જીવનમાં બધું જ ઉત્તમ છે,
પણ! ક્યાંક તો કંઈક અધૂરું રહી ગયું છે...
શું આ જ જીવન છે?
પાત્ર ગમી જાય છે! અણધારી નજરે,
પણ! આંખોથી સમજાવવાનું કંઈક અધૂરું રહી ગયું છે...
શું આ જ જીવન છે?
ખુશી છે અને દુઃખોને જોવાનો હોસલો પણ છે,
પણ! મનમાં કંઈક અધૂરું રહી ગયું છે...
શું આ જ જીવન છે?
પ્રેમ કરીને તો રાધા અને મીરા પણ કૃષ્ણમાં સમાય ગયા,
પણ! રાધાકૃષ્ણનું મિલન કંઈક અધૂરું રહી ગયું છે...
શું આ જ જીવન છે?
જીવન છે...
જેમાં કેટલીક ક્ષણોનું કંઈક અધૂરું રહી ગયું છે...
શું આ જ જીવન છે?
હા!! આ જીવન છે! (Bold_Fairy-Dhinal Ganvit)
વ્યકિત પોતાના સ્વભાવ થી જ જીવનમાં ઓળખાતો હોય છે. લોભ, ચંચળતા, છલ, કપટ, મોહ, માયા, સ્વાર્થવૃત્તિ થી વ્યકિત પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક ભટકાતો હોય જ છે. ભલે પછી તે વ્યક્તિ પોતાના જીવનમાં કેટલોય સકારાત્મક કેમ ના હોય! તેના મનને પરિવર્તન પામતા વાર નથી લાગતી.
તેમ છતાં વ્યક્તિ નાં જીવનમાં વાત જો લાગણી નામના શબ્દ ની આવે તો વ્યક્તિનું મન ક્ષણો માં જ પરિવર્તન લઈ લેતું હોય છે. લાગણી ઊભી થવી એ દરેક વ્યક્તિના જીવનનો ભાગ હોય છે. અને દરેક વ્યક્તિ નાં જીવનમાં લાગણી નો એક અલગ જ અનુભવ થતો હોય છે.
લાગણીના દરેક અનુભવ વ્યકિત નાં જીવનમાં વખાણવા લાયક થતાં હોય છે, ભલે પછી તે અધૂરા પણ કેમ ના હોય! વ્યકિત તેને પોતાના જીવનમાં કઈ રીતે સ્વીકારે છે એ જીવન જીવવા માટે મહત્વનું હોય છે.
વ્યક્તિના જીવનમાં લાગણી એવી વસ્તુ છે કે, જે વ્યક્તિ માટે લાગણી જન્મી હોય, તેના મન માં પણ લાગણી જન્માવી જ જાય છે. જ્યારે આજ લાગણી જન્માવાનો સમય વ્યકિત ચૂકી જતો હોય છે ત્યારે, ભલે વ્યકિત નાં જીવનમાં સુખ સંપત્તિ, ઘર બધું જ આવી જાય. પરંતુ તે હંમેશા પોતાના જીવનમાં કેટલીક ક્ષણો માં મનમાં ને મનમાં એ વ્યક્તિ ની યાદો ને પરોવતો હોય છે. જે જીવન માં સમજાવાની અધૂરી રહી ગઈ છે.
લાગણી સમજાવી રહી જાય એ કોઈ પણ વ્યક્તિ ની ભુલ નથી. પરંતુ લાગણી સમજાવાનો સમય હોય ત્યારે સાહસ તેમજ જીવનમાં એવો વિરામ નથી દેખાતો કે, જ્યાંથી તે વ્યકિત ને આપણી લાગણી સમજાવી શકાય. આ પણ વ્યક્તિના જીવનનો એક ભાગ જ છે. અને આજ ભાગ ને વ્યકિત પોતાના જીવન માં હંમેશા યાદ રાખતો હોય છે.
જીવન માં એક સમયે તો દરેક વ્યક્તિ કંઇક ને કઈક પોતાના જીવન માં બની જાય છે. તે પોતાના જીવન માં દુઃખો ને પાર કરવાનો તેમજ જીવન ની તમામ પરિસ્થિતિ ને સંભાળવાનો સાહસ રાખતો હોય છે.
પરંતુ તેમ છતાં પણ તે ક્યારેક ને ક્યારેક જીવન માં બાકી રહી ગયેલ અધૂરી ક્ષણો ને યાદ કરતો હોય છે. તે વ્યકિત નાં સ્વભાવ, વર્તન, આદતો જેવું કંઈ પણ નાં જાણતા હોવા છતાં તેની ક્ષણો ને મન માં ને મનમાં તેનું ચિંતન કરીને પોતાના મનમાં જ ખુશ થતો હોય છે.
રાધા અને મીરાં, બંનને નો શ્રી કૃષ્ણ પ્રત્યે અપાર પ્રેમ હતો. બંને એ પોતાના પ્રેમ નું શ્રી કૃષ્ણ ના રદયમાં અલગ જ સ્થાન બનાવેલ હતું. પ્રેમ કરીને તો રાધા અને મીરાં શ્રીકૃષ્ણ માં સમાય જાય છે. પરંતુ રાધાકૃષ્ણ નું મિલન અધૂરું રહી જાય છે.
છતાંય જ્યારે જ્યારે પણ શ્રી કૃષ્ણ નો ઉલ્લેખ થાય છે ત્યારે દરેક વ્યક્તિના ઉચ્ચારમાં રાધે નો ઉલ્લેખ થાય જ છે. ક્ષણો તો શ્રી કૃષ્ણ નાં જીવનમાં પણ અધૂરી રહી હતી, તેમ છતાં આજે તેમનો પ્રેમ અમર છે.
આજ રીતે દરેક વ્યક્તિના જીવનમાં પણ કોઈક ને કોઈક પાત્ર પ્રત્યે ક્ષણો અધૂરી રહી જતી હોય છે. પરંતુ તેનાથી જીવનમાં નિરાશ થવાની જરૂર નથી.
મનુષ્ય નાં જીવનના કેટલાક પાસાંઓ ભગવાન એ નક્કી કરેલ હોય જ છે. જે જીવનમાં થવાનું છે, એ થઈ ને જ રેહશેે. જે નથી થવાનું એ જીવનમાં આવી ને પણ અધૂરું રહી જશે.
આજ વાતને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સમજી જાય તો વ્યકિત આપોઆપ ખુશ રેહવાનું શીખી જાય. તેને કોઈ પણ વ્યક્તિ પાસે ખુશ રહેવાની આશા માંગવી જ નથી પડતી.
અધૂરી ક્ષણ!, અધૂરી મુલાકાત! જીવનના તમામ પાસાઓ મળીને વ્યક્તિના જીવનનું સ્વરૂપ બનતું હોય છે.
ટૂંક સમયમાં પ્રકાશિત થશે.(વાર્તા: વિવેક એક્સપ્રેસ નો સફર)