કાવ્ય 01
તઘલઘી શાશન....
હણી હજારો ને આંચકી લીઘું શાશન
હાય લીધી લાખો નિસહાય ની
તેવું તઘલઘી શાશન શું કામ નું
નાના ભૂલકા કે વૃદધો ની ઉંમર નું રાખ્યું નહી માન
બાળા અને સ્ત્રી ઓની કરી નહી ઈજ્જત
તેવું તઘલઘી શાશન શું કામ નું
નફરત ફેવલી દુનિયા મા મહોબત ભુલાવી
શિક્ષણ ને ભુલાવી ઝાલ્યા હથિયાર અનાડી બની
તેવું તઘલઘી શાશન શું કામ નું
નિરાશ્રિત બની પોતાનો દેશ છોડવા
માસુમ નાગરિકો ને કર્યા મજબુર
તેવું તઘલઘી શાશન શું કામ નું
છીનવી લઇ લોકો ની આઝાદી
તોડી નાખી મનોબળ બનાવવા ગુલામ
તેવું તઘલઘી શાશન શું કામ નું
એકવીસમી સદી તરફ વધી રહી છે દુનિયા
અફઘાનિસ્તાન વધી રહ્યું છે એક વસમી સદી તરફ
તેવું તઘલઘી શાશન શું કામ નું
ભગવાન તું આપજે જલ્દી શક્તિ
થાય જલ્દી ભેગા દુનિયા ના બધા દેશ ભેગા
ઉગરે અફઘાનિસ્તાન વસમી પીડા માંથી
કાવ્ય 02
અફઘાની આફત...
તાલીબાને કર્યો ગેરકાનૂની કબ્જો
અફઘાન ઉપર દુનિયા જોવે તમાશો
તાલિબાનો એ નારી ઉપર કર્યા જુલ્મ
બરબર્તા આચારી બાબર ના જમાના ની
વહી ઉલટી ગંગા એકવીસમી સદી મા,
અફઘાણી ઓ ને યાદ રહેશે વસમી યાદ
કાળી શાહી થી લખાયેલ ઇતિહાસ ની
દુનિયા હજુ જોવે છે તમાશો
શું કામ ની કહેવાતી તાકાત
ઠાલી ના શકે જો આવી આંતકી આફત
ગામ જમાદાર થઈ ફરે મોટા દેશો
રોફ બતાવે નાના દેશો ને ખોટો
એક દિવસ હશે બરબર્તા નું
આખી દુનિયા ઉપર રાજ
જો ઉગતી આફત ને ભેગા મળી
ડામી નહી આવી આંતકી હરકત
કાવ્ય 03
શ્રી કૃષ્ણ વાસુદેવાય નમઃ
શ્રાવણવદ ની આઠમેં
મઘરાતે નંદ ઘેર આનંદ ભયો
જય કનૈયા લાલ કી
કૃષ્ણ એ વૃંદાવન મા મસ્તી ખુબ કરી
કાનુડા ની મસ્તી મા આનંદ માણ્યો ઘણો
જય કનૈયા લાલ કી
ગોપીઓ ની મટકી તોડી
નટખટ બની માખણ ખુબ ખાયો
જય કનૈયા લાલ કી
ગેડી દડો રમતાં રમતાં
શેષ નાગ ને રમત રમત મા હણ્યો
જય કનૈયા લાલ કી
અનારાધાર વરસાદ પડતા
ટચલી આંગળી એ ગોવર્ધન ઉચક્યો
જય કનૈયા લાલ કી
શ્રી કૃષ્ણ એ નાની ઉંમરે કંસ મામા નો વધ કરી
અધર્મ ઉપર વિજય મેળવ્યો
જય કનૈયા લાલ કી
મહાભારત મા પાંડવો નો સાથ આપી
અર્જુન ને ગીતા ના પાઠ ભણાવ્યા
જય કનૈયા લાલ કી
ક્રિષ્ના વગર રાધાજી રહયા અધૂરા
છતાં મંદિર મા કૃષ્ણ સંગ સ્થાન પામી
બની અમર પ્રેમ કહાની
જય કનૈયા લાલ કી
મથુરા ને વૃંદાવન ની માયા છોડી
ધર્મ યુદ્ધ બાદ દ્વારકા પસંદ કર્યું રહેવા ને
જય કનૈયા લાલ કી
સુદામા સંગ મિત્રતા હતી જૂની
મિત્રતા ખુબ નિભાવી જાણી
મિત્રતા ના શીખવાડ્યા પાઠ
જય કનૈયા લાલ કી
શ્રી કૃષ્ણ નું જીવન છે
સૌની માટૅ આદર્શ સમાન
હાથી ઘોડા પાલખી
જય કનૈયા લાલ કી
કાવ્ય 04
પર્યુષણ પર્વ...
મોજ શોખ પાછળ ખુબ દોડયા
આવ્યો કર્મ ખપાવવા નો પર્વ
એતો છે પર્યુષણ મહાપર્વ
મોહમાયા પાછળ થયાં પાગલ
બાંધ્યા અણધાર્યા પાપ કર્મો
પાપ કર્મો એ ઉઘાડ્યા નરક ના દ્વાર
પાપ કર્મો ખપાવવા આવ્યો મોટો પર્વ
"હું" ને પછાડી "હું" ને પામવા નો પર્વ
અહમ ને ડામી અર્હમ શરણ થવા નો પર્વ
દાન ધર્મ ને શીયળ પાળવા નો પર્વ
તપ અને આરાધના કરવા નો પર્વ
જીવદયા અને અનુકંપા નો પર્વ
પાર્થિવ શરીર ની મોહમાયા ભૂલી
મોક્ષ માર્ગે પ્રયાણ કરવા નો પર્વ
ફરી આવ્યો છે પર્યુષણ મહા પર્વ
ચૂકશો નહી આ વખતે સુવર્ણ મોકો
આવ્યો છે કર્મ ખપાવવા નો વારો
પ્રભુ મહાવીર ના પથે ચાલવા નો વારો
આવ્યો ...આવ્યો છે ..
પુણ્યોદય કરવા નો પર્વ
બધા પર્વ મા છે સર્વોત્તમ
સર્વોપરી પર્યુષણ મહાપર્વ
આવો કરીએ ખુબ હર્ષ થી
વધામણાં પર્યુષણ પર્વ ના
બનાવીએ યાદગાર આ પર્યુષણ પર્વ ને
સંત સાધુ ને ગુરુજી ના સાનિધ્ય મા...
હિરેન વોરા