Stree Sangharsh - 26 in Gujarati Fiction Stories by Fatema Chauhan Farm books and stories PDF | સ્ત્રી સંઘર્ષ...ભાગ 26

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

સ્ત્રી સંઘર્ષ...ભાગ 26

હોસ્પિટલના બહાર બેન્ચ પર બેસેલી રુંચા પોતાના જ વિચારોમાં મસ્ત હતી. તે ક્યાંય પોતાનું ભાન ભૂલીને હર્ષ ના વિચારો જ કરી રહી હતી અને તેના વિચારોનો એકમાત્ર એહસાસ તેને મનમાં ગુદગુદાવી રહ્યો હતો હજી તે સમજી શકતી ન હતી કે શું આ સત્ય પણ હોઈ શકે કે અર્ચના માત્ર ગડમથલ વાતો કરી રહી છે પરંતુ તે સીધી રીતે હર્ષ ને પૂછી શકતી પણ ન હતી. ત્યાં જ અચાનક તેના ખભા પર એક હાથ આવ્યો .. તેણે પાછળ ફરીને જોયું તો તે જેના વિચારો કરી રહી હતી અને સવારથી જ જેને મળવાની આતુરતા માં હતી તે હર્ષ તેની પાછળ ઉભો હતો. હર્ષ ને જોતા જ અચાનક રુચા મૌન થઈ ગઈ જાણે તેના મનમાં ચાલી રહેલી વિચારોની ગાડી ને બ્રેક લાગી ગયો હતો. તે કંઈ પણ બોલ્યા વગર જ હર્ષની આંખોમાં જોવા લાગી અને હર્ષના ચહેરા પર ઉપર પણ તેને જોવાના અને મળવાના ભાવો સ્પષ્ટ જોઈ શકાતા હતા. હર્ષ પણ તેને જોઈને એટલો જ ખુશ હતો કે જેટલી રુચા તેને જોઈને પરંતુ બંને એકબીજાની લાગણીઓ સમજી શકતા ન હતા... ક્યા શું થઈ રહ્યું છે બંને એકબીજા માટે શું કામ આટલું બધું મેહસૂસ કરી રહ્યા છે તે બંને ને સમજાતું ન હતું. ઘણીવાર સુધી બંને વચ્ચે ખામોશી છવાઈ રહી અંતે હર્ષે જ મૌન તોડીને વાતો કરવાનું શરૂ કર્યું.

"હાય .....કેમ છે?"

" કેવી રહી તારી ફેમિલી વેકેશન ઘરમાં ...બધા કેમ છે? અંકલ ,આંટી... અને મીરાની શાદી કેવી રહી? બધું શાંતિથી પતી ગયું ને ?તુ બહુ જલદી આવી ગઈ? વધુ થોડા દિવસ એવું હોય તો રોકાવું તું ને અહીં હું કંઇ પણ કરીને સંભાળી લેત...."

"અરે....! થોભી. જા એટલા બધા પ્રશ્ન એક સાથે.... થોડો શ્વાસ પણ લઈએ"

હર્ષ થોડો શરમાઈને ઝાંખો પડે છે...
.
.
.

હર્ષને શાંત જોઈને રુચા તેના સવાલોના ટુંકમાં જવાબ આપતા કહે છે કે " હા મારું ફેમિલી વેકેશન બહુ જ મસ્ત રહ્યું... તું કે બધું કેમ છે તું ક્યાંય ગયો હતો કે નહિ....??"

"અને લગ્ન...??" હર્ષે ફરી સવાલ કર્યો.....

આ સાંભળતા જ રુચા ચૂપ થઈ જાય છે કારણ કે તે એક મીરા વિશે કઈ પણ વાત કરવા માંગતી નથી . વર્ષો જૂની રહેલી ખટાશ ભુલાવી આ રીતે શક્ય હોતી નથી અને હર્ષ પણ રુચા ના ન કહેવા છતાં પણ તેની પોતાના પરિવાર પ્રત્યે આવેલી આ કડવાશને જોઈ શકતો હોય છે. એકંદરે તે જાણતો હોય છે કે રુચા પોતાના પરિવારથી થોડી દૂર રહે છે અને તેને પોતાના પરિવાર વિશે વાત કરવી ગમતી નથી. રૂચા ના ચહેરા પર આવેલી ગમગીની જોઈને હર્ષ પોતાની વાતને ફેરવી નાખે છે તે કહે છે કે, " હું કંઈ પણ ગયો નથી "?.

"શું તું ઘરે પણ ગયો નથી ? અંકલ આંટી ને તો મળી આવવું તું...."

" અરે તે લોકો ઘરે નથી તે પણ મારા કુળદેવી ના દર્શન કરવા માટે ગામ ગયા છે. અને મારે ત્યાં નહોતું જવું એટલે મેં વિચાર્યું કે હું પછી ક્યારેક તેમને મળી આવીશ અને તે લોકો આવ્યા હતા મને મળવા .આથી ઘરે જવાની કોઈ જરૂર ન લાગી વળી પાછી તું પણ નહોતી ને તો કામ તો સંભાળવું પડે ને તારું અને મારું...."

" એમ' તેવું તો મારું શું કામ કરી નાખ્યું તે...?"

" એ તો બધા તારા ખાસ ને પૂછી લે ને તને ખબર પડી જશે તારા બધા ખાસ મિત્રો જ તને કહી દેશે...." હર્ષ ઈર્ષા થી બોલી ઊઠે છે.

આ વાત ઉપરથી જ રુચા ને અર્ચના કહેલી વાત યાદ આવી જાય છે પરંતુ તેનું મન હજી પણ ના પાડી રહ્યું હતું તેને થયું કે હર્ષ પણ તેને માત્ર તેની એક દોસ્ત જ સમજે છે આવું કઈ હોય તો તે તેને સ્પષ્ટ જણાવી ના દે પરંતુ કદાચ એવું કંઈ નથી.....

"એય તું ક્યાં ખોવાઈ ગઈ ...!! તું ગમે ત્યારે ઉભી ઉભી ક્યાં વિચારોમાં જતી રહે છે ,??"

"અવે ક્યાંય નય... ચલ.. આજે હવે તુ ચા પીવડાવી શ.ને...."

"અરે મન તો મારું પણ ઘણું છે પરંતુ આજે હજી થોડું કામ અધૂરું છે તે પૂરું કરતા થોડો સમય લાગી જશે અને તારે હોસ્ટેલ જવામાં મોડું થશે આથી તમતારે તુ અત્યારે નીકળ ને તું કહેતી હોય તો તેને મૂકી જાવ?"

"અને તને મોળું નહીં થાય"?;ઋચાએ વળતો સવાલ કર્યો.

"થશે તો ખરા"

"તો પછી તને તારા વોર્ડન હોસ્ટેલ ની અંદર આવવા દેશે"??

"અરે હું ક્યાં ગેટ ની અંદર થી જાવ છું તો તેને ખબર પડે"

"તો આખી રાત શું તુ બહાર કાઢીશ...??"

"અરે નહીં એ તો મારા મિત્રો સાથે મારો જુગાડ છે એટલે હું હોસ્ટેલની દિવાલી થી ચડી ને અંદર જતો રહીશ અને વોર્ડન ને ખબર પણ ન પડે તે માટે મારા મિત્રો એ મારું નામ પહેલેથી જ રજીસ્ટર માં એન્ટર કરી દીધું હશે આંથી હું બહાર છું તેની વોર્ડનને ખબર નહિ પડે.."

"ઓહો! સ્માર્ટ"

હા પણ તને મોડું થશે આથી તું અત્યારે જતી રહે કાલે મળશું..."

ચલ.." બાય

હર્ષ હોસ્પિટલ ની અંદર જવા વળે છે અને રૂચા ગેટની બહાર જવા પરંતુ જ્યારે રુચા પાછળ ફરીને હર્ષને જતો જીવે છે ત્યારે તે જોઈ શકતી નથી અને વળી પાછી આવીને તે જ બેંચ પર બેસી જાય છે અને હર્ષ નું કામ કરીને પાછા વળવાની રાહ જોવા લાગે છે આ બાજુ ગલ્સ હોસ્ટેલમાં વોર્ડન આજે જ ચકાસણી કરવા માટે નીકળેલા હોય છે ઋચાની ફ્રેન્ડ પ્રિયા થોડીવાર માટે તો બહાના કાઢીને સંભાળી લે છે પરંતુ હજી સુધી રુંચા પાછી આવી હોતી નથી એટલે તેને હવે ટેન્શન થવા લાગે છે કારણ કે જો વોર્ડન ને ખબર પડી ગઈ તો ઋચાની તો વાટ લાગી જશે અને કદાચ તેનું એડમિશન કેન્સલ પણ કરી દે....આથી એમ બન્યું તો હવે રુચા નું શું થશે તે વિચારીને પ્રિયા પણ ચિંતામાં મુકાઇ જાય છે કારણકે ઘણીવાર સુધી બાના બનાવવા શક્ય હોતા નથી તે ને ટેન્શન માં જોઈને વોર્ડન તેની જ પાસે આવીને ઊભા રહે છે અને ચારે તરફ રૂમ ની ચકાસણી કરે છે.