લક્ષ્મીની કૃપા મળે તો ન્યાલ થઈ જવાય છે,
ને જો રિસામણા કરે લક્ષ્મી તો પાયમાલ થઈ જવાય છે,
સાચવીએ એને સદગુણો ને ભાવ ભક્તિથી,
તો વસશે વાદળ બનીને મનથી ધનવાન થઈ જવાય છે,
ખર્ચશો એને જો સદભાવના ને ધર્મમાં,
તો સાચા અર્થમાં લક્ષ્મીનારાયણ થઈ જવાય છે.
સાચી વાત છે ને મિત્રો, સાચા ને સારા કામ માટે વાપરેલું ધન દાન કેવાય છે, પણ ખરાબ ને ખોટા રસ્તે વાપરેલા પૈસા ઐયાશી કેવાય છે. અહી પણ એવું જ છે, આદર્શ પૈસા બનાવતો જાય, શ્વેતા દાન ધર્મ કરતી જાય, ને મીરા ને પરાગ બન્ને ઐયાશી કરતા જાય છે. પબ, ડિસ્કો, નાઈટ આઉટ, મુવી, પાર્ટી, લોંગ હોલીડેસ, રૂપિયા ઉડાડવા બસ આજ બંનેનું રૂટિન. પરાગ કેટલીય વખત કેસીનોમાં રમીને હરી જતો, લાખો નાં લાખો ધોવાઈ જતા, ને જ્યારે આદર્શને ખબર પડતી ત્યારે આદર્શ એને ખુબ ખખડાવતો. પણ મીરા આદર્શ સામે એના પતિની તરફેણ કરતી, કે મોટા ભાઈ આજતો ઉંમર છે મોજ માણવાની, બાકી ઘરડે ઘઢપણ તો તમારી ને શ્વેતા ભાભીની જેમ બસ ઈશ્વર ઈશ્વર જ કરવું પડશે. તો પ્લીઝ એમને ના રોકોને. મીરાની વાતથી આદર્શ અને શ્વેતા ખુબ દુખી થતા, પણ પછી મનને મનને મનાવીલેતા કે આ બન્નેને આટલી બધી છૂટ પણ અમેજ આપી છે ને. જ્યાં સુધી જવાબદારી નથી ત્યાં સુધી કરશે, પણ જો એકવાર એકાદ સંતાનના માં બાપ બની જશે પછી આપમેળે સાચા રસ્તે આવી જશે.
ઇન્સ્પેક્ટર વિક્રમ લલાનો ફોન મુક્તાજ એકાદ કલાકમાં એની ટીમ સાથે માલતી નિવાસ પહોંચી ગયો. પોલીસ જીપની સાયરન સાંભળતાજ લાલા એના બંગલાથી બારે પરસાળમાં આવ્યો.
વિક્રમ સાથે હાથ મિલાવી પોતાનો ને આદર્શનો પરિચય આપે છે. લાલાના ચેહરપર આદર્શ માટે લાગણી અને ચિંતાના ભાવ સાવ ચોખ્ખા દેખાઈ આવતા હતા.
ઇન્સ્પેક્ટર વિક્રમ એક જબાંજ, ઓફિસર હતો, એને જૂઠ પસંદ નોતું, એ વ્યક્તિની આંખો પરથી કહી દેતો એનો ગુન્હા સાચો છે કે ફસાયલો છે.ખોટા વ્યક્તિને એની ચાલથી ને એના ભાવથી એ પકડી લેતો. બાજ જેવી નજર અને ચિત્તાની ચાલ એટ્લે ઇન્સ્પેક્ટર વિક્રમ. એની બાજ નજરથી બચવું નામુમકીન હતું. એ ઇન્સ્પેક્ટર વિક્રમ આજ માલતી નિવાસ આવ્યો હતો. આવતાં જ એને નોંધ લીધી કે બંગ્લાનો ગેટ બહારથી બંધ છે. ટીમના એક માણસને એને તાળું તોડવા કીધુ. એણે તાળું તોડી ગેટ ખોલ્યું. બધા અંદર ગયા.
માલતી નિવાસ બાહરથી ખુબ આલીશાન લાગી રહ્યું હતું. ગેટ અને મુખ્ય દરવાજા વચ્ચે ખાસ્સો એવો અંતર હતો, બાહર પોર્ચમાં ચાર લકઝુરિયસ ગાડીઓ ઊભેલી હતી. એક બાજુ નાનું એવું ગાર્ડન બનાવેલું હતું, જેમાં શુશોભન સાથે બીજા પણ ઉપયોગી વૃક્ષો, ને ફુલોના છોડવા હતા. એમાંના દેશી ગુલાબ અને પારિજાતની સુગંધ ખુબ આલ્હાદક લાગતી હતી. ગાર્ડનની બરોબર વચ્ચે એક સરસ એવું જુલો હતો. જુલાની બીજી બાજુએ નાનું એવું કિચન ગાર્ડન બનાવેલું હતું.જેમાં અલગ અલગ શાકભાજી ના છોડવા હતા.
વહેલી સવારમાં તાજા શાકભાજીની કુદરતી સુગંધ મનને પ્રફફુલિત કરતી હતી. કિચન ગાર્ડનની બાજુમાં એક નાનકડો સ્ટોરેજ બનાવેલું હતું જેમાં, ફર્ટિલયજર, અમુક પ્રિસરવેટિવ્સ, થોડાક કુદરતી રસાયણો, અને કાતર, ચપ્પુ, કોદાડો, પાવડો, જેવા નાનું મોટું બીજું સમાન હતું. ઇન્સ્પેક્ટર વિક્રમે બધી વસ્તુઓ એકદમ ધ્યાનથી જોઈ. જેમાં રસાયણની થેલી પર કઈક શંકાસ્પદ લાગતા4 એણે એ થેલીને ટેસ્ટ માટે લેબમાં મોકલવા સાઈડમાં રાખવા કહ્યું. હવે લાલા ને ઇન્સ્પેકટર વિક્રમ એની ટીમ સાથે આગળ વધે છે ને જેમ જેમ એ લોકો આગળ વધે છે તેમ તેમ પેલી વાસ વધુ ને વધુ તીવ્ર થતી જાય છે. લાલાને તો જાણે હમણાજ ચાર દિવસનું ખાધુ પાછું કાઢે એવા ઉબકા આવા લાગ્યા.પણ લલાએ નાકપર રૂમાલ રાખીને આગળ જવાનો પ્રયત્ન કર્યો. પોલીસની તો જાણે આદત હોય એમ એલોકો ગંધથી ટેવાયલા હોય એમ આગળ વધે જતા હતા.
માલતી નિવાસમાં અંદર પગ મૂકતાં ત્યાં અંધારુ હતું. ઇન્સ્પેક્ટર વિક્રમે મોબાઇલ ટોર્ચથી લાઈટના બટન ગોત્યા, ને લાઈટ ચાલુ કરી. પણ લાઈટ ચાલુ ન થઈ. જ્યારે બહાર ગાર્ડનમાં જે નાઈટ લેમ્પ હતા એ ચાલુ જ હતા. એટલે એણે એક હવલદારને બારે મુખ્ય મીટર ચેક કરવા કીધુ. હવાલદાર બારે ગયો ને થોડી જ વારમાં લાઈટ આવી. એણે અંદર આવીને વિક્રમને કહ્યું કે સા'બ લિવિંગ રૂમની લાઈટની ટ્રીપ કોકે બંધકરી હતી. જેવી લાઈટ આવી તેવી તો ઇન્સ્પેક્ટર વિક્રમ સાથે એની ટીમની અને લાલાની આંખોજ પોહડી થઈ ગઈ. લાલા તો જાણે બેહોશ જ થઈ ગયો હોત જો વિક્રમે એને સાચવ્યો ન હોત તો.
આવું તે શુ જોયું હશે બધાએ અંદર?? બંગલામાંથી આવતી તીવ્ર વાસ શેની હશે?? જો અંદરથી બંગ્લો ખુલ્લો હતો, તો બહારથી તાળું કોણે માર્યું??
તમને પણ આ બધા સવાલ થાય છે? તો જવાબ મેળવવા માટે મારો સાથ આપો આવતા ભાગમાં.
મિત્રો, તમને આ વાર્તા કેવી લાગે છે? તમારા પ્રતિભાવો ચોક્ક્સ કૉમેન્ટ્સ કરીને જણાવજો. મળીએ આવતા ભાગમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏