જેમ જેમ હું મારા પગ તે રૂમ તરફ વધારી રહ્યો હતો તેમ તેમ મારા દિલની દરેક ધડકન વધી રહી હતી. પરસેવે થી રેબઝેબ અને ડર ની ચરમસીમાએ ઉભેલો હું હવે મારાથી તે બધા અવાજો સહન કરવા અશક્ય હતાં એટલે જ મે તે રુમ તરફ મારા ડગ વધાર્યા અને જેવો મે દરવાજો ખોલ્યો કે મારી સામે............
સમય આ કોરોના ના કારણે છેલ્લા બે વર્ષ થી ઘરે જ હતો અને કામ મળવાથી તેણે તેણે બીજા શહેર રહેવા જવાનું થયું , તેણે એક બંધ રૂમ લીધો હતો. કોરોના હતો એટલે તેણે વર્ક ફ્રોમ હોમ કરવાનું નક્કી કર્યું હતું.
ઘણાં ટાઈમ થી સમય ઓફીસે થી રજા લઈને ઘરે જ કામ કરતો હતો. તે એકલો જ રહેતો હતો એટલે હોટેલ થી જમવાનુ આવી જતું અને જમીને ફરી તે કામ કરવા લાગતો.
એક દિવસ અચાનક જ તેના રુમમાં થી કંઈક અવાજ આવવા લાગે છે. બચાવો....બચાવો.....બચાવો.....પહેલાં તો તે તેના મન નો વહેમ સમજે છે પણ જેમ જેમ દિવસો વિતતા જાય છે તેમ તેમ એ અવાજો પણ વધતા જાય છે..
ક્યારેક રડવાના અવાજો, ક્યારેક બચાવ માટે ની પુકાર તો ક્યારેક જોર જોરથી અટ્ટહાસ્ય. તેણે બે મહીના પહેલાં જ આ મકાન રેન્ટ પર લીધુ હતું તે જ્યારે આ મકાને આવ્યો ત્યારે ઘણા લોકો એ તેને ના પાડી હતી આ મકાન લેવાની પણ તેને જરૂર હોવાથી તે આજ મકાન લઈ લે છે...
આ મકાન માં એક વર્ષ પહેલાં કાળાબજારી અને વેશ્યા વૃતી નો ધંધો ચાલતો હતો. જેને લઈને ઘણી છોકરીઓએ પોતાનો જીવ આપ્યો હતો અને ઘણીવાર આસપાસ ના રહેવાસી ઓને ત્યાં ભુત હોવાનો અહેસાસ થતો. આસપાસ ના ઘણાં લોકોએ ત્યાં ભુત જોયું પણ હતું.
પોલીસ ને આ કાળાબજાર ની જાણ થતાં તે જગ્યા સીલ કરી દીધી હતી...અને થોડા ટાઈમ પછી એ જગ્યા વહેંચી દીધી અને તે જ જગ્યા સમયે રેન્ટ પર લીધી હતી, શરુઆત માં તો ત્યાં કંઈ જ નહોતું અને સમય પણ પોતાના કામમાં વ્યસ્ત રહેતો એટલે જો ભુત હોય તો પણ તેને અનુભવ ન થતો પણ જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ તેને અનુભવ પણ થવા લાગ્યો.
આજે ફરી સમય રાત્રે ત્રણ વાગ્યા સુધી કામ કરતો હતો અને ફરી થી બચાવો.....બચાવો... ની બુમો જોરજોરથી સંભળાતી હતી... એક સાથે ઘણાં બધા નો રડવાનો અવાજ આટલો બધો ડર મને ક્યારેય ન લાગ્યો હતો...પણ આજની રાત કંઈક અલગ જ હતી...
જેમ જેમ હું મારા પગ તે રૂમ તરફ વધારી રહ્યો હતો તેમ તેમ મારા દિલની દરેક ધડકન વધી રહી હતી. પરસેવે થી રેબઝેબ અને ડર ની ચરમસીમાએ ઉભેલો હું હવે મારાથી તે બધા અવાજો સહન કરવા અશક્ય હતાં એટલે જ મે તે રુમ તરફ મારા ડગ વધાર્યા અને જેવો મે દરવાજો ખોલ્યો કે મારી સામે મારી જ બેન ઉભી હતી જે વેશ્યા વૃતી નો શિકાર બની હતી અને તે ઘરે થી કોઈક ની સાથે ભાગી ગઈ છે એવુ સમજી મે અને મારા આખા પરીવારે તેની સાથે દરેક સંબંધ તોડી નાખ્યા હતાં અને તેનું શ્રાદ્ધ પણ કરી નાખ્યું હતું જો કદાચ આજ થી એક વર્ષ પહેલાં અમે સૌ તેનો પતો લગાવવાની કોશિશ કરી હોત તો કદાચ તે જીવતી હોત અને અમારી સાથે હોત એવું વિચારી સમય ત્યાં જ પોંક મુકી રડવા લાગે છે જાણે એની એકની એક બહેન ની માફી માંગી રહ્યો હોય.
આશા છે આપ સૌને મારી પહેલી સ્ટોરી પસંદ આવશે🙏