dasta a bulding - 13 in Gujarati Fiction Stories by Jigar Chaudhari books and stories PDF | દાસ્તાને બી બિલ્ડિંગ - 13

Featured Books
Categories
Share

દાસ્તાને બી બિલ્ડિંગ - 13

દાસ્તાને " બી " બિલ્ડિંગ ભાગ 13

આગળના ભાગમાં જોયુંકે મહેન્દ્ર નો આજે જન્મ દિવસ હતો એટલે આજેેે એનાા ઘરે પાાર્ટી હતી. હવે આગળ

છ વાગી જ ગયા હતા બધા મહેન્દ્ર ના ઘરે એક પછી એક આવતા હતા.

વિદ્યા, જીયા, નયન, જનક પણ આવી જાય છે. થોડી વાર પછી કેક કાપીને પાર્ટી ની શરૂઆત થાય છે. વિદ્યા પોતાનું ગિફટ ઘરે જ ભુલી આવે છે એને ભાન થતાં એની મમ્મી માધવીને કહી ઘરે ગિફટ લેવા જાય છે. વિદ્યા બી બિલ્ડિંગ ના છેલ્લા પગથિયાં ઊતરતી જ હતી કે સોમાભાઈ અને સાગર નો અવાજ સંભળાય છે એ બંને બી બિલ્ડિંગમાં એક દેમ નીચેના રુમથી આવતા હતા. એમ તો એ રુમ હંમેશા બંધ જ રહેતો. સોસાયટી ના આગળ ના કાગળિયા અને અમુક ફાઈલો પડી હતી. એમ એ રુમ સ્ટોર રુમ જેવો જ હતો. એ બંને જણા વાતો કરતાં સોસાયટીમાંથી બહાર નીકળી જાય છે. વિદ્યા એ સ્ટોર રુમ તરફ જાય છે. એ રુમમાં તાળું માંરેલું હતું પણ વિદ્યા ના પપ્પા સેક્રેટરી હતાં એટલે એમની પાસે બધી જ ચાવી હતી આજ ચાવીઓ ઘરની ચાવીના કિચન સાથે પણ હતી એટલે વિદ્યા એકપછી એક ચાવી નાખીને તાળું ખોલે છે આખરે એક ચાવીથી તાળું ખુલી જાય છે. વિદ્યા એ રુમની અંદર પ્રવેશ કરે છે. રુમમાં લોખંડના બે મોટા કબાટ હતાં જેને કાટ લાગીને એનો કલર નીકળી ગયો હતો. એક ધૂળ ખાતું લાકડાંનું ટેબલ હતું. થોડી ધણી ફાઈલો આમતેમ પડી હતી. રુમપર કરોળિયાના જાળોઓની માળા હોય તેમ જાળા લટકતાં હતાં. આમ તો વિદ્યા ને આ રુમમાં આવું ન હતું પણ હવે આ બધું શું બની રહ્યું તે જાણવાની ઇચ્છા હવે તેને આ રુમ સુધી લઇ આવી. અંદર એવી એક પણ વસ્તુ એવી ન હતી જેથી વિદ્યા કંઈ ખબર પડે, આમતેમ રુમમાં વિદ્યા આટા મારી રુમની બહાર જ નીકળતી જ હોય છે કે ત્યાંજ એના હાથ પરથી ઘડિયાળ નીચે પડે છે. એ રુમની લીલા કલરની મોટા આસન પડે છે. વિદ્યા પોતાનું ઘડિયાળ લેવા જાય છે ઘડિયાળ તો એ ત્યાંથી લઈ લે છે પણ કંઈ અજીબ લાગતા એ લીલા કલરનાં મોટા આસાને હતાવે છે એને બતાવતા બીજા સ્ટાઈલ કરતાં અલગ કલરની સ્ટાઈલ હતી. વિદ્યા એ સ્ટાઈલને ખસેડવા જાય છે પણ ખસતી ન હતી. વિદ્યા આ રીતે ખસતી ન હતી સ્ટાઈલથી કંટાળી દિવાલ પર હાથ મારે છે પણ એ દીવાલના હાથથી લાગવાથી ખુલ્લી જાય છે વિદ્યા દિવાલ પર જોય છે તો ચાવી લટકાવવા માટે મોટી ચાવી હોય તેને હાથ લાગતાં ચાવી જમણી બાજુ ખસી ગઈ અને સ્ટાઈલની લાદી ખસી ગઈ. વિદ્યા એ ખસેડી લાદી તરફ જોયું તો નીચે ઊતરવાની એક લાકડાની સીડી હતી નીચે અંધારું હતું એટલે નીચે શું છે તે ઉપરથી કેહવું મુશ્કેલ હતું.

🌻🌻🌻🌻🌻🌻🌻

આ બાજુ મહેન્દ્રના ઘરે મસ્ત પાર્ટી ચાલી રહી હતી. સોમાભાઈ પણ પાર્ટીમાં આવી ગયાં હતાં. માધવી પણ પોતાના મહિલા મંડળ સાથે વાત કરવા વ્યસ્ત હતી એટલે એને ધ્યાન પણ રહયું નહીં કે વિદ્યા હજુ ગિફટ લઈ આવી ન હતી. ધણાં બધા ને હવે ખબર પડી હતી કે સરસ્વતી મ્યુઝિક ની ખાસી પકડ રાખે છે એટલે બધા લોકોના આગ્રહ થી સરસ્વતી ગીત ગાય છે.

" सूना सूना लम्हा लम्हा

मेरी राहें तन्हा तन्हा

आकर मुझे तुम थाम लो

मंजिल तेरी देखे रस्ता

मुड़के जरा अब देख लो

ऐसा मिलन फिर हो ना हो

सब कुछ मेरा तुम ही तो हो

( ગીત ચાલું જ હોય છે અને સાગર પણ પાર્ટીમાં આવે છે એને સોમાભાઈ ને કંઈ વાત કહેવી હતી પણ સરસ્વતીના ગીતનાં શબ્દો કાને પડતાં એ ચુપચાપ ગીત સાંભળે છે. સોમાભાઈ સાગરને જોતા સાગરની બાજુમાં જઈ ઊભા રહી જાય છે એ ગીતના અવાજને કારણે સોમાભાઈ સાગર સાથે ગીત પતી પછી વાત કરવાનું ઉચિત માને છે.)

बेपनाह प्यार है आजा

तेरा इंतजार हैं आजा

ओ बेपनाह प्यार है आजा

तेरा इंतजार हैं आजा

सूना सूना लम्हा लम्हा

मेरी राहें तन्हा तन्हा..

.......

.......

मुड़के जरा अब देख लो

ऐसा मिलन फिर हो ना हो

सब कुछ मेरा तुम ही तो हो

बेपनाह प्यार है आजा

तेरा इंतजार हैं आजा

ओ बेपनाह प्यार है आजा

तेरा इंतजार हैं आजा

सूना सूना लम्हा लम्हा

मेरी राहें तन्हा तन्हा.. "

વિદ્યા શું સીડી નીચે ઊતરીને આગળ જશે?

રહસ્ય જાણવા માટે વાંચતા રહો દાસ્તાને બી બિલ્ડિંગનો આગળનો ભાગ