આઇ હેટ યુ
પ્રકરણ-46
હેતલ વરુણને ટોણાં મારી રહી હતી કે એ સ્ત્રી થઇને તને લલ્લુ બનાવી ગઇ તને છોડીને ક્યાં ગૂમ થઇ ગઇ ? એણે એક નિશાની નથી છોડી તું હાથ ધસતો રહી ગયો. તારાં આ ટૂંકા પગારમાં તારાં ફલેટનાં હપ્તા ભરવાનાં અને ઉપરથી આ બધાં તારાં ઐયાશીનાં ખર્ચ કાઢવાનાં ? મને થાય છે હું કંઇ કામ કરું તને વળગીને બેસી રહીશ તો નહીં. ચાલે....
વરુણે કહ્યું હેતલ તું છે ને મારી પડખે આમેય એની સાથે બીજા સંબંધજ ક્યાં હતો ? મેં લગ્નજ એ નોકરી કરતી હતી એટલે પસંદ કરી હતી કે પૈસાની શાંતિ અને હપ્તા ભરાય ફલેટ મારો થઇ જાય મને એની સાથે સંબંધમાં કોઇ રસ જ નહોતો એટલેજ એની બધી શરતો માની હતી તારી પાસેથી બીજું બધું મળી રહેતું હતું. પણ તું શું કામ કરીશ ? નથી તારી પાસે ડીગ્રી કે કોઇ અનુભવ નથી હજી આપણાં લગ્ન થયાં તારાં ઘરનાં તું મારી સાથે હરેફરે રહે એનાથી ગુસ્સામાં ફરે છે તું શું કરીશ ?
નંદીની અચાનક બધુ છોડીને ગઇ.. પણ એમાં ભૂલ મારીજ હતી મારે એનું ગળુ દબાવી મારવાની નહોતી મારાં ખર્ચા તો નીકળતાં હતાં. મારે મારો સ્વાર્થ યાદ રાખવાનો હતો. પણ એણે મને જે રીતે તરછોડ્યો મારો કાબૂ ના રહ્યો એ મારાંથી વધારે આગળ નીકળી ગઇ ઉપરથી એની માં મરી ગઇ બધો દોષ એણે મારાં પર ઢોળ્યો. એનો ફલેટ હતો ભવિષ્યમાં હુંજ કબજો કરી દેત મેં બાજી બગાડી છે મારેજ સુધારવી પડશે. પરંતુ એ હાથમાં તો આવે પછી આગળ વાત છે.
હેતલે વરુણની વાત સાંભળી ના સાંભળી કરીને બોલી વરુણ તું કહે તો એક કામ કરી શકું આપણી પોળનો મુકેશ છે ને એ પ્રેસ અને બાઇન્ડીંગનું કામ કરે છે એનાં ત્યાં કામ મળી રહે એમાં ભણતરની જરૂર નથી આપણી પોળની બીજી છોકરીઓ પણ કામ કરે છે બાઇન્ડીંગમાં અને ડીલીવરી આપવા પણ જાય છે તું કહે તો હું ત્યાં ટ્રાઈ કરું અથવા બ્યુટી પાર્લરનું ચાલુ કરું એ મને ફાવે છે.
વરુણે કહ્યુ ના ના એ મુકલો નજરનો સારો નથી મને બધાં એનાં ધંધા ખબર છે એ પોળની ઢબુડી અને બીજા સાથે એનાં લફરા ખબર છે મને આમેય એની નજરમાં તું છે જ મને બધી ખબર છે અને બ્યુટી પાર્લર ક્યાં કરીશ ? જગ્યા તો જોઇએ ને ?
હેતલે કહ્યુ તું પાછો બહુ દૂધે ધોયેલો છે બધાં તને એવાં લાગે છે. મુકેશભાઇ સારા માણસ છે કોઇ શુ કરે છે આપણે શું ? હું શું કરુ છું એ મારે જોવાનું છે. અને જો બ્યુટીપાર્લરની હા પાડે તો ફલેટ છે જ ને ? સવારથી સાંજનો સમય રાખવાનો બપોરે બે કલાકનો બ્રેક. એ જામી ગયુ તો તારે ખૂબ રાહત થઇ જશે. એની કમાણીમાંથી તને ફલેટનું ભાડુ મલી જશે સામાન્ય ફેરફાર રૂમમાં કરવા પડે બસ. વિચારી જોજો આ બહાને તારી સાથે પણ રહેવાશે.
વરુણે કહ્યુ હું આખોવખત ભરુચ પડ્યો હોઊં મારી સાથે શું રહેવાની ? પણ વિચારુ છું કંઇ પણ તારાં ઘરનાં ને પૂછી જો જો પહેલાં પછી નક્કી કરીએ.
હેતલે કહ્યુ વરુણ તું એક કામ ના કરે ? આમ પણ નંદીની જતી રહી છે તું કહે છે કે તમારાં લગ્ન રજીસ્ટર પણ નથી કોઇ પુરાવા સાક્ષી નથી તો તું ઘરે આવીને કહીને આપણાં લગ્ન માટે તો કાયમી શાંતિ આજ ઉપાય શ્રેષ્ઠ છે. આપણે સાથે રહેવાશે અને એની કાયમી ગોદ નીકળી જશે.
વરુણે કહ્યુ તું શું બોલે છે ? ફલેટનાં હપતા ક્યાંથી કાઢીશું ? તારુ બ્યુટીપાર્લર ચલાવવાનાં બધું ખરીદ કરવાનાં પૈસા ક્યાંથી કાઢું ? મારાં બાપને શું જવાબ આપું ? બ્યુટીપાર્લર ના ચાલ્યું તો ? ઉલમાંથી ચૂલમાં પડીશું કંઇ વિચાર્યુ છે ?
હેતલને ગુસ્સો આવ્યો એણે મને જે વિચાર આવ્યા મેં કીધાં બધામાં તને શંકા જ રહે છે તો કંઇ નહીં કરી શકાય તું અહીં બેસીને વિચાર્યા કર પેલી હાથમાં આવશે તોય તું કંઇ ઉકાળી નહીં શકે હું ચાલી... વરુણ એને જતો જોઇ રહ્યો વિચારમાં પડી ગયો...
*****************
નંદીની સમયસર ઓફીસ પહોંચી ગઇ હમણાં શરૂઆતમાં ભાટીયા. જેમ કહે સમજાવે એમ કામ કરવાનું હતું આમતો એને ઘણો અનુભવ હતો પણ ભાટીયાએ કરેલી ટકોર યાદ હતી કે અહીંની ઓફીસમાં જુદી રીતે કામ થાય છે અને અહીં ઓવરસીસનાં કામ થાય છે. એટલે એની જમ્યાએ બેસીને ભાટીયાની સૂચના પ્રમાણે કામ કરી રહી હતી.
ત્યાંજ ભાટીયાએ નંદીનીને બોલાવી અને કહ્યું નંદીની તારાં લેપટોપમાં પણ ડેટા છે આ બીજી ફાઇલ છે એમાં મુંબઇની ઓફીસથી આપણને જે મિત્રતા આપી છે એ આ ફાઇલમાં છે તું એનો સ્ટડી કરી બપોર સુધીમાં રીપોર્ટ આપજે. આવતા વીકની શરૂઆતમાં જરૂર પડે મુંબઇ ઓફીસ પણ આપણે જઇ આવીશું તું આ બધુ કામ એકવાર સમજી લે પછી તું સ્વતંત્ર રીતે કામ કરી શકીશ.
નંદીનીએ આર્શ્ચયથી પૂછ્યુ મુંબઇ ઓફીસ કેમ સર ? ભાટીયાએ નંદીની સામે એવી રીતે જોયું... પછી બોલ્યો નંદીની સુરત ઓફીસમાં ઓવરસીઝ કામ જોવાય છે અને આપણી ઓફીસ સીધી મુંબઇ ઓફીસની નીચે કામ કરે છે. અત્યાર સુધી તે અમદાવાદ ઓફીસમાં જે કામ કર્યા છે. એનાંથી સાવ અલગ છે અહીં ડોમેસ્ટીક કોઇ કામ નથી થતાં. મુંબઇ ઓફીસમાં મેઇન બોસ છે અને અહીં હું જે કામ લઊં છું એ સાથે મળીને થાય છે એટલે ત્યાં એમને મળવું તારે જરૂરી છે પછી ત્યાં મીસ લવલીન ને મળીશ એટલે બધુ કામ સમજાઇ જશે ત્યાંનાં જો આપણાં બધાંનાં બોસ છે મી. અજમેરા એમણે મળવું જરૂરી છે પછી બધુ કામ સમજાઈ જશે.
આપણને ત્યાં બોલાવશે ત્યારે જવાનું છે. ત્યાં સુધી તું આ બધો સ્ટડી કરી રાખ ના સમજાય તો પૂછી શકે છે. મારે પણ આમને રીપોર્ટ કરવાનો હોય છે. તારી ડીટેઇલ્સ પણ મેં આપી દીધી છે હજી તારો આ બીજો દિવસ છે ધીમે ધીમે તને બધું સમજાઇ જશે. ચિંતા ના કરીશ અહીંની ઓફીસમાં પ્રમોશનમાં પણ ખૂબ ચાન્સ છે અમદાવાદ તું જે જગ્યાએ હતી વર્ષો એમાં જ રહેત. અહી સાવ જુદુ છે. એની વે તું તારુ કામ ચાલુ કર મારે મીટીંગ છે એટલે આજે આખો દિવસ બીઝી રહીશ-સેટરડે સન્ડે રજા છે એટલે સોમવારે મળીશું અને નંદીની એની જગ્યાએ પાછી આવી નંદીની ભાટીયાની વાતો વાગોળી રહી મીસ લવલીત મી. અજમેરા મુંબઇ ઓફીસ સાથેનાં કામ.. અહીં તો અમદાવાદ બ્રાન્ચ કરતાં કંઇક બધુ જુદુ જ છે.
પણ ભાટીયાની એક વાત સાચી છે અમદાવાદ મેં જે જગ્યા માટે જોઇન્ટ કરી હતી પછી ત્યાંની ત્યાંજ રહી ના કામ અપગ્રેડ થયું ના પ્રમોશન થયું પણ શાંતિ હતી. પોતે મનમાં ને મનમાં મલકાઇ ત્યાંજ ઓફીસની અને ભાટીયાની સેક્રેટરી લીના એની પાસે આવી અને બોલી હાય નંદીની તેં ઓફીસ જોઇન્ટ કરી બધી જાણ છે પણ તને શાંતિથી મળાયુ જ નથી સરનાં કામમાં સતત બીઝી રહી હતી એ ગયાં એમની ખાસ મીટીંગમાં એટલે ફ્રી થઇ કેવું લાગે છે ? અહીં ? ફાવે છે ને ?
લીનાએ આવીને નંદીનીને એક સામટું બધુ પૂછી લીધુ નંદીનીએ હસતાં હસતાં કહ્યુ હાં ફાવે છે મેં તમને સર સાથે જોયેલાં પણ આપણે વાત નહોતી થઇ. લીનાએ કહ્યુ તમે તમે ના કર આપણે સરખાં જ છીએ તારી અહીંથી એપોઇન્ટમેન્ટ પોર્ટફોલીઓ બધુ મેં જ તૈયાર કરેલું અહીં મજા તો આવશે પણ કામ બરાબર કરવું પડશે. કામ પર ભાર દઇને હસી પડી.
ત્યાં જ રીસેપનીસ્ટ પારુલ આવી અને બોલી બોસ ગયાં એટલે લીના તું ફ્રી બર્ડ થઇ ગઇ ચલ કોફી પીએ આપણે ? નંદીનીએ કહ્યુ ગુડ આઇડીયા હું થોડું કામ પતાવી લઊં પછી બેસીએ ?
લીનાએ કહ્યું ભાટીયા ગયો એટલે આપણું કામ પુરુ હવે મન્ડે. આ ફ્રાઇડે ઇવનીંગ છે એ દમણ ગયો આપણે અહીં કોફીનો દમ ભરીએ કહીને હસી પડી અને બોલી નંદીની....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-47