતા એને જ મળે જે લક્ષ પ્રાપ્તિ માટે સખત પરિશ્રમ કરે."અસ્તુ...- સવદાનજી મકવાણા ( વાત્ત્સલ્ય ) Download Our App