Love Revenge -2 Spin Off - 21 in Gujarati Love Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Chapter 21

Featured Books
  • बैरी पिया.... - 53

    अब तक :प्रशांत बोले " क्या ये तुमने पहली बार बनाई है... ?? अ...

  • आडंबर

    ’मां कैसी लगीं? रेवती मेरे परिवार से आज पहली बार मिली...

  • नक़ल या अक्ल - 80

    80 दिल की बात   गोली की आवाज़ से नंदन और नन्हें ने सिर नीचे क...

  • तमस ज्योति - 57

    प्रकरण - ५७दिवाली का त्यौहार आया, ढेर सारी खुशियाँ लेकर आया।...

  • साथिया - 124

    तु मेरे पास है मेरे साथ है और इससे खूबसूरत कोई एहसास नही। आज...

Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Chapter 21

લવ રિવેન્જ-2 Spin Off

પ્રકરણ-21



“કેટલાં બધાં દિવસો થઈ ગયાં....! અને આ છોકરાંએ ના તો મેસેજ કર્યો ના તો ફોન કર્યો...!”

કેન્ટીન તરફ જવાં કોરિડોરમાં લાવણ્યા ચાલતાં-ચાલતાં આરવનાં વિચારોમાં ખોવાયેલી હતી.

“નવરાત્રિ પણ પૂરી થઈ ગઈ...!”

જોકે નવરાત્રિ પૂરી થઈ ગઈ હોવાં છતાં, નાં આરવ આવ્યો કે નાં તેનો ફોન કે મેસેજ આવ્યો. પહેલાં બે-નોરતાં પછી આરવ કશું પણ કીધાં વગર કોલેજમાં ગેરહાજર હતો. ત્યાર પછીનાં બધાંજ નોરતાં લાવણ્યાએ આરવ વગર કાઢ્યાં હતાં. જેમ જેમ દિવસો વિતતા ગયાં હતાં તેમ-તેમ આરવ વિના લાવણ્યાનો જીવ રઘવાયો થવાં લાગ્યો હતો. નવરાત્રિમાં ગ્રૂપનાં મિત્રોનું મન રાખવાં લાવણ્યા ગરબા ગાવાં તો જતી પણ મન વગરની.

“આમ તો જો હું નારાજ હોઉં તો મને મનાવાં માટે આખો દિવસ ફોન કે મેસેજો કર્યા કરતો હોય છે...! વાંદરો....! હુંહ...!”

“હુંય નઈ કરું એને ફોન કે મેસેજ...! હુંહ...” મનમાં બબડતી લાવણ્યાએ મોઢું મચકોડયું અને કેન્ટીનમાં જવાં માટે પોતાનાં ચાલવાની ઝડપ વધારી દીધી.

“અરે આ તો અક્ષય છે...!” કેન્ટીનમાંથી બહાર નીકળી રહેલાં આરવનાં ખાસ ફ્રેન્ડ અક્ષયને જતાં જોઈને લાવણ્યા તરતજ ઉતાવળાં પગલે એની પાછળ જવાં લાગી.

“અક્ષય....! અક્ષય....!” અક્ષયની પાછળ-પાછળ જતાં લાવણ્યા બોલી .

લાવણ્યાનો સ્વર સાંભળી અક્ષય કોરિડોરમાં અટક્યો.

“આરવ....અ...આરવ કોલેજ કેમ નઈ આવતો..!?” લાવણ્યાથી રઘવાયાં સ્વરમાં પૂછાઈ ગયું.

“એ કોઈ કામ માટે ગામડે ગ્યો છે...!” લાવણ્યાનાં ચેહરા ઉપર આરવ માટેનો રઘવાટ પારખી ગયેલો અક્ષય મનમાં હસ્યો અને જાણી જોઈને નીરસ સ્વરમાં બોલી પાછો ફરીને ચાલવા લાગ્યો.

“ક્યારે આવનો છે...!?” તેની પાછળ જતાં-જતાં લાવણ્યાએ ફરીવાર ઉચાટભર્યા સ્વરમાં પૂછ્યું.

“ખબર નઈ...!” રઘવાઈ લાવણ્યાનાં ચેહરાને જોઈને મનમાં હસતાં અક્ષયે ખભાં ઉછાળીને કહ્યું “છેલ્લે વાત થઈ ત્યારે એવું કે’તો તો કે થોડાં દિવસ લાગશે …..!”

“વાત થઈ એટ્લે...!?” લાવણ્યાને નવાઈ લાગી “એનો ફ....ફોન કે મ...મેસેજ આયો તો...!? એનો ફોન ચાલું છે...!?”

“હાસ્તો ચાલુંજ છેને...! એણે સામેથીજ મને ફોન કર્યો’તો....!” અક્ષય લાવણ્યાને ચિડાવતો હોય એમ બોલ્યો “અને અમારે રોજે મેસેજમાં વાત થાય જ છે....!”

“મને તો એકેયવાર ફોન ના કર્યો...!” લાવણ્યા ઢીલી થઈ ગઈ અને મનમાં બબડી “મેસેજ પણ નઈ કરતો...!”

“બધાંને ફોન અને મેસેજ કરાય....!” મનમાં બબડતી લાવણ્યાની આંખ હવે વધુ ભીની થઈ “પોતાની બેસ્ટફ્રેન્ડને મેસેજ નાં કરાય....! હું નારાજ છું તો...તો...મને મનાઈ લીધી હોત....!”

“મારાં વ...વિષે પ...પૂછતો’તો એ...!?” લાવણ્યા હવે ભાવુક થઈ ગઈ.

“નાં રે...!” માંડ પોતાનું મલકાવાનું દબાવીને અક્ષયે મોઢું મચકોડીને કહ્યું.

“એટ્લે....એ..એ...મને “એવીજ” ગણે છે....!” લાવણ્યાની આંખ ભીની થવાં લાગી “એટ્લેજ મારાંથી દૂર જતોર્યો અને મારી જોડે વાત પણ નઈ કરતો....!”

“પણ તું આરવ વિષે કેમ પૂછે છે...!?”વિચારોમાં ખોવાઈ ગયેલી લાવણ્યાને અક્ષયે આંખ ઝીણી કરીને પૂછ્યું.

“ન..નઈ એમજ પૂછું છું....!” લાવણ્યાએ પરાણે જવાબ આપ્યો અને પાછું ફરીને ચાલવા લાગી.

“મને ખબર છે તું કેમ પૂછે છે...!” જઈ રહેલી લાવણ્યાને જોઈ રહીને અક્ષય મલકાયો અને મનમાં બબડ્યો.

કોલેજમાંથી બહાર નીકળવાં કોરિડોરમાં લાવણ્યાને વળતાં જોઈને અક્ષયે પોતાનો મોબાઈલ પોકેટમાંથી કાઢ્યો અને આરવનો નંબર કાઢી ડાયલ કર્યો.

***

“હાં બોલ...!” અક્ષયે બે-ત્રણવાર કૉલ કરતાં પોતાનાં રૂમમાં બેઠેલાં આરવે કંટાળીને કૉલ રિસીવ કર્યો.

“બ્રો....ઓલી રઘવાઈ થઈ છે તારાં વગર...! પૂછતી ‘તી તારું...!” અક્ષય મલકાતાં-મલકાતાં બોલ્યો.

“યાર આ “ઓલી ઓલી” શું બોલે રાખે છે...!” આરવ ચિડાયો “નામ દઈને બોલને...!”

“અરે યાર આજુબાજુ કોઈ સાંભળે તો..!?” અક્ષય પણ સહેજ ચિડાયો છતાં શાંતિથી બોલ્યો.

આરવે એક ઊંડો નિ:શ્વાસ ભર્યો અને બેડમાં બેઠો થયો.

“અક્ષયને કઉ કે ના કઉ...!?” પોતાનાં રૂમની બાલ્કની તરફ જતાં-જતાં આરવે મનમાં વિચાર્યું.

“બ્રો...! ક્યારે પાછો આવે છે..!? હવે તો નવરાત્રિય ક્યારની પૂરી થઈ ગઈ...!” અક્ષયે પૂછ્યું “આખી નવરાત્રિ તારાં વગર કાઢી યાર...! બોર થઈ ગ્યાં..!”

“હજી બે-ત્રણ દિવસ લાગશે..!” આરવ બોલ્યો.

“એવું તો શું કામ છે યાર...!? કે તું નવરાત્રિ જેવો તહેવાર કોલેજના ફ્રેન્ડ્સ જોડે મનાવાની જગ્યાએ ગામડે જતો રહ્યો..!? તું...મને કે’…!”

“હું મલીને બધી વાત કરીશ..!” આરવ નીરસ સ્વરમાં બોલ્યો.

“એનો મતલબ વાત સિરિયસ છે...!” અક્ષયે આરવના સ્વરમાં રહેલી નિરાશા પારખી લીધી “તું મને કે’ક્યાં છે તું..!? હું તને મલવા આવું છું....!”

“છોડને યાર...! બે-ત્રણ દિવસ પછી હું આવું...! એટ્લે વાત કરીએ..!”

“ઓકે બ્રો....!”

ચલ બાય...!” આરવે વાત પૂરી કરીને કૉલ કટ કર્યો અને બાલ્કનીમાં આવીને ઊભો રહ્યો.

સિદ્ધાર્થના રૂમની જેમ આરવના રૂમને પણ ઓપન બાલ્કની હતી જેનો વ્યૂ તેમની પાડોશના બંગલો તરફ હતો. પોર્શ કહેવાતી એ સોસાયટીમાં બે બંગલો વચ્ચે ખાસી જગ્યા રહેતી.

“લાવણ્યાને કેવીરીતે ફેસ કરીશ..!?” આરવનું મન વિચારે ચઢી ગયું.

***

અક્ષયે કહેલી વાતથી મૂડ ઑફ થઈ જતાં લાવણ્યા લંચ પછી ઘરે આવીને રૂમમાં ભરાઈ ગઈ. આરવનાં મેસેજ અને ફોનની રાહ જોઈ-જોઈને થાકેલી લાવણ્યાએ તેનાં ફોનમાં whatsappમાં આરવનો નંબર કાઢ્યો અને તેને મેસેજ ટાઈપ કરવાં લાગી.

“પોતે નારાજ છે એટ્લે આરવજ સામેથી તેને મનાવે...!” કે પછી “આરવજ ફોન કે મેસેજ કરે...! ” એવાં પોતાનાં ઘમંડને લીધે લાવણ્યા આટલાં દિવસોથી આરવને ફોન કે મેસેજ નહોતી કરી શકી. જોકે આરવને મેસેજ કે ફોન કરતાં પોતાનાં મનને રોકવાં તેણીએ ઘણી “મહેનત” કરવી પડતી. આડી-અવળી વાતોમાં કે કોલેજનાં અન્ય ફ્રેન્ડ્સ સાથે સમય કાઢી લાવણ્યા આરવનાં વિચારો ટાળવાનો પ્રયત્ન કરતી. અક્ષય સાથે વાત થયાં બાદ લાવણ્યા ધીરજ ખોઈ બેઠી.

“ક્યાં છે તું...!? કોલેજ કેમ નઈ આવતો.!? મારી જોડે વાત તો કર...!” મેસેજ ટાઈપ કરીને લાવણ્યા whatsaapમાં દેખાતાં આરવનાં પ્રોફાઈલ પિક્ચર સામે થોડીવાર જોઈ રહી.

“નઈ વાત કરવી મારે જા....!” ટાઈપ કરેલો મેસેજ સેન્ડ કરવાની જગ્યાએ લાવણ્યએ ગુસ્સે થઈ મેસેજ ડિલીટ કરી નાંખ્યો.

ફોન લોક કરી, ઓશિકાં નીચે દબાવી લાવણ્યાએ આંખો મીંચી દીધી.

“તું પણ જો મને એવીજ ગણતો હોય....! તો આપડાં બેસ્ટફ્રેન્ડ હોવાનો કોઈ મતલબ નથી...! હવે આપડી ફ્રેન્ડશીપનો કોઈ અર્થ જ નઈ...! કોઈ અર્થ નઈ....!”

પોતાનાં મનમાં આવતાં વિચારોને રોકવાં બેડમાં પડખું ફેરવીને લાવણ્યા ટૂંટિયુંવાળીને સૂઈ ગઈ.

***

“અમ્મ...! અમે આવતીકાલે અમદાવાદ જઈએ છે...!” અગાશી પરપેરાપેટ જોડ ઊભાં-ઊભાં નેહા અને સિદ્ધાર્થ વાતો કરી રહ્યાં હતાં.

સિદ્ધાર્થ હજી જસ્ટ આવ્યો હતો.

“હમ્મ...!” પ્રતીભાવમાં સિદ્ધાર્થે નીરસ હુંકારો ભર્યો.

સિદ્ધાર્થના ચેહરા ઉપરના ભાવો નેહા વાંચવાનો પ્રયત્ન કરી રહી.

“તારું મૂડ કેમ ઑફ છે...!?” થોડીવાર પછી નેહાએ પૂછ્યું “બધું ઓકે છે ને...!?”

“કોઈ કામ હતું...!?” સહેજ રુક્ષ સ્વરમાં સિદ્ધાર્થે સીધું પૂછ્યું “તે ઉપર બોલાયો ‘તો...!?”

સિદ્ધાર્થનો એવો નારાજ ચેહરો નેહા થોડીવાર જોઈ રહી.

થોડીવાર સુધી સિદ્ધાર્થે પણ નેહા સામે એજરીતે જોયે રાખ્યું પછી બીજી દિશામાં મ્હોં ફેરવી લીધું.

“સંભવી માટે સોરી...!” થોડીવારના મૌન બાદ નેહા બોલી.

“એમાં તારો કોઈ વાંક ન’તો....!” નેહા સામે જોયાં વિના સિદ્ધાર્થ સપાટ સ્વરમાં બોલ્યો.

નેહા પણ છેવટે આડું જોવાં લાગી.

“ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!” ત્યાંજ સિદ્ધાર્થનો મોબાઈલ રણક્યો.

સ્ક્રીન ઉપર વિકટનો નંબર જોઈને સિદ્ધાર્થે ફોન ઉપાડયો.

“હાં બોલ....!” સિદ્ધાર્થ બોલ્યો.

નેહા જોડે ઊભાં રહીને તેને વાત કરતાં સાંભળી રહી.

“સવારે ચાર વાગે હું તારાં ઘેર આવું કે તું મને લેતો જઈશ...!?” વિકટે પૂછ્યું.

“હું સવારે પોણાં ચારે તારાં ઘેર આઈ જઈશ...!” સિદ્ધાર્થ બોલ્યો.

“ઓકે...! ગૂડ નાઈટ...!” પોતાની આદત મુજબ ટૂંકમાં વાત પતાવીને વિકટે ફોન કટ કરી દીધો.

“અ....સવારે પોણાં ચારે...!?” નેહાએ કુતુહલવશ પૂછ્યું.

“હાં....! મારે ડાકોર જવાનું છે...!” સિદ્ધાર્થ એવાંજ નીરસ સ્વરમાં બોલવાં ખાતર બોલતો હોય એમ બોલ્યો.

“તો તું અમે બપોરે અમદાવાદ જવા નીકળીએ ત્યાં સુધીમાં પાછો આઈ જઈશ...!?”

“ના...! વિકટ મને એનું ગામ ઉમરેઠ બતાવા લઈ જવાનો છે...!” સિદ્ધાર્થ બોલ્યો “અમે કદાચ લેટ અઈશું...!”

“ઓહ...!” નેહા સહેજ નિરાશ સ્વરમાં બોલી.

બંને વચ્ચે થોડીવાર મૌન પથરાઈ ગયું. સામેની બાજુ દેખાતાં દ્રશ્ય સામે બંને શૂન્યમનસ્ક તાકી રહ્યાં. નવરાત્રી પછી ધીરે-ધીરે ઠંડીનું આગમન થઇ રહ્યું હતું. સહેજ વધુ જોશથી વાઈ રહેલો ઠંડો પવન અગાશીમાં ઉભેલાં બંનેને વરતાઈ રહ્યો હતો.

ઠંડા પવનની અસર ઘટાડવા નેહા પોતાનાં એક હાથની હથેળી બીજાં હાથનાં બાવડે હળવેથી રબ કરી રહી.

“ગૂડ નાઈટ...!” થોડીવાર પછી સિદ્ધાર્થ બોલ્યો અને પાછું ફરીને સીડીઓ તરફ જવાં લાગ્યો.

કંઇક કહેવાં માંગતી નેહા તેને રોકવા માટે બોલવા ગઈ. પણ તેનો અવાજ ગળામાં આવીને અટકી ગયો. છેવટે સિદ્ધાર્થ સીડીઓ ઉતરીને નીચે જતો રહ્યો. જતાં-જતાં તેણે એકવાર પણ પાછું ફરીને નેહા સામે ના જોયું.

***

“કેટલીવાર....!?” સવારે પોણાં ચારે ડાકોર જવાં વિકટનાં ઘરે આવી પહોંચેલો સિદ્ધાર્થ બોલ્યો.

વિકટનાં ઘર આગળ એન્ફિલ્ડ ઉપર બેઠાં-બેઠાં તે દસેક મિનિટથી વિકટની રાહ જોઈ રહ્યો હતો.

“હાં...ભાઈ...હાં...!“ ઘરનાં ઓટલાં ઉપરથી ઉતાવળા પગલે આવતાં-આવતાં વિકટ બોલ્યો.

સિદ્ધાર્થથી દેખાવમાં સહેજ જુદો અને ગુજરાતી ભાષાંમાં જેને “ખાધે-પીધે સુખી ઘરનો” કહેવાય એવો શરીરે હેલ્ધી અને ટીપીકલ ગુજરાતી બોયઝ જેવો વિકટનો લૂક હતો. દસમાં સુધી બંને સાથે સ્કૂલમાં ભણ્યા હતાં. પોતાનાં સિવિલ એન્જિનિયર અને બિલ્ડર પપ્પાએ જમાવેલાં કન્સ્ટ્રકશનનાં બિઝનેસને વધું આગળ લઈ જવાં સિવિલ એન્જિનિયર બનવા માંગતાં વિકટે અગિયારમાં ધોરણમાં સાયન્સ સ્ટ્રીમ પસંદ કર્યું અને બારમાં પછી વિદ્યાનગરની સિવિલ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું હતું. સિદ્ધાર્થ કોમર્સમાં હતો. જોકે બંનેની કૉલેજનાં કેમ્પસ વિદ્યાનાગરમાં સામ-સામેજ હતાં.

“પાણીની બોટલ ભરવાં ર્યો’તો...!” સિદ્ધાર્થની પાછળ એન્ફિલ્ડની સીટ ઉપર બેસતાં-બેસતાં વિકટ બોલ્યો અને નીચા નમીને પાણી બોટલ એન્ફિલ્ડ એક બાજુએ ભરાવેલી લેધરની બેગમાં મૂકી દીધી.

“સંભાળીને જજો બેય..!” ઓટલાંની પાળી પાસે ઉભેલાં વિકટનાં પપ્પા વિજેન્દ્રભાઈ બોલ્યાં.

“અરે તમે ચિંતા ના કરો...! ભલે એન્ફિલ્ડ છે...! પણ આ ભાઈ બળદગાડાં જેવું ચલાવે છે...!” વિકટ સિદ્ધાર્થની પીઠ ઉપર ધબ્બો મારીને બોલ્યો.

“એટ્લે તારાં કરતાં સારું ચલાવે છે એમ કે’ને..!?” વિકટ કરતાં પણ વધું જૉલી સ્વભાવ ધરાવતાં વિજેન્દ્રભાઈ બોલ્યાં રમતિયાળ સ્મિત કરીને બેયની સામે જોઈ રહ્યાં.

સિદ્ધાર્થ હસી પડ્યો અને માથું ધૂણાવી રહ્યો.

“ઊડઝૂડીઓ છે અંકલ આ...!” હસતાં-હસતાં સિદ્ધાર્થ બોલ્યો “સાધન ચલાવતી વખતે બ્રેક મારવાની ખબર નઈ પડતી આને...! એટ્લેજ હું એને ચલાવા નઈ દેતો..!”

“ચલ અવે..! જલ્દી..!” વિકટે ફરીવાર સિદ્ધાર્થની પીઠ ઉપર ધબ્બો માર્યો “મારે ડાકોર વે’લ્લાં પોં’ચવું છે.! મંગળા આરતીનાં દર્શન કરવાંનાં છે..!”

સિદ્ધાર્થે ફરીવાર સ્મિત કર્યું અને માથું ધૂણાવતાં- ધૂણાવતાં બાઇકનો સેલ મારી એક્સિલેટર ફેરવ્યું.

“આવજો અંકલ...!” જતાં-જતાં સિદ્ધાર્થે વિકટનાં પપ્પાને કહ્યું.

વિકટે પણ એમની સામે જોઈને હકારમાં માથું ધૂણાવી દીધું.

***

“ચલો ત્યારે કરણભાઉ...! અમદાવાદ આવો .....ત્યારે મલીએ...!” કારમાં બેસતાં પહેલાં ઔપચારિકતા નિભાવી રહેલાં વિજયસિંહ બોલ્યાં.

નેહા એન્ડ ફેમીલી અમદાવાદ જવા માટે નીકળી રહ્યું હતું.

કરણસિંઘ, રાગિણીબેન, સુરેશસિઘ સહીત અન્ય ઘરનાં સભ્યો તેમને વળાવવાં બહાર સુધી આવ્યાં હતાં. ઘરની આગળ ખુલ્લાં કમ્પાઉન્ડમાં બધાં ઉભાં હતાં.

“અરે હવે કરણભાઉ નઈ....! વેવાઈ કો’ વેવાઈ..!” સુરેશસિંઘ સ્મિત કરીને બોલ્યાં.

બધાંએ હળવું સ્મિત કર્યું.

“નેહા ક્યાં છે..!?” ઘરના અન્ય લેડીઝ સભ્યો સાથે ઉભેલાં નેહાના મમ્મી બોલ્યાં “અમદાવાદ આવાનું મન નઈ લાગતું એનું...!”

બધાં ફરીવાર હસ્યાં અને વાતો કરતાં-કરતાં નેહાની રાહ જોવાં લાગ્યાં.

---

“તું ક્યારે આવાનો અમદાવાદ...!?” ડ્રોઈંગરૂમનાં સોફાં પાસે ઉભાં-ઉભાં નેહાએ આરવને પૂછ્યું.

“બે-ત્રણ દિવસ પછી...!” આરવ મહામુસીબતે પોતાનાં ચેહરા ઉપર સ્માઈલ જાળવીને બોલ્યો.

“ઓકે...! પણ જલ્દી આવજે..! આઈ મીન...અ...એક્ઝામ પણ ચાલું થાય છેને...! એટલે..!” નેહા થોથવાઈને બોલી.

પ્રતિભાવમાં આરવે પરાણે હળવું સ્મિત કર્યું.

“ઓકે બાય....!” નેહા છેવટે ઢીલાં સ્વરમાં બોલી અને પાછું ફરીને જવાં લાગી.

“અમ્મ નેહા...!” આરવે તેણીને ટોકી.

“હાં...બોલને...!” આરવે ટોકતાં નેહા ખુશ થઇ ગઈ અને ઉત્સાહથી બોલી.

“આ તારાં માટે...!” આરવે એક નાનકડું ગીફ્ટ બોક્સ નેહા સામે ધર્યું.

“અરે વાહ...!” નેહા ખુશખુશાલ થઇ ગઈ અને તરતજ આરવના હાથમાંથી ગીફ્ટ બોક્સ લઈ લીધું અને ખોલવાં લાગી.

“અરે અહિયાં નઈ..!” આરવે તેણીને ગીફ્ટ પેક ઓપન કરતાં અટકાવી.

નેહાએ આશ્ચર્યપૂર્વક આરવ સામે પ્રશ્નાર્થ નજરે જોયું.

“સ્પેશલ ગીફ્ટ છે...! તારાં માટે...!” આરવ બોલ્યો “અત્યારે બધાં રાહ જોવે છે તારી..! એટલે ઘેર જઈને ખોલજે...!”

“ઓકે...! બટ છે શું..!?” નેહાએ આંખો મોટી કરીને પૂછ્યું.

“ગીફ્ટ છે..!” આરવ પરાણે ખુશ થવાનો ડોળ કરતો હોય એમ બોલ્યો “એમ થોડી કઈ દઉં..!”

નેહા ખુશ થઈ ગઈ અને પાછી ફરીને જવાં લાગી.

“બાય...!” જતાં-જતાં નેહા ખુશખુશાલ ચેહરે બોલી અને મેઈન ડોર તરફ ચાલવાં લાગી.

“અ... નેહા..!” આરવે ફરીવાર તેણીને અટકાવી.

“તું ના પાડતો હોય...! તો ના જવ...!” મેઈન ડોર પાસે પહોંચી ગયેલી નેહા અટકી અને પાછું ફરીને રમતિયાળ સ્વરમાં બોલી.

આરવ પરાણે હસ્યો અને બે-ત્રણ ડગલાં તેણી તરફ આગળ આવ્યો.

“અ ...કૉલેજમાં આપડી એન્ગેજ્મેન્ટ વિષે કોઈને કશું ના કે’તી...! પ્લીઝ...!” આરવ આજીજીપૂર્વક બોલ્યો.

“કેમ...!?” નેહાને નવાઈ લાગી.

“અરે...! આટલી નાની એજમાં આપડી એન્ગેજ્મેન્ટ...! અને અ..મેરેજ...! આ બધું...! યું નો..!” આરવ બોલ્યો “મને...અ...મને આ બધું થોડું બેકવર્ડ લાગે છે...! આઈ ફિલ એમ્બેરેસ..!”

“ઓહ...! તો...અ...તને મારાં માટે એમ્બેરેસ ફિલ થાય છે..!? એમ.!?” નેહાનું મોઢું ઉતરી ગયું.

“નઈ..નઈ...! તારાં માટે નઈ કે’તો..! આઈ લાઈક યું..!” ઉતાવળમાં આરવથી બોલાઈ ગયું “આઈ મીન..!”

થોથવાઈ ગયેલો આરવ બોલવાં શબ્દો શોધી રહ્યો.

“આઈ લાઈક યુ..!” આરવના મોઢે એ શબ્દો સાંભળીને નેહા પાછી ખુશ થઈ ગઈ અને આરવના બાળક જેવાં થઇ ગયેલાં ચેહરા સામે જોઈ રહી.

“પ્લીઝ સિક્રેટ રાખજે આ વાત...!?” આરવે ફરીવાર આજીજીપૂર્વક કહ્યું.

“ઓકે.... નઈ કઉ... બસ..!” નેહા રમતિયાળ સ્વરમાં બોલી “બોલ બીજું...! તારાં માટે કંઈ પણ...!”

“બસ તું પાક્કું પ્રોમિસ કર...!” આરવે પોતાની હથેળી આગળ ધરીને કહ્યું “કે તું આ વાત સિક્રેટ રાખીશ..!”

“પાક્કું પ્રોમિસ..! બસ..!” નેહાએ પણ મલકાઈને પોતાની હથેળી આરવના હાથમાં મૂકી.

“જો....ક્ષત્રિયની છોકરી છે તું..! પ્રોમિસ તોડતી નઈ..!” આરવે હવે પોતાનો સ્વર બદલ્યો અને મજાકિયા સ્વરમાં નેહાને ચેલેન્જ આપતો હોય એમ બોલ્યો.

“અરે તું જોજે...! આપડાં મેરેજ પે’લ્લાં...જો હું મરવા પડી હોઈશ..! તોય આ વાત સિક્રેટ રાખીને મરીશ...!” નેહા બોલી.

“ઓય..! આવી મરવાની વાતો શું કામ કરે છે...!? મને ના ગમે..!” આરવથી ચિડાઈને બોલાઈ ગયું.

“Aww...! આટલી ચિંતા...!” નેહા હવે ઉત્સાહમાં આવી ગઈ.

“અરે નેહા...!” નેહાના મમ્મીએ બૂમ પાડીને નેહાને બોલાવી “ચલ અવે...!”

“બાય...!” નેહા બોલી અને તરતજ જેમ-તેમ આરવને હળવું આલિંગન આપીને ભાગી ગઈ.

આરવથી અજાણતાંજ મલકાઈ જવાયું. પછી તે પણ નેહાને વળાવવા બહાર જવાં લાગ્યો.

---

કાર પાસે આવીને નેહા દોડાંદોડ પાછળની સીટમાં બેસવાં જવાં લાગી.

“અરે....કેટલીવાર કરી તે છોકરી..!” રાગિણીબેન જોડે ઉભેલાં નેહાના મમ્મીએ તેણીને જોતાંજ કહ્યું.

બધાંને જોતાંજ નેહાએ આરવે આપેલાં ગિફ્ટનું બોક્સ નાનાં બાળકની જેમ પોતાની પાછળ સંતાડયું અને દોડાંદોડ કારની બીજી તરફ જઈ કારનો દરવાજો ખોલીને અંદર બેસી ગઈ.

“ચલો...ચલો...જલ્દી...!” બારીમાંથી બહાર દેખાઈ રહેલાં બધાં સામે જોઈને નેહા બોલી અને પછી આરવનું ગિફ્ટ પોતાની એક બાજુ દરવાજા તરફ સંતાડી દીધું. કારની વિન્ડોનાં ખુલ્લાં ગ્લાસમાંથી બહાર ડોકિયું કરીને નેહાએ પાછળ ઘર તરફ જોયું.

પૉર્ચનાં પગથિયાં ઉતરીને આરવ કાર તરફ આવી રહ્યો હતો.

“ખટક....!” કારનાં દરવાજા ખોલીને નેહાનાં ફેમિલી મેમ્બર્સ કારમાં બેસવાં લાગ્યાં.

આગળ ડ્રાઈવરની જોડેની સીટમાં નેહાનાં પપ્પા વિજયસિંહ બેઠાં. બીજી તરફનો દરવાજો ખોલીને નેહાનાં મમ્મી અંદર નેહાની જોડે સરકીને બેઠાં, ત્યારબાદ તેમની બાજુમાં નેહાનાં માસી બેઠાં. બાકીનાં અન્ય સગાં-વ્હાલાં પંદરેક દિવસ પહેલાં સગાઈનાં ફંક્શન પત્યા પછી જતાં રહ્યાં હતાં.

“વ્રૂમ....વ્રૂમ...!” કારનાં ડ્રાઈવરે સેલ મારી કારને રેસ આપી.

“ચલો...! કરણભાઉ...! સુરેશજી...!” આગલી સીટમાં બેઠાં-બેઠાં વિજયસિંહ હાથ બહાર કાઢીને આવજો કરવાં લાગ્યાં.

કારનાં ડ્રાઈવરે ધીરે-ધીરે કાર ઘરનાં મોટાં લોખંડનાં ગેટની બહાર જવાં દીધી. નેહાએ ફરીવાર વિન્ડોમાંથી બહાર પાછળ જોયું. જ્યાં થોડીવાર પહેલાં કાર ઊભી હતી ત્યાં હવે આરવ આવીને ઊભો રહ્યો હતો.

ઘરનાં બીજાં સભ્યો હજીપણ મલકાતાં-મલકાતાં “આવજો” કરી રહ્યાં હતાં. બધાંથી સ્હેજ છેટે ઉભેલાં આરવને નેહા દૂર થતો રહી.

દૂર જઈ રહેલાં આરવને જોઈ રહેલી નેહાનું મન ઉદાસ થઈ ગયું.

***

“રસ ભીનાં રાય રણછોડ....!

વસો મારાં રુદીયાંમાં...!”

વહેલી સવારે ડાકોરનાં પ્રાચીન મંદિરમાં રણછોડરાયની પ્રખ્યાત મંગળા આરતી ચાલી રહી હતી. મંગળા આરતીનાં દર્શન કરવાં આવેલાં સેંકડો ભક્તો આંખો ખુલ્લી રાખીને સામે પ્રસ્થાપિત કરેલી ડાકોરનાં ઠાકોરની અતિપ્રાચીન મુર્તિનાં દર્શન કરી રહ્યાં હતાં.

મંગળા આરતીનાં શબ્દો પણ જાણે કાન વાટે હ્રદયમાં ઉતરી રહ્યાં હોય એમ ભક્તો મંત્રમુગ્ધ થઈને સાંભળી રહ્યાં હતાં. ભક્તોની ભીડમાં સિદ્ધાર્થ અને વિકટ પણ હાજર હતાં. આંખો ખુલ્લી રાખીને બંને ડાકોરનાં રણછોડરાયનાં દર્શન કરી રહ્યાં હતાં.

નજર ફેરવીને ડાકોરનાં મંદિરનાં ઘૂમ્મટને સિદ્ધાર્થે નિહાળ્યો. પહેલેથીજ પ્રાચીન ઐતિહાસિક સ્થળોનાં શોખીન સિદ્ધાર્થ માટે અહિયાં આવવું “મેન્ટલ હિલિંગ” જેવું હતું. રણછોડરાયની મુર્તિને જોતાં-જોતાં છેલ્લાં પંદરેક દિવસોનો થાક જાણે ઉતરી રહ્યો હોય એવું સિદ્ધાર્થે અનુભવ્યું.

આરવ સાથે નેહાની સગાઈથી લઈને પિતા કરણસિંઘ સાથે થયેલી માથાકૂટ, તેમનો થપ્પડ, આરવ અને ઝીલને પોતાનાં એડોપ્શન વિષે કહેલું સત્ય, બધીજ વાતોનાં ઘા ઉપર જાણે મલમ લાગતો એવું ઠંડક તેણે અનુભવી.

---

“હાશ...! રિલેક્સ થઈ જવાયું…! “ ડાકોરનાં મંદિરની સામે આવેલાં ગોમતી તળાવનાં ઘાટનાં પગથિયાં ચઢતાં-ચઢતાં સિદ્ધાર્થ બોલ્યો અને હળવું સ્મિત કર્યું.

વહેલી સવારે ડાકોરનાં રણછોડરાયનાં દર્શન કરીને આવેલાં અનેક ભક્તોની ભીડ ગોમતી તળાવનાં ઘાટ ઉપર જામેલી હતી. ઘાટનાં પગથિયેથી માંડીને ઘાટ ઉપર બનેલી બેઠકો ઉપર અનેક ભક્તો ડાકોરનાં ફેમસ ગોટાં-ખમણ વગેરેનો નાસ્તો કરી રહ્યાં હતાં.

ઘાટનાં પગથિયે ઊભાં-ઊભાં સિદ્ધાર્થ સામે દેખાતાં તળાવનાં પાણી સામે જોઈ રહ્યો. ધીમી ગતિએ થઈ રહેલાં શિયાળાનાં આગમનને લીધે વહેલી સવારે વાતાવરણ ઠંડુ હતું. અને તળાવનાં પાણી ઉપર દૂર સુધી ધુમ્મસ ફેલાયેલું હતું.

“તો ગોટાં ખાઈશ...!?” જોડે ઉભેલાં વિકટે પૂછ્યું.

“અહિયાં આવે.... ‘ને ગોટાં નાં ખાય...! એ ચાલે..!?” સિદ્ધાર્થ જવાબ આપે એ પહેલાંજ વિકટ બોલ્યો “હું લેતોજ આવું છું..!”

એટલું કહીને વિકટ પાછો ઊંચા પ્લેટફોર્મ જેવાં ઘાટ ઉપર જવાં પગથિયાં ચઢવાં લાગ્યો.

સિદ્ધાર્થ સ્મિત કરતાં-કરતાં માથું ધૂણાવી તેને જતાં જોઈ રહ્યો. વિકટનાં જતાં રહ્યાં પછી સિદ્ધાર્થે પાછું તળાવનાં પાણી સામે જોયું. પાણી ઉપર ફેલાયેલાં ધુમ્મસની ચાદર જાણે પોતાનાં મન ઉપર પણ ફેલાયેલી હોય એવું સિદ્ધાર્થે અનુભવ્યું. આમ છતાં, ડાકોર આવ્યાં અગાઉ જેવો મૂંઝવણ અને થાક તે અનુભવતો હતો, તેવું તેને ફીલ નહોતું થઈ રહ્યું.

સિદ્ધાર્થે હવે મનોમન વાસ્તવિક્તાનો સ્વિકાર કરી લીધો હતો. પોતે એડોપ્ટેડ છે એ વાસ્તવિકતાં તો સિદ્ધાર્થ ઘણાં વર્ષો પહેલાં માની ચૂક્યો હતો, પણ નેહા હવે પોતાનો ભૂતકાળ છે, એ વાત પણ સિદ્ધાર્થે પોતાનાં મનને મનાવાં માંડી હતી.

“સિદ્ધાર્થ..!” તળાવ ઉપર છાવયેલાં ધુમ્મસ તરફ જોઈને વિચારોમાં ખોવાયેલાં સિદ્ધાર્થને પાછળથી વિકટે બૂમ પાડીને બોલાવ્યો.

પાછું ફરીને સિદ્ધાર્થે જોયું તો વિકટ ઘાટનાં સૌથી ઉપરનાં પગથિયે હાથમાં બે પેપર ડીસ લઈને ઊભો હતો.

વિકટને જોઈને સિદ્ધાર્થ દાદરાં ચઢવાં લાગ્યો. સિદ્ધાર્થને ઉપર આવતો જોઈને વિકટ ઘાટ ઉપર બનાવવાંમાં આવેલાં પત્થરનાં ખાલી બાંકડા તરફ જવાં લાગ્યો.

ઉપર આવીને સિદ્ધાર્થ બાંકડા ઉપર બેઠેલાં વિકટની જોડે બેઠો. વિકટે મૂકેલી પેપર ડીસમાંથી સિદ્ધાર્થ ગોટાં દહીમાં ડૂબાડી-ડૂબાડીને ખાવાં લાગ્યો.

“હવે...કે’….! તારું મગજ સારું થયું..!?” ટોંન્ટ મારતો હોય એમ વિકટ સિદ્ધાર્થની ખેંચતાં બોલ્યો.

પ્રતીભાવમાં ગોટાંનો કોળિયો ચાવતાં-ચાવતાં સિદ્ધાર્થ માથું ધૂણાવીને હળવું હસ્યો.

“તો હવે કે’….! મગજ ખરાબ શેનાં લીધે થયુંતું....!?” મજાકીયા લહેજાં વિકટે પૂછ્યું અને સિદ્ધાર્થ ફરીવાર થોડું મલકાયો.

“મારી સગાઈ ફિક્સ થઈ ગઈ’તી....!” સિદ્ધાર્થ હસીને બોલ્યો.

“હેં...!? વોટ....!?” કોળિયો ચાવતાં-ચાવતાં વિકટ ચોંકીને બોલ્યો અને પછી પૂછ્યું “ક્યારે...!? કેવીરીતે...!? સુહાગરાત થઈ ગઈ....કે બાકી છે...!?”

“અલા ભાઈ સગાઈ કવ છું...! મેરેજ નઈ....!” સિદ્ધાર્થ બોલ્યો “તું સરખું સાંભળતો ખરો...!”

“ઓહ..હાં...હાં...! શું નામ છે ભાભીનું....!?” વિકટે પૂછ્યું.

“કોઈ ફરક નઈ પડતો...! સગાઈ કેન્સલ પણ થઈ ગઈ...!” સિદ્ધાર્થે ખભાં ઉછાળીને કહ્યું.

“બે નક્કી ક્યારે થઈ ....અને કેન્સલ ક્યારે થઈ...!?” વિકટને હવે વધુ નવાઈ લાગી.

ગોટાં ખાતાં-ખાતાં સિદ્ધાર્થે તેને બધી વાત કહી સંભળાવી. નેહા વિષે પોતાની ફીલિંગ્સ અને આરવ અને નેહાની સગાઈ વિષે પણ સિદ્ધાર્થે બધુ કહી દીધું.

“હમ્મ...! તો તું જેને લવ કરે છે...! એને હવે તું ભાભી કે’વાનો એમને...!?” વિકટે જાણી જોઈને સિદ્ધાર્થને ચીડવ્યો.

સિદ્ધાર્થે ઘુરકીને વિકટ સામે જોયું. પ્રતીભાવમાં સિદ્ધાર્થને ચિડાવતો હોય એવું વિકટ હસ્યો.

“મને તો ક્યારેક ક્યારેક જેઠાલાલ જેવું ફીલ થાય છે...!” સિદ્ધાર્થ પણ માથું ધૂણવતાં-ધૂણવતાં મજાક કરતાં બોલ્યો.

“હેં...! જેઠાલાલ...!?” વિકટે હળવાં આશ્ચર્યથી પૂછ્યું “તારક મેહતાંનો..!?”

સિદ્ધાર્થે માથું હકારમાં ધૂણાવ્યું.

“કેમ..!?” વિકટે પૂછ્યું.

“તો શું યાર...!” સિદ્ધાર્થ માથું ધૂણાવીને બોલ્યો “જેવું જેઠાલાલ કે’તો હોય છે...! એવુંજ મને પણ થાય છે..! કે હે ભગવાન...! તારાં એક્ઝામના ક્લાસરૂમમાં હું એકજ છોકરો છું...!? જેની વારે ઘડીએ તું એક્ઝામ લે-લે કરે છે..!?”

મજાકીયા લહેજામાં બોલીને સિદ્ધાર્થે મોઢું બનાવ્યું અને ડાકોરના મંદિર સામે જોયું.

“હી...હી...!” ગોટાં ખાતાં-ખાતાં વિકટ હસી પડ્યો “કદાચ તું એમનો ફેવરિટ સ્ટુડન્ટ હોઈશ...!”

સિદ્ધાર્થે પણ હસીને માથું ધૂણાવ્યું. વિકટે કહેલાં વાક્યનો ગૂઢ અર્થ સિદ્ધાર્થ સમજતો હતો. મૌન રહીને સિદ્ધાર્થ રણછોડરાયના મંદિર સામે જોઈ રહ્યો.

“તું બધું ઝેલી ગ્યોને...!?” રણછોડરાયના મંદિર સામે જોઈ રહીને થોડીવાર પછી વિકટે શાંતિથી સિદ્ધાર્થને પૂછ્યું.

સિદ્ધાર્થે મૌન રહીને માથું ધૂણાવ્યું.

“તારી એડોપ્શનવાળી વાત હોય...! કે પછી તારાં પપ્પાએ તારી ઉપર ઊઠવેલો હાથ...!” એક નજર સિદ્ધાર્થ સામે જોઈ વિકટે મંદિર સામે જોયું “જો એ તારી એક્ઝામ લેતાં હોય...! તો પછી એમાંથી પાસ થવાની એબીલીટી પણ એજ આપતાં હોય...!”

એડોપ્શનવાળી વાત વિષે સિદ્ધાર્થ વિકટને ઘણો સમય પહેલાંજ કહી ચૂક્યો હતો. બંનેની ફ્રેન્ડશીપમાં જોકે એ વાતને લઈને કોઈ ફર્ક નહોતો પડ્યો. વિકટે પણ એ વાતનું સિક્રેટ પોતાનાં સુધી જાળવી રાખ્યું હતું.

“હમ્મ..!” સિદ્ધાર્થનું મન પાછું વિચારે ચઢી ગયું.

“ચલ ભાઈ...! તું પાછો વિચારે ચઢી જાવ...! એ પહેલાં નિકળીએ...!” વિકટ પાછો મજાકીયાં સ્વરમાં બોલ્યો અને ઊભો થયો “ઉમરેઠ...! આજે તને મારું ગામ બતાવું...! ઐતિહાસિક ગામ...!”

સિદ્ધાર્થની જેમ વિકટ પણ ઐતિહાસિક સ્થળો અને ઇતિહાસનો શોખીન હતો.

“તું જોઈને ખુશ થઈ જઈશ..!” વિકટ બોલ્યો.

“અહિયાંથી કેટલું દૂર છે...!?” ગોટાંની ખાલી પેપર ડીશ જોડેનાં ડસ્ટબિનમાં નાંખતાં સિદ્ધાર્થે પૂછ્યું.

“ખાલી સાત-આઠ કિલોમીટર...!” વિકટ બોલ્યો.

---

“અમારું ગામ ઈસવીસન પાન્સો પંચાવનમાં વસાવાયું ‘તું....!” સિદ્ધાર્થની પાછળ એન્ફિલ્ડની સીટ ઉપર બેઠેલો વિકટ માહિતી આપતાં બોલ્યો “લગભગ પંદરસો વર્ષ પે’લ્લાં..!”

“ઓહો...!” બાઇક ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થ બોલ્યો.

બંને ઉમરેઠ ગામ પહોંચી ગયાં હતાં. ધીમી સ્પીડે સિદ્ધાર્થ બાઈક ચલાવી રહ્યો હતો અને આજુબાજુ જોઈ રહ્યો હતો.

અમદાવાદની પોળોની જેમજ ઉમરેઠ ગામ પોળોથીજ ઓળખાતું હતું. પંદરેક ફૂટ પહોળો અને ડામરનો વચ્ચે રસ્તો અને આજુબાજુ લાકડાંની મજબૂત પિઢો, અને ચુના-પત્થરથી બનેલાં મકાનો. ઐતિહાસિક ગણાતાં આ મકાનોનાં ચણતરમાં ક્યાંય સિમેન્ટનો ઉપયોગ નહોતો થયો. આર્થિક રીતે સમૃદ્ધ એવાં ઉમરેઠ ગામની પોળોનાં લગભગ બધાંજ મકાનો ત્રણ-ચાર માળ ઊંચાં અને લગભગ સિત્તેરેક ફૂટ લાંબા હતાં. દરેક માળે લાંબી બાલ્કની હતી. જે રોડ તરફ પડતી. લાકડાંની પિઢોમાં વૈભવશાલી કોતરણીકામ કરવામાં આવ્યું હતું. બધાંજ મકાનો એકબીજાંની એટલાં નજીક હતાં કે એક ઘરની અગાશી ઉપરથી બીજાં ઘરની અગાશી ઉપર આસાનીથી છલ્લાંગ લગાવીને જઈ શકાતું.

લોહીમાંજ વેપારની અદ્ભુત કુશળતાં લઈને જન્મેલાં અતિ-સમૃદ્ધ વૈષ્ણવ વાણિયાની વસ્તી વધું હતી. આ સિવાય પણ અન્ય જાતિનાં લોકોની વસ્તી પણ હતી.

“અહિયાં ઊભી રાખ...! વારાહી માતાના મંદિર આગળ...!” વિકટ બોલ્યો અને સિદ્ધાર્થે સામે દેખાતાં એક મંદિર આગળ બાઇક ધીમું કર્યું.

પરંપરાગત હિન્દુ મંદિરો જેવુંજ વારહી માતાનું મંદિર હતું.

બાઈક પાર્ક કરીને બંને મંદિરમાં દાખલ થયાં. વારાહી માતાની પ્રસ્થાપિત મુર્તિ સામે ઊભાં રહીને બંનેએ દર્શન કર્યા.

“અહિયાં દર વર્ષે હવન થાય છે....!” મંદિરમાંથી બહાર જતાં-જતાં વિકટ બોલ્યો “આખાંય દેશમાં આ હવન ફકત બે જગ્યાએ થાય છે...! એક કાશીમાં...અને બીજો ઉમરેઠમાં....!”

“ઓહો...! તો જબરો માહોલ રે’તો હશે.. હવન વખતે..!” સિદ્ધાર્થ આશ્ચર્ય પામીને બોલ્યો “અને હવનનું મહત્વ પણ ખાસું હશે....! નઈ...!?”

“હાસ્તો...! તને અંદાજો આવે એ માટે કઉ...! તો આ હવનમાં બેસાવાં માટે જે પરિવારને ભાગ લેવો હોય...! એણે પેઢીઓ પે’લ્લાં નામ લખાવું પડે...! એટલું લાંબુ વેઇટિંગ લિસ્ટ છે....!”

“એટ્લે...! સમજ્યો નઈ....!?” સિદ્ધાર્થ મૂંઝાયો.

બંને હવે પગથિયાં ઉતરીને મંદિરના પરિસરમાંથી બહાર આવી રહ્યાં હતાં.

“એટ્લે... એમ... કે હવનમાં બેસવાં માટે જે લોકોએ નામો લખાવ્યાં છે...! એ લોકોનું લિસ્ટ એટલું બધું લાંબુ છે...! કે લોકોનો નંબર આવે એ પહેલાં તેમની ઉંમર પૂરી જાય..!”

“ઓહ....! તો પછી...!?”

“જમણે નામ લખાવ્યું હોય...! એ લોકોની નેક્સ્ટ પેઢીને નંબર વારસાંમાં મળે...! એટ્લે કે જો તું લખાવે....તો કદાચ તારાં પછી તારાં ટેણીયાને....કે પછી ટેણીયાનાં ટેણીયાને બેસવાંનો નંબર આવે...!”

“અરે બાપરે....!” સિદ્ધાર્થ આંખો મોટી કરીને બોલ્યો અને બાઈક પાસે આવીને ઊભો રહ્યો.

“લગભગ બસસો સાંઈઠ વર્ષથી પણ વધુ પહેલાંથી હવન દર વર્ષે કરાય છે...!”

સિદ્ધાર્થ બાઈકની સીટ ઉપર બેઠો અને વિકટ તેની પાછળ બેસતાં બોલ્યો.

“હવે ક્યાં.....!” પોતાનું મ્હોં સહેજ પાછું ફેરવીને સિદ્ધાર્થે પુછ્યું અને બાઈકનો સેલ માર્યો.

“પત્થરવાળી પોળ....!” વિકટ બોલ્યો “અને રસ્તાંમાં જતાં-જતાં હું તને બળેલી પોળ પણ બતાડું...!”

“બળેલી પોળ...!?” બાઈક ઘુમાવીને સિદ્ધાર્થ બોલ્યો.

“હમ્મ...! એવું કહેવાય છે...! કે પોળનાં મકાનોને અંગ્રેજોએ આગ લગાડી દીધી ‘તી....!” વિકટ ગાઈડની જેમ માહિતી આપવાં લાગ્યો “એટ્લે એનું નામ બળેલી પોળ પડ્યું...! જોકે હવે બધાં મકાનો રિનોવેટ થઈ ગ્યાં...!”

“તું સિવિલ એન્જિનિયરિંગ રે’વાંદે ભાઈ...! ગાઈડ બની જા....!” સિદ્ધાર્થ મજાક કરતાં બોલ્યો અને બાઈક વિકટે બતાવેલાં રસ્તે મારી મૂક્યું.

***

“hi…! અમે પોં’ચી ગ્યાં..!” ઘરે આવતાંવેંતજ નેહા પોતાનાં રૂમમાં દોડી આવી અને આરવને whatsappમાં મેસેજ કર્યો “ગિફ્ટ ઓપન કરું છું હવે..!”

આરવે મેસેજના વાંચતાં નેહાએ આરવને વિડીયો કૉલ કર્યો. એક-બે રિંગ પછી આરવે પણ નેહાનો વિડીયો કૉલ રિસીવ કર્યો.

“હેય...! પોં’ચી ગ્યાં...!?” ફેસ દેખાય એ રીતે આરવે ફોન સામે ધરી રાખીને સ્મિત કરીને કહ્યું.

“મેં મેસેજ કર્યો..! તે વાંચ્યો નઈ...!?” ફરિયાદ કરતી હોય એમ નેહા નારાજ સૂરમાં હકથી બોલી “જો...! હું ગિફ્ટજ ઓપન કરતી’તી....!”

નેહાએ પોતાનાં મોબાઈલનો બેક કેમેરો ચાલું કર્યો જેથી ગિફ્ટ ઓપન કરતાં આરવને વિડીયો કૉલમાં દેખાય.

એક હાથ વડે નેહાએ બેડ ઉપર મૂકેલું ગિફ્ટનું પેક જેમતેમ કરીને ઓપન કર્યું.

“અરે વાહ...!” જવેલરીની કોઈ મોટી બ્રાન્ડનું નાનું બોક્સ જોઈને નેહા ખુશ થઈ ગઈ બોક્સ ઓપન કરવાં લાગી.

“omg…!” બોક્સમાં સરસ મજાનો હાર્ટ શેપવાળો નેકલેસ હતો.

નેહા આંખો મોટી કરી ખુશ થઈને જોઈ રહી.

“કેવું લાગ્યું...!?” આરવે પૂછ્યું.

“થોડું ટીપીકલ છે...!” નેહા સ્મિત કરીને બોલી “પણ એટલુંજ સુંદર પણ...!”

“એટ્લે...!?” આરવ મૂંઝાયો હોય એમ બોલ્યો “ના ગમ્યું...!?”

“અરે ના બાબા...!” નેહાએ પોતાનો ફોન સામે ધરી કેમેરો પોતાનાં ફેસ તરફ કર્યો “કઈ છોકરીને ડાયમંડ જવેલરી ના ગમે...!? હુમ્મ..!? હું તો ખાલી એમ કઉ છું..! કે તું આવીજ કોઈ ગિફ્ટ આપીશ...એ મેં પ્રેડીક્ટ કરીજ લીધું હતું...!”

“હમ્મ...! મને જે ગમ્યું...! એ તારાં માટે લઈ લીધું...!” આરવ બોલ્યો.

“સાચે...!?” નેહા ખુશ થઈ ગઈ.

“હમ્મ...! ચલ મૂકું..!” આરવ બોલ્યો.

“અરે...! કેમ..!? અત્યારથી....!?” નેહા નારાજ થઈને બોલી “ના...ના...વાત કર...! પછી તું કૉલેજમાં તો વાત નઈ કરેને...! સિક્રેટ રાખવાનું છે એટ્લે...!?”

“અરે પણ ફ્રેન્ડ તરીકે તો વાત કરશુંજ..!” આરવ દલીલ કરીને બોલ્યો “ફિયાન્સ તરીકે નઈ..! એમ...! નોર્મલ વાતો તો કૉલેજમાં કરશુંજ...એમ...!”

“હાં...તો....ફિયાન્સ તરીકે ફોન ઉપર વાતો કરવાની...!” નેહા નાના બાળકની જેમ હકથી બોલી.

“હી..હી..!” ના ઇચ્છવા છતાં આરવથી પરાણે હસાઈ ગયું.

થોડીવાર સુધી નેહાએ કોઈને કોઈ વાતે આરવ જોડે વાત કરે રાખી.

“હવે તો મૂકવાદે...!” અડધો કલ્લાક પછી આરવે થાકીને કહ્યું.

“ઓકે..ઓકે..! ચલ...! બાય....!” નેહાએ મલકાઈને કહ્યું.

ખુશખુશાલ થઈ ગયેલી નેહા બાલ્કનીમાં ઊભાં-ઊભાં કુદકા ભરવાં લાગી. આરવ સાથે વાત કરતાં-કરતાં નેહા બાલ્કનીમાં આવી ગઈ હતી.

આરવે આપેલો નેકલેસ તેણીએ ગળાંમાં પેહરી લીધો હતો. બાલ્કનીમાં ઊભાં-ઊભાં નેહા પોતાનાં ગળાંમાં પહેરેલો નેકલેસ રમાડી રહી હતી ત્યાંજ તેણીની નજર સોસાયટીના ગેટમાંથી અંદર આવતી લાવણ્યા ઉપર પડી.

“ઓહો..! આ તો મેડમ છે...!?” લાવણ્યાને સોસાયટીમાં આવતી જોઈને ટોંન્ટ મારતી હોય એમ નેહા મનમાં બબડી “આજે તો છેડવી પડશે...!”

મનમાં બબડીને નેહા લાવણ્યા પોતાનાં ઘર આગળથી પસાર થાય ત્યાં સુધી રાહ જોઈ રહી.

“પંદર દિવસથી આ છોકરો કોલેજ નઈ આવતો...!” કોલેજથી ઘરે જઈ રહેલી લાવણ્યા વિચારે ચઢેલી હતી.

આરવ લગભગ પંદર દિવસથી કોલેજ નો’તો આવતો.

“એક ફોન પણ નઈ કે મેસેજ પણ નઈ કરતો....!” આટલાં દિવસોથી આરવે એકેયવાર લાવણ્યાને ફોન કે મેસેજ નહોતો કર્યો.

લાવણ્યા પોતે ઘણીવાર આરવને whatsappમાં મેસેજ કરવાંનો પ્રયત્ન કરતી. પણ મેસેજ ટાઈપ કર્યા પછી ગુસ્સે થઈ ડિલીટ કરી નાંખતી.

સોસાયટીનાં ગેટમાંથી અંદર પ્રવેશતી વખતે લાવણ્યાની નજર પણ કોર્નર ઉપર નેહાનાં ઘર ઉપર અને બાલ્કનીમાં ઊભેલી નેહા ઉપર પડી હતી.

“અરે લાવણ્યા....!” નેહાની નજર લાવણ્યા સાથે મળતાજ તેણીએ બાલ્કનીમાં ઊભાં-ઊભાંજ વાત કરવાં માંડી “શું ચાલે છે કોલેજમાં..!?”

“બસ શાંતિ...!” લાવણ્યાએ પરાણે ટૂંકો જવાબ આપ્યો અને નેહા સામે જોઈ રહી.

જાણે લાવણ્યાને ચિડાવતી હોય એમ બાલ્કનીમાં ઊભી-ઊભી નેહા લાવણ્યા સામે જોઈ રહી મલકાઈ રહી હતી.

“તું કોલેજ કેમ નથી આવતી આટલાં દિવસથી...!?” લાવણ્યાએ અમસ્તુંજ નેહાને પૂછ્યું.

આરવને કરેલું પ્રોમિસ નેહાને યાદ હોવાથી નેહા જવાબ વિચારી રહી.

“તબિયત ઠીક નો’તી...એટ્લે..!” જવાબ વિચારી નેહાએ એજરીતે મલકાઈને સ્વાભાવિક જુઠ્ઠું બોલી.

“તને જોઈને તો લાગે છે કે ક્યાંક હિલ સ્ટેશન ઉપર ફરીને આવી હોય...!” નેહાને ટોંન્ટ મારતી હોય એમ લાવણ્યા તેણી સામે જોઈને મનમાં બબડી.

“અને....તારો બેસ્ટ ફ્રેન્ડ શું કરે છે...!?” નેહાએ વળતો ટોંન્ટ મારીને આરવ વિષે પૂછ્યું.

નેહાએ જાણે ટોંન્ટમાં પૂછ્યું હોય એમ લાવણ્યાને પણ લાગ્યું.

“ખબર નઈ....! એ ઘણાં દિવસોથી કોલેજ નઈ આવતો....!” લાવણ્યા ઉદાસ સ્વરમાં બોલી “બાય...!”

“Aww....તો આટલી ઉદાસ કેમ થાય છે...!” નેહા એવાંજ ટોંન્ટભર્યા સ્વરમાં બોલી “આઈ જશે....!”

“આ છોકરી કેમ આવું બિહેવ કરે છે...!” લાવણ્યા નેહા સામે જોઈ રહીને મનમાં બબડી.

“ગૂડ નાઈટ....!” લાવણ્યાને ચિડાવતી હોય એમ નેહા હથેળી વડે “ટાટા” કરીને પોતાનાં રૂમમાં ચાલી ગઈ.

લુચ્ચું હસતાં-હસતાં નેહા પોતાનાં રૂમમાં પ્રવેશી ગઈ.

થોડીવાર સુધી ત્યાંજ ઊભાં રહીને લાવણ્યા નેહાનાં વિચિત્ર વર્તન વિષે વિચારતી રહી.

“હશે....!” છેવટે નેહાનાં એવાં વર્તનનું કોઈ કારણ ન સમજાતાં માથું ધૂણાવી લાવણ્યા પોતાનાં ઘર તરફ ચાલવા લાગી.

***

“ઓય...ઉઠભાઈ...! ઘરે નઈ જવું...! બરોડાં...!?” સાંજ પડે વિકટે સોફાંમાં સૂતેલાં સિદ્ધાર્થને પૂછ્યું.



ઉમરેઠ ગામનાં બીજાં છેડે હાઈવેની નજીક આવેલાં વિકટનાં ઘરે બંને આરામ કરવાં રોકાયાં હતાં. આખો દિવસ ગામની પોળોની “ટૂર” કરીને બંને છેવટે ગામની પોળો કરતાં અલગ આ ઘર મોડર્ન આર્કીટેકચર ધરાવતી સોસાયટીમાં બનેલું હતું. શહેરી સ્ટાઈલમાં બનેલાં ઘરમાં નીચે ત્રણ બેડરૂમ, હૉલ, કિચન અને ઉપલા માટે બીજાં બે બેડરૂમ હતાં. જોકે ઘરે અત્યારે તે બંનેજ હતાં. ફેમિલી સાથે વિકટ બરોડાં રહેતો હોવાને લીધે આ ઘર મોટેભાગે બંધ રહેતું. અને ઉમરેઠની ટ્રીપ દરમિયાન કે પછી અન્ય કોઈ પ્રસંગે ઉપયોગમાં લેવાતું.



સોફામાં બેઠાં થઈને સિદ્ધાર્થ આળસ મરડી અને પોતાનાં વિખરાયેલાં વાળ સરખાં કરવાં લાગ્યો.



સામેનાં સોફામાં બેઠેલો વિકટ તેને જોઈ રહ્યો.



“હવે કઈં બાકીતો નથીને...!?” સિદ્ધાર્થે આંખો ચોળતાં-ચોળતાં પૂછ્યું.



“છે...! હાઈવે ઉપર લાઈવ પાત્રાં ખાવાનાં છે...!” વિકટ બોલ્યો.



“મને પાત્રાં ઓછાં ભાવે....!” સિદ્ધાર્થ ઊભો થતાં બોલ્યો.



“અરે તું ખાં તો ખરો..!” વિકટ પણ ઊભો થયો “તારી બધી પ્રોબ્લેમો ભુલાઈ જશે...!”



નેહા યાદ આવી જતાં સિદ્ધાર્થે હળવું સ્મિત કર્યું અને પોતાનાં મોબાઈલની સ્ક્રીન ઓન કરીને ટાઈમ જોયો.



“એ જતી રઈ હશે...!” મોડી સાંજનાં લગભગ સાડાં છ વાગ્યાં હતાં.



“અમે બપોરે અમદાવાદ જવાં નીકળીએ ત્યાં સુધીમાં પાછો આઈ જઈશ...!? આઈ જઈશ...!?” નેહનાં શબ્દો સિદ્ધાર્થનાં કાનમાં પડઘાવાં લાગ્યાં.



“જવું છે...!? કે હજી એનાં વિષે વિચારતાં રે’વું છે...!?” સિદ્ધાર્થનાં વિચારોને વાંચી ગયેલાં વિકટે પૂછ્યું.



સિદ્ધાર્થ હળવું હસ્યો અને કોફી ટેબલ ઉપર પડેલી બાઇકની ચાવી હાથમાં લીધી.



“ચલ ભાઈ ચલ...!” બંને છેવટે ત્યાંથી નીકળ્યાં.

***



“બાપરે….! મને ન’તી ખબર..! કે વાત આટલી મોટી હશે...!” અક્ષય ગંભીર સ્વરમાં બોલ્યો.



નેહાના આવ્યાંનાં બે-ત્રણ દિવસ પછી આરવ પણ છેવટે અમદાવાદ આવી પહોંચ્યો હતો. જોકે તેણે હજી કૉલેજ પાછું જવાનું શરું નહોતું કર્યું. અમદાવાદ આવતાંજ આરવે અક્ષયને મળવા ચાય-સુટ્ટા કાફે બોલાવ્યો હતો.



રાત્રે નવેક વાગ્યે મળ્યાં પછી આરવે અક્ષયને સગાઈને લગતી બધી વાત કહી સંભળાવી હતી. જોકે આરવે કોની સાથે તેની સગાઈ થઈ છે એ વાત કહેવાનું ટાળ્યું હતું. અક્ષયે વારંવાર પૂછવા છતાંય આરવે નેહાનું નામ નહોતું કહ્યું.

પાર્કિંગમાં સહેજ અંધારમાં બેઠેલાં બંને થોડીવાર મૌન થઈ ગયાં.



“કૉલેજમાં કોઈને કે’તો નઈ...! ગ્રૂપમાં પણ નઈ...!” આરવ સહેજ કડક સ્વરમાં બોલ્યો.



“હમ્મ...!” અક્ષયે શૂન્યમનસ્ક જોઈ રહીને હુંકારો ભર્યો પછી બોલ્યો “અને લાવણ્યાને...!?”



આરવ પણ વિચારે ચઢી ગયો હોય એમ શૂન્યમનસ્ક તાકી રહ્યો. થોડીવાર સુધી આરવ મૌન રહ્યો. અક્ષય વિચારી રહેલાં આરવનાં મોઢા સામે તાકી રહ્યો.



“એને પણ નઈ...!” આરવ શૂન્યમનસ્ક જોઈ રહીને બોલ્યો.



બંને થોડીવાર સુધી પાછાં મૌન થઈ ગયાં.



“નવરાત્રિ કેવી ગઈ...!?” થોડીવાર પછી આરવે વાત બદલાતો હોય એમ પૂછ્યું.



“તારાં વગર થોડી ફિક્કી..! પણ ઓવરઓલ મજા આઈ...!” અક્ષય બોલ્યો.



“હમ્મ...!” હુંકારો ભરીને આરવ પાછું શૂન્યમનસ્ક તાકી રહ્યો.



“લાવણ્યાની...!?” થોડીવાર પછી આરવે પૂછ્યું.



“એને શું હોય..!?” અક્ષય મોઢું બગાડીને બોલ્યો “તું ન’તો..! એટલે એ તો એનાં રોજનાં પાલતુંઓ જોડે રખડતી ‘તી..! હજી પણ રખડેજ છે...!”



આરવે મોઢું બગાડીને આડું જોઈ લીધું.



“એણે મને તારાં વિષે પૂછ્યું ત્યારે મને એવું લાગ્યું કે કદાચ એ તને મિસ કરતી હશે...!” અક્ષય બોલ્યો “પણ મેડમ પછી તો નોર્મલજ રખડે છે...! આખી નવરાત્રી એનાં લઠ્ઠાઓ જોડે રખડી ખાધું હશે..!”



આરવ કશું પણ બોલ્યાં વગર આડું જોઈ રહ્યો. અક્ષય ફરીવાર એજરીતે આરવ સામે જોઈ રહ્યો.



“પણ તારે હવે એની જોડે શું લેવાં-દેવાં..!?” થોડીવાર પછી અક્ષય બોલ્યો “હવે તારી એન્ગેજ્મેન્ટ થઈ ગઈને...!?”



“જોરજબરદસ્તીથી...!” આરવ બોલ્યો “મારી મરજીની અગેન્સ્ટ...!”



“તો હવે તું શું કરવાં માંગે છે...!?” અક્ષએ પૂછ્યું અને પોતાનાં શર્ટના ઉપલાં પોકેટમાંથી સિગરેટ અને લાઈટર કાઢ્યું.



હોંઠમાં સિગરેટ દબાવી અક્ષયે સિગરેટ સળગાવી અને લાઈટર પાછું પોતાનાં પોકેટમાં મુક્યું.



અક્ષયે હજીતો સિગરેટનાં બે-ત્રણ કશ ખેંચ્યાંજ હતાં, ત્યાંજ આરવે તેનાં હાથમાંથી સિગરેટ લઈ લીધી અને પોતાનાં હોંઠ વચ્ચે દબાવી. અક્ષય મોઢું પહોળું કરીને આશ્ચર્યથી આરવ સામે જોઈ રહ્યો. આટલાં વખતમાં તેણે કોઈ દિવસ આરવને સિગરેટ પીતો કે અન્ય કોઈ વ્યસન કરતાં નહોતો જોયો. ઉલટાનું આરવને વ્યસનથી સખત નફરત હતી.



“શું કરવાં માંગે છે ડુડ તું...!?” આશ્ચર્યથી આરવ સામે જોઈ રહીને અક્ષયે પૂછ્યું.



આરવના ચેહરા ઉપર બદલાતાં ભાવ જોઇને અક્ષયને ટેન્શન થવાં લાગ્યું.



“હું લાવણ્યાને જીતવાં માંગુ છું...! કોઈપણ ભોગે..!” આરવ ભાવવિહીન સ્વરમાં બોલ્યો અને અક્ષય ચોંકીને તેનાં ચેહરાના એ સખત ભાવો સામે જોઈ રહ્યો.



***

થેન્ક યુ...વિકટ....! મને ઐતિહાસિક ગામ ઉમરેઠ બતાવવાં માટે અને ઉમરેઠનાં ગૌરવશાળી અને ભવ્ય સાંસ્કૃતિક વારસાં વિષે જાણકારી આપવાં માટે. (પોતાનાં ગામ વિષે દરેક યુવાન-યુવતીને એટલિસ્ટ બેઝિક નોલેજ તો હોવું જોઈએ એ વાત મને તારાં થ્રૂ શીખવા મળી).

***

“Sid”

JIGNESH

Instagram: sid_jignesh19