One unique biodata - 1 - 11 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૧

Featured Books
Categories
Share

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૧

જય શ્રી ક્રિષ્ના મિત્રો🙏🏻,
અત્યાર સુધીના ભાગમાં તો ફક્ત બધા કેરેક્ટર્સની ઓળખાણ હતી કે કોનો સ્વભાવ કેવો છે.શું એ સ્ટોરીના અંતે પણ એવા જ રહેશે?,અને કદાચ બદલાશે તો કેમ બદલાશે?..........આ બધા જ પ્રશ્નોના જવાબ જાણવા માટે વાંચતા રહો "એક અનોખો બાયોડેટા".........
તમારા અભિપ્રાય આપવાનું ચૂકશો નહીં.
ધન્યવાદ🌷🌟


ભાગ ૧૧ શરૂ...............

સલોની નીચું જોઈને ફોનમાં કંઈક કરતી હતી એટલામાં દેવ અને નિત્યા સલોની જ્યાં બેસી હતી એ ટેબલ પાસે જઈને ઊભા રહ્યા પણ સલોનીનું ધ્યાન હજી ફોનમાં હતું.

"ફોનને પણ થોડાક આરામની જરૂર હોય"દેવ બોલ્યો.

અવાજ સાંભળતા જ સલોનીના મોઢા પર મસ્ત એવી સ્માઈલ આવી ગઈ પણ દેવની સાથે નિત્યાને જોતા જ એની સ્માઈલ ગાયબ થઈ ગઈ.

સલોની મનોમન કહેવા લાગી,"આ શું કરવા આવી હશે.મેં તો દેવને જ બોલાવ્યો હતો"

સલોનીને ગમ્યું તો ન હતું પણ એ કઈ બોલી નહીં અને દેવને હગ કરીને બેસવાનું કહ્યું.સલોની એ નિત્યા સામે જોયું પણ નહીં આ વાત દેવે પણ નોટિસ કરી એટલે દેવે જાતે જ નિત્યાને બેસવાનું કહ્યું.દેવ અને સલોની વાતો કરી રહ્યા હતા અને નિત્યા એના ફોનના કંઈક વાંચતી હતી.દેવ જાણતો હતો કે નિત્યા સામેથી કઈ નહીં બોલે એટલે એ વચ્ચે વચ્ચે નિત્યાને બોલાવવાનો પ્રયત્ન કરતો પણ નિત્યા ખાલી સ્માઈલ કરીને પાછી એના ફોનમાં વ્યસ્ત થઈ જતી.નિત્યા જાણતી હતી કે એ કઈક બોલશે તો સલોની એને નીચું દેખાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે અને પછી વગર કામની આરગ્યુમેન્ટ થઈ જશે એટલે એ કઈ બોલતી ન હતી.

"જમવાનું ઓર્ડર કરીએ હવે?"સલોનીએ પૂછ્યું.

"વ્હાય નોટ.એટલે તો આવ્યા છીએ અહીંયા"દેવ મજાકમાં બોલ્યો.

"મતલબ?"સ્લોનીને ખબર ના પડી એટલે પૂછ્યું.

"ડિનર માટે જ આવ્યા છીએ એમ"દેવ સમજાવતા બોલ્યો.

"ના,મેં તને બસ ડિનર કરવા માટે જ અહીંયા નથી બોલાવ્યો"

"તો?"

"એક સરપ્રાઈઝ છે તારા માટે"

દેવ અને નિત્યાએ એકબીજાની સામે જોયું.

"કેવી સરપ્રાઈઝ?"દેવે પૂછ્યું.

"ડીયર દેવ,સરપ્રાઈઝ શું છે એ જ કહી દઈશ તો સરપ્રાઈઝ શું રહેશે"સલીનીએ દેવના હાથ પર હાથ મૂકીને કહ્યું.

"હા,એ પણ છે"દેવ બોલ્યો.

"નિત્યા તું આમ બહેનજી ટાઈપ જ રહી,કોઈ જ બદલાવ નથી આવ્યો તારામાં"સલોનીએ નિત્યાને કટાક્ષમાં એની આદત પ્રમાણે કહ્યું.

"મતલબ?"નિત્યાને ખબર ના પડતા પૂછ્યું.

"લુક એટ યૂ, ડીનર પર કોઈ આવું તૈયાર થઈને આવે,સલવાર-દુપટ્ટા એન્ડ ચોંટી"

"કેમ,તો શું પહેરીને આવવાનું હોય?"

"આટલી મોટી હોટેલમાં આવવાનું હતું તો થોડા ક્લાસી કપડાં તો પહેરીને અવાય ને,પણ છોડ તને ફેશનમાં શું ખબર પડે"

"ફેશન એ જે આપણને કોમ્ફર્ટેબલ ફીલ કરાવે,એ નઈ કે જે બીજાને ગમે"

"બસ તારી ફિલોસોફી તારી પાસે રાખ"

"હું તો ક્યારની ચૂપ જ હતી તે મજબૂર કરી બોલવા માટે"

આગળ બંનેમાંથી કોઈ કઈ પણ બોલે એ પહેલાં દેવ બોલ્યો,"ગર્લ્સ,કંઈક ઓર્ડર કરીએ.મને બહુ જ ભૂખ લાગી છે"

દેવ મનોમન વિચારવા લાગ્યો કે આ બંનેને એક સાથે હેન્ડલ કરવી બહુ જ મુશ્કેલ છે.

"વેઈટર"દેવ જોરથી બોલ્યો.

"યસ સર"

"બોલો મેડમ તમે શું લેશો?"દેવે સલોની સામે જોઇને પૂછ્યું.

સલોની એ એના ગમતા ફુડનો ઓર્ડર આપ્યો.દેવે પણ સલોનીએ જે મંગાવ્યું એ જ ઓર્ડર એના માટે રિપીટ કરાવ્યું.

"અમે નિત્યા મેડમ તમે?"દેવે નિત્યાને પૂછ્યું.

નિત્યા એ એનો ઓર્ડર લખાવ્યો.

"જમવામાં પણ મિડલક્લાસ ચોઈસ"સલોની ધીમા અવાજે બોલી પણ નિત્યા અને દેવે સાંભળી લીધું.

આ સાંભળી નિત્યાને બહુ ગુસ્સો આવ્યો પણ દેવના એક ઇશારાથી નિત્યાએ એનો ગિસ્સો બંધ મુઠ્ઠીમાં જ સમાવી લીધો.

આ બધામાં દેવે એક વાત નોટિસ કરી હતી કે સલોની થોડી થોડી વારમાં એનો ફોન ચેક કરતી હતી અને હોટેલના દરવાજા તરફ જોતી હતી જાણે કોઈની રાહ જોતી હોય.આ વાત નિત્યા એ પણ નોટિસ કરી હતી પણ એને દેવને કહેવાનો મોકો ના મળ્યો.

જમતા જમતા સલોનીના ફોનમાં મેસેજ આવ્યો.એને મેસેજ ચેક કર્યો અને દરવાજા સામે જોતા જ સ્માઈલ કરી એ જોતાં દેવે પૂછ્યું,"તું કોઈની રાહ જુએ છે?"

"હા,મેં કહ્યું ને તારા માટે એક સરપ્રાઈઝ છે"

"હા,પણ શું?"

"તું આંખો બંધ કર"

"સલોની...."દેવ અકળાતા બોલ્યો.

સલીનીએ દેવની નજીક જઈને એની આંગળીઓ વડે દેવની આંખો બંધ કરી અને એને પાછળની બાજુ ફેરવ્યો.સામે એક જેન્ટરમેન શૂટ-બુટમાં,ગોગલ્સ પહેરેલા,એના કાંડા પર મોટી વોચ,મોઢા પર સ્માઈલ સાથે ઉભો હતો.નિત્યા પણ એને અચાનક જોઈને એની ચેરમાંથી ઉભી થઇ ગઇ.સલોનીએ દેવની આંખો પરથી હાથ હટાવ્યો.સલીનીએ જોરથી આંખો દબાવી હોવાથી દેવને ધુધળું દેખાતું હતું એટલે એને આંખો ચોળી અને સામે જોયું તો એ પણ પેલા જેન્ટલમેનને જોઈને ચોકી ગયો.

"અપને ભાઈ કો ભૂલ ગયા ક્યાં?"નકુલ બોલ્યો.

"અરે ભાઈ કો કોઈ કૈસે ભૂલ શકતા હૈ"દેવે કહ્યું અને પછી બંને એક-બીજાને ભેટી પડ્યા.વધારે સમય બાદ એકબીજાને મળ્યા હોવાથી એમની આંખો પણ ભીની થઇ ગઇ.

(નકુલ જાની ઉર્ફ "એન.જે":-બીઝનસમેન,દેવનો અને સલોનીનો કોલેજનો બેસ્ટ ફ્રેન્ડ.નકુલ દેવને એના ભાઈ સમાન માનતો.કોલેજના છેલ્લા દિવસોમાં નકુલના પપ્પાનું મૃત્યુ થતા નકુલની કોલેજ અને ફ્રેન્ડ સાથેની લાઈફ પુરી થઈ ગઈ હતી. એના પપ્પાના બિઝનસનો બધો ભાર એના માથે આવી ગયો હતો.સ્વભાવમાં એ પણ દેવના જેવો જ હતો મસ્તીખોર.પણ જવાબદારી માથે આવતા નકુલ એકદમ પ્રોફેશનલ બિઝનસમેન બની ગયો હતો કારણ કે એ રીયલમાં જે હતો એ એના આ પ્રોફેશનમાં ચાલે એમ ન હતું. એનું બદલાવવું એની ઈચ્છા ન હતી એની મજબૂરી હતી.દેવની સાથે પણ આ બની ગયું હોવાથી એ નકુલને સારી રીતે સમજી શકતો હતો.છુટા પડ્યા પછી દેવે નકુલને એક-બે વાર વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ નકુલ કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે એની પાસે સમય જ ન હતો.)

બંને મિત્રોએ એકબીજાના હાલ-ચાલ પૂછ્યા અને ઉભા ઉભા જ વાતો કરવા લાગ્યા.નિત્યા એક બાજુ ઉભી રહીને આ બધું જોઈ રહી હતી.દેવને એના જુના ફ્રેન્ડ સાથે આમ ખુશ જોઈને એ પણ મનમાં બહુ જ ખુશ હતી.

"બેસીને વાતો કરીએ?"સલોનીએ પૂછ્યું.

"તું નહીં કહું તો પણ અમે બેસવાના જ હતા"નકુલે સલોનીની મશ્કરી કરતા કહ્યું.

બધા પોતાની ચેરમાં બેસવા જ જતા હતા ત્યાં નકુલની નજર નિત્યા પર પડી અને બોલ્યો,"આને ક્યાંક જોઈ હોય એવું લાગે છે પણ યાદ નથી આવતું ક્યાં"

"હા જોયેલી જ છે થોડું મગજ પર જોર લગાવ યાદ આવી જશે"દેવ બોલ્યો.

"અરે હા,આતો રેન્કર નિત્યા પટેલ છે.હું તને કેવી રીતે ભૂલી શકું.તારા નોટ્સના લીધે તો અમે કોલેજમાં પાસ થતા હતા"નકુલને યાદ આવતા બોલ્યો.

"હા,સાચી વાત"દેવે હસતા હસતા કહ્યું.

"હાઇ નિત્યા કેમ છે?"નકુલે નિત્યાને હગ કરતા કહ્યું.

"બસ મજામાં"નિત્યાએ જવાબ આપ્યો.

"તું કઈક અલગ લાગે છે પહેલા કરતા"

"કંઈ જ ફેર નથી પડ્યો.પહેલા પણ બહેનજી હતી અને આજ પણ બહેનજી જેવી જ છે"સલોની કટાક્ષમાં બોલી.

સલોની નિત્યાને નીચું દેખાડવાનો એક પણ મોકો નહોતી છોડતી.

"એક્ચ્યુઅલી પહેલા નિત્યા જીન્સ-ટીશર્ટમાં પતલી લાગતી હતી હવે એ પ્રોફેસર નિત્યા પટેલ છે એટલે થોડી જાડી લાગે છે"દેવે નિત્યાના ગાલ ખેંચતા કહ્યું.

"ઓહ,તો તમે બંને એક જ કોલેજમાં પ્રોફેસર છો?"

"હા"નિત્યાએ કહ્યું.

ત્યારપછી બધા બેસ્યા.દેવ અને નિત્યા સામસામે બેસ્યા હતા અને સલોની અને નકુલ સામસામે બેસેલા હતા.
ચારે જણા જૂની વાતો કરતા હતા.નકુલના આવ્યા પછી નિત્યાએ નકુલ સાથે થોડી વાત કરી.નકુલ અને દેવ એમના જુના કરેલા કારનામાં નિત્યાને કહ્યા.સલોનીને દેવ અને નકુલ નિત્યા સાથે વધુ વાત કરતા હતા એ જોઈને ઓછું ગમતું હતું.સલોની ચિડાઈને ઉભી થાય છે અને બોલે છે,"મારે કોઈને કંઈક કહેવું છે"

"હા તો બોલને.એમાં આટલું જોરથી બૂમ પડવાની ક્યાં જરૂર છે અમારા બધાના કાન બરાબર છે"નકુલે સલોનીને ચીડવતા કહ્યું.

"હા,બોલ અમે સાંભળીએ જ છીએ પણ જરા ધીમે બોલજે.નહીં તો અહીંયા બેસેલા બધા જ તારો અવાજ સાંભળી ભાગી જશે"દેવ પણ નકુલની સાથે જોડાઈને સલોનીને હેરાન કરતા બોલ્યો.

"હા, હવે બઉ હોશિયારી કરવાની જરૂર નથી"સલોની ચિડાઈને બોલી.

સલોનીએ ટેબલ પર બુકે પડ્યું હતું એમાંથી એક ફૂલ લીધું અને આંખો બંધ કરીને થોડી વાર ત્યાં જ ઉભી રહી.એના હાથમાં ફૂલ જોઈને દેવ અને નિત્યા એકબીજાની સામે જોવા લાગ્યા.પછી સલોની એની બાજુ પર બેસેલા દેવ તરફ આગળ વધી.દેવના ધબકારા વધવા લાગ્યા.એસીવાળા રૂમમાં પણ દેવના માથા પર પરસેવો થવા લાગ્યો.દેવ મનોમન ખુશ થવા લાગ્યો.સલોનીને એની નજીક આવતી જોઈ એને પોતાની આંખો બંધ કરી નાખી.

પણ આ શું થયું,સલોની દેવ બેસેલો હતો એનાથી આગળ વધી અને નકુલની ચેરની બાજુમાં જઈને ઉભી રહી.એ નકુલની આગળ થોડું ઝૂકી અને બોલી,"વીલ યૂ મેરી મી?"

સલોનીને નકુલ સામે ફૂલ લઈને ઉભેલી નિત્યા જોઈ શકતી હતી.પણ દેવની આંખો બંધ હોવાથી દેવ આ દ્રશ્ય નહોતો જોઈ શક્યો.એટલે એને આંખો ખોલીને જોયું તો સલોની નકુલની સામે ફૂલ લઈને ઉભી હતી.આ દ્રશ્ય જોતા જ દેવના અંદર કશુંક બહુ જોરથી તૂટ્યું જેનો અવાજ નિત્યા અને દેવ સિવાય કોઈ ત્રીજું ના સાંભળી શક્યું.

નકુલ સલોનીને શું જવાબ આપશે?

હવે આગળ શું થશે?