રાત ના સાડા આઠ વાગ્યા નો સમય જયપુર નો એ રસ્તો કે જે મહારાજા રણજીત સિંહ કોલેજ ઓફ કોમર્સ એંડ મેનેજમેન્ટ તરફ જઈ રહ્યો હતો, એ રસ્તા પર 23 વર્ષીય યુવક અંકિત ચાલતો જઈ રહ્યો છે. મૂળ વડોદરા નો વાતની અંકિત B. B. A પૂરું કરી ને M. B. A (hons.) નો અભ્યાસ કરવા રાજસ્થાન ની વિખ્યાત કોલેજ માં અભ્યાસ કરવા જયપુર આવ્યો છે.
" નહીં અંકિત! આપણાં લગ્ન પોસ્સિબલ નથી," રિયા કહે છે
અંકિત : પણ શું કામ? મારા માં શું ખોટું છે?
રિયા : ડેડી એ મારા માટે એક સરકારી નોકરિયાત છોકરો શોધ્યો છે, પગાર પણ સારો એવો છે.
અંકિત : પગાર ને શું રોવસ, પ્રેમ નથી મારો?
રિયા : પ્રેમ થી પેટ નથી ભરાતું અંકિત! તું કઈ કમાતો નથી
અંકિત : અરે હું સ્ટુડન્ટ છું હજી, M. B. A તો કરવા દે M. B. A કરી ને નોકરી મળી જશે, સારામાં સારી નોકરી મેળવીશ અને પછી તારા ડેડી પાસે તારો હાથ માગવા આવીશ.
રિયા : નહીં મારે નથી ઈચ્છા. હું મારા પરિવાર ની જ વાત માનીસ
એક મહિના પહેલા જ અંકિત ના પ્રેમ એ તેની સાથે પરાણે બ્રેકઅપ કરી નાખેલું, રિયા સાથે કોલેજ ના ફર્સ્ટ યર થી શરૂ થયેલો પ્રેમ કોલેજ ના છેલ્લા વર્ષ સુધી ચાલ્યો છ મહિના પહેલા રિયા એ સરકારી નોકરિયાત ના ચક્કર માં આવી ને અને પોતાના પિતાની ઈજ્જત જશે એમ વિચારી ને અંકિત ને છોડી દીધેલ. અંકિત ના પિતા એકાઉન્ટન્ટ જનરલ ઓફિસ માં ઓડિટ ઓફિસર (ક્લાસ 2) છે, અંકિત નો મોટો ભાઈ ધવલ પ્રાઇવેટ પાયલોટ ની અમદાવાદ માં ટ્રેનિંગ લઈ રહ્યો છે, અંકિત ની માતા ખાનગી સ્કૂલ માં પ્રિન્સિપાલ છે.
અંકિત કોલેજ ની હોસ્ટેલ માં જાય છે, વિશાળ કેમ્પસ ધરાવતી આ કોલેજ ની હોસ્ટેલ કેમ્પસ પૂરો થતાં બાજુ માં જ આવેલી છે, આ હોસ્ટેલ 22 વર્ષ જુનું એક વિધાર્થીઓ નું ગુરુકુળ છે જેને એક વર્ષ પહેલા કોલેજ ના ટ્રસ્ટ એ ખરીદી લીધેલું. કહેવાય છે કે એ ગુરુકુળ માં 22 વર્ષ પહેલાં બાટલો ફાટતા આગ લાગી ગયેલી જેમાં 30 જેટલા વિધાર્થીઓ નું મોત થયું હતું, ત્યારથી આ ગુરુકુળ બંધ હતું. એક વર્ષ પહેલા ટ્રસ્ટે તેને ખરીદી લઈ અને રિનોવેશન કરી હોસ્ટેલ બનાવેલી જે આ વર્ષે નવું નવું ખુલ્યું હતું. અંકિતે એવો રૂમ પસંદ કરેલો જેમાં એક રૂમ માં એક જ વિદ્યાર્થી રહી શકે એટલે તેના સિવાય અન્ય કોઈ જ ન હતું. હોસ્ટેલ અને કોલેજ એડમીશન પહેલાથી થઈ ગયું હોઈ અંકિત ને સીધી ચાવી જ મળી જાય છે અને રૂમ પર જઈ ફ્રેશ થવા ન્હાવા માટે ગયો , અંદર જતા પાણી શરૂ કરે છે, નળ બંધ કર્યો કે થોડી વાર બાદ તેને "ઠક - ઠક" દિવાલ પર અવાજ સંભળાય છે. અંકિત ચોંકી ઉઠયો તેના સિવાય બીજું તો કોઈ છે નહીં, તે તરત જ બહાર જઈ બારી ખોલી ને જુએ છે તો બહાર તો કોઈ નથી. અંકિત ફ્રેશ થઈ જમવા માટે બહાર હોટલ માં જાય છે, વેકેશન નો સમય છે પરંતુ અંકિત ત્યાંના વાતાવરણમાં એડજસ્ટ થવા 4 દિવસ વહેલો આવી ગયેલો, જમી ને પરત આવ્યા બાદ રૂમ માં એકલો બેસે છે અને રિયા સાથેના સંબંધો ને યાદ કરે છે સમગ્ર હોસ્ટેલ માં અંકિત સિવાય ચોકીદાર છે જે તેના પરિવાર સાથે સૌથી ઉપર ના માળ પર રહે છે. બીજા દિવસે સવારે અંકિત સાથે એક વિચિત્ર ઘટના બની, સાડા દસ વાગ્યે તેની બારી પર એક સફેદ રંગનો શકું આકાર નો પડછાયો દેખાયો જેણે અચાનક 360 ડિગ્રીએ ફર્યો અને બીજી બાજુ એ એક ભયાનક ચહેરો આવ્યો તેની આંખ માં અંગારા હતા અને તે બરાબર અંકિત ની સામે બારી ની બહાર જ હતો. અંકિત એ ભયાનક દ્રશ્ય જોઈને બેભાન થઈ ઢળી પડ્યો, આંખ ખૂલી ત્યારે હોસ્ટેલના ગૃહપતિ ભાનસિંઘ ચૌટાલા તેની સામે હતા, તેણે આ બેય ઘટનાઓ નું વર્ણન તેઓને કર્યુ. ભાનસિંઘે તેની વાત પર કંઈ ખાસ ધ્યાન ના આપ્યું અને તેને કીધું કે આવી વાતો બીજા ને ના કહેવી, કોલેજ ની રેપ્યુટેશન નો સવાલ છે.
તે પછી ની રાત્રે પણ કૈંક એવું જ ભયાનક થયું. અંકિત જમ્યા પછી આંટો મારી રહ્યો હતો, રસ્તા પર કામકાજ ચાલુ હોઈ તેને દરરોજ કોલેજ અને હોસ્ટેલ ની પાછળ ના રસ્તે થી આવવું પડતું, પાછળ નો આ રસ્તો નિરવ શાંતિ વાળો હતો તેમજ વૃક્ષની હારમાળા હોવાથી જંગલ જેવું લાગતું હતું, આગળ વધતા અંકિત પર અચાનક જ ઉપર થી હાડપિંજર પડયું જેના બંને હાથ અંકિત ના ખભા પર આવ્યા, તે અર્ધ ખવાયેલી મહિલા ની લાશ હતી જેના શરીર પર ફાટેલી લાલ સાડી ના ફાટેલા તૂટેલા અંશ હતા, અને શરીર પર હજી ફેફસાં બાજુ ની પાંસળી પર ચામડી ના અંશ હતા, તે ચાર - પાંચ મહિના જુની લાશ નું હાડપિંજર હતું, અંકિત ફરી એક વાર બેભાન થઈ ગયો, ઊભો થયો તો ભાનસિંઘ પાછો તેની સામે હતો, હવે તે અંકિત પર ગુસ્સો કરતો હતો "તારી શું સમસ્યા છે? શું વારે વારે બેહોશ થઈ જાય છે, શું નાટક છે આ તારા.
અંકિત : હું ખોટું નથી કહેતો, સાચે મને ઘોસ્ટ દેખાય છે.
ભાનસિંઘ : બિલકુલ ચૂપ! ખબરદાર હવે જો કઈ પણ ખરાબ બોલ્યો છો આ સંસ્થા વિશે તો!! ચાલ ઊભો થા અને જા તારા રૂમ માં.
અંકિત રૂમ પર આવ્યો તેનું મન બેસી ગયું હતું સૌ કોઈ તેને ચૂપ કરાવવા મથી રહ્યા હતા, રિયા એ તેને પ્રેમ માં ચૂપ કરાવ્યો, પછી ભૂત એ તેને ચૂપ કરાવ્યો અને હવે બાકી વધ્યો તો ભાનસિંઘ ચૂપ કરાવી રહ્યો છે. શું કરવું એ સમજાતું નહોતું. બીજા દિવસે સવારે તે બહાર જઈ રહ્યો હતો, કોઈ તેનો પીછો કરી રહ્યું હતું, પીછો કરતી વ્યક્તિ એ તેને રોક્યો અને તેની સાથે વાત કરવા કોશીષ કરી તે વ્યક્તિએ તેનું નામ નવઘણ જણાવ્યું.
નવઘણ : તું હોસ્ટેલ ને પેલા રૂમ માં રહે છે?
અંકિત : હા!? તું કોણ છે? અને શા માટે મારો પીછો કરી રહ્યો છે?
નવઘણ : મને ખબર છે તારી સાથે શું થયું એ? ભૂત ના જ અનુભવ થાય છે ને તને?
અંકિત : હા!!! તને આ બધી કેમ ખબર??
નવઘણ : જોવો અંકિત, ભૂત પ્રેત વિશે હું કઈ નથી જાણતો પણ એટલી ખબર છે કે ત્યાં કોઈ ગેરકાયદેસર પ્રવૃતિઓ થાય છે, અને હું ત્યાં તારી હોસ્ટેલ ની બાજુ માં જ રહું છું અને આખી હોસ્ટેલ માં તું એકલો જ છે એ પણ જાણું છું માટે મેં તારો પીછો કર્યો, અમારી આજુબાજુ માં એટલે કે અમારી પૂરી વસ્તી માં આ વાત ની ખબર છે કે ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે એમાં જ અમારી વસ્તી ના એક સજ્જન વ્યક્તિ નું મોત થયેલું ત્યાર પછી તો હું પણ આ લોકો ને મારવા માટે ના પ્રયાસ માં છું!!!
નવઘણ એક સુશિક્ષિત વ્યક્તિ હતો તે રાજસ્થાન ની વણઝારા જ્ઞાાતિ નો સદસ્ય હતો, તે અંકિત ની હોસ્ટેલ થી તરતજ બાજુ માં તેની જ્ઞાાતિ ના સમૂહ સાથે રહેતો હતો, તેના સમૂહ માં રહેતા એક સજ્જન વ્યક્તિ શક્તિસિંહ ના ખૂન થી તે હોસ્ટેલ માં ભૂત ની આડ માં થતી ગેરકાનૂની પ્રવૃત્તિઓ ના લોકો સાથે મૂઠભેડ કરવાના મૂડ માં રહેતો.
અંકિત અને નવઘણે આ નકલી ભૂતો ને પકડવાની યોજના બનાવી, આ યોજનામાં ત્યાંના ઇન્સ્પેક્ટર સુધીર ગુપ્તા અને પોલીસ નો પણ સાથ હતો, નવઘણ અન્ય લોકોની પણ મદદ લેવાનો હતો. વાઘ ને પકડવા માટે જેમ પિંજરા માં બકરી ને રાખવામાં આવે તે જ રોલ રીતે અંકિત નો આ પ્લાન માં હતો.
રાત થઈ અંકિત પોતાની હોસ્ટેલની લોબી માં આંટા મારી રહ્યો હતો અચાનક તેને ત્યાંના રાજા રણજીત સિંહ જીવતો દેખાયો તેના જમણા હાથમાં તલવાર હતી, અંકિત ડરી ગયો અને કઈ પણ કરે તે પહેલાં જ રણજીત સિંહ તેની તરફ તલવાર સાથે દોડ્યો. અંકિત બેહોશ થઈ ગયો, પાંચ મિનિટ સુધી ત્યાં કોઈ ના આવ્યું પછી ત્યાં હોસ્ટેલ નો ગૃહપતિ ભાનસિંઘ, હોસ્ટેલ નો ચોકીદાર અને કોલેજ નો પટાવાળો ત્યાં આવ્યા, તેણે અંકિત ને ઉપાડવાની કોશિષ કરી, ત્યાં જ નવઘણ અને અન્ય લોકો ની ટીમ તેના પર તૂટી પડી. અંકિત કે જે બેહોશ જ નહોતો થયો તે પડ્યા પડ્યા બધુંય સાંભળી રહ્યો હતો, અગાઉ થી છૂપાયેલી પોલીસ પણ ત્યાં આવી ગઈ અને આ બધુંય કેમેરા માં રેકોર્ડ હતું. અને પોલીસ પેલા લોકો ને પકડી ને લઈ ગઈ.
બીજા દિવસ થી કોલેજ શરૂ થવાની હતી, અંકિત ના કારનામાની જાણ સમસ્ત કોલેજ માં હતી પરંતુ અંકિત કોલેજ માં નહતો, તે નવઘણ સાથે પોલીસ સ્ટેશનમાં બેઠો છે અને પોલીસે તેને સ્ટેટમેન્ટ લેવા બોલાવેલો. સ્ટેટમેંટ લીધા બાદ ગુપ્તા સાહેબે તેને બધી વાત કહી.. કે કઈ રીતે ભૂત પ્રેત આંટા મારતા એ.
સુધીર સાહેબ : "આ લોકો છેલ્લા 25 વર્ષ થી ડ્રગ્સ, ચરસ, ગંજો અને અફીણના ધંધા સાથે સંકળાયેલા છે, શક્તિસિંહ એક વખત આ બધું જોઈ ગયા તેથી તે લોકો એ તેઓને પૈસા ની લાલચ આપી ને તેનું મોં બંધ કરવા પ્રયાસ કરેલો પણ શક્તિસિંહ ન માનતા તેનું કાસળ કાઢી નાખ્યું, અંકિત હું શ્યોર તો નથી પણ મને લાગે જ છે કે તારી પર જે સ્કેલેટન હુમલો થયો હતો તે સ્કેલેટન શક્તિસિંહ નું જ છે."
આ સાંભળીને નવઘણ ની આંખ ભીની થઈ ગઈ.
સુધીર ગુપ્તા આગળ કહે છે કે, " તને જે ભયાનક ચહેરો દેખાયેલો એ બીજું કંઈ નહીં પણ એક ફુગ્ગો હતો, મોટા એવા બલૂન પર રાક્ષસ નું ચિત્ર દોરી, તેમાં ગેસ ભરી ને તારી બારી પાસે મૂકેલો અને બલૂન માં આંખ પાસે લાઇટ મૂકી દીધેલી જેથી તને અંગારા કાઢતો રાક્ષસ પ્રતીત થાય.
અંકિત : પેલા રણજીત સિંહ નું શું? તે તો સાચે હતું જ!!
આ સાંભળી ને ગુપ્તા સાહેબ થોડું હસ્યા અને કહ્યું કે : અંકિત!! તે કિક મૂવી જોયું છે?
અંકિત : હા
ગુપ્તા સાહેબ: તો તે પિક્ચર માં હેંગઓવર સોંગ માં હીરોઇન નું હોલોગ્રામ દ્વારા ચિત્ર ઊભું કર્યું છે તેવી જ રીતે રણજીત સિંહ નું પણ ચિત્ર ઊભું કરેલું, હોસ્ટેલ લોબી ની છત પર પ્રોજેક્ટર લટકાવી ને ચિત્ર રજૂ થયેલું.
અંકિત : સર આ લોકો આટલું બધું પ્લાનિંગ મારા માટે જ શા માટે કરી રહ્યા હતા??!!!
ગુપ્તા સાહેબ : કારણકે તારા રૂમ ની પાછળ આ લોકો નો અડ્ડો હતો, તારી રૂમ ની પાછળ આવેલા જંગલ જેવા વિસ્તાર માં જ આ લોકો પોતાનું કારસ્તાન કરી રહ્યા હતા, તું આ લોકો ને નડી રહ્યો હતો, તને ડરાવી ને કઢાવી મૂકવાનો આ લોકો નો પ્લાન હતો અને જો તું હોસ્ટેલ ના છોડત તો આ લોકો તારું ખૂન પણ કરી શકતા હતા "
અંકિત આ બધું સાંભળી ને નિરાશ થઈ ગયો, ગુપ્તા સાહેબ સમજી ગયા અને તેમણે આગળ કહ્યું
ગુપ્તા સાહેબ : ડોન્ટ વરી અંકિત, નાવ યુ આર સેફ, બધા ચોરો પકડાઈ ગયા છે,તું જઈ શકે છે હવે, હું જ્યારે બોલાવું ત્યારે આવવું પડશે અને હા કોર્ટ માં ગવાહી આપવા આવવું પડશે.
અંકિત :જરૂર થી સાહેબ.
નવધણ અને અંકિત બંને બહાર નીકળ્યા, બેય હવે પાક્કા મિત્રો બની ગયા છે, તેઓ બંને એકબીજા ના પરિવાર ની વાતો કરે છે.
અંકિત : નવઘણ જી, તમારા પરિવાર માં કોણ કોણ છે? લગ્ન કર્યા કે નહીં?
નવઘણ: ના ના હજી નથી કર્યા, (શરમાઈ ને) પણ હું કોઈ ના પ્રેમ માં છું.
અંકિત : (મજાકીયા સ્વરમાં) ઓહો કોણ છે મારા ભાભી? અમને પણ કહો.
નવઘણ : એક ગુજરાતી કન્યા સાથે પ્રેમમાં છું.
અંકિત : અચ્છા!! ફોટો તો બતાવો.
જવાબ માં નવઘણ પોતાના મોબાઈલ માં ફોટોગ્રાફ બતાવે છે. ફોટો જોઈ ને અંકિત ના પગ તળે ની જમીન હલી જાય છે, તે ફોટો ઓર કોઈ નહીં પણ રિયા નો જ હતો.
નવઘણ: (શરમાઈ ને) રિયા નામ છે, B. B. A કરેલુ છે ફેસબુક માં પ્રેમ થયો અને તેના પિતા એ હા પણ પાડી દીધી છે.
અંકિત પૂરેપૂરો થીજી ગયો છે કેમકે તેની સામે એક હજાર જેટલા ભૂતો આવી ગયા છે!!!