journy to different love... - 27 in Gujarati Fiction Stories by Dimple suba books and stories PDF | સફર-એક અનોખા પ્રેમની... - 27

Featured Books
Categories
Share

સફર-એક અનોખા પ્રેમની... - 27

(આગળના ભાગમાં અભિજીતભાઈ ઘરના બધા સભ્યોને આલોકના ભૂતકાળ વિશે કહે છે. હવે આગળ...)

આલોકની વાત સાંભળ્યા પછી બધા શાંત હતા અને બધાની આંખો પણ ભીની હતી આથી મેહુલ હળવું વાતાવરણ કરવા બોલ્યો, "વાહ...કુદરતની કરામત.. વાહ...આપણને આપણો આલોક પાછો મળી ગયો... ભગવાનનો આભાર."

રીમાંબહેન બોલ્યા, "હા, હો મેહુલ, તે સાચું કહ્યું, ભગવાનનો આભાર માનીએ એટલો ઓછો છે."

રીતેશભાઈએ કહ્યું, "પેલા, કારવાળા બહેનનો પણ આભાર માનવો પડે હો..."

"હા, જો તેમણે પોતાની ચિંતા કરી હોત અને ત્યાંથી ભાગી છૂટ્યા હોત તો કદાચ આલોક...પણ તેમણે આલોકની ચિંતા કરી અને તેને હોસ્પિટલે પહોંચાડ્યો."રાહુલભાઈએ કહ્યું.

અભિજીતભાઈ બોલ્યા, "અમે તે બહેનને કદી ભૂલી નહિ શકીએ....તેનો સ્વભાવ કેવો સારો હતો. હજુ તે અમારા સંપર્કમાં છે જ, આલોક થોડાક સમયે તેની સાથે ફોન પર વાત - ચિત કરી લે છે."

હેત્વીબહેન બોલ્યા, "આલોક સાજો થયો એટલે તુરંત અમે ત્યાં આવેલ મંદિરે તેને દર્શન કરવા લઈ ગયા હતા." અને પછી હેત્વીબહેન ઉપરની તરફ નજર કરી, બે હાથ જોડીને બોલ્યા, "ભગવાનનો આભાર માનવા."

આમ, હવે બધા વચ્ચે હળવી વાત-ચિત ચાલુ થઈ ગઈ હતી.

ત્યાંજ પ્રિયાએ બધા વચ્ચે એક સવાલ મુક્યો,
"જો આલોક આટલા વર્ષો બાદ અહિં પહેલીવાર આવ્યો છે અને તમને કોઈને ઓળખતો જ નથી તો પછી નીયાને કઈ રીતે ઓળખે છે ? અને તેણે નીયાને એમ પણ સવાલ કર્યો કે 'તું અહિં'?"

"અને હા, પાછું નીયાને પણ એમજ હતું કે આલોક હવે આ દુનિયામાં નથી...તો પછી તે અલોકને જોઈને કેમ ઓળખી ગઈ ? અને તેણે પણ સામો સવાલ પૂછ્યો, 'આલોક તું અહિ ક્યાંથી ?' ?!" મેહુલે પણ પ્રિયાના પ્રશ્ન સાથે પોતાનો પ્રશ્ન જોડી દીધો.

"બેટા, એ તો અમે ખુદ જાણતા નથી કારણકે આટલા વર્ષો બાદ અમને પણ નીયાને ઓળખવામાં મુશ્કેલી પડી તો પછી આલોક...! તે કેમ ઓળખી શક્યો ?" અભિજીતભાઈ નવાઈ સાથે બોલ્યા.

"એક કામ કરીએ આલોકને જ નીચે બોલાવી અને પછી લઈએ." હેત્વીબહેને પ્રસ્તાવ મુક્યો અને બધાએ સ્વીકારી લીધો.

મેહુલ આલોકને બોલાવવા ઉપર ગયો. આલોક નીયાના રૂમમાં હજુ ખૂણામાં જ બેઠો હતો. તે પોતાના મોબાઈલમાં વહોટસઅપ પર નીયા સાથે થયેલી વાત-ચિત જોતો હતો અને સવારે કરેલી વાત-ચિત તેની નજરો સમક્ષ આવી, તે વિચારવા લાગ્યો કે, "હું જેની સાથે વાત-ચિત કરતો હતો કે પપ્પાના ફ્રેન્ડના ઘરે જઉ છું તે તો ખુદ પપ્પાના ફ્રેન્ડની જ દીકરી નીકળી અને તે પોતે જે અંકલની રાહ જોતી મારી ભેગી ચેટ કરી રહી હતી એ અંકલ તો મારા જ પિતા છે. આ તે કેવા સંજોગ ??"

ત્યાં દરવાજો ખખડવાનો આવાજ આવતા આલોક વિચારોમાંથી બહાર આવ્યો. અનન્યાએ જોયું કે મેહુલભાઈ છે. તે બોલી, "હા, મેહુલભાઈ બોલોને."

મેહુલે કહ્યું, "મારે અલોકનું કામ છે."

અનન્યાએ હકારમાં માથું ધુણાવ્યું અને તે નીયાની બાજુમાં જ બેસી રહી. તેને હજુ સુધી ખબર નહતી કે આ તેનો બેસ્ટ ફ્રેન્ડ આલોક છે. તે ખુદ અંદરથી મુંજાયેલી હતી. મેહુલે અંદર આવી અને અલોકને પોતાની સાથે નીચે આવવા કહ્યું. આલોક કઈ પણ બોલ્યા વગર મેહુલ સાથે નીચે હોલમાં આવ્યો. મેહુલે તેને સોફા પર બેસાડ્યો અને પછી તેણે પોતાનો અને બધા ઘરના લોકોનો પરિચય આપ્યો.
અલોકે બધાંને નમસ્કાર કર્યાં પછી મેહુલ બેસી ગયો અને અભિજીતભાઈએ અલોકને પૂછ્યું, "આલોક બેટા, તું તો તારી યાદશક્તિ ખોયા પછી પહેલીવાર જ ઇન્ડિયા આવ્યો છે ને, તો પછી તું નીયાને કઈ રીતે ઓળખે છે ?"


આલોકે કહ્યું, "પપ્પા, બે દિવસ પહેલા ભર બપોરે હું કોઈ કામે કાર લઈને જતો હતો ત્યારે રસ્તામાં એક છોકરીએ મારી પાસેથી લિફ્ટ માંગી હતી. તે બીજું કોઈ નહિ પણ નીયા જ હતી. અમે બન્ને એક-બીજા માટે અજાણ્યા હતા, મેં તેને રીતેશઅંકલની ઓફીસ પર ડ્રોપ કરી તે દરમ્યાન કારમાં અમારી વચ્ચે ઘણી વાત-ચિત થઈ અને અમે એકબીજાને જાણવા લાગ્યા પછી એકબીજાને નંબર આપ્યા અને વોટ્સએપ પર થોડી-ઘણી વાત-ચિત થઈ અને અમે ફ્રેન્ડ્સ બન્યા."

અભિજીત અંકલ બોલ્યા,"હા, એટલેજ નીયા પણ તને ઓળખતી હતી."

"હા, પણ પપ્પા...નીયા આમ મને જોઈને બેભાન કેમ થઈ ગઈ ?" અલોકને હજુ એ વાતનું આશ્ચર્ય
હતું.

બધાને એનું સાચું કારણ તો ખબર જ હતું કે નીયાને બે દિવસ પહેલા મળેલ આલોક આજે અચાનક તેની સામે પોતાનો ભૂતકાળનો આલોક બનીને આવી ગયો હોય તો પછી તેને આઘાત જ લાગે ને!!

"એ તો અમને ખબર નહીં બેટા, એને શું થયું છે ?
પણ..અત્યારે તેની તબિયત કેવી છે ?"અભિજીતભાઈ વાતને ટાળવા માંગતા હતા.

"સારી છે."આલોક આટલું જ બોલ્યો અને પછી ધીમે - ધીમે બધા વચ્ચે વાતો ચાલવા લાગી.

પ્રિયાએ ટેબલ પર બધી પ્લેટ્સ ગોઠવી, શેફે બધો ગરમા-ગરમ નાસ્તો ટેબલ પર મુક્યો. બધા ટેબલ પર નાસ્તો કરવા બેઠા. પ્રિયા અને રિમાબહેને બધાને નાસ્તો પીરસ્યો.

ફફડાનો એક ટુકડો મોંમાં નાંખતાની સાથેજ આલોક બોલ્યો, "વાઉવ, આવા ફાફડા તો મેં ક્યાંય નથી ખાધા. સોરી મમ્મી પણ આ તો તું જે ફાફડા બનાવે તેનાથી પણ સ્વાદિષ્ટ છે. કોણે બનાવ્યા ?"

રીમાબહેન બોલ્યા, "બધો નાસ્તો પ્રિયાએ બનાવ્યો છે."

"વાઉવ...તમે ખુબજ સરસ નાસ્તો બનાવો છો ભાભી."આલોકે પ્રિયાના વખાણ કરતા કહ્યું.

"સાચેક હો બેટા, બધો નાસ્તો ખુબજ સરસ બન્યો છે."અભિજીતભાઈએ પણ પ્રિયાના વખાણ કરતા કહ્યું.

"હા, નાસ્તો ખુબજ સરસ બનાવ્યો છે, તારા હાથોમાં તો જાદુ છે દીકરા." હેત્વીબહેને પણ સ્વાદિષ્ટ નાસ્તાના વખાણ કરતા કહ્યું.

પ્રિયા ખુશ થઈ ગઈ તેણે ત્રણેયનો આભાર માન્યો પછી તેણે રીમાબહેનને કહ્યું, "મમ્મી, તમે હવે બધા જોડે નાસ્તો કરવા બેઠી જાઓ."

"નાં બેટા, આપણે છેલ્લે સાથેજ બેઠીશું." રીમાબહેને કહ્યું.

"નાં, મમ્મી તમે અત્યારે બધા જોડે નાસ્તો કરવા બેસી જાઓ પછી હું અને અનન્યા સાથે નાસ્તો કરી લઈશું." પ્રિયાએ કહ્યું.

રીમાબહેન પણ બધા જોડે નાસ્તો કરવા બેસી ગયા અને પ્રિયા બધાને ગરમાં-ગરમ નાસ્તો પીરસવા લાગી. બધાં નાસ્તો કરી અને સોફા પર બેઠા, પ્રિયાએ મેહુલને કહ્યું, "મેહુલ તું ઉપર જા અને નીયા પાસે બેસ અને અનન્યાને નાસ્તો કરવા મોકલ."

મેહુલ ઉપર ગયો અને અનન્યા નીચે નાસ્તો કરવા આવી, હજું તે અલોકનાં વિચારોને કારણે સતત મનમાં મુંજાયેલી હોવાને કારણે ચૂપ-ચાપ નાસ્તો કરતી હતી, પ્રિયાએ આ જોયું અને તેણે ઇશારાથી જ અનન્યાને પૂછી લીધું કે, "શું થયું ?" તો અનન્યાએ નકારમાં માથું ધુણાવ્યું પણ પ્રિયા જાણતી હતી કે અનન્યાના મનમાં આલોક વિશે ઘણા વિચારો દોડી રહ્યા છે પણ તે અનન્યાને હમણાં કાઈ કહેવા માંગતી નહતી.

આ બાજુ હોલમાં બેસીને બધા ક્યાં ફરવા જવું તેની ચર્ચા કરતા હતા.

રીતેશભાઈ : એક કામ કરો. તમે બધા પહેલા ગણપતિ બાપાના દર્શન કરી આવો.

રાહુલભાઈ : હા પછી લંચ કરી અને થોડીવાર રેસ્ટ કરી લેજો પછી તડકો ઓછો થતા ઇન્ડિયા ગેટ અને ત્યાંના બીજા નજીકના સ્થળો પર ફરી આવજો અને હા, અભિજીત અને રિતેશ રાતનું ડિનર તો બધાએ અમારે ત્યાંજ કરવાનું છે હો.....

રીતેશભાઈ : હા, પાક્કું.

અભિજીતભાઈ : વાહ, આખો દિવસ સરસ રીતે ગોઠવાઈ ગયો. એમ જ કરીશું.

આ બાજુ ઉપર નીયાના રૂમમાં મેહુલ નીયાની પાસે બેઠો હતો, ત્યાં નીયાએ હલ-ચલ કરી અને પછી આંખો ખોલી. મેહુલે તેને બેઠા થવામાં મદદ કરી, મેહુલે તેને પાછળ ઓશીકું રાખી દીધું અને તે બેઠી, મેહુલે તેને પાણી આપ્યું અને પૂછ્યું, "નીયા તને કેમ છે હવે ?"

નીયાએ મુંઝાતા મને કહ્યું, "હું ઠીક છું પણ..."

મેહુલ બોલ્યો, "હમણાં પણ - બણ કાઈ નહિ પહેલા નાસ્તો કરી લે."

પછી મેહુલે પ્રિયાને ફોન કરીને ઉપર નાસ્તો પહોંચાડવા કહ્યું. પ્રિયાએ નાસ્તાની એક પ્લેટ તૈયાર કરી અને અનન્યાને આપીને કહ્યું, "અનુ, નીયાને હોંશ આવી ગયો છે, આ લે, આ નાસ્તાની પ્લેટ અને હા, નીયા નાસ્તો કરી લે એટલે મેહુલને તું એટલું કહેજે કે પ્રિયાએ તેમને તમને બન્નેને અલોકના ભૂતકાળની વાત કરવાની કહિ છે."

અનન્યા આશ્ચર્યભરી નજરોએ પ્રિયા સામું જોવા લાગી એટલે પ્રિયા બોલી, "અરે, ઉપર તને બધું સમજાઈ જશે, જા..."

અનન્યા ચહેરા પર રહેલા આશ્ચર્યના ભાવો અને હાથમાં રહેલ નાસ્તાની પ્લેટ સાથે ઉપર ચઢી. નીયાએ નાસ્તો કર્યો પછી અનન્યા બોલી,"મેહુલભાઈ પ્રિયભાભીએ કહ્યું છે કે તમે અમને બન્નેને આલોક સાથે ઘટેલી ઘટના વિશે કહો. શું છે મેહુલભાઈ આ બધું ? કઈ સમજાતું નથી !!"

મેહુલભાઈએ અનન્યા અને નીયા બન્નેને આલોક સાથે ઘટેલી સમગ્ર ઘટના કહિ.

મેહુલ : આ બધું થઈ ગયું અલોકના જીવનમાં...

નીયા : હં....મને બે દિવસ પહેલા આલોક મળ્યો અને અમે ફ્રેન્ડ્સ બન્યા અને એ તો મારો ભૂતકાળનો બેસ્તફ્રેન્ડ આલોક જ નીકળ્યો..વાહ..શું સંજોગો બન્યા નહિ ?

અનન્યા : અરે...નીયુ મને તો હજું વિશ્વાસ જ નથી આવતો કે આ આપણો આલું છે !! આઈ એમ વેરી હેપ્પી.....

નીયા : હા, અનુ...પણ..મેહુલભાઈ આપણે તેને ભૂતકાળ યાદ કરવાનું ફોર્સ નહિ કરીએ અને હા, તેની સામે ભૂતકાળની બહુ વાતો પણ યાદ નહીં કરીએ નહિતર તે તેના મગજ પર જોર દેશે તો બીમાર પડશે.

અનન્યા : નીયુની વાત સાચી છે.

મેહુલભાઈ : હા, આપણામાંથી કોઈ તેને ભૂતકાળ યાદ કરાવવાની કોશિશ નહિ કરીએ.

પછી ત્રણેય નીચે ઉતર્યા. બધાએ જોયું કે નીયા હવે સ્વસ્થ છે. રાહુલભાઈએ તેનું ચેક-અપ કર્યું.


રીમાબહેન નીયાના માથે હાથ ફેરવતા બોલ્યા, "નીયું બેટા, હવે તને કેમ છે ?"

"મમ્મી, હવે સારું છે." નીયા રીમાબહેનની બાજુમાં બેસ્તા બોલી.

અભિજીતભાઈ : સારું...બેટા નીયા તારી તબિયતનું ધ્યાન રાખજે હો.

હેત્વીબહેન : અરે...રીમાભાભી નીયા, અનન્યા અને મેહુલને છેલ્લે જોયા હતા ત્યારે કેવડા નાના લાગતા હતાં અને હવે વર્ષો પછી જોઈએ છીએ તો ઓળખાતા જ નથી.

રીમાબહેન : હા ભાભી, સમયનું ચક્ર પણ કેવું ચાલે છે ? છોકરા કેવા નાનકડા હતાં કેવડા મોટા થઈ ગયા !!

અભિજીતભાઈ : હા અને પાછું આ મેહુલે તો લગ્ન પણ કરી લીધા અને પ્રિયા તો બહુ ડાહી, સંસ્કારી અને હોશિયાર પણ છે.

પ્રિયા તો શરમાઈ ગઈ અને અનન્યા તેનો હાથ પ્રિયાના ગરદનના પાછળના ભાગથી વીંટાળી લઈ હસવા મંડી, મેહુલ પ્રિયા સામું જોઈ અને નીચે જોઈ ગયો. બધા આ જોઈ હસી રહ્યા હતા. સિવાય કે આલોક અને નીયા. તે બન્ને ક્યારના એક-બીજા સામું જોઈ અને પછી થોડીવાર વિચારમાં પડી જતા પછી ફરી એક-બીજા સામું જોતા. નીયા આલોકની આંખોમાં રહેલ આશ્ચર્ય અને દુઃખનો ભાવ જોઈ શકતી હતી જ્યારે અલોકને નીયાની આંખોમાં થોડી ક્ષણ દુઃખ તો થોડીવાર બાદ ખુશી દેખાતી હતી. જાણે તે બન્ને એક-બીજાના વિચારો સમજી ગયા હતા પણ એક-બીજાને કહી શકતા નહતા.

આ બધી બાબતોથી અજાણ આ લોકો વાત કરી રહ્યા હતા.

અભિજીતભાઈ : હવે જો નીયાની તબિયત સારી થઈ ગઈ છે તો ચાલો બધા સાથે ફરવા જઈએ..

મેહુલ : હા, બહુ મજા આવશે. ચાલો, બધા સાથે જઈએ...

રીમાબહેન : તમે બધા જઈ આવો, હું જમવાનું બનાવવા રોકાઈશ.

પ્રિયા : નાં, મમ્મી હું રોકાઉ છુ, તમે જઈ આવો..

રીમાબહેન : નાં બેટા તું આ લોકો સાથે ફરવા જા તને મજા આવશે.

પ્રિયા : તો હું પણ તમારી સાથેજ રોકાઉ છું.

"મારે તો હોસ્પિટલે જવું પડશે એટલે હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ.." આટલું બોલી રાહુલભાઈ હોસ્પિટલ જવા નીકળ્યા.

રીતેશભાઈ : એક કામ કરો અત્યારે આલોક, અનન્યા, નીયા અને અભિજીત-હેત્વીભાભી એટલા દર્શન કરી આવો પછી સાંજે ફરવા જશો ત્યારે તમારી ભેગા પ્રિયા અને મેહુલ પણ આવશે.

બધા : હા, બરોબર....

પછી એ બધા તૈયાર થઈ અને ગજનંદના દર્શન કરવા ગયા ત્યાં અલોકને શાંતિનો અનુભવ થયો.
ફોરેનમાં દરરોજ ઝડપી લાઈફ-સ્ટાઇલ જીવવાવાળા
અલોકને અહિ ખુબજ શાંતિ મળી, તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું. બપોરનો સમય થઈ ગયો હતો અને તડકો પણ હતો આથી બધા ઘરે આવ્યા, જમ્યા પછી આરામ કરવા પોત-પોતાના રૂમમાં ગયા. આલોક અને તે લોકો ગેસ્ટરૂમમાં આરામ કરવા ગયા. સાંજે બધા તૈયાર થઈને ફરવા નીકળ્યા.
ત્યાં ઇન્ડિયા ગેટ પર હેત્વીબહેન અને અભિજીતભાઈ થાકી ગયા હોવાથી સાઈડ પર બેઠા, અનન્યા તેમની પાસે બેઠી. પ્રિયા અને મેહુલ બીજી સાઈડ બેઠા અને આમ, નીયા અને આલોક બન્ને એકલા પડ્યા. નીયા અને આલોક થોડા આગળ ચાલવા મંડ્યા. આલોકથી ના રહેવાણું એટલે તેણે નીયાને પૂછી જ લીધું, "નીયા...તને..શું થયું હતું ?? આઈ મીન આમ અચાનક તું બેભાન કઈ રીતે થઈ ગઈ ?"

"એ તો કાઈ નહિ, તું બોલ તને આ કેવું લાગ્યું, એટલે કે આવા સંજોગ બન્યા, આપણે આમ મળ્યા તો ? અજાણ હતા અને જાણીતા થઈ ગયા !" નીયા આલોકની આંખોમાં જોઈ બોલી.

આલોક એક નાનકડા સ્મિત સાથે બોલ્યો, "હા યાર.. મેં તો સ્વપ્ને પણ વિચાર્યું નહતું કે આપણે આમ મળીશું."

નીયા હવે આલોકને બીજી વાતોમાં ઢાળવા બોલી,
"તારી હોબી શું છે ?"

આલોક પણ બીજી વાતોએ ચઢી ગયો તે બોલ્યો,
"મને ડાન્સ કરવો ખુબજ ગમે છે અને મને હિપ-હોપ ડાન્સ આવડે પણ છે. તારી હોબી શું છે ?"

નીયા બોલી, "મને તો નવરાશની પળોમાં લખવું ગમે છે અને ગરીબ બાળકોની મદદ કરવી, તેની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો પણ ખુબજ ગમે છે.

આલોક : વાઉવ...!!

નીયા : તને કેવા ટાઇપની મુવી જોવી ગમે છે?

આલોક : ફાઇટિંગ

નીયા : હં...સેમ ટુ યુ, મને પણ એવીજ મુવી જોવી ગમે છે.

આલોક : વાઉવ, ગ્રેટ.

આમ, બન્નેએ ઘણી વાતો કરી પછી સૂરજ ડૂબતા તેઓ પાછા આ લોકો પાસે આવ્યા અને બધા રાહુલભાઈના ઘરે પહોંચ્યા. ત્યાં રીમાબહેન અને રીતેશભાઈ પહેલેથી પહોંચી ગયા હતા અને અવિનાશ પણ આવી ગયો હતો તેને રાહુલભાઈએ જ સવારે ઘટેલી ઘટના કહી દીધી હતી. બધા હાથ - મોં ધોઈ અને જમવા બેઠા. જમ્યા પછી ત્રણેય મિત્રો પોતાની જૂની યાદો તાજા કરતા હતાં અને રીમાબહેન, હેત્વીબહેન અને બધા બાળકો એ બધા કિસ્સાઓ સાંભળી રહ્યા હતા. પછી બધા પોત-પોતાના ઘરે જાય છે. આખા દિવસના થાકેલ હોવાથી બધા સુઈ જાય છે.

ક્રમશઃ.......