Stree Sangharsh - 18 in Gujarati Fiction Stories by Fatema Chauhan Farm books and stories PDF | સ્ત્રી સંઘર્ષ...ભાગ 18

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

સ્ત્રી સંઘર્ષ...ભાગ 18

શાળાનો ઉનાળુ સત્ર ઝડપથી પૂરું થવાનું હતું. તો આ બાજુ રેખા અને રાજીવ પોતાની નોકરી અને રોજિંદા જીવનને કારણે સોહા પૂરમાં જ રહેતા હતા. બાપુજી પણ તેમની સાથે જ હતા મોહન અને વિરાટ બંને પોતાના કામ અને ધંધાર્થે અલગ થઈ ચૂક્યા હતા પરંતુ હજી પણ રેખા અને રાજીવ ને કારણે પરિવાર વાર તેહવાર એકાદ વાર ભેગો થઈ જતો . બાપુજી આ બધું જોઇને નિ:સાસો નાખી જતા પરંતુ રાજીવ અને રેખા પ્રત્યે તેમને ગર્વ થઈ આવતું. કિરણના વિરાટ પ્રત્યેના લાડ ને કારણે આ બંનેએ ખુબ જ મુશ્કેલી વેઠી હતી. નાના ભાઈઓ ની જવાબદારી અને તેમની જીદ સાચવવી સેહલી તો ન જ હતી. પોતાનો હક્ક જતો કરીને પણ તેમણે ભાઈઓને આર્થિક અને માનસીક એમ બંને રીતે સહાય કરી હતી. પણ બન્ને ભાઈઓ પૈસા અને પોતાના સ્વાર્થમાં ભાઈનો આ ત્યાગ અને સમર્પણ જાણે ભૂલી જ ગયા હતા.

બધાની જીંદગી હવે અલગ જ પટરી પર વ્યસ્ત થઈ ગઈ હતી આ બાજુ રુંચા અને મીરાં પણ હવે માધ્યમિક શાળામાં શિક્ષણ મેળવવા માટે સિહાપુર ની બાજુમાં આવેલા તાલુકામાં શાળાએ જતા હતા. બંને બહેનો સાથે જતી અને સાથે જ આવતી હતી. દેખાવમાં તો બધું સ્વચ્છ અને મેળાપવાળુ લાગતું પરંતુ અંદરખાને બંને બહેનો વચ્ચે ગાંઠ પડી ગઈ હતી રુચા મીરા નો ચહેરો પણ જોવા માંગતો ન હતી .તેને પરેશાન કરવાના અને તોફાન કરવાના મુકા જ ગોત્યા કરતી હતી. પરીક્ષાનો સમય નજીક આવી ચૂક્યો હતો પરંતુ રુંચા નું ધ્યાન ભણતર તરફ હતું જ નહીં. ગેલ ગમત અને મિત્રો ની ખોટી સોબત ને કારણે ધ્યાન ભટકી ગયું હતું . ધીમે ધીમે પરીક્ષા નજીક આવતી ગઇ અને ક્યારે શરૂ પણ થઈ ગઈ તેની ખબર જ ન રહીં જેમ તેમ કરીને રુંચા એ પરીક્ષા તો આપી પરંતુ પાસ થવાના સંજોગો કોઈ દેખાતા ન હતા .હવે માત્ર બે પેપર જ બાકી રહ્યા હતા અને જો તેમાં પણ સારા ગુણ પ્રાપ્ત ન થાય તો રુચા નું ભવિષ્ય બગડી શકે તેમ હતું અને ઘરે શું જવાબ આપવો તે તો કરતા બીજી મુસીબત ઉભી થઈ જાય. કારણકે ઘરમાં છેલ્લા ઘણા સમયથી તે વાંચવા માટે મિત્રને ઘરે જશે તેમ કહી ઘરે મોડી પહોંચી હતી અને અહીં જ મિત્રો સાથે ગેલ ગમ્મત કરતી આથી હવે શું કરવું તેની તે મૂંઝવણમાં હતી.

વળી એક મિત્રે તેમાં પેપર માં પ્રશ્નોની કાપલી સાથે લઈ જવાની સલાહ આપી જો કે પ્રથમ તો ઋચા એ ના જ પાડી પરંતુ બીજો કોઈ માર્ગ ન દેખાતા જ તે તૈયાર થઇ ગઇ પરંતુ કમનસીબે નિરીક્ષકના હાથે પકડાઈ ગઈ દંડ પણ થયો અને નોટિસ લખીને આપવામાં આવી . રાજીવ ની એક શિક્ષક તરીકે ની શાખ હોવાને કારણે વધુ કાર્યવાહી ન કરતા નોટિસ માં હસ્તાક્ષર લઇ આવવા કહ્યું પરંતુ રૂચા એ તેમાં પણ મિત્ર પાસે પિતાની નકલી હસ્તાક્ષર કરાવી અને બીજે દિવસે શિક્ષકને તે કાગડીયો માફી નામાં સાથે પાછું આપવાનું નક્કી કરી લીધું જેથી ઘરે કોઈને ખબર પડે નહીં પરંતુ મીરાને આ વાતની જાણ થઈ ગઈ તેણે ખૂબ જ ધીરજ પૂર્વક રુંચાને સમજાવી પણ ખરી, પરંતુ રુચા એકની બે ના થઈ અને તેને આ બધાથી દૂર રહેવાની સૂચના કરી આપી .

બંને બહેનો ઘરે પરત ફરી પરંતુ ઋચાના બેગ માં રહેલો કાગડીયો મીરા એ સમય જોઇને પિતાના હાથમાં મૂક્યો. રાજીવ તો જોતા જ ગુસ્સાથી લાલપીળા થઈ ગયો પોતાની જ દીકરી આં કરી શકે અને શિક્ષકોને પણ આ રીતે છેતરે તે તેનાથી બરદાસ બહાર હતું .રાજીવ એક જ તમચે રુચાને નીચે પછાડી દીધી અને હજી તે કંઈ બોલે તે પહેલાં જ બીજા ગાલે બીજો તમાચો પડ્યો. રૂચા તો ડુસકા ભરતી પિતાનો ગુસ્સો નીચી નજરે જોઈ રહી. પરંતુ આટલું પુરતું ન હતું ત્યારે પિતાએ તેને એ રાત્રે બાજુના ઓરડામાં જ રેહવાનું કહ્યું . ખોટું બોલવું અને વળી શિક્ષક ને છેતરવું રાજીવ થી આં સહન જ ન થયું. પોતાની જ પુત્રી આ રીતે ગેરમાર્ગે જશે તે રાજીવ માટે આઘાતજનક હતું કદાચ વધુ પડતા લાડ ને કારણે તે બગડી છે આવું રાજીવને મનો મન થઈ આવ્યું તે રાતે તેને રુચા ને પાઠ ભણાવવા જમવાનું પણ ન આપ્યું જોકે પોતાને પણ ગળેથી નિવાલો ઉતર્યો નહીં. પરંતુ આ ઘટના પછી રૂચા અને મીરા વચ્ચે એક ઊંડી ખાઇ ઉભી થઇ ગઈ જેનાથી સૌ કોઇ અજાણ હતું .બીજે દિવસે શાળાનો છેલ્લો દિવસ હતો ગુસ્સામાં લાલ પીડી થતી ઋચાએ શાળાએ જતાં જ ઘરમાં બનેલી ઘટના વિશે મિત્રોને વાત કરી તેના મિત્રોએ પણ મીરા ને સબક શીખવાડવા માટે કહ્યું અને રૂચા પણ તેમની વાતોમાં ભોળવાઈ ગઈ .

મીરાને પાઠ ભણાવવા માટે શાળાના એક વર્ગખંડમાં તેને કોઈ કામ માટે એકલી બોલાવી અને પછી ત્યાં જ વર્ગખંડમાં તેને બંધ કરી દીધી. શાળા છૂટીને બધા ઘરે જતા રહ્યા રૂચા પણ મીરા ને સબક શીખવાડવા ના ખોટા માર્ગ માં મહેકતી આગળ વધી ગઈ. પોતે એકલી ઘરે આવી ગઈ આ બાજુ મીરા મદદ માટે બૂમો આપી રહી પરંતુ અહીં કોઈ હતું નહીં કે જે તેની મદદ માટે આવે કે તેનો અવાજ પણ સાંભળે જ્યારે મોડે સુધી મીરા પાછી ન આવી તો રાજીવ અને રેખા ચિંતામાં પડ્યા રૂચા ને વાળી વાળી ને કેટલી વાર પૂછ્યું પરંતુ પહેલેથી જ તૈયાર કરેલો જવાબ એણે આપ્યો કે તેની મિત્રના ઘરે જવાની હતી એવું એણે મને કીધેલુ એટલે હું આજે એકલી જ પાછી આવી ગઈ.

ક્યારેય પણ કીધા વગર ન ગયેલી મીરા આજે અચાનક કેમ રોકાઈ ગઈ અને હવે કોના ઘરે ગઈ હશે તે વાતથી માતા-પિતા બંને ચિંતિત થવા લાગ્યા સાંજ પડવા આવી હતી મીરાના હજી સુધી કોઈ ઠેકાણા ન હતા આથી રાજીવે જાતે જ શાળાએ જઈ નિરીક્ષણ કરવાનું વિચાર્યું તે પોતાના એક મિત્રને સાથે લઈ ગયા પરંતુ ત્યાં પણ કોને પૂછે.. કોણ તેની મિત્ર હશે અને તે કોના ઘરે ગઈ હશે તેની કેમ ખબર પડે અંધારું થઈ આવતા કોઈ દૂરઘટના બની લાગે છે તેની રાજીવને આ શંકા થવા લાગી. વધુ મોડું ન કરતા તે સીધા પોલીસ સ્ટેશને જઈ ચડ્યો પોલીસે પણ એક છોકરીનો ગુમ થયાનો બનાવ ને કારણે તરત જ એક્શન લીધા અને પૂછતાછ શરૂ કરી આજુબાજુના લોકો , શાળાના શિક્ષકો અને તેના સહ્પાટી અને મિત્રો ને બારણે ટકોરા પડ્યા પરંતુ તે કોઈના ઘરે ગઈ ન હતી. ગામના ડેપો એ પણ પૂછતાજ કરી પરંતુ કોઈને પણ જાણ હતી નહીં અંતે પોલીસે ફરી એકવાર શાળાની તપાસ કરવાનું વિચાર કર્યો. પોલીસ અને રાજીવ, શાળાના શિક્ષકો અને અન્ય લોકો સાથે શાળામાં તપાસ શરૂ કરી ચારે તરફ અવાજ કર્યા બૂમો પણ પાડી અને અંતે શાળાના પાછળના નવા બનેલા ઓરડામાંથી બેહોશ હાલતમાં મીરા મળી આવી .ચોકીદાર શાળાના શિક્ષક અને સંચાલક પણ અવાક બની ગયા તરત જ મીરા ને દવાખાને લઈ જવામાં આવી. નસીબજોગે મીરા ને વધુ કઈ થયું ન હતું માત્ર ડરના કારણે તે બેહોશ થઈ ગઈ હતી .હોશ આવતા જ પોલીસે પૂછતાછ શરૂ કરી અને મીરા પાસેથી વાત જાણી સૌ કોઈ વિસ્મય પામ્યા. પોતાની જ નાની દીકરી રુચા એ અને તેના મિત્રોએ તેની સાથે આ મજાક કરેલો છે તેજાણી રાજીવ સૌથી વધુ શોકમાં ડૂબી ગયો અને હવે શું ઘટના બની છે તેનું તેને ભાન થઇ આવ્યું.