Rakta Charitra - 30 in Gujarati Fiction Stories by Rinkal Chauhan books and stories PDF | રક્ત ચરિત્ર - 30

Featured Books
Categories
Share

રક્ત ચરિત્ર - 30

૩૦

ત્રણ દિવસ પછી લાલજી અને ભીમો રતનના પરિવારને લઈને આવ્યા, રતન, તેનાં માંબાપ અને તેનાં ભાઈભાભી નીચું જોઈને સાંજ સામે ઊભાં હતાં.

"તું જવાબ આપીશ કે હું પૂછું?" સાંજએ રતનની હળપચી પકડી અને તેનું માથું ઊંચું કર્યું.
"મેં નીરજને મારવાનું ન્હોતું કહ્યું, હું નીરજને નુકસાન પહોંચાડવાનો વિચાર પણ ન કરી શકું." રતનની આંખોમાં આંસુ છલકાયા.
"તો તેં કોને મારવાનું કહ્યું હતું?" સાંજએ રતનની આંખોમાં આંખો નાખીને પૂછ્યું.

રતનએ કોઈજ જવાબ ન આપ્યો, સાંજએ બંદૂક લોડ કરી અને રતનના માથા પર મૂકી.
"હું જાણું છું કે તને મોતનો ડર નથી હવે, તારો પ્રેમ મારો ભાઈ આ દુનિયામાં નથી એટલે તને આ દુનિયાથી કોઈ મતલબ નથી."સાંજએ બંદૂક રતનના માથા પરથી હટાવીને તેનાં માંબાપ સામે તાકી,"પણ તારા પરિવારને તો મોતનો ડર છે, અને તારા પરિવાર માટે જ તું આ ગામ છોડીને ગઈ હતી."

"બેનબા, મારા પરિવારમાંથી કોઈએ કંઈ નથી કર્યું. એમને જવા દો, હું બધું સાચું સાચું જણાવીશ તમને." રતનએ સાંજના પગ પકડી લીધા હતા.
"લાલજીભાઈ, આ ચારેયને લઇ જઈને ભોંયરામાં બંધ કરી દો અને હું કહું ત્યારે જ આમને છોડજો." સાંજએ બંદૂક બેકપોકેટમાં મૂકી અને ખુરશી પર બેઠી.
લાલજી રતનના પરિવારને લઇ ગયો, રતન સાંજની સામે બેઠી અને બોલી, "અરુણ મને મૂકી ગયા એના પછી હું ઘરે જવાને બદલે સીધી અરજણને મળવા ગઈ હતી.....

"તું કેમ આવી છે અહીંયા?" અરજણએ રતનને જોઈને છણકો કર્યો.
"તારી મદદ જોઈએ છે મને, મારે એક માણસથી બદલો લેવો છે." રતન સીધી મુદ્દા પર આવી.
"બદલામાં મને શું મળશે?" અરજણએ પણ મુદ્દાની વાત કરી.
"તું જે માંગે એ, બસ મારું કામ થવું જોઈએ." રતનની આંખોમાં બદલાની આગ હતી.

"શું કરવાનું છે બોલ?" અરજણએ એક નજર રતનના શરીર પર નાખી.
"શિવાનીને મારે આખા ગામમાં બદનામ કરવી છે, જેમ એને મને બદનામ કરી. તું અડધી રાત્રે શિવાનીના ઓરડામાં જઈને, એના ઓરડાનું બારણું ખોલી એની સાથે ઊંઘી જજે...."

"બસ એટલુંજ?" અરજણ વચ્ચે જ બોલી ઉઠ્યો.
"હા, તું શિવાનીને હાથ પણ નઈ લગાવે. બસ જ્યારે કોઈ તમને બન્નેને સાથે જુએ ત્યારે કંઈ દેજે કે શિવાની તને રાત્રે મળવા બોલાવે છે." રતન બોલી.
"પણ સાંજના ઘરમાં ઘુસવું એટલું સરળ નથી, જરાય કોઈને ગંધ આવી કે કોઈ ઘરમાં ઘુસ્યું છે તો પેલા ગોળી મારશે અને પછી જોશે કે કોણ છે." અરજણએ નિશ્વાસ નાખ્યો.

"આજે શિવાનીએ મારા અને નીરજ વિશે બેનબાને જણાવી દીધું, બેનબા બહુ દુઃખી છે. એ ઘરમાં આજે કોઈ સતર્ક નઈ હોય, તું સરળતાથી એ ઘરમાં ઘુસી શકીશ." રતનએ સિંહનિવાસમાં જે કંઈ બન્યું હતું એ વિગતવાર અરજણને જણાવ્યું.
"તારું કામ થઇ જશે, પણ પહેલાં તું મને હું માંગુ એ આપીશ પછી જ તારું કામ થશે." અરજણએ રતનના ચેહરા પર આંગળી ફેરવી.

રતનએ કોઈ વિરોધ ન કર્યો એટલે અરજણએ તેને ઉપાડીને ખાટલામાં નાખી અને તેના પર ભૂખ્યા વરુંની જેમ તૂટી પડ્યો.
રતનનું શરીર ભોગવ્યા પછી અરજણ સિંહનિવાસ તરફ ગયો અને રતન ઘરે આવી ગઈ.
કદાચ રાતના ત્રણેક વાગ્યે રતનના ઘરની સાંકળ ખખડી, રતનએ ઉભી થઈને બારણું ખોલ્યું તો સામે અરજણ ઉભો હતો.

"શું થયું? આ સમયે તું અહીં કેમ?" રતનએ અરજણને હાંફતો જોઈને પૂછ્યું.
"તારા પરિવાર સાથે અહીંથી નીકળી જા, નહિ તો સાંજ બધાંને મારી નાખશે." અરજણ હજુયે હાંફી રહ્યો હતો.
"પણ કેમ? શું થયું?" રતન હવે ગભરાઈ ગઈ હતી.
"હું હવેલીમાં ઘુસ્યો અને ચોર પગલે તેં જણાવ્યું હતું એ દિશામાં શિવાનીનો ઓરડો શોધી રહ્યો હતો ત્યારે હું કોઈ સાથે ભટકાયો, હું ડરી ગયો અને ભાગવા ગયો પણ એ માણસએ મને પકડી લીધો. તો ઝપાજપીમાં મારા હાથમાં પાઇપ આવી અને એને બેહોશ કરવાના ઈરાદાથી મેં પાઇપ મારી દીધી." અરજણ એટલું બોલતા થાકી ગયો હતો.

"કોણ હતું એ?" રતનને એક અજાણ્યો ભય સતાવી રહ્યો હતો.
"નીરજ.....મેં થોડું જોરથી મારી દીધું. પછી મેં લાઈટરથી ચેહરો જોયો, એ નીરજ હતો. એના શ્વાસ નતા ચાલતા, એ મરી ગયો." અરજણ નીચું જોઈને બોલ્યો.
રતનને ચક્કર આવી ગયા અને તેં બેભાન થઈને જમીન પર પછડાઈ, અરજણએ તેને સંભાળી અને રતનના પરિવાર સામે જોઈને બોલ્યો, "તમારો બધાનો કોઈ વાંક નથી, પણ સાંજ આ બધું નઈ સમજે. તમે બધાં ભાંગી જાઓ અહીંથી, રતનને લઈને જાઓ."


"આ બધું જૂઠ છે." સાંજ તાડૂકી.
"હું જૂઠ શુકામ બોલું?" રતનએ પૂછ્યું.
"ભાઈનું મોત ગળે ટૂંપો આવવાથી થયું છે, માથા પર વાગવાથી નઈ. કાં તો તું જૂઠું બોલી રહી છે, કાં તો અરજણ તારા આગળ જૂઠું બોલ્યો હતો." સાંજ અચાનક ઉભી થઇ ગઈ અને ખુરશીને લાત મારી.

"કદાચ, અરજણએ તમારી સાથે બદલો લેવા આ બધું કર્યું હોય." રતનને હવે બધું સમજાઈ રહ્યું હતું.
"મારી સાથે?" સાંજ મુજવાઈ ગઈ હતી.
"હા, તમે એની દારુની ભઠ્ઠી બંધ કરાવી હતી." રતનએ ધરમા સાથે અહીં આવીને નીરજને ફસાવવા સુધીની અરજણની યોજના સવિસ્તાર જણાવી.

"તારા કારણે મારો નીરજ આ દુનિયામાં નથી રહ્યો." શિવાની ક્યારની ચુપચાપ બધું સાંભળી રહી હતી, પણ છેલ્લી વાત સાંભળીને એ ઘણું બધું સમજી ચુકી હતી.
"હા, જાણે અજાણ્યે. પણ હું જ કારણ છું નીરજની મોતનું." રતન નીચું જોઈ ગઈ.

સટાક સટાક.... રતનના બન્ને ગાલ પર શિવાનીની આંગળીઓની છાપ પડી ગઈ હતી, રતન હજુ કંઈ સમજે એ પહેલાંજ શિવાનીએ તેનું ગળું પકડ્યું, "હું તને જીવતી નઈ છોડું, મારી જિંદગી બરબાદ કરીને તને શાંતિ ન મળી તો તેં નીરજની જિંદગી જ છીનવી લીધી."

"શિવાની છોડી દે એને, એ મરી જશે તો ભાઈના હત્યારાનો પતો ક્યારેય નઈ મળે." સાંજએ શિવાનીને રતનથી દૂર કરી, રતનની આંખોમાં આંસુ આવી ગયાં હતાં અને તેનું ગળું રૂંધવાને કારણે એને ખાંસી આવી રહી હતી.

"જ્યાં સુધી ભાઈનો હત્યારો નઈ મળે ત્યાં સુધી તું અને તારો પરિવાર અહીંજ મારી કેદમાં રહેશે. કેમકે તું અને તારી કહાણીઓ વિશ્વાસને લાયક નથી." સાંજએ રતનનું બાવડું પકડ્યું અને ફરીથી બોલી, "ભાઈના હત્યારાને હું પાતાળમાંથી પણ શોધી કાઢીશ, પણ તું..... એકવાર ખાલી મને ખબર પડી જાય કે તારી આ કહાની સાચી છે, પછી તું જો હું તારા શું હાલ કરું છું. તને મોતનો ડર નથીને હવે, તો હું સાંજ સિંહ ચૌહાણ મારા ભાઈ નીરજ સિંહ ચૌહાણની કસમ ખાઈને કહું છું કે તું રોજેરોજ મારા પગમાં પડીને મૃત્યુની ભીખ માંગીશ."

ક્રમશ: