પ્રેમ વિશ્વાસ અને વફાદારી એક બંધને બંધાયેલા સ્નેહ તંતુઓ. એકબીજા વિના અસ્તિત્વ અધુરું.પ્રેમ ક્યારે વિશ્વાસ અને વિશ્વાસ ક્યારે વફાદારી માં પરિવર્તિત થઇ જાય તે હજુ માનવી માટે આશ્ચર્યનો વિષય છે.આ જ પ્રેમ આગળ જતા વિશ્વાસ અને વફાદારીનું કારણ બની માનવીને નવી રચનાત્મકતા તરફ લઈ જાય છે.
આજે તો પોતાના સ્વપ્નને મન ભરીને નિહાળ્યા છતાં જતા સમયે એક નજર મૌસમને નિહાળવા ગેટ પાસે જ આલય ઊભો રહ્યો. મૌસમની ગાડી પસાર થઇ ગઈ પછી જ આલય ઘરે જવા નીકળ્યો.
💕 અમીનું છલકવું આંખોથી તારું,
ને છલકાઈ ગયું હૃદય મારુ......
તારા સપનાઓથી મહેકવું તારું,
ને સુગંધને તારી પામવું સપનું મારુ.....💕
ઘરે પહોંચી ગયો ત્યાં સુધી બસ મનમાં મૌસમ જ મૌસમ હતી તેના મુખનો મલકાટ જોઈને ઉર્વીશભાઈ ખુશખુશાલ થઇ ગયા.
ઉર્વીશભાઈ :-"શું આલયભાઈ નવી કોલેજમાં ક્યાંક આ જૂનો મિત્ર ભૂલાઇ ન જાય."
આલય :-"શું કહો પપ્યા?"
ઉર્વીશભાઈ :-"આ તારો જૂનો મિત્ર પ્રેમની વાતો માં હંમેશા નવો જ રહેશે."
આલય :-"પપ્પા તમને કેમ બધું મારા મનનું વાંચતા આવડી જાય છે?"
ઉર્વીશભાઈ :-"કેમકે તારી આંખો નું હાસ્ય મને અને વિરાજને જિવાડે છે બેટા. તને ખબર છે ?માતા-પિતાના સ્નેહની સૌથી મજબુત કડી એટલે સંતાન. વિરાજ અને મેં પણ પ્રેમ લગ્ન કર્યા પણ એ એકબીજાના પ્રેમ કરતાં ક્યાંય વધારે પ્રેમ તો અમે તને કરીએ છીએ."
"તારો જન્મ થયો ને ત્યારથી અમારા બંનેનો પ્રેમ વિસ્તરીને તારામાં સમાઈ ગયો. એટલે જ એક રીતે તો તું ખુશ થા, સુખી થા ને એટલે અમારું હૃદય સુખથી છલોછલ થઈ જાય છે. હવે બોલ શું છે આ ખુશીનું કારણ?"
આલય :-"ખાસ કંઈ નહિ પપ્પા ,મારી એક નવી ફ્રેન્ડ છે તેની વાતો મને આનંદિત કરે છે."
ઉર્વીશભાઈ :-"એ છોકરી નું નામ જાણી શકું?"
આલય:-" મૌસમ....
ઉર્વીશભાઈ :-"વાહ મારા આલયની મૌસમ...."
આલય :-"હજુ એવું કાંઈ નથી પપ્પા ખાલી મારી ફ્રેન્ડ છે."
ઉર્વીશભાઈ :-"ફ્રેન્ડશીપ થી આગળ વધવાનું મન થાય છે?"
આલય:-"ખબર નહી પપ્પા પણ એક વાત નક્કી છે. મૌસમ સાથે કંઈક જોડાયેલું તો છે જ. જ્યારથી મારા વિશે વિચારતો થયો ત્યારથી મારા સ્વપ્નની કલ્પનામાં એક ચહેરો હતો, એ કલ્પના જ જાણે મૌસમ બનીને આવી. હોટેલ પેરેડાઇઝમાં મૌસમને પહેલી વાર જોઈ તો મને લાગ્યું કે હું જાણે સપનું જોઈ રહ્યો છું."
ઉર્વીશભાઈ:-"વેઇટ..... વેઇટ..... આલય i think હોટેલ પેરેડાઈસ? તો તું લેખા ને જોવા ગયો એ પહેલા ત્યાં ગયો હતો ને?"
આલય :-"હા પપ્પા"
ઉર્વીશભાઈ :-"તો તું શા માટે લેખા ને જોવા ગયો મને કહેવાયને?"
આલય:-"અરે પપ્પા તે દિવસે મેં ફક્ત એક નજર જોઈ મૌસમને..... મૌસમને તો હજુ એ પણ ખબર નથી કે હું પહેલા તેને જોઇ ચૂક્યો છું અને ત્યાર ની પરિસ્થિતિ પ્રમાણે સ્વપ્ન વિશે આગળ કલ્પના કરવી લગભગ અશક્ય હતી."
ઉર્વીશભાઈ:-"અરે એ વાત પણ સાચી. સારું સારું લેખા સાથે ન થયું નહીંતર તારુ સ્વપ્નનું સુખ અધૂરું રહી જાત."
આલય:-"અધુરું કંઈ ના રહી જાય પપ્પા, લેખા ખૂબ જ સારી અને સંસ્કારી છોકરી છે. તેના નસીબમાં ઈશ્વરે મારા કરતાં વધારે સારું પાત્ર શોધ્યું હશે .અને જો કદાચ લેખા સાથે મારી સગાઈ થઈ ગઈ હોત ને તો આ સ્વપ્નની કલ્પનાની જેમ જ વાસ્તવિક લેખાની વફાદારી મારા હૃદયને પ્રેમથી તેટલી જ ભીંજવી દેતી પપ્પા."
ઉર્વીશભાઈ:-"માન થઈ ગયું દીકરા આજે તારા વિચારો પર. વિરાજે જાણે તને હૃદયથી વિચારવાનું શીખવ્યું છે. પણ દીકરા ભવિષ્યમાં ધ્યાન રાખજે ક્યાંક આ સંબંધોને વફાદાર રહેવા માં કોઈના પ્રેમાળ હૃદય ને તરછોડી ન દેતો.
આલય:-"મારી વફાદારી હંમેશા મારા પ્રેમ માટે રહેશે પપ્પા અને અત્યારે આ પ્રેમ પર મૌસમનો સંપૂર્ણ અધિકાર છે મારી પ્રેરણા છે મૌસમ...... ખબર નહીં કેમ પણ પપ્પા મૌસમ સાથે બધા જ અહેસાસ વહેચી દેવાનું મન થઈ જાય છે. તેને ન ગમતું બધું છોડી તેના અરમાનોને અપનાવી લેવાનું મન થઇ જાય છે."
ઉર્વીશભાઈ;-" આજ તો પ્રેમ છે આલય, જ્યાં બધું મારું-તારું મટી સહિયારું બની જાય છે."
આલય :-"તમને મારી વાત સાંભળી કદાચ હસુ આવશે પપ્પા પણ આજે શું થયું ખબર? મૌસમને સ્પ્રેની એલર્જી છે, તેથી આજે તેને છીંકો આવવા લાગી. મેં ત્યારે જ નક્કી કર્યું કે કાલથી આ બંદો સ્પ્રે નહી છાંટે."
ઉર્વીશભાઈ :-"હું તો બધું સમજી ગયો આલય પણ વિરાજને ખબર પડશે કે તેના લાડકા દીકરા ને સ્પ્રે કરતા વધારે કોઈ મૌસમની સુગન્ધ ગમવા લાગી છે તો તેને સ્વીકારતા વાર લાગશે."
આલય:-"હમણાં તરત મમ્મીને કંઈ નથી કહેવું પપ્પા, હું સમજુ તેની લાગણીને. હું મૌસમને સામેથી લઈ આવીશ પરંતુ તેના યોગ્ય સમયે."
ઉર્વીશભાઈ:-"આલયની આંખોમાં મૌસમનો પ્રેમ તરતો જોઈ ઉર્વીશભાઈ ને લેખાની માસુમ આખો યાદ આવી ગઈ .અને સાથે સાથે તેની આંખોમાં દેખાતો આલય માટેનો પ્રેમ પણ. પરંતુ હરિ ઈચ્છા બલિયસી એમ વિચારી લેખા માટે હૃદય થી વધારે શુભેચ્છા પ્રાર્થી."
એક જ ઘરમાં રહેતા સભ્યો પણ પોતપોતાની અલગ-અલગ વિચારસરણી પ્રમાણે વિચારે છે. વિરાજને વિશ્વાસુ વહુ જોઈએ..... ઉર્વીશભાઈ ને આલય માટે પ્રેમાળ પત્ની અને આપણા આલયને વફાદારીમાં જીવતું સત્ય.
આવતા ભાગમાં જોશું કે ઈશ્વરે શું વિચાર્યું છે આલય અને મૌસમ માટે?
(ક્રમશ)