Stree Sangharsh - 24 in Gujarati Fiction Stories by Fatema Chauhan Farm books and stories PDF | સ્ત્રી સંઘર્ષ...ભાગ 24

Featured Books
Categories
Share

સ્ત્રી સંઘર્ષ...ભાગ 24

રુચા પોતાના ઘરે આવી ગઈ હતી પરંતુ તેનું મન ક્યાંય લાગતું ન હતું ઘરમાં શાદી ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી મોહન, કવિતા , નીલ ,વિરાટ ,ઈચ્છા અને તેમની લાડલી દીકરી ઝાલા પણ પહેલેથી જ આવી ગયા હતા ઘણા સમય પછી આજે પરિવાર ભેગો થયો હતો મીરાના લગ્ન કુટુંબીક મેળાપનો પણ બહાને જૂમી રહ્યો હતો ,રેખાના પરિવારના લોકો પણ ટૂંક સમયમાં જ અહીં આવવાના હતા. રુચા પણ ઘણા સમય પછી પોતાના પરિવારને મળી રહી હતી સૌ કોઈ આનંદ અને ઉલ્લાસથી તૈયારીઓમાં લાગેલા હતા.

રૂચા અને મીરાં પણ દેખીતી રીતે તો સાથે જ હતા રુંચા એ સમજીને પોતાનું મન માની રહી હતી કે થોડા જ સમયમાં તો મીરાના લગ્ન છે અને પછી તો તે ક્યાં કાયમ મમ્મી-પપ્પા સાથે રહેશે અને મીરા એ પણ સહજ રીતે બધું સ્વીકારી લીધું હતું કારણકે આનાકાની નો તો કોઈ પ્રશ્ન જ ન હતો પરંતુ તેને રુચાની જેમ પોતાના વિચારો રજૂ કરવાનો તક મળ્યો નથી તે માટે તે બધા થી નારાજ હતી અને આં વાત હજી તેના મગજમાં હતી

લગ્ન કંકોત્રી, હલ્દી, મહેંદી, પાનેતર બધાનું સુંદર અભિગમ જોઈને જાણે એકદમ માંગલિક વાતાવરણ ઘરમાં રચાઈ ગયું હતું. સૌ કોઈ ઉલ્લાસ અને ઉત્સવમાં હતા. રુચા પણ ભીડભાડ વચ્ચે હર્ષને થોડા સમય માટે ભૂલી ગઈ હતી પોતે પણ પોતાની ખરીદી અને બધાની મદદ માં વ્યસ્ત થઈ ગઈ જાણે કે તે પણ ઘણા સમય ની વ્યસ્તતા પછી ફુરસદ માં આવી હતી માતા-પિતા સાથે તેણે સમય ગાળવા તો ન મળ્યા પરંતુ પરિવારિક અન્ય સંબંધો ઘણા તાજા થઇ ગયા નીલ પણ હવે મોટો થઈ ગયો હતો અને રૂચા સાથે તો તેને પેલેથી કંઈક અલગ તાલમેલ હતો આંથી ઘણા સમય પછી મળ્યા હોવાથી તેમનો એક અલગ જ ઊંમંગ ચહેરા પર છવાયેલો હતો.

જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા હતા તેમ તેમ લગ્ન નો પ્રસંગ નજીક આવી રહ્યો હતો ટૂંક જ સમયમાં મીરા અને ઘરની પહેલી દિકરી ની વિદાય થવાની હતી . સૌ કોઈના આંખોમાં ભીનાશ પણ હતી અને ખાસ તો રાજીવ અને રેખાના કારણકે મીરા તેમના માટે રુંચા કરતા પણ ખાસ થઈ ગઈ હતી કેટલા સમયથી ત્રણેય જણા સાથે જ હતા. ઘણા દિવસ અને રાત તેમણે સાથે જ જોયા હતા આથી મીરા ની લાગણી હોવી સ્વાભાવિક જ હતી.. આમ જોતાં ને જોતા લગ્નનો દિવસ આવી ગયો ધામધૂમથી જાને વધાવામાં આવી મીરા પણ લાલ પાનેતરમાં સજેલી સુંદર લાગતી હતી વર અને વધૂ એ લગ્નની તમામ વિધિ ખુબજ ધ્યાનમગ્ન થઈને પતાવી .

દરેક માણસના જીવનમાં કદાચ લગ્ન નવ જન્મનો દિવસ લઇને આવે છે અને કન્યાદાન કરીને રાજીવ અને રેખા પણ આજે પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા હતા મીરા ત્યારે તેમના ઘરમાં આવી અને ક્યારે વીદા થઈ ગઈ તેની કોઈને ભાન ના રહિ પરંતુ જતાં જતાં મીરાની નારાજગી સહજ રહી કારણ કે તેનાં સપનાઓ જાણે જીવનની ગડમથલમાં પહેલેથી જ અધૂરા રહી ગયા હતા તેણે જે પણ માંગ્યું કે ઈચ્છા રાખી તે કંઈપણ તેને મળી શક્યું ન હતું આથી થોડો જીવન પ્રત્યે પણ તેનો કડવાશ તેના મગજમાં હતો. વળી ,પાછું તે એ તો જાણતી હતી કે એક અમીર અને પ્રતિષ્ઠિત કુટુંબની તે વહુ તો બની છે પરંતુ એક સ્ત્રી તરીકે તેણે દરેક સ્વતંત્રતા ગુમાવી દીધા છે જે પૈસા અને વૈભવ મળ્યો છે તે માટે તેને ઘણું જ છોડવું પડયું છે પરંતુ હવે જે મળ્યું તે સ્વીકારવું સહજ હતું.

આમ, પંદર દિવસ જોતાં-જોતાં પૂરા થઈ ગયા રુચા ને પણ હવે પાછા વળવાનો સમય આવી ગયો પાછા વળવાના નામ સાંભળતા જ તેને હર્ષ નો ચહેરો યાદ આવી ગયો અને એક મુસ્કાન તેના ચહેરા પર છવાઈ ગઈ આખરે કેટલો સમય વીતી ગયો હોય અને કેટલું એ પાછળ રહી ગયું હોય તેવું તે અત્યારે અનુભવી રહી હતી પરંતુ રાજીવ અને રેખા એ તો જીદ પકડી અને વધુ આગ્રહ સાથે તેને રોકાવવા કહ્યું ઘણી માથાકુટ છતાં પણ રાજીવ રેખા રાજી થયા નહીં પરંતુ રુંચા કેમે કરીને અહીં રોકાવવા માંગતી ન હતી અને જીદ પકડીને શહેર તરફ વાટ પકડી પોતાના કામ અને કોલેજનું જીવન તેને પારિવારિક જીવન કરતા હવે રાજ આવવા લાગ્યું હતું હર્ષને મિત્રો નો સંગાથ પારિવારિક કરતા તેને વધુ મીઠો લાગ્યો હતો કદાચ આટલા વર્ષોથી દૂર રહેવાને કારણે હવે તેને પારિવારિક મોહ ઓછો થઈ ગયો હતો. રાજીવનની રેખાએ ઉદાસ મન સાથે તેને પરવાનગી તો આપી. પણ ....

માતા પિતા ની રજા અને જાણ વગર જ પોતે કામ કરીને પોતાનો ખર્ચો પાટીલ કાઢી રહી હતી ખૂબ જ મહેનત કરીને તે પોતાની ડોક્ટરી ભણતર માં આગળ વધી રહી હતી પરંતુ સમયને શું મંજુર હશે તેની કોને ખબર હતી .રુચા પાછી હોસ્ટેલ આવી ગઈ જોકે આ વખતે તેણે કોલેજની હોસ્ટેલમાં ન રહેવાનું નક્કી કરીને ને બીજે ભાડુઆત ની જેમ રહીને પૈસા બચાવવાનો નિર્ણય કર્યો હતો જેથી કરીને તે હોસ્ટેલના નીતિ અને નિયમોથી પરે રહીને પોતાની રીતે રહી શકે. પરંતુ ક્યાં અને કેવી રીતે તે તેને જાતે ગોત્વનું હતું.