MOJISTAN - 35 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 35

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

મોજીસ્તાન - 35

મોજીસ્તાન (35)

Hi.. h r u.." ટેમુએ આજ ઘણા દિવસ પછી વીજળીને વોટ્સએપ મેસેજ કર્યો. નગીનદાસ સાથે થયેલી માથાકૂટ પછી નીના આવતી બંધ થઈ ગઈ હતી અને એનો ફોન પણ નગીનદાસે લઈ લીધો હતો.ટેમુએ બે ચાર આંટા નગીનદાસના ઘર આસપાસ મારી જોયા પણ ખાસ મેળ પડતો ન્હોતો.એકવાર નગીનદાસે એને હબાની દુકાન પર બેઠેલો જોઈને ગાળો દીધી હતી..
અને હબાને પણ ધમકી આપી હતી.હબો એમ નગીનદાસથી ડરે એવો ન્હોતો પણ હમણાંથી સરપંચનો આવરો જાવરો નગીનદાસના ઘેર વધ્યો હતો.. એટલે હબાએ ટેમુને પોતાની દુકાને આવવાની ના પાડી હતી.

નીના સાથે કનેક્ટ ન થવાયું એટલે ટેમુએ એનું વાધું (ધ્યાન) વીજળી તરફ વાળ્યું. વીજળીએ ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી હતી એટલે હવે એ ફ્રેન્ડશિપ ગાઢ બનાવવાનો ઘાટ ટેમુ ઘડવા માંગતો હતો.
થોડીવાર રાહ જોવા છતાં કોઈ રીપ્લાય ન આવ્યો.વીજળી ઓનલાઈન જ હતી અને ટેમુના મેસેજ પર ગ્રીન ટિક પણ થઈ ગઈ હતી એટલે વીજળીએ મેસેજ તો વાંચી લીધો હતો પણ રીપ્લાય આપતી ન્હોતી. ટેમુએ થોડીવાર રાહ જોઈ.પછી બીજો મેસેજ કર્યો..
"O hi.."
ટેમુના આશ્ચર્ય વચ્ચે વીજળી ઓફલાઇન થઈ ગઈ.એણે પોતાના મેસેજનો રિપ્લાય ન આપ્યો એટલે ટેમુ અકળાયો..
"તારા જેવી તો સત્તર આ ટેમુ ઉપર મરે છે..જા હવે તને મેસેજ જ ન કરું.." એમ બબડીને એ ફેસબુક જોવા લાગ્યો..
ફેસબુકમાં વીજળીનું એકાઉન્ટ કાઢીને એનું ફ્રેન્ડલિસ્ટ તપાસવા લાગ્યો. એ ફ્રેન્ડલીસ્ટમાં s.s. patel નામ જોઈને ટેમુની આંખો પહોળી થઈ ગઈ..
આ s.s.patel એટલે ટેમુનો ખાસ દોસ્ત સંજય સવજી પટેલ..
રવજીના મોટાભાઈ સવજી પટેલનો દીકરો..અમદાવાદ એન્જીનીયરીંગ કોલેજમાં એ ભણતો હોવાથી વેકેશનમાં જ ગામ આવતો અને બહુ ઓછા દિવસો રોકાતો.જેટલા દિવસો સંજય રોકાતો એટલા દિવસોમાં પણ મોટેભાગે એ ઘરમાં જ ભરાઈ રહેતો.કારણ કે એ આખો દિવસ કંઈ નું કંઈ વાંચ્યા જ કરતો.એની મોટી મોટી અંગ્રેજી બુકસ જોઈને ટેમુને ચક્કર આવી જતા.ક્યારેક ટેમુ ખૂબ આગ્રહ કરતો ત્યારે એ ટેમુ સાથે ફરવા આવતો. એ વખતે ટેમુ દુકાનમાંથી નાસ્તો લઈ જતો.ગામની સીમમાં બાબો, ટેમુ અને સંજય ખૂબ રખડતા. બસ પછી બીજા જ દિવસે સંજય ચાલ્યો જતો. પુસ્તકીયો કીડો હોવાથી એને ફેસબુક કે વોટ્સએપ વાપરવાનો સમય કે શોખ ન્હોતા.ગામની નિશાળમાં ભણ્યો ત્યાં સુધી એ પ્રથમ આવેલો..વોટ્સએપમાં કોઈ ફાલતુ મેસેજ કે કલીપ જોવાનો કે ફોરવર્ડ કરવાનો સમય એની પાસે ન્હોતો. જો સાવ ફ્રી હોય તો એ કોઈ નવલકથા વાંચતો..G.K. ની મોટી મોટી બુક્સ ક્યાંકથી એ ઉપાડી લાવતો.
સ્કૂલ ઉપરાંત પંચાયતની લાઈબ્રેરીની બધી જ બુક એ વાંચી ગયો હતો.
એવો પ્રખર વ્યક્તિ વીજળીના ફ્રેન્ડલીસ્ટમાં નીકળ્યો એટલે ટેમુની નવાઈનો પાર ન રહ્યો.આજ એકાએક એના હાથે કંઈક નવું સંશોધન થઈ ગયું હોય એવો રોમાંચ ટેમુએ અનુભવ્યો.

ટેમુએ ફટાફટ દિમાગની બત્તી તેજ કરી.વિજળીએ મેસેજનો રિપ્લાય આપ્યો નહીં એટલે એ ગુસ્સે થયો હતો.
"Snju is comming" ટેમુએ ગોળો દાગ્યો. એની ધારણા મુજબ online થયેલી વિજળીએ મેસેજ વાંચીને typing શરૂ કર્યું હતું.ટેમુ મૂછમાં મલકી રહ્યો હતો..
"O sorry temu..i was busy..."
"Snju kyare aave 6?"
"હેહેહે..." ટેમુ હસ્યો.
"મારી બેટીને સંજુમાં રસ છે.અલી હું અહીં સહરાના રણની તરસ લઈને બેઠો છું એ નથી દેખાતું તને ? અમારા મેસેજના રીપ્લાય આપતા પણ ઘા વાગે છે અને સંજુ ક્યારે આવે છે..હા..આ..આ
લઈ લે...સંજુ તરફ જતા રસ્તામાં ટેમુ નામનું જંગલ આવે છે સમજી ?"
"Hello.. temu..."
થોડીવાર ટેમુએ રીપ્લાય ન આપ્યો એટલે વિજળીએ ફરી ચમકારો કર્યો. પણ ટેમુ હવે એને ટટળાવવાનો હતો.એ સમજી ગયો હતો કે આ વીજળી સંજય ઉપર ચમકારા કરવા માંડી છે પણ સંજયે એની કોઈ નોંધ લીધી નથી.વીજળી પોતાના ગામની હોવાથી કદાચ સંજુએ એની ફ્રેન્ડરીકવેસ્ટ સ્વીકારી લીધી હોય.
પણ પછી એના સ્વભાવ મુજબ એ પુસ્તકોમાં ઘુસી ગયો હોય...
ટેમુનો આ અંદાજ સોએ સો ટકા સાચો હતો.
ટેમુ offline થઈ ગયો..
"તારી જાતની વીજળી..મને રીપ્લાય આપ્યા વગર તું offline થઈ ગઈ હતી.તો લે હવે તું પણ લેતી જા.."
થોડીવાર પછી ફરી વીજળીનો મેસેજ આવ્યો..
"r u sure ?"
"100%" ટેમુએ રીપ્લાય આપ્યો.
"Ok" - વીજળી.
"Tari vat karto hto" ટેમુએ દીવાસળી ચાંપી.
"Sachche ? Shu kheto hto.. kyare ave 6 ?" વીજળીએ ફટાફટ રિપલાય આપ્યો.
"E no k y.." ટેમુને હવે રમત સુજી હતી..
"Plz k ne.."
"Hakan.. hu nhi khu.."
"Plz temu.."
"🤐"
"😠"
"Bye" ટેમુ ઓફલાઇન થઈ ગયો.

* * *
એ રાજદૂતવાળો એટલે રણછોડદાસ રવાણી..ખોંગ્રેશ પક્ષનો તાલુકા પ્રમુખ..! નયનાનાં પિયરમાં એના ઘરની અડોઅડ એનું ડેલું હતું.રણછોડ અને નયના સાથે જ રમીને મોટા થયેલા.મોટા થતાની સાથે જ બેઉ એકબીજાના ગળાબૂડ પ્રેમમાં પણ પડેલા. રણછોડની વાડીએ નયના કાયમ કપડાં ધોવા જતી.સવારે દસ વાગ્યે ગયેલી નયના છેક સાંજે છ વાગ્યે ધોયેલા કપડાં વાડીએ જ સૂકવીને ઘેર આવતી.આખી બપોર રણછોડ સાથે કુવા પરની ઓરડીમાં બેઉ એકબીજામાં પરોવાઈ જતા. રણછોડે મૂછનો દોરો ફૂટતાંની સાથે જ ખેતી સંભાળી લીધેલી એટલે એના બાપુજીને વાડીએ બહુ આવવાની જરૂર નહોતી..
કંઈ પણ સળગે એટલે ધુમાડો નીકળ્યા વગર રહેતો હોત તો રણછોડ અને નયનાનું પ્રેમ પ્રકરણ છાનું રહ્યું હોત..
નયનાના પપ્પાએ આબરૂ લીલામ થાય એ પહેલાં નગીનને શોધી કાઢ્યો.નયનાએ ઘણા ધમપછાડા કર્યા પણ "જો તું મારુ કહ્યું નહીં માને તો હું ઝેર પીને મરી જઈશ"
એવી પરાપૂર્વથી ચાલી આવતી ધમકી આપીને એના પપ્પાએ ધાર્યું કરાવ્યું. નયના નિસાસા નાખીને કમને નગીનદાસને પરણી તો ખરી પણ પોતાના પ્રાણ પ્યારા રણછોડને છોડી ન શકી.
નયનાએ પોતાને ભગાડી જવા પણ રણછોડને કહ્યું પણ "એમ બાપની આબરૂ પર પાણી ફેરવીને મારે તારી સાથે ફેરા નથી ફરવા..
ભલે આપણે સાથે રહી ન શકીએ પણ હું કાયમ તને મળવા આવીશ.." એવો કોલ આપીને સમજાવી.પછી તો રણછોડે પણ હૈયા પર પથ્થર મૂકીને બાપાએ બતાવેલી કન્યા સાથે સંસાર વસાવી લીધો. સમાજની ઊંચી દીવાલો ઠેકી ન શકેલા બેઉ પ્રેમીઓએ સમાજની દીવાલમાં બાકોરું પાડીને મિલનનો માર્ગ કરી લીધેલો..
રણછોડ અને નયનાનો આટલો ભૂતકાળ જાણીને હવે આપણે વર્તમાનકાળમાં આવીએ.
હુકમચંદના કપડાં પર જે દિવસે નયનાએ ભૂલથી એંઠવાડ નાખ્યો તે દિવસે રણછોડ ત્યાં હાજર હતો.નયનાને પોતાની સામે જોતા તભાભાભા જોઈ ગયા હોવાથી રણછોડે એનું રાજદૂત ગટરના પાણીમાં ફૂલ સ્પીડમાં ચલાવીને તભાભાભાને ગંદા છાંટા ઉડાડેલા
એ આપણે જાણીએ છીએ.
હુકમચંદ ગામનો સરપંચ હતો અને લોકપાલન પક્ષનો સક્રિય કાર્યકર હતો.ધીમે ધીમે એલપીપી (લોકપાલન પક્ષ)માં એનું વર્ચસ્વ વધતું જતું હતું. ધારાસભ્ય ધધુ સાથે હુકમચંદ ઘરોબો કેળવી રહ્યો હતો અને પાણીની લાઈનમાં કરેલી ગોબચારીમાંથી પણ એને બચાવ્યો હતો.
સામે પક્ષે રણછોડ પણ ખોંગ્રેસ નો સક્રિય કાર્યકર હતો અને આ વખતની ચૂંટણીના ખોંગ્રેસના સંભવિત ઉમેદવાર ચમનલાલ ચાંચપરાનો ખાસ મિત્ર હતો.
હુકમચંદ જે ચાળા નયના સાથે કરતો હતો એ વાત નયનાએ રણછોડને કરી હતી.એટલે હુકમચંદને બાટલીમાં પુરવાનું આયોજન રણછોડે કરી નાખેલું.
રણછોડે હુકમચંદની ગતિવિધિઓ પર ધ્યાન રાખવા માંડ્યું.એ ક્યારે અને ક્યાં જાય છે, કોને મળે છે એ બધી જ બાતમી એ મેળવતો રહેતો હતો.
હુકમચંદ બોટાદ આવ્યો એ દિવસે રણછોડે નયનાને પણ બની ઠનીને બોટાદ આવી જવા કહેલું..
રણછોડની યોજના મુજબ નયનાએ હુકમચંદને બાજરાના ખેતરમાં જવાનું કહ્યું અને રણછોડે ઘા કાઢી લીધો.. રણછોડ અને એનો દોસ્ત હુકમચંદની પાછળ બાજરાના ખેતરમાં ઘુસ્યા હતા.
હુકમચંદ આગળ વધે એ પહેલાં જ રણછોડે રાડ પાડીને નયનાને બચાવી લીધી હતી.
રણછોડ અને એનો દોસ્ત ખેતરમાં ઘુસ્યા એટલે નયના ડરીને ભાગી હતી.હુકમચંદે પણ જલ્દી જલ્દી ખેતરમાંથી બહાર નીકળી એનું હોન્ડા ચાલુ કર્યું હતું.
''હું તને કેતો જ હતો કે આંય રેવા દે..કોક બે જણ આપડી પાછળ જ ખેતરમાં આવી ગયા..કદાચ ઇ ખેતરવાળા હોવા જોઈએ.." હુકમચંદે કહ્યું.
"હાય હાય..હવે શું થાશે ? કાંય વાંધો તો નય આવે ને ? જો ખબર પડી જશે તો મને તમારો ભઈબંધ કાઢી મુકશે હો..તો હું ચ્યાં જશ.."
નયનાએ ગભરાઈ ગઈ હોવાનો અભિનય કરીને કહ્યું.
"ઇ કાઢી મુકશે તો હું તને રાખી લશ..ઉપાધી નો કર્ય..એકાદું મકાન તને બોટાદમાં લય દશ..તું મોજથી રેજેને તું તારે..હું આંટો ફેરો કરતો રશ.હેયને જલસા કરીશું વાલી.. પણ કોયને આપડા સબંધનું કાંય કેતી નય.કારણ કે મારે હવે જિલ્લા પંચાતમાં ટીકીટ લેવાની છે.પછી તો તનેય પક્ષની કાર્યકર બનાવીશ.મહિલા મોરચાની પ્રમુખ બનાવી દઈશ.." હુકમચંદ હોન્ડા હાંકતા હાંકતા સ્વપ્ન જોવા લાગ્યો હતો.
"નાલાયક...તું હજી મને ઓળખતો નથી.તારી જેવા લંપટ માણસને તો ઉઘાડો પાડવો જ જોવે..મારો રણછોડ તને રાજકારણ છોડાવીને તેલપળી વેચવા હાટડીએ બેહાડી નો દેય તો કેજે..સાલ્લા કુત્તા.." મનોમન નયનાએ બબડીને મોટેથી કહ્યું,
"એટલો બધો પ્રેમ કરો છો ? હાચુંન મને તમે રાજકારણમાં લઈ લેશો ? પણ મને મારો નગીનય વાલો છે હો..બચાડો મને કોય દી કાંય કેતો નથી.હું ચ્યાં જવ સુ, શુ કામ જવ સુ ઈ કાંય કરતા કાંય નો પુસે..બવ સારો છે મારો નગીન..
પણ સું થાય..તમે મને બવ ગમી જ્યા.."
"આપડે નગીનનેય લાભ કરાવશું..
કોક દી ઘરે એકલી હો તો ફોન કરજે..મીઠી મીઠી થોડીક વાતું કરજે.તું મને બવ વાલી લાગશ.."
એમ કહી હુકમચંદે લીવર આપ્યું. ગામ આવ્યું ત્યાં સુધી નયનાએ પાછળ બેઠા બેઠા થોડાક ચાળા કરીને હુકમચંદને સાવ પલાળી દીધો.
"હવે જો ગામનું પાદર આવી જયું છે.તો આંય ઉતરી જા. નકામું કોક ગામનું જોઈ જાશે તો ખોટી વાતું કરશે.." હુકમચંદે ગામથી થોડે દુર બાઈક ઉભું રાખતા કહ્યું.
"ખોટી વાતું કરશે કે સાચી વાતું કરશે..? આ કેવું હેં..? આપડું લફરું તો સાચું જ છે અને કોક આપડને ભાળી જાય..ને વાતું કરે તો ઈ ખોટી વાતું કેવાય નઈ.?"
નયના બાઈક પરથી ઉતરીને હસી.
પછી ચાલતી થઈ અને હુકમચંદ સામે જોઈને બોલી.."બાય..મારા રાજા..''
"બાય બાય મારી રાની.."હુકમચંદે હોઠ પર આંગળીઓ મૂકીને ચૂમી.
નયના હસીને ચાલતી થઈ. અને હુકમચંદે હોન્ડાને લીવર આપ્યું..
એ વખતે રોડ પાસેના ખાળીયામાં કુદરતી હાજતે બેઠેલો ચંચો આ સંવાદ સાંભળીને ચમક્યો.જલ્દી જલ્દી પાણી લઈને એ ખાળીયામાંથી બહાર નીકળ્યો..
જોકે એ એના બોસ હુકમચંદનો અવાજ તો ઓળખી જ ગયો હતો.પણ બયરૂ કોણ છે એ એને જાણવાની તાલાવેલી હતી.
ખુલ્લી પીઠ પર ચોટલો ઝુલાવતી અને કમર લચકાવતી ચાલી જતી નયનાને જોઈ એ ઉતાવળો ચાલ્યો..
સાવ નજીક આવીને એણે નયના ને ઓળખી..
"તો ઈમ વાત છે હેં ને. !" ચંચો હળવેથી બોલ્યો.
નયના ચંચાને જોઈને ચમકી. ગામનો ઉતાર અને રખડેલ ચંદુ ચારમીનારને હબલાની દુકાને બેઠેલો ઘણીવાર નયનાએ જોયો હતો.
"બવ વાયડીનો નો થાતો.હજી બે દી પેલા બાબાકાકાએ ધોયોતો ઈ ભૂલી જ્યો..? સર્પસ સાબ્યને તો તું ઓળખતો જ હશને ? ગોત્યોય હાથ નય આવ્ય..તારી ઘયડી માની સેવા કર્ય સાનુમાનું.." નયના પણ કમ ન્હોતી.
"સાવ ઈમ તો નો જ હાલે ને ! અમે કાનો કાન સાંભળ્યું સે.અને નજરો નજર ભાળ્યુંય સે..કાંક તો ઇનામ લેસુ..હબાની દુકાને તો હું રોજ આવું સુ..ફૂલ નઈ તો ફૂલની પાંખડીય હાલસે.." એમ કહી ચંચો નયનાની આગળ થયો..
હુકમચંદે હોન્ડાના સાઈડ મીરરમાં એ દ્રશ્ય જોયું.અને હોન્ડા સાઈડમાં લઈને ઉભું રાખીને ખિસ્સામાંથી સિગરેટ કાઢીને સળગાવી.અને કશ લઈને બબડયો.
"આ હહરીનો ચયાંથી નીકળ્યો.."
થોડીવારે ચંચો પાસે આવ્યો. હુકમચંદે સિગારેટનો કશ લઈ ધુમાડો ચંચાના મો પર ફગાવ્યો.
"એકાદી અમનેય પાવ..ખાલી ધૂમાડાં સોડયે નય હાલે..અમે કાનોકાન કયંક હાંભળ્યુ સે.."
કહી ચંચાએ બાજુમાંથી પસાર થઈ રહેલી નયના તરફ ઈશારો કર્યો.
હુકમચંદે પાકીટ કાઢીને એક સિગારેટ અને પોતાની સળગતી સિગારેટ ચંચાને આપી.ચંચાએ હોઠ વચ્ચે એની સિગારેટ મૂકીને હુકમચંદની સળગતી સિગારેટ વડે સળગાવીને ઊંડો કશ લીધો..
"તો ઈમ વાત સે હેને..!"
હુકમચંદ ચંચા સામે ડોળા કાઢીને જોઈ રહ્યો.પછી મૂછ પર હાથ ફેરવીને બોલ્યો..
"ઓખાતમાં રેજે..કાનોકાન સાંભળ્યું હોય તોય બાર્ય નો નીકળવું પડે હમજ્યો ? તારું ઝૂંપડું ગેરકાયદેસર છે, તું અને તારી મા દાડી દપાડી કરીને બે ટંકના રોટલા માંડ ભાળો છો એ નો ભૂલતો.."
"પણ સર્પસ શાબ, હાવ આવી લુખી મારવાની..? તમે કરો ઈ લીલા અને અમે કરવી તો મારી દ્યો ખીલા..! આ હારું લ્યો..ઠીક સે.થોડાક વાપરવાના તો દ્યો..હમણે કાંય ધંધો સે નઈ.. જ્યાં હોય નયાં માર ખાવાનો જ થાય સે.ઓલ્યા બાબલાએ મને વાડયમાં ઘા કરી દીધો..હજી ટાંગા દુઃખે સે..તમે ઇની પડખે સવો. પણ તખુભા અમારી પડખે સે.."
ચંચાએ સિગારેટ ચૂસતા કહ્યું.
"પણ સરપંચ તો હું છું ને ! તું જો કોઇના મોઢે આડું અવળું ભસ્યો ને તો જોઈ લેજે.. ગામમાં કેમ રે'વાય છે..! છાનીમાનીનો કરતો હોય ઈ કર્ય..હાલ્ય આમ હાલતીનો થઈ જા.." કહી હુકમચંદે ચંચાને હડસેલો મારીને હોન્ડાને લીવર આપ્યું..!
"તખુભાને તો કે'વું જ પડશે. હાળા હુકમાં તું હમજશ સુ તારા મનમાં.." એમ બબડીને ડબલુ હલાવતો હલાવતો ચંચો પોતાના
ઝુંપડા તરફ રવાના થયો.

* * *

તભાભાભા લાલચોળ ચહેરે તખુભાની ડેલીમાં આવ્યા ત્યારે જાદવ કસુંબો બનાવતો હતો.તખુભા કાયમની જેમ ખાટલામાં તકીયાના ટેકે બેસીને હુક્કો પીતા હતા.જાદવ ખાટલા પાસે કોથળો પાથરીને બેઠો હતો. ડેલીની બહારના બંને બાજુના ઓટલા પર ડેલીમાં મોં રહે એમ ખીમો અને ભીમો પણ તૈયાર થઈ રહેલા કસુંબાનો એક ઘુંટડો મળવાની આશાએ બેઠા હતા.જાદવ આગળ પડેલું ચેવડો અને પેંડાનું પડીકું જોઈને એ બંનેના મોંમાં પાણી આવી રહ્યું હતું..
"ગોર મા'રાજ પધારી રહ્યા સે..
જાદવા, હવે આ ઊંટ પહાડ હેઠે આયુ સે હો..તારે એક બે ઘા કરી લેવા હોય તો છૂટ છે..પણ મોઢેથી હો..બામણના શરીરને તારાથી અડાય નય..નકામો બળીને ભસમ થઈ જાશ.."કહીને તખુભા હસ્યા.
જાદવે બજારમાં જોયું.ભાભા ધોતિયાનો એક છેડો હાથમાં લઈને ઉતાવળા આવી રહ્યા હતા..
"વાવાઝોડાની ઘોડ્યે આવે સે. જાણે આપડને ઉડાડી મેલસે..
અલ્યા ખીમલા,ભીમલા ડેલું પકડીન બેહજો.." જાદવે પણ મર્મ કર્યો.
જાદવાનું એ વાક્ય ભાભાએ સાંભળ્યું. એમની ભૃકુટી તંગ થઈ.
આંખના ડોળા લાલ થયા. જીભ પર મહાપરાણે કાબુ રાખીને તખુભાની બાજુમાં એમણે બેઠક લીધી.
ખીમા અને ભીમાએ ઉભા થઈને ડેલીના બારણાં પકડી લીધા અને બેઉ હસ્યાં.જાદવાએ પણ જોરથી ઉધરસ ખાઈને હા...ક..થું કરીને થુંક્યો..
તખુભાએ હુક્કાના ધુમાડા ભાભા તરફ છોડ્યા.
પોતાનું આવું ઘોર અપમાન થયું હોવાથી ભાભા ખિજાયેલા મીંદડાની જેમ જાદવા સામે ઘુરકી રહ્યા હતા..
તખુભાએ આવકાર પણ આપ્યો નહીં અને એમના બે ટકાના ચમચાઓ પોતાની ઠેકડી ઉડાડી રહ્યા હતા.બીજો કોઈ સમય હોત તો ભાભા તખુભાની ડેલી બાળીને ભસ્મ કરી દેત.પણ આજ એમનો પુત્ર જોખમમાં આવી પડ્યો હતો.
પોતે એક લાચાર બાપ હતા.દીકરા માટે થઈને કોઈકના અપમાન તો શું કડવા વેણ પણ સાંભળવા કે માર ખાઈ લેવા પણ તભાભાભા તૈયાર હતા.કારણ કે એમનો દીકરો સાક્ષાત ભગવાન સત્યનારાયણ દેવનો અવતાર હતો.અને પવિત્ર ખોળિયું એણે ધારણ કર્યું હતું.જે ભાભાની જાણ બહાર તમાકું ખાતું હતું..
એટલું જ નહીં એના પ્રિય મિત્ર ટેમુ સાથે 'બહારનો નાસ્તો' પણ ઝાપટતું હતું...!
હમણાં તખુભા પોતાને અહીં આવવાનું પ્રયોજન પૂછશે એવી ભાભાની આશા ઠગારી નીવડી..
જાદવે તૈયાર કરેલો કહુંબો તખુભાએ પહેલા ગ્રહણ કર્યો.ત્યારબાદ પેલા ત્રણેય જણે ખોંખરા ખાઈને અંજળીયું લીધી..
એકબીજાને ગળાના સમ આપી આપીને કસુંબો ચડાવ્યો.
પછી ચેવડા અને પેંડાના પડીકા ખુલ્યા..તખુભાએ એક પેંડો આપવાનો પણ વિવેક કર્યો નહીં..
"અલ્યા ખીમલા, કોની દુકાનેથી ચવાણું લાયો સો..મારું બેટુ ભારે સટપટું સે હો..અને પેંડા તો આ..હા..હા..ભારે લાહા હો, તખુભા લ્યો લ્યો એક બે ઉપાડી લ્યો..જામો પડ્યો આજ તો.."કહી જાદવાએ બે પેંડા તખુભાને આપ્યા.
"અલ્યા જાને..રસોડામાં ખાંડના લાહા લાડવા પડ્યા સે.જાદવા તેં તો આજ કસુંબો ગજબનો બનાવ્યો સે હો.."કહી તખુભાએ પેંડા ઉપાડયા..
"અરે બાપુ આજ તો પેશલ બનાવ્યું સે ને..સુ સે કે એક ખૂંટીયો ગોથું મારી જ્યો સેને..પણ હવે ઈને ધોકાવીને પાંજરાપોળ ભેગો જ કરી દેવો સે..મારો બેટો આડો ને ઉભો બવ ફાટય કરી ગ્યો સે...આખા ગામમાં જીને હોય ઈને વગાડે સે..બચાડા ઓલ્યા હબલાનાય દાંત પાડી દીધાતા.અને મનેય બોખો કરી મેલ્યો.." કહી જાદવાએ ભાભા સામે ડોળા કાઢ્યા.
"ઈને નાથવો તો જોશે જ હો..
પણ તમે ચાર જણ હતા તોય મારો બેટો ગોથે સડાવી ગ્યો.આ વખતે ભૂલ કરતા નઈ.." કહી તખુભાએ ફરી હુક્કો ગગડાવવા માંડ્યો..
ભાભાને હવે અહીં બેસવું ભારે થઈ પડ્યું.બેસી રહેવું કે ઉભા થઈને જતું રહેવું એ નક્કી કરી શકતા નહોતા.એમાં પાછો ખીમો તખુભાના રસોડામાં જઈ લાડવા લઈ આવ્યો.એ જોઈ ભભાના મોમાં પાણી આવતું હતું.
તખુભા, પોતાની પાર્ટી છોડીને હુકમચંદનો હાથ પકડવા બદલ આજ બરાબરનો બદલો વાળી રહ્યા હતા.
છતાં એ તભાગોર હતા.બેઠા બેઠા એ વિચારી રહ્યા હતા કે આ મંડળીમાં આબરૂના લીરા થતા કેમ અટકાવવા.જાદવાને કેવી રીતે પોતાના પગમાં પાડી દેવો..ખીમલા અને ભીમલા નામના નીચ અને અધમ લોકોને કેવી રીતે ગરીબડા બનાવી દેવા...!

(ક્રમશ :)