Cafe no Karar - 1 in Gujarati Love Stories by Chauhan Krishna books and stories PDF | કેફે નો કરાર.. - 1 - પહેલી મુલાકાત

Featured Books
Categories
Share

કેફે નો કરાર.. - 1 - પહેલી મુલાકાત



આજે કંઈક અલગ જ દિવસ ઉગ્યો હતો.દરોજ ની જેમ ચાલતી મારી જીવનશૈલી માં આજે થોડું પરિવર્તન આવ્યુ હતુ,એકલી ચા પીવા વાળી છોકરી આજે કોઈક ના સાથ નો અનુભવ કરી રહી હતી.મારા માટે આજે બોવજ સ્પેશ્યલ દિવસ હતો.ગઈ કાલે આ કેફે માં કોઈકે મને કીધા વગર મારી ચા નું બિલ ચૂકવી દીધું ,માન્યું કે ચા મોંઘી નથી પણ મારી સહમતી વગર એને મારુ બિલ શુકામ આપ્યું એ વિચાર સાથે હું એના વિચાર માં ખોવાઈ ગઈ.મારો ચા સાથે પ્રેમ ને કોફી સાથે આજે પ્રેમ ભરી પેહલી મુલાકાત કારણ કે એ આવશે તો કોફીજ પીશે ચા તો એને ભાવતી નથી ને હું એનું બિલ ચૂકવીને ઉપકાર મુક્ત થઈ જઈશ.મને કોઈ ચા પાય એ મને મંજુર નથી અને આજે પેહલી વાર હું આ કેફે માં કોઈક ની રાહે બેઠી છું ક્યારે આવશે ક્યારે કોફી મંગાવશે ને ક્યારે હું અનુ બિલ આપી ને મારા વિચારો માંથી મુક્ત થઈશ.
ગઈ કાલના દિવસ ની વાત છે એક અજુકતા માણસ સાથે પેહલી મુલાકાત થઈ ખાસ જલદી હું કોઈની સાથે ભળી નથી જતી પણ આ ફિલોસોફર ને મળી એને મને વિચારતી કરી દીધી.જેમ મારો ચા સાથે નો સબંધ નાશવંત છે .એમજ એનો કોફી સાથે નો સબંધ શાશ્વત છે.કોઈ માણસ એટલું બધું થોડા સમય માં નજીક આવી જાય એ મેં ક્યારેય નહોતું
વિચાર્યું .જ્યારે પણ આવું આ કેફે માં તો મારી સાથે ફક્ત હું અને મારા વિચારો બંને જ હોઈએ છીએ પણ આજે એવું નથી આજે હું એની વાટ માં છું ."વીર" નામ લેતા ની સાથે જ એની વાતો યાદ આવે કાલ ના દિવસની વાત છે.દરોજ ની જેમ સાંજ ની ચા મારી રાહ જોતી હશે એ વિચારી ને સાંજે હું આ કેફે માં આવી હતી .આ કેફે સાથે નો મારો સબંધ બહુજ જૂનો છે અહીં આવી ને થોડો સમય હું મારા માટે કાઢું છું.ને ગઈ કાલે મારી મુલાકાત વીર સાથે થઈ .ને એનો મારી સાથે કેફે નામ નો કરાર થઈ ગયો ,આમ જોવા જાવ તો એ પણ ઓછું બોલે છે ને હું પણ ઓછું બોલું છું પણ જ્યારે પણ અમારી વાત થઇ ત્યારે બંને વચ્ચે વાત નો વિરોધ જ થયો પણ એની સાથે માથાકૂટ કરવી ગમી મને.એના માટે કોફી એની મેહબુબા છે મેં એને કોફી સાથે વાત કરતા જોયેલો છે.એ એના ઘૂંટડા ભરવા માટે પણ એની સેહમતી માંગે છે.પેહેલા તો નવાઈ લાગી થયું કે ગાંડો લાગે પણ એ ગાંડો તો ટોપ નો બિઝનેસમેન નિકળ્યો એને કરેલા દરેક કામ માં એ નફા નો વિચાર પેહલા કરે છે.મેં વિચાર્યું કે કદાચ સબંધ માં પણ આવુજ હશે કંઈક એમાં પણ એવુંજ વિચારતો હશે કે કોની સાથે રહેવાથી મને લાભ થાય શુ કરવાથી લાભ થાય મને ને .દરોજ ની જેમ ગઈકાલે પણ હું અહી ચા પીવા આવેલી તો એ મારા ટેબલ પર બેસેલો મને ત્યારે જાણ નોતી કે આ છોકરો જે ફોર્મલ કપડાં માં મારા ટેબલ પર આવી ને બેઠો છે એ આ કેફે નો મલિક છે.અને હું તો ત્યાં જઈ ને એની પર તૂટી પડી .
"સર ....આ મારી જગ્યા છે,અહીં શુકામ બેઠા છો તમે".
"સોરી! પણ મને જાણ નોતી કે આ જગ્યા તમારી છે,પણ એક વાત કયો આજ જગ્યા કેમ મતલબ કેફે ઘણું મોટું છે તમે ગમે ત્યાં બેસી શકો છો".
"હા કેમ નહીં હું પણ એમજ કહું છું તમને".
"ઓકે,હું જવ છું તમારી જગ્યા તમને મુબારક"
અને એ ઉભો થઇ ને ચાલ્યો ગયો કોઈ દલીલ કર્યા વગર અને અને મને એમ પણ ના કીધું કે એ આ કેફે નો માલીક છે હું બેઠી ત્યાં એ કેફે માં કામ કરતો જીત મારી પાસે આવે છેને મને પૂછે છે સર ક્યાં ગયા??. મેં કીધું સર!!!,કોણ સર ???."અરેરેરેરેરેરે,દીદી અહીં જે ફોર્મલ કપડાં માં બેઠા હતા એ આ કેફે ના બોસ હું એના માટે કોફી લેવા ગયો હતો ક્યાં ગયા એ".
મને તો સમજાણુ નહીં કે હવે શું કરું મેં તો એને કેવી વાતો સંભળાવી દીધી ક્યાંક મને ધકા મરવી ને આ કેફે માંથી બાર ના કઢાવે બસ એવાં વિચારો માં મારી આંખો સતત એ ફૉર્મલ વ્યક્તિ ની શોધ કરવા લાગી ને જોયું તો કેફે ના છેલ્લાં બાંકડે બેસી ને એ વ્યક્તિ એની કોફી સાથે મોજ લઇ રાહીયો હતો.
હું એની પાસે ગઈ કાઈ સમજાતું નહોતું કે શું કવ અને પણ મારે કેવાની જરૂર ન પડી એ પેલા જ એ બોલી ઉઠ્યો .
"હવે આ જગ્યા પણ તમારી છે"
મારી નજર થોડી શરમ થી નીચી ઝૂકી ગઈ ને મેં ને ધીમા અવાજે કહ્યું.
"સોરી મને ખ્યાલ નોતો કે આ કેફે તમારું છે.તો અહીં ની બધીજ જગ્યાઓ તમારી થઈ ને!!".
"બિલકુલ નહીં કેફે મારુ નથી,તમારું છે તમારા કારણે આ ચાલે છે અને બીજું એ કે મારો સબંધ આ કેફે માં કોઈ જગ્યા સાથે નથી મારી કોફી સાથે છે તો એના માટે હું એને ગમે ત્યાં બેસી ને પિય શકું છુ ને પ્રેમી ને મળવા કોઈ જગ્યા ફિક્સ થોડી હોઈ "
મારા મન માં તો જાણે વિચારો નો ઘમાંસાન હાલી રહ્યો હતો .કેવો માણસ છે વાત તો એવી કરે છે જાણે કોફી સાથે લગ્ન કરી લેશે આવી તો કઈ એક કોફી પ્રત્યે લાગણી હોતી હશે કાંઈ. ને અચાનક મારા કાને અવાજ પડે છે.
"વિરભાઈ તમારું બિલ...."
ને હું અજુકતાય સાથે એની સામે જોઈ ને બોલી "બિલ??,પણ કેફે તમારુજ છે તો બિલ તમે શુકામ આપો છો?".
"મેડમ ......મેહબુબા સાથે મુલાકાત મફત માં થોડી થાય,ને એ હસતા મુખે બિલ ચૂકવી ને જતો રહે છે".
મેં મારી ચા પુરી કરી ને પેહલી વાર આજે મારા મન માં મારા કામ ના વિચાર કરતા આ વીર ના વિચાર વધી ગયા એની વાતો આ કોફી એની મેહબુબા કેવી અજુક્તિ વાતો કરતો હતો ને મેં ચા નું બિલ મંગાવ્યું ત્યાં જીતે કિધુ કે તમારું બિલ વીરભાઈ એ ચૂકવી દીધું છે......
"મેં પૂછ્યું કેમ????".
"એ મને શું ખબર કાલે આવે ત્યારે તમેજ પૂછી લેજો"......