TALASH - 15 in Gujarati Detective stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ - 15

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

તલાશ - 15

શેખર પોતાની કાર પાર્ક કરીને તરતજ જેટ એરવેઝના ઈન્કવાયરી કાઉન્ટર તરફ દોડ્યો હતો અને મુંબઈથી આવતી ફ્લાઈટની પોઝિશન પૂછી હતી તો જાણવા મળ્યું કે ફ્લાઇટ તો અડધો કલાક પહેલા આવી ગઈ છે. એ નિરાશાને હતાશા માં ત્યાં સામે પડેલી બેન્ચ પર બેસી પડ્યો. "નક્કી, નક્કી મારી નોકરી જવાની." પોતાની ફિક્સ ઈન્કમ આમ હાથમાંથી જવાની ચિંતામાં એને ભરશિયાળે પરસેવો છુટવા માંડ્યો. એને રડવું આવતું હતું. પોતાની થનારી પત્ની પર ગુસ્સો આવતો હતો. હવે પૃથ્વીને શું જવાબ આપવો એવા વિચાર એના મગજમાં ચાલતા હતા. આખરે દસ મિનિટ પછી એ બેન્ચ પરથી ઉભો થયો. અને ત્યાં પાર્કિંગ લોટ પાસે ઉભેલા ટેક્સી ડ્રાઈવર પાસે પહોંચ્યો અને સરલાબેન વિષે પૂછપરછ શરૂ કરી.

"ભાઈસાહેબ અભી કુછ દેર પહેલે એક પ્રેગનેન્ટ મેડમકો આપને દેખા હૈ? "

ત્યાં ઉભેલા 4-5 ટેક્સીવાળા માંથી એકે કહ્યું "હા અભી લગભગ 20-25 મિનિટ પહેલે વો યહ આયી થી ઔર ફિર ટેક્સી કર કે ચાલી ગઈ મથુરા.તુમ કોન હો?

"જી મેં હી ઉન્હેં રિસિવ કારણે આયા થા રસ્તે મેં એક જગહ છો ટી સી ટક્કર હો ગઈ ફિર લડાઈ ઝઘડા નિપટ મેં લેઇટ હો ગયા."

"ક્યા બાત હે ઉસ ઓરત કો તો અભી 3 જણે ઢૂંઢ રહે થે બતા રહે થઈ ઉસકે રિલેટિવ હે. લેકિન દેખને મેં હી ગુન્ડે લાગતે થઈ. કોઈ લફડા તો નહીં હૈ ઉસ ઓરત કે?"

"ક્યા" શેખરનો અવાજ ફાટ્યો. 3 જણા ગુંડા, ઓ બાપરે. તો તુંમ લોગોને બતાયા તો નહીં કી વો મથુરા ગઈ હૈ?”

"હમને તો જેસે તુમ્હે બતાયા વેસે હી ઉનકો ભી બતા દિયા. હમેં ક્યા માલુમ કી કોન ડ્રાઇવર હે કોન રિસ્તેદાર ઔર કોન ગુંડા" બોલીને એ બધા લોકો ચા પીવા નીકળી ગયા. શેખરને લાગ્યું કે એનું હાર્ટ ફેઈલ થઈ જશે. એણે મનોમન નિર્ણય લીધો કે મથુરા જવું અને સરલાબેન ની તપાસ કરવી એ પાર્કિંગ લોટ તરફ ભાગ્યો પોતાની કાર બહાર કાઢીને એને કાર હાઇવે તરફ ભગાવી. ઉબડખાબડ રસ્તાઓને કારણે કાર સહેજ ધીમી કરીને એક હાથમાં પોતાનો મોબાઈલ કાઢ્યો લગભગ કલાક પહેલા જ એણે પ્રતિજ્ઞા લીધેલી કે ચાલુ કારમાં મોબાઇલ યુઝ ન કરવો એ પ્રતિજ્ઞા તોડીને એણે ફરીથી પૃથ્વી ને કોલ લગાવ્યો.

xxx

ધીરે ધીરે પૃથ્વી હોશમાં આવી રહ્યો હતો, ત્યાં એના ફોનમાં રીંગ વાગી. એણે ધીરેથી આખો ખોલી નજર સૌથી પહેલા છત પર પડી પછી બંને સાઈડ ડોકું ફેરવીને જોયું તો પોતે હોસ્પિટલમાં હતો એ સમજાયું એક આછું સ્મિત તેના હોઠ પર આવ્યું. બાજુમાં ઊભેલી નર્સ ડોક્ટરને બોલાવવા દોડી. 2-3 મિનિટમાં ડોક્ટર આવ્યા. અને એની પાછળ એક લગભગ 50-52 ની ઉંમરનો સહેજ જાડો માણસ અંદર આવ્યો. એ મોહનલાલ હતો શેઠ અનોપચંદનો સેક્રેટરી + મેનેજર ઘણુંબધું.

"તું જીવતો મળ્યો ખરો પૃથ્વી, યાદ છે ને તારે મને આની પહેલા મોતમાંથી બચાવ્યો એની પાર્ટી પણ આપવાની બાકી છે. હવે 2 પાર્ટી ઉધાર થઇ." મોહનલાલે હસતા હસતા કહ્યું. જવાબમાં પૃથ્વીએ એક સ્મિત કર્યું અને હજી કંઈક બોલે એ પહેલાં ફરી એના ફોનમાં રીંગ વાગી. પૃથ્વીએ ફોન ઉંચકી ડિસ્પ્લેમાં જોયું. ડોક્ટર એને રોકવા જતા હતા. પણ મોહનલાલે એમને અટકાવ્યા. પૃથ્વીએ જોયું તો શેખરનો ફોન હતો. એણે ફોન રિસીવ કર્યો અને કહ્યું "બોલ શેખર, સરલાબેન પહોંચી ગયા? ક્યાં પહોંચ્યા તમે લોકો? કેટલી વારમાં એમને ઉતારી દઈશ? "
સામેથી એકાદ મિનિટ કોઈ જવાબ ન મળ્યો "શેખર."પૃથ્વીએ રાડ પડી કંઈક અમંગળ થયું હોઈ એવી આંતરસ્ફૂર્ણા એને થવા લાગી એ ડાબા હાથ નો ટેકો લઇ બેઠો થવા ગયો ત્યાં એના મોંમાંથી ચીસ નીકળી ગઈ પેલો ગોળી હજી બહાર નીકળી ન હતી ફરીથી ત્યાં લોહી નીકળવા લાગ્યું હવે ડોકટરે એના હાથમાંથી ફોન ખેંચીને મોહનલાલના હાથમાં આપી દીધો અને નર્સને કંઈક સૂચનાઓ આપવા માંડી .મોહનલાલે ફોન કાન પર મંડ્યો અને કહ્યું "હેલો" જવાબમાં શેખરનું ડૂસકું સંભળાયું. એને પ્રશ્નસૂચક નજરે પૃથ્વીની સામે જોયું.

"એ શેખર છે. સરલાબેનને એરપોર્ટથી પહોંચાડવા જવાનો હતો." પૃથ્વી હજી એમનીજ હોસ્પિટલના સ્ટાફ સામે પણ સ્થળનું નામ બોલતો ન હતો. મોહનલાલને હવે આખીવાત સમજાઈ એણે ફોનમાં કહ્યું "શેખર સરલાબેનને ફોન આપ જરા. હું મોહનલાલ બોલું છું. શેઠ અનોપચંદનો મેનેજર. પૃથ્વી જરા બીઝી છે."

"સર સરલાબેન. સરલાબેન તો નથી."

"ક્યાં છે એ.?”

"સર હું હું મારી કારથી એક અકસ્માત થયો અને એ લોકોને દવાખાને લઈ જવામાં મોડું થયું નહીતો એ લોકો મને જીવતો."

"જો સરલાબેનો પતો એક કલાકમાં નહીં મળે તો આમેય તું જીવતો નથી રહેવાનો સમજાય છે તને." મોહનલાલે કડક અવાજમાં કહ્યું.આ વાક્ય સાંભળીને પૃથ્વી ચોક્યો એણે મોહનલાલના હાથમાંથી ફોન ખેંચી લીધો અને ફોનમાં કહ્યું " શેખર શું થયુ છે સાચે સાચું કહી દે. કદાચ હું તને જીવતો છોડી દઉં"

"પૃથ્વી સાહેબ મારી કારથી અકસ્માત થયો એ લોકો મને મારતા હતા માંડ એ લોકોને દવાખાને પહોંચાડી હું જીવતો છૂટ્યો, અને એરપોર્ટ પહોંચ્યો ત્યારે ફ્લાઇટ આવી ગઈ એને અડધો કલાક થઇ ગયો હતો. પછી પૂછપરછ કરતા જણાયું કે સરલાબેન કોઈ બીજી ટેક્સી કરીને નીકળી ગયા છે. પણ..."

“પણ શું વાંધો નહીં ક્યારેક એવું થાય. એમાં આટલો ગભરાય છે શુકામ?”

"પણ પૃથ્વીભાઈ પૂછપરછમાં જણાયું કે મારીથી 10 મિનિટ પહેલા કોઈ 2-3 ગુંડા લોકો પણ સરલાબેનની તલાશમાં અહીંથી પૂછપરછ કરીને એમની પાછળ મથુરા નીકળી ગયા છે." શેખરે રડતા રડતા કહ્યું.

"ઓહ્હ. " પૃથ્વીએ મનોમન વિચાર્યું અને શેખરને કહ્યું. "તે બહુ જ મોટી ભૂલ કરી છે. તારે કોઈ પણ હાલમાં ટાઈમ પર પહોંચવું જ જોઈએ. ખેર હું તને 2 કલાક નો સમય આપું છું તું મથુરા પહોંચ અને મને સરલાબેન સહીસલામત છે એવા ખબર આપ. અને એમના સાથે વાત કરાવ યાદ રાખજે 4-30 વાગ્યા છે 2 કલાક નહીં તો કાલે સાંજે 4-30 પહેલા તારી લાશ તારા ઘરવાળાઓને મળી જશે."

"પૃથ્વી ભાઈ હું ઓલરેડી મથુરા જવા નીકળી જ ગયો છું. અને એમને જ્યાં ઉતારવાના હતા ત્યાં તપાસ કરું છું. ભાઈ આ મારી છેલ્લી ભૂલ છે. "

"છેલ્લી પણ બહુ મોટી યાદ રાખજે. મને કોઈ દિવસ દયા નથી આવતી. તું 2 વર્ષ થી મારા માટે કામ કરે છે એટલે તને 2 કલાક આપ્યા બાકી મારા માણસો અત્યારે તારી પાછળ પડ્ય હોત. તારા ફોનની રાહ જોઉં છું." કહીને પૃથ્વીએ ફોન કટ કર્યો

xxx

સાડાચાર વાગ્યે એલાર્મના અવાજથી જીતુભા ઉઠ્યો. ફ્રેશ થવા બાથરૂમમાં ગયો, બહાર આવી એણે કથ્થાઈ કલરનું શર્ટ અને નીચે વ્હાઈટ કોડ્રોયનું પેન્ટ પહેર્યું. બેલ્ટ બાંધી પરફ્યુમ લગાવીને આખો પર ગોગલ્સ ચડાવ્યા અને આયનામાં નજર મારી એ સોહામણો લાગતો હતો. ત્યાં એના રૂમના બારણે ટકોરા પડ્યા અને પછી બારણું જરાક ખોલીને સોનલે પ્રવેશ કર્યો. અને કહ્યું

"જીતુડા ચા."

"હા રાખી દે અને સાંભળ સોનકી પ્લીઝ, આજે હું ન આવું ત્યાં સુધી ક્યાંય બહાર ન જતી"

"આપણે વાત થઈ ગઈ છે હું મોહિની અને રિવા દીદી સામે ઉભતા પાણીપુરી વાળા પાસે પાણીપુરી ખાવા જવાના છીએ.”

"હા પણ બીજે ક્યાંય નહીં ઓકે. અને 3ને સાથે જ જજો છુટા પડતા નહીં."

"હવે હું કઈ નાની કીકલી છું કે છૂટી પાડીને ખોવાઈ જઈશ?"

"તું હવે નાની કીકલી નથી એટલે જ ચિંતા થાય છે. સમજી મામા ન આવે ત્યાં સુધી હવે મને કોઈ ટેંશન નથી જોતું."

"તું મને ઓર્ડર કરે છે.?”

"હા ઓર્ડર સમાજ તો ઓર્ડર અને રિકવેસ્ટ સમાજ તો રિક્વેસ્ટ."જીતુભાએ કહ્યું એટલામાં મોહિનીએ રૂમમાં આવી. એણે ચેન્જ કર્યું હતું, અને સોનલના એક સાદા ચુડીદાર પહેર્યું હતું. સાવ સાદા કપડામાં પણ એ આકર્ષક લાગતી હતી. એણે જીતુભાને કહ્યું "જીતુ આપણી વાત થઈ ગઈ છે ને અમે માત્ર પાણી પુરી ખાવા સામે જશું અને પછી ઘરમાં જ બેસી રહેશું જ્યાં સુઘી તું પાછો ન આવે ત્યાં સુધી."

"પણ એ મારા પર આટલા રિસ્ટ્રીકશન શું કામ મૂકે છે.?" સોનલે પ્રશ્ન કર્યો.

"એમાં એવું છે ને કે" મોહિની કંઈક કહેવા જતી હતી પણ જીતુભાએ આંખથી એને રોકી.

"શું છે એમાં એવું?" સોનલે પૂછ્યું.

"એમાં એવું છે ને કે જીતુને ડર છે કે એની બહેન જે આજે સવારેજ એક રાજકુમારના પ્રેમમાં પડી છે એ ક્યાંક એની સાથે ભાગી ન જાય." મોહિનીએ હસતા હસતા કહ્યું. આ સાંભળીને જીતુભા ચોંક્યો. આ વાત એના માટે નવી હતી. હા હોલથી ઘરે આવતા એકાદ બે વાર સોનલે સરલાબેનના ભાઈ કોઈ રાજકુમારનો ઉલ્લેખ કર્યો હતો 'પણ સોનલ એના પ્રેમમાં પડી ગઈ છે?' એણે પ્રશ્નસૂચક આંખે મોહિની સામે જોયું. મોહિનીએ નજર ઝુકાવી અને એ વાત માં હામી ભરી. 'ઓહ્હ ભગવાન આ શું થવા બેઠું છે. કંઈક વિચારવું પડશે મામાને જણાવું કે શું કરું કઈ સમાજ પડતી નથી.' વિચારતા વિચારતા જ ચા પીને એને કહ્યું "હું જાઉં છું મારુ કઈ નક્કી નથી લગભગ 7.00 વાગ્યા સુધીમાં ફ્રી થઈશતો મોહિતને મળીને નહીં તો ડાયરેક્ટ લગભગ 8 વાગ્યે ઘરે આવી જઈશ." એણે બન્નેને કહ્યું ખરેખર તો એ મોહિનીને જણાવવા માંગતો હતો એ મુખ્ય દરવાજો ખોલીને બહાર નીકળ્યો. મોહિની અને સોનલ એની પાછળ જ દરવાજો બંધ કરવા આવ્યા. ત્યાં બરાબર સામે રહેતા બક્ષીસાહેબનું બારણું ખુલ્યું અને રિવા દરવાજામાં દેખાઈ "કેમ છે ભાણુભા હવે તમારા હાથમાં, હજી દુખાવો થાય છે?"

"ના રે એતો મટી ગયું ક્યારનું." જીતુભાએ કહ્યું.

"શું થયું તારા હાથમાં જીતુડા?" કહીને સોનલે એનો જમણો હાથ પકડ્યો એટલે રિવા એ કહ્યું "સોનુ, એ નહીં ડાબા હાથમાં આવડું મોટું ચાકુ માર્યું હતું ઓલા ગુંડાએ, તમને કઈ કહ્યું નથી ભાણુભાએ ?

"શું થયું ભઈલા બતાવ મને તું હવે આવો કેમ થઈ ગયો છે મારી સાથે કઈ વાત શેર નથી કરતો”. કહીને સોનલે એના ડાબા હાથ પર હાથ ફેરવ્યો અને જ્યાં ડોકટરે સ્ટીચ કર્યું હતું. "ઓ બાપરે આટલું બધું વાગ્યું હતું તો પણ તું હોલ પર અમને લેવા આવ્યો અને ત્યાં ઓલી પાયલ નો જીવ બચાવ્યો. વાહ શું વાત છે. પણ હવે તું ઘરમાં પાછો આવ અને આરામ કર તારે ક્યાંય જવાનું નથી"

"સોનકી સમજ જરા વાતને મારે જવું જરૂરી છે મને મોડું થાય છે. પછી મારે કાર ફાસ્ટ ચલાવવી પડશે."
સોનલ સમજી ગઈ કે એ રોકાશે નહીં એટલે એણે સ્ત્રીઓનો ફેવરિટ સબ્જેક્ટ કાઢ્યો અને કહ્યું "જુઓ બહેનો આ પિતૃસત્તાના પ્રતિનિધિને બરાબર નીહાળી લો. મને ઘરમાંથી બહાર નીકળતા રોકે છે અને પોતે આટલી ઘાયલ અવસ્થામાં બહાર રખડવા જાય છે." આ સાંભળીને મોહિની અને રીવા બંને હસી પડી. એટલે સોનલે પણ હસતા હસતા કહ્યું. "ભાઈ સાચવીને જજો. હું માત્ર પાણીપુરી ખાવા જ બહાર જઈશ અને રિવા દીદીની આંગળી પકડી રાખીશું બસ.જીતુભા એક સંતોષ સાથે નીચે ઉતર્યો અને પોતાની કાર નરીમાન પોઇન્ટ તરફ ભગાવી. પણ એને ખબરન હતી કે અનોપચંદ આજે એને ઘરે પાછા જવા દેવાના મૂડમાં ન હતો.

શું ઈરાનીએ જયપુરથી એરેન્જ કરેલા ભાડાના ટટ્ટુઓ સરલાબેન ને કઈ નુકશાન પહોંચાડશે.? શું શેખરને સરલાબેન મળશે.? કે પછી હવે શેખરને માથે કઈ આફત આવશે. અનોપચંદ જીતુભા સાથે શું કરશે.? જાણવા માટે વાંચો તલાશ 16

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર