Ek Pooonamni Raat - 37 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ-37

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ-37

એક પૂનમની રાત
પ્રકરણ-37
વ્યોમા અને દેવાંશ પોલીસ સ્ટેશન પહોંચી ગયાં. અને ત્યાંની દેવાંશની ભાવતી ગરમા ગરમ ચા આવી ગઇ. ચા પીતાં સિધ્ધાર્થે ક્હયું દેવાંશ તારાં મિત્ર મિલીંદના અપમૃત્યુ પછી આગળ કોઇ તપાસ નહોતી ચાલતી પરંતુ અમારી પાસે એક નનામોં કાગળ આવ્યો છે એટલે સરે તપાસ કરવા કેસ રીઓપન કરવા ઓર્ડર કર્યો છે.
દેવાંશે કહ્યુ નનામો કાગળ ? કોનો ? સિદ્ધાર્થે હસ્તાં હસતાં કહ્યું નનામો કાગળ કેવી રીતે ખબર પડે કોનો ? દેવાંશે પણ હસતાં કહ્યું ઓહ સોરી મારો કહેવાનો મતલબત કે શું કાગળ આવ્યો છે ?
સિદ્ધાર્થે કહ્યુ અમે તપાસ ચાલુ કરી છે અને એનાં ઘરે જઇને એનો કુટુંબીજનોનાં રીસ્ટેટમેન્ટ લેવાનાં છીએ. એમાં કોઇ પુરાવો મળી જાય તો કેસ મજબૂત બની જાય.
દેવાંશે ચા પૂરી કરીને કહ્યુ અંકલ મારી પાસે એક સજ્જડ પુરાવો આવ્યો છે હું તમને પછી કહ્યુ સિદ્ધાર્થે દેવાંશની સામે જોઇ રહ્યો પછી કહ્યુ શું વાત છે ? ક્યો કેવો પુરાવો છે ?
**************
શહેરમાં આવેલી પ્રખ્યાત લાઇબ્રેરીમાં રોજ ઘણાં વાંચકો આવતાં અને એમાંતો ઘણાં નિયમિત રોજે રોજ ચોક્કસ સમયે આવનારાં હતાં. બધાં અહીં અહીં આવી પોતાનાં પસંદીદા લેખકોની પ્રતો વાંચતાં આજે પણ રોજની જેમ બધાં વાંચવાવાળા રસપૂર્વક વાંચી રહેલાં સામાન્ય ગણગણાટ પણ નહોતો એકદમ નિરવ શાંતિમાં બધાં વાંચી રહેલાં.
લાઇબ્રેરીઅન તપનભાઇ એમની જગ્યાએ બેઠાં હતાં. આવનારને અંદર વાંચવા બેસાડતાં પુસ્તકોની માહિતી આપતા જેને વાંચવા ઘરે લઇ જવાની હોય એમને એમનું લાઇબ્રેરીનાં સભ્ય તરીકેનું કાર્ડ લઇ પુસ્તકોની નોંધ કરીને પુસ્તકો આપી કાર્ડ બનાવતાં.
મુખ્ય રસ્તા પર આવેલી લાઇબ્રેરી હોવા છતાં એમાં એટલો અવાજ નહોતો પ્રદુષણ નહોતું કારણ કે લાઇબ્રેરીનું વિશાળ ચોગાન-પાર્કીંગ પછી અંદરની તરફ બગીચા પછી એનું બિલ્ડીંગ હતું એટલે વાતાવરણ પણ શાંત અને તાજુ રહેતું પક્ષીઓનાં અવાજ હોય અને લાઇબ્રેરીનાં પ્રાંગણમાં ચાલુ રહેતાં ફુવારાનો અવાજ કર્ણપ્રિય લાગતો.
તપનભાઇની નજર લાઇબ્રેરીની અંદર ફરતી રહેતી વાંચકોની ગતિવિધીની પણ નોંધ રાખતાં. કોઇને જોઇતું પુસ્તક ના મળે તો માર્ગદર્શન આપતાં. અમુક લોકલ વાચકો છાપા અને મેગેઝીન વાંચવા આવતા જે વિભાગ શરૂઆતમાં જ આવી જતોએ પછી અંદર બીજા બે હોલ હતો ત્યાં પુસ્તકો વાંચવાની અલગથી વ્યવસ્થા હતી.
તપનભાઇ પોતે એક પુસ્તક વાંચી રહેલાં ત્યાંજ એક સુંદર છોકરી આવી એણે કહ્યુ મારે પૌરાણીક ઐતિહાસિક ઇમારતો વિશે માહિતીસભર પુસ્તક વાંચવા છે એ ક્યાંથી મળી શકે ?
તપનભાઇએ એક નજર એની સામે કરીને કહ્યુ અંદર વાંચન માટેનાં બે હોલ છે એમાં અંદરનો છેલ્લો હોલ છે એમાં કબાટોની આખી રેક છે એમાં છેલ્લી રેકમાં એવાં પુસ્તકો છે જેમાં ઐતિહાસિક પૌરાણીક ઇમારતો વિશે માહિતી મળી જશે તમે આ રજીસ્ટરમાં તમારી બધી જ માહિતી લખી અંદર વાંચવા જઇ શકો છો.
આવનાર યુવતીએ કહ્યુ થેંક્સ લાવો રજીસ્ટર હું એમાં મારી માહિતી ભરી લઊં અને પછી અંદર વાંચવા જઊ અને તપનભાઇ મારે બીજા પણ એવાં પુસ્તકોની માહિતી જોઇએ છે... કંઇ નહીં પહેલાં આતો વાંચી લઊ પછી હું આપને પૂછી લઇશ. એમ કહીને એણે રજીસ્ટરમાં બધી માહિતી લખવા માંડી...
તપનભાઇને આર્શ્ચય થયું કે આ અજાણી યુવતીને મારુ નામ કેવી રીતે ખબર ? પછી ખ્યાલ આવ્યો કે મારાં ટેબલ પર મારાં નામની તક્તી પડી છે મનમાં હસુ આવી ગયુ કે નામ અહીં પડ્યું છે. એટલે સ્વાભાવિક એણે વાંચને મારું નામ બોલી છે.
ત્યાંજ પેલી યુવતીએ કહ્યું ના તપનભાઇ આ તમારાં નામની તક્તી પરતો મારું ધ્યાન પણ નથી ગયું. પણ મને તમારું નામ ખબર જ હતું. અને એવું હસી. તપનભાઇનાં શરીરમાં ધ્રુજારી ફરી વળી એમને થયું એને કેવી રીતે ખબર પડી ગઇ કે હું આવું વિચારુ છું. એ સાવ આધાત આર્શ્ચયથી પેલી યુવતી સામે જોવા લાગ્યાં એ અંદરથી ગભરાઇ ચૂક્યાં હતાં.
પેલી યુવતીએ કહ્યુ તપનભાઇ એમાં કંઇ આર્શ્ચય પામવાની જરૂર નથી હું તમને મારો પરીચય આપુ મારું નામ ઝંખના છે હું. કર્ણપીશાચીની વિદ્યાની જાણકાર અને અભ્યાસી છું એટલે હું તમારાં વિચારો જાણી શકું છું. પણ ગભરાતાં નહીં હું તમને કોઇ નુકશાન નહીં પહોચાડું હવે તમને ખ્યાલ આવી ગયો હશે અંદર હુ ક્યા પુસ્તક વાંચવા જઊં છું. એમ કહી ખડખડાટ હસતી અંદર જતી રહી....
તપનભાઇએ રજીસ્ટરમાં એણે લખેલી નોંધ વાંચી વધારે આખો પહોળી થઇ ગઇ. ઝંખના અઘોરી એવું લખેલું અને સરનામું અને મોબાઇલ નંબર પણ લખેલો સરનામું મહીસાગરનાં કાંઠે સ્મશાન ભૂમિ વડોદરા... તપન એને અંદર જતી જોઇ રહેલો એનાં લાંબા પગ સુડોળ તન યૌવનથી છલકાતાં કુંભ લાંબો નમણો ચહેરો ટીશર્ટ નીચે સ્કર્ટ પહેરલુ હતું એકદમ આધુનીક લેબાશ હતો આંખો મોટી મારકણી અને મેશથી અણીઓ કાઢી હતી લાંબા વાળ જે કમરથી નીચે સુધી ચોટલો વાળેલો હતો અને ઊંચી એડીની સેન્ડલ પહેરી હતી કોઇ પીક્ચરની હીરોઇન જેવી લાગતી હતી કેસરી લાંબી બાંયનું ટીશર્ટ અને નીચે સફેદ રંગનું લાંબુ સ્કર્ટ હતું. કપડાં એવાં આકર્ષિત હતાં કે કંઇક નવુંજ રૂપ દેખાતું હતું વાળની લટો એવી ચહેરાની આસપાસ હતી કે ચહેરાનું આકર્ષણ વધારી રહેલી એમાં લાલ ગુલાબી હોઠ જાણે ગુલાબની પાંખડીઓથી બનેલા હતાં. રેશમી અને ભીના હોઠ જાણે લલચાવી રહેલાં..
તપનભાઇતો એને જોવામાં ખોવાઇ જ ગયો હતો એનાં રૂપને આંખોથી પી રહેલો એને થયું આટલી સુંદર છોકરી જોઇ જ નથી એ જેટલું જોતો ગયો એટલી વધું આકર્ષક લાગી રહેલી એની ઉપરથી નજર હટતી નહોતી. એ જ્યારે આવી અને પુસ્તક વિશે પૂછ્યુ ત્યાં સુધી કાબૂ કરી રાખેલો પણ પછી તો...
પણ રજીસ્ટરમાં કરેલી નોંધ વાંચીને હાંજા ગગડી ગયાં કે આવું નામ સરનામુ ? આ કોઇ પ્રેત કે ચૂડેલતો નથી ને ? રૂપ બદલીને આવી છે ? પાછું પોતેજ મનને જવાબ આવ્યો ના ના આતો રૂપસૂદરી છે એની આંગળીઓ હીરાની વીંટીઓથી ભરેલી છે કડામાં કેવા બ્રેસલેટ પહેરેલાં છે ? એની લાંબી લટકતી બુટ્ટીએ સાચાં હીરાની લાગતી હતી. વાહ પરી જ આવી છે.
આખો વખત એનાંજ વિચાર કરતો તપન ડીસ્ટર્બ થઇ ગયો. પણ અંદરને અંદર એને ડર પણ લાગી રહેલો કે આ ઝંખના અઘોરી છે કોણ ? આટલું બધુ જાણતી હોય તો અહીં લાઇબ્રેરીમાં શું કામ આવી છે ?
એટલી વારમાં બીજા પુસ્તક લેનારાં આવ્યાં એટલે એમણે ધ્યાન અને વિચાર બદલ્યા અને એ લોકોને પુસ્તક અંદરથી લઇ આવવા કહ્યુ , પાછા લાવેલા પુસ્તકની કાર્ડમાં અને રજીસ્ટરમાં નોંધ કરી.
પાછું એમને કૂતૂહુલ થયું અને અંદરનાં હોલમાં નજર કરવા ગયા અંદર જોયુ તો એ કોઇ પુસ્તકનાં પાના ફેરવી રહી હતી અને એ પાછો પોતાનાં ટેબલ પર આવી ગયો.
ત્યાં બીજા લોકો પુસ્તકો લઇ આવ્યાં વાંચવા એની કાર્ડમાં અને રજીસ્ટરમાં નોંધ કરી અને કહ્યું આ પુસ્તક 3 દિવસમાં પરત જમા કરાવજો. પણ એમની નજર તો અંદર ઝંખનામાં જ હતી.
ત્યાં લઇ જનારે પાછી રજીસ્ટરમાં નોંધ કરી અને તપનભાઇની રજીસ્ટરમાં નજર પડી તો ઝંખનાની નોંધ એની જગ્યાએ હતી જ નહીં એમને આધાતથી જોયું તો...
વધુ આવતા અંકે - પ્રકરણ - 38