“હા,આપણાં બધાં જ સપનાં આપણે સાથે મળીને પૂરાં કરીશું.”અનુભવે લાગણીભીનાં સ્વરે કહ્યું.
“ચાલ, હવે હું નીકળું.નહીંતર ઘરે પહોંચવામાં મોડું થઇ જશે.”પ્રીતિ પોતાની આંખોમાં આવી ગયેલ આંશુ લુછતાં બોલી.
…
કેફેમાં બેઠેલાં અનુભવનું ધ્યાન દરવાજા પાસે ઉભેલ નિધિ ઉપર પડ્યું. તેણે પોતાનો હાથ ઊંચો કરી નિધિને પોતાનાં ટેબલે બોલાવી.
“હાઇ નિધિ.”
“હાઇ.” નિધિએ બેસતાં કહ્યું.
“અનુભવ, જો મારે તને પ્રીતિ વિશે સાચી વાત ન કરવી હોતને તો હું તને મળવાં ક્યારેય ન આવત.”નિધીએ થોડાં ગુસ્સાથી કહ્યું,કારણકે તેની નારાજગી હજુ પણ ઓછી થઇ નહતી.
“નિધિ તું મારાથી કેમ આટલી નારાજ છો?આઇ મીન,પ્રીતિએ એની મરજીથી મારો સાથ છોડ્યો હતો.તો પછી તું દોષનો ટોપલો મારાં ઉપર કેમ ઢોળી શકે?”
“ઓ કમોન અનુભવ, શું તને લાગે છે કે પ્રીતિ એની મરજીથી તને છોડી શકે?”
“હું કાલે જ મિહિરને મળ્યો હતો. એને જ મને કહ્યું કે પ્રીતિનાં લગ્ન એની મરજીથી જ થયાં હતાં.”
“હા, પણ લગ્ન માટે પોતાની મરજી દેખાડવી એ એની મજબુરી હતી.”
“મજબુરી?એવી તે કંઇ મજબુરી હતી જે એ મને ન જણાવી શકી,જેનાં લીધે એણે મને છોડી દીધો.”
અનુભવ, જે દિવસે તે એને પ્રપોઝ કરી હતી એ સાંજે એ જ્યારે ઘરે પહોંચીને તે તેનાં પરિવાર સાથે એક પાર્ટીમાં ગઇ હતી.
…
પ્રીતિ આજે બહું જ ખુશ હતી,કારણકે આજે તેની અને અનુભવની બાળપણની દોસ્તીને એક નવું નામ મળ્યું હતું. તે ઘરે પહોંચી એટલે તેનાં મમ્મીને તૈયાર થતાં જોઇને પૂછ્યું,
“કેમ મમ્મી, આપણે ક્યાંય જવાનું છે?”
હા બેટા, આજે તારાં પપ્પાનાં બોસનાં દીકરાનો જન્મદિવસ છે.તો તેઓએ પાર્ટી રાખી છે. ચાલ હવે ફટાફટ તૈયાર થઇ જા.
ઠીક છે મમ્મી. પ્રીતિ પોતાનાં રૂમમાં તૈયાર થવાં ગઇ.
…
પ્રીતિ પોતાનાં પરિવાર સાથે પાર્ટીમાં પહોંચી. તેને ડાર્ક ગ્રીન ટીશર્ટ અને વાઇટ જીન્સ પહેર્યું હતું,જેમાં તે ખુબ સુંદર લાગી રહી હતી.
પ્રીતિનાં મમ્મીને તરસ લાગી હતી તેથી પ્રીતિ કાઉન્ટરે જ્યુસ લેવાં ગઇ. તે જ્યુસ લઇને પાછળ ફરવાં ગઇ એમાં તેની પાછળ ઉભેલ એક છોકરા સાથે અથડાઇ. તેથી જ્યુસનો ગ્લાસ એ છોકરાનાં વાઇટ બ્લેઝર ઉપર ઢોળાઇ ગયો.
“ઓ.. આઇ એમ સો સોરી. મને ખબર ન હતી કે તમે મારી પાછળ ઉભા છો.”પ્રીતિએ ધીમા અવાજે કહ્યું.
“ઇટ્સ ઓકે.”પેલાં છોકરાએ જવાબ આપ્યો.
“કિરણસર,બોસ તમને બોલાવે છે.”પ્રીતિનાં પપ્પાએ કાઉન્ટર પાસે આવીને કહ્યું.તેઓની નજર પ્રીતિએ પકડેલાં ખાલી ગ્લાસ અને કિરણનાં બ્લેઝર ઉપર પડી.
“પ્રીતિ,થોડું ધ્યાન રાખવું હતું ને. જો કિરણસરનાં કપડાં ખરાબ થઇ ગયાં.”
“કંઇ વાંધો નહીં અંકલ. એમાં એનો કંઇ વાંક નથી. મારું જ ધ્યાન નહતું.”કિરણે કહ્યું.
અ.. હેપી બર્થડે. પ્રીતિએ કહ્યું.
થેન્ક્સ.કિરણે કહ્યું અને કાઉન્ટર પરથી એક જ્યુસનો ગ્લાસ લઇને પ્રીતિને આપ્યો. પ્રીતિ કિરણને થેંક્યું કહી જતી રહી. કિરણ તેને જતી જોઇ રહ્યો.
પાર્ટી પુરી થઇ ચુકી હતી. કિરણ પોતાનાં મમ્મી-પપ્પા સાથે હોલમાં બેઠો હતો.
પપ્પા આજની પાર્ટી માટે થેંક્યું,બહું મઝા આવી.
અરે બેટા, તારાં માટે તો કંઇ પણ. બોલ શું ગિફ્ટ જોઇએ છે?
પપ્પા, મેં આજે પાર્ટીમાં એક છોકરી જોઇ, પ્રીતિ. મને એ સારી લાગી.કિરણે નિખાલસ ભાવે કહ્યું.
કિરણની વાત સાંભળી સુમિતભાઈ ખુશ થઇને બોલી ઉઠ્યાં,“સ્મૃતિ, મીઠાઇ લાવ. આપણાં લાડલાએ આખરે આટલી રાહ જોવડાવ્યા પછી છોકરી પસંદ કરી જ લીધી.”
“બેટા, મને ફોટો તો બતાવજે એનો. હું પણ જોઉંને મારા લાડલાની પસંદ અને વિનય તમે એ લોકોની તપાસ તો કરાવી જોજો.”સ્મૃતિબેને કિરણનાં મોંમાં મીઠાઇ મુકતાં કહ્યું.
“તપાસ કરવાની જરૂર જ નહીં પડે. એ આપણી ઓફિસમાં કામ કરતાં વિનાયભાઇની જ દીકરી છે. હું તો તેઓની ઘરે એક વાર જમી પણ આવ્યો છું. મેં ત્યારે પ્રીતિને જોઇ હતી. મને તો એ ત્યારે જ એ દીકરી કિરણ માટે ગમી ગઈ હતી.પરંતુ ત્યારે કિરણ તૈયાર નહતો એટલે મેં તને કંઇ વાત કરી નહીં.”સુમિતભાઈએ કહ્યું.
“ભાઇ, તમે એક વર્કરની છોકરી સાથે મેરેજ કરશો?આપણી ઇમેજ વિશે થોડો તો વિચાર કરવો’તો ને.”કિરણનાં નાના ભાઇ રિકીએ સીડી ઉતરતાં કહ્યું.
“આપણી ઇમેજ વિશે વિચાર કરવાની એને નહીં પણ તારે જરૂર છે.”સુમિતભાઇએ કહ્યું.
“ડેડ,તમને તો મારી બધી જ વાત ખો…..”
“બસ રિકી, મારા બર્થડેનાં દિવસે તો ના લડો.”કિરણે રિકીની વાત વચ્ચેથી જ કાપી અને તેને પોતાની બાજુમાં બેસાડ્યો.
“સુમિત, આપડે કાલે જ ત્યાં જઇ આવીયે.”સ્મૃતિબેને કીધું.
“અરે, એમ કહી સીધું જ થોડું પહોંચી જવાય છે. મને પહેલાં વિનય જોડે વાત કરવાં દે.પછી આપડે જશું.”સુમિતભાઈએ સોફા પરથી ઉભા થતાં કહ્યું.
...
( વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.તમારો અભિપ્રાય મને આગળ લખવાની પ્રેરણા પુરી પાડે છે.)
અન્ય રચનાઓ : ૧) અભય (a bereavement story) (પૂર્ણ)