Stree Sangharsh - 14 in Gujarati Fiction Stories by Fatema Chauhan Farm books and stories PDF | સ્ત્રી સંઘર્ષ....ભાગ 14

Featured Books
Categories
Share

સ્ત્રી સંઘર્ષ....ભાગ 14

જ્યારે પણ ઘરમાં કોઈ નવા બાળકનું આગમન થાય ત્યારે પ્રથમ બાળકને મળતા પ્રેમમાં કોઈ ભાગ પડાવવાવાળું આવી જાય છે. અને જેને કારણે બાળકોની વચ્ચે આંતરિક ખેંચ તાણ ઊભી થાય છે જો આ સમયે પ્રથમ બાળક માટે યોગ્ય હુંફ અને પ્રેમ સાથે લાડ દેખાડવામાં ન આવે તો બાળક બીજા માર્ગે દોરી જાય છે. છેલ્લા ઘણા સમયથી ઘરમાં બનેલી આ ઘટનાથી રૂચાના મન ઉપર ભારે પ્રભાવ પડ્યો હતો. નાની બહેન મીરા ઉપર કદાચ ઘરના સભ્યોનો સામાન્ય પ્રભાવ હતો પરંતુ આ મીરાના ઘરમાં આવ્યા પછી ઘણું બધું પરિવર્તન તેના ઘરમાં દેખાતું હતું કેટલાક નીતિ નિયમો પણ તેના માટે બદલ્યા હતા. જે ઋચા સારી રીતે જોઈ શકતી હતી. પોતાની જ માતા... પોતાની જ હાજરી ને અવગણી ને કોઈ બીજાની કાળજી લે છે આ વાત રુચા માટે થોડી અસામાન્ય હતી અને આં જ કારણે ઋચા મીરા સાથે થોડી ઓછી સહજતા અનુભવતી હતી.

રાજીવે હજી મીરાં ને દત્તક લેવાની વાત ઘરમાં કોઈને કીધી ન હતી.પરંતુ હવે તેનો નિર્ણય પાક્કો હતો. બાલાશ્રમએથી પણ મીરા ને થોડા દિવસની મંજૂરી લઈને અહીં લાવવામાં આવી હતી. પરંતુ આ બાળકીમાં પોતાની જ મીરા દેખાતી હતી એવું રેખા અનુભવવા લાગી હતી. આ બાળકી પોતાની નથી તેવું તેને લાગતું જ નહોતું. પોતાના જ ઘરનું એક સભ્ય હોય તેમ આં બાળકી ઘરમાં રેખા અને રાજીવ સાથે ભળી ગઈ હતી. પ્રથમ તો પુત્ર માટેની ખોટી જીદ અને પછી સાત મહિનાની બાળકીનું અનાયસે મૃત્યુ આં બંને ઘટનાએ રેખાના મન ઉપર ભારે પ્રભાવ પડ્યો હતો. પોતાની જાતને દોષારોપણ કરતી રેખા ફરી તે જ માનસિકસ્થિતિમાં સપડાવવા લાગી હતી જ્યારે ઘરના પણ રેખા અને રાજીવ માટે દુઃખી તો હતા પરંતુ તેમના પર ગુસ્સો પણ કરતા હતા.

જ્યારે રાજીવે મનોમન નક્કી કરી લીધું હતું કે આ બાળકી જેણે તેમની જિંદગીને નવી ચેતના આપી છે તેનું જીવન પણ તે નવી જિંદગી સાથે ઉમંગ થી ભરી દેશે. જ્યારે આ બાજુ ચીડાએલી રુચા મીરાના પાછા જવાની રાહ જોતી હતી તેને એટલી તો રાહત હતી કે આ મીરા માત્ર થોડા સમય માટે જ છે પછી તો પોતે જ તેની મમ્મી ની લાડલી રહેશે....

બાલાશ્રમની સહચારિણીઓ પણ રાજીવના આ નિર્ણય પર ખૂબ જ ખુશ હતી મીરા જન્મથી જ અનાથ હતી અહીં બાલાશ્રમમાં તેનો ઉછેર થયો હતો જ્યારે પણ કોઈ માતા-પિતા અહીં આવતા મીરા એમને આશા ની નજરે જોતી હતી પરંતુ કોઈએ તેનો હાથ પકડ્યો ન હતો. જ્યારે તે મોટી થઈ ગઈ ત્યારે તેણે સહજ રીતે
સ્વીકાર કરી લીધું કે હવે તેનું જીવન આમ જ પસાર થશે. તેણે જાતે જ પોતાની માટે મહેનત કરી આગળ વધવું પડશે.. જ્યારે રાજીવ અને રેખા તેના જીવનમાં આવ્યા ત્યારે તેને ફરી એક આશ તો બંધાઈ પરંતુ આ મનોભાવ તેણે પોતાની જ અંદર રાખ્યા. માત્ર નવ વર્ષની આ બાળકી જીવનની મુશ્કેલીઓ થી ઘડાઈ પોતાની રીતે હવે સમજુ બની ગઇ હતી.... અનાથ હોવા છતાં લોકો પ્રત્યેની લાગણી, આદર અને નમ્રતા ખૂબ જ સકારાત્મક હતી. જેના કારણે તે ઝડપથી કોઈપણના હૃદયમાં પોતાની જગ્યા કરી લેતી આજ વસ્તુ રાજીવ અને રેખા સાથે પણ બની હતી .રાજીવ ભલે દેખાડતો ન હતો પરંતુ તે પણ આ છોકરી સાથે દિલથી જોડાઈ ગયો હતો...

હવે રાજીવે નિર્ણય કરી લીધો હતો તેને ચિંતા ન હતી કે ઘરમાં સૌ કોઈ તેને શું કહેશે.... .જોકે કોઈને આ નિર્ણય પાછળ તર્ક લાગતો ન હતો પરંતુ આર્થિક રીતે સદ્ધર હોવા ની સાથે રુંચા ને પણ મોટી બહેનનો સાથ મળશે આમ કહી રાજીવે બધાને સમજાવ્યા હતા પરંતુ આ બધાથી અજાણ રુચા મીરા ના પાછા જવાના દિવસો ગણતી હતી . રાજીવ ની એક અનાથવાળા માટેની લાગણી જોઈને સૌ કોઈએ મીરા ને દત્તક લેવાની મંજૂરી આપી દીધી. જોકે કિરણબેન હજી સુધી મથામણ કરતા બબડતા હતા

" જો તારે કોઈ ને દત્તક લેવા હોય, તો કોઈ ઘરના જ બાળકને લઈ લે ને આ અનાથ આંપણું ક્યારેય નહીં થાય અને તારી પાસે ચાંદ જેવી રૂચા તો છે પછી તારે વધુ એક બાળકીની શું જરૂર છે ?? શુ કામ આ એક બાળકીને લઈને લોહીના ઉકાળા કરે છે.???

અને જો હજી એક વાત યાદ રાખજે.. આ માટે તે મારી ઊંચા ને અવગણી છે ને તો મારાથી વધુ ખરાબ કોઈ નથી.. આ વાત તો સમજી લેજે તારા અને રેખાના આ સમાજસેવક બનવાના ચક્કરમાં મારું લોહી હેરાન ન થવું જોઈએ તેની પરવરિશમાં કોઈ બાંધછોડ ન આવવી જોઈએ...."" કિરણબેન હજી બોલી જ રહ્યા હતા

મોહન અને વિરાટ કિરણબેન ના ખંભે હાથ મૂકી રાજીવ ને આશ્વાસન આપતા હોય તેમ પોતાની માતા ને સમજાવવા લાગ્યા, " માં આવું કશું નહીં થાય આપણે ક્યાં કોઈ કમી છે.. અને જો આપણાથી કોઈનું જીવન સુધરતું હોય , કોઈ બાળકીને પરિવાર મળતો હોય એમાં શું વાંધો છે. અરે દીકરી તો ઘરમાં રોનક લાવે છે અને આ બાળકીને જુઓ તો ખરા કેટલો માસુમ અને કોમળ ચહેરો છે એક જ નજરમાં કોઈને પોતાના બનાવી લે. રુચા પણ મોટી બહેનને પામીને ખુશ થઈ જશે.

અરે દીકરા પણ.... કિરણ બહેન થોડું અટક્યા...

મોહને માતા સામે આંખોથી જ શાંત રહેવા ઈશારો કરી રાજીવને સહકાર આપવા કહ્યું પછી માતાને અંદર લઈ જઈ શાંતિથી બેસાડી પાણીનો ગ્લાસ હાથમાં આપતાં કહ્યું,. " માં જ્યારે રાજીવભાઈ ઘર મૂકીને પોતાની નોકરી માટે બીજે જતા રહ્યા ક્યારે તમે પણ અમારા બધાના હોવા છતાં કેટલા બેચેન થઈ ગયા હતા ..તો પછી ભાઈ અને ભાભી એ તો પોતાની સંતાન ગુમાવી છે જે ક્યારેય પાછી નહીં આવે. તેમનું દુઃખ આપણે સમજી તો નહીં શકે પરંતુ ઓછું કરવામાં મદદ તો કરી જ શકીએ છીએ. જ્યારે હવે તેઓ કોઈ બીજી બાળકીના આવવાથી પાછા સ્વસ્થતા હોય તો આપણે તેમાં તેમને મદદ કરવી જોઈએ તેઓ પોતાનું દુઃખ ભૂલીને પાછા કામે લાગી જાય એનાથી વધુ કોઈ મોટી ખુશી આપણા માટે હોઈ શકે નહીં. વળી, ભાઈ અને ભાભી નો સંતાન માટેનો સંઘર્ષ આપણાથી ક્યાં છુપાયેલો છે અરે તેઓ તો હર કોઈને પોતાના જ માનીને પ્રેમ કરે છે તો પછી જ્યારે અત્યારે તેમણે આપણી જરૂર છે તો આપણે સહકાર કેમ ન આપી શકીએ. અને વાત રહી આ બાળકીની તો તે હજુ કાચી માટી છે જેમ તેનો આકાર આપણે ગોઠવીશું તેમ તે ગોઠવાઈ જશે તો પછી ઘરની સદસ્ય બનાવવામાં હવે શું વાંધો હોઈ શકે.જેનાથી ભાઈ અને ભાભી ને રાહત મળતી હોય."

અંતે મીરાને દત્તક લેવા માટેની કાનૂની કાર્યવાહી શરૂ થઈ ગઈ રાજીવ અને રેખા બંને ખુબ જ ખુશ હતા અંતે આ બાળકી માં પણ તેમને પોતાની જ બાળકી દેખાતી હતી જેમને તેઓ ગુમાવી ચૂક્યા હતા. આ બાળકી ભલે પોતાની ન હતી પરંતુ પોતાનાથી પણ તે વધુ ખાસ બની ચૂકી હતી.

અંતે મીરા કાનૂની કાર્યવાહી પછી ઘરની સદસ્ય બની ગઈ જ્યારે આં સૌ કોઈ થી અજાણ રૂચાને કંઈ પણ સમજાતું ન હતું પરંતુ પોતાની દીકરીનું અચેતન મુખ જોઇ ને રાજીવ તેની પાસે આવ્યો અને મીરા વિશે તેને અવગત કરાવવા લાગ્યો પરંતુ રુચા કઈ સમજતી ન હતી અને આખરે સાત વરસની બાળકી શું સમજી શકે. ??