ભાગ - ૧૧
વાચક મિત્રો, થોડી અન્ય વ્યસ્તતા ને કારણે આ વાર્તાને આગળ વધારવામાં થોડો વિલંબ થયો છે, તો પ્લીઝ તમારો ઉત્સાહ જાળવી રાખવા મારી વિનંતી.
ભાગ દસમા, આપણે જાણ્યું કે,
પ્રમોદ દિવ્યાના ફામ - હાઉસ પર, દિવ્યા સાથે અંગતપળો માણવામાં જેવો બરાબરનો મસગુલ થઈ ગયો છે, તેવું દિવ્યાને લાગતા, મતલબી દિવ્યા તેનું પોત પ્રકાશતા તીવ્ર માદકતાથી પ્રમોદ ને કહે છે કે,
દિવ્યા :- પ્રમોદ, હવે હું તારા વગર એક પળ પણ રહી શકું તેમ નથી, મને તારી આદત પડી ગઈ છે.
તુ એક કામ કર, તુ તારી પત્ની સાથે, છુટાછેડા લઈ લે, અને મારા પતિ, જે હોસ્પીટલમાં કોમામાં છે, એમને તુ હોસ્પિટલમાંજ ખતમ કરી દે,
જેથી બાકીની જિંદગી આપણે બન્ને કરોડોની દોલત સાથે, આરામથી જીવી શકીએ.
હવે આગળ...
પ્રમોદે, દિવ્યાના ફાર્મ-હાઉસ પર આજની રાત તો, દિવ્યા સાથે જેમ-તેમ કરીને કાઢી નાખી,
પ્રમોદ, ના કહેવાય, કે ના સહેવાય જેવી પરિસ્થિતિમાં, બેચેની સાથે, ને ના મનની એ રાત વિતાવી, દિવ્યાએ આજે કહેલ વાતનો જવાબ એક-બે દિવસમાં આપવાનું કહી, ફામ-હાઉસ પરથી, વહેલી સવારેજ, પોતાના ઘરે જવા નીકળી જાય છે.
પ્રમોદ ફામ-હાઉસથી તો અત્યારે નીકળી ગયો છે,
પરંતુ,
આજે દિવ્યાએ પ્રમોદને કરેલ વાતથી,
પ્રમોદનું મગજ, એવું તે ચકરાવે ચડ્યું છે, કે
હવે આ ચક્રવ્યૂહમાંથી મારે બહાર કેવી રીતે નીકળવું ?
જેમ પેલી એક જૂની કહેવત છે ને, કે
" જે વાળ્યો ના વળે, એ હાર્યો વળે "
બસ એમજ, દિવ્યા દ્વારા પ્રમોદને એ કહેવતનો,
આજે જ્યારે...
જાતે અનુભવ થયો,
પ્રમોદને જ્યારે પોતાને ઠોકર વાગી,
ત્યારેજ પ્રમોદને હવે પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે, ને એજ કારણે પ્રમોદને આજે પોતાના પર થોડો ગુસ્સો પણ આવી રહ્યો છે, કે,
ઈશ્વરભાઈએ દિવ્યાના મતલબી, સ્વાર્થી ને લાલચી સ્વભાવ વિશે પૂરેપૂરું જણાવી શરૂઆતમાંજ મને ચેતવ્યો હતો.
જો એ વખતેજ, મે ઈશ્વરભાઈની વાત સાંભળી/સમજી લીધી હોત, તો આજે હું આ ધર્મસંકટમાં ફસાયો ના હોત.
પ્રમોદે આજ સુધી વિચાર્યું પણ ન હતું કે,
રંગેરેલિયા મનાવવાનો એનો આ ખરાબ શોખ કે સ્વભાવ, એને એક દિવસ આટલો બધો ભારે પડશે, કે કોઈક દિવસ મોટી આફતમાં નાખી દેશે.
એક-બે દિવસ પછી દિવ્યાને હું,
શું જવાબ આપીશ ?
બસ આ બાબતેજ, વિચારતો વિચારતો પ્રમોદ પોતાના ઘરે પહોંચે છે.
પ્રમોદે દિવ્યાને, એની વાતનો જવાબ આપવા માટે, બે દિવસનો જે સમય આપ્યો હતો, એ બે દિવસ તો એમજ વીતી જાય છે.
પ્રમોદ સારી રીતે જાણે છે કે,
આવતીકાલે સવારેજ દિવ્યા એની કહેલ વાતના અમલ વિશે પૂછશે કે,
મે દિવ્યાની વાત વિશે શું વિચાર્યું ?
તો એનો જવાબ હું નહી આપી શકું, અને જો હું દિવ્યાને એની વાતનો જવાબ નહી આપુ, કે એ વાતનો ઈન્કાર કરીશ, તો એનું પરિણામ નિઃસંકોચ સારું તો નહીજ આવે.
પ્રમોદ, આજદિન સુધી ભલે એની પત્ની સાથે સારો વ્યવહાર કરતો ન હતો, બાકી પ્રમોદ આમ છેલ્લી પાટલીએ બેસી જાય, ને તેની પત્નીને છૂટાછેડા આપી દે, તેટલો ખરાબ પણ ન હતો.
પ્રમોદ, આવતીકાલે સવારે, દિવ્યાને શું જવાબ આપવો, એ બાબતે આખી રાત વિચારે છે, પરંતુ...
એને કોઈ યોગ્ય રસ્તો કે કોઈ જવાબ નહી મળતા, આગળના દિવસે સવારે પ્રમોદ,
ઓફિસ જવા તૈયાર તો થાય છે, પરંતુ ઓફિસ જતો નથી.
આ બાજુ, પ્રમોદને ઓફિસ આવવાનો સમય નીકળી ગયો છે, ને હજી પ્રમોદ ઓફિસ આવ્યો નથી, એની જાણ દિવ્યાને થતા,
દિવ્યા પ્રમોદને ફોન લગાવે છે.
દિવ્યાનો ફોન જોતા જ, પ્રમોદના દિલની ધડકન તેજ થઈ જાય છે, પરંતુ પ્રમોદ ફોન ઉઠાવતો નથી, ને ફોન સાઈલેન્ટ કરી દે છે.
દિવ્યા ફરી ફોન કરે છે, ઉપરા-છાપરી દિવ્યાના ત્રણ-ચાર ફોન આવતા, પ્રમોદ સમજી જાય છે કે, આજે દિવ્યા એનો જવાબ જાણ્યા વગર નહી રહે, અને દિવ્યાની વાતનો જવાબ મારી પાસે નથી.
એટલે પ્રમોદ પોતાનો ફોન સ્વીચ-ઓફ કરી દે છે.
પ્રમોદનો ફોન સ્વીચ-ઓફ આવતાજ, દિવ્યાનો પિત્તો જાય છે, દિવ્યાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે.
હવે દિવ્યા, પ્રમોદ સાથે આગળ શું કરશે ?
પ્રમોદ, જે જાણે છે કે, દિવ્યા આસાનીથી એનો પીછો નહી છોડે, હવે પ્રમોદ પોતે દિવ્યાથી બચવા શું કરશે ?
દિવ્યાના ગુસ્સા સામે થાકી હારી,
જો પ્રમોદ દિવ્યાની શર્ત પ્રમાણે એની પત્નીને જો છુટાછેડા આપી દેશે, તો પ્રમોદની પત્ની વીણાબહેન તો ઠીક,
બાકી, આજ સુધી મમ્મીના કહેવા-સમજાવવાથી ચૂપચાપ બધું સહન કરી રહેલી પૂજા,
પપ્પાનું આ કારસ્તાન જાણશે, તો પૂજા શું કરશે ?
વધુ આગળ ભાગ ૧૨ માં