(આ એક સંપૂર્ણ કાલ્પનિક વાર્તા છે,જે ફક્ત કોઈ એક નહિ પણ સંપૂર્ણ નારીજાતિ નું પ્રતિબિંબ છે.લગભગ દરેક ની વાર્તા છે.)
અવંતિકા
" અવન્તિ અહીં આવ જો બેટા,ચાલ તારા વાળ ઓળી આપું,હાલ ને બેટા જો મમ્મા ને મોડું થાય છે,ક્યાં ગઈ"
અને ત્યાં જ એક ઉછળતી કૂદતી આઠ વર્ષ ની માસૂમ દીકરી આવી,હા એ જ અવંતિકા આપડી વાર્તા ની નાયિકા.
"મામ્મા હું આવી ગઈ"કહેતા જ તેની મા ને ગળે વીંટળાઈ ગઈ.
આ ઉંમરે લગભગ દરેક બાળકી આવી જ હોઈ છે,ચંચળ નટખટ અને માસૂમ પણ દરેક ના નસીબ અલગ અલગ હોય છે,
અવંતિકા એના ઘર માં એક માત્ર સંતાન તેના સિવાય તેના મમ્મી પપ્પા અને દાદી આ ઘર માં રહે,અવન્તિ એ તેનું હુલામણું નામ,આમ પણ દીકરીઓ પપ્પા ને વ્હાલી જ હોઈ છે,એમ અવંતિકા માં એના પપ્પા નો જીવ વસે,તેના પપ્પા ની ઠીક ઠાક કમાણી થી ખાલી ઘર જ ચાલતું,એટલે મમ્મી પણ નાની એવી નોકરી કરતી,અને અવન્તિ ઘરે દાદી પાસે રહી ને મોટી થતી,ટૂંક માં એક નાનું , સુખી અને ખુશહાલ પરિવાર...
પણ તેમની એ ખુશી લાંબી ટકી નહિ,જ્યારે અવન્તિ એ માત્ર દસ જ વર્ષ ની ઉમર માં પોતાની માં ગુમાવી,કોઈ પણ જાત ની બીમારી વગર એકવાર એમ જ આ હસતા રમતા પરિવાર ને નોંધારો મૂકી ને અવન્તિ ની માં અનંત ની યાત્રા એ ચાલી ગઈ..
દસ વર્ષ ની ઉમર કઈ મોટી ના કહેવાય?પણ અવન્તિ એ ઉમર માં જ જાણે મોટી થઈ ગઈ,એના પપ્પા એની મમ્મી ના અવસાન પછી દુઃખી રહેતા,પણ અવન્તિ ની સામે કયારેય પોતાનું દુઃખ દેખડતા નહિ,પણ અવન્તિ બહુ ડાહી અને સમજુ,અને પછી એની કદ કાઠી એના પપ્પા જેવી એટલે નાનપણ માં જ કાઠું કાઢી ગઈ..
તેના દાદી ની પણ ઉમર હતી,એટલે બધા સગા એ અને દાદી એ ખૂબ જ ફોર્સ કરતા એના પપ્પા એ બીજા લગ્ન કર્યા,નવી માં પોતાની સાથે એક દીકરો લાવી હતી,અને હવે કોઈ જ સંતાન જોઈતું નથી એ જ શરતે એના પપ્પા એ લગ્ન કર્યા..
નવી માં અવન્તિ સાથે કોઈ ખરાબ વર્તન ના કરતી પણ ,એવો કોઈ પ્રેમ પણ ના બતાવતી, આમ પણ એના દાદી ઘર માં હોઈ એ અવન્તિ નું પૂરું ધ્યાન રાખતા,અને અવન્તિ ને પણ આસપાસ માં થી એવું સાંભળવા મળેલું કે સાવકી માં તો હેરાન કરે,મારે..એટલે એ પણ એની નજીક જવા પ્રયત્ન ના કરતી,બસ જયારે એના પપ્પા ઘર માં હોઈ ત્યારે જ બંને ખપ પૂરતી વાતો કરતા,ત્યાં સુધી બધું યંત્રવત ચાલતું,હા એ તેના ભાઈ સાથે ધીમે ધીમે જોડાવા લાગી...
અવન્તિ દિવસે દિવાસે દેખાવ માં સુંદર થતી જતી,અને ભણવા માં પણ એટલી જ હોશિયાર ,જ્યારે એનો ભાઈ કાઈ ખાસ નહિ,એટલે ક્યારેક જ્યારે એના પપ્પા અવન્તિ ના વખાણ કરે ત્યારે નવી માં ને ના ગમતું...
થોડા સમય માં એના દાદી પણ ગુજરી ગયા,અવન્તિ ને થયું કે હવે પોતે એકલી થઈ ગઈ છે,અને કદાચ હવે સાવકી માં એના પોત પ્રકાશે,પણ એને એવું કશું જ ન કર્યું..
અવન્તિ હવે કોલેજ માં આવી ગઈ તી,તેનો ભાઈ પણ કોલેજ માં જ હતો,તેના ઘણા ફ્રેન્ડ અવન્તિ ની ખૂબસૂરતી પર ફિદા હતા,અને અવન્તિ ના ઘર માં થતા કાયમી વખાણ એનો ભાઈ વંશ પણ સહન ન કરી શકતો, કોલેજ માં પણ અવન્તિ ના બધા વખાણ કરતા અને તેને લઈ ને વંશ ને સંભળાવતા,વંશ હમેશા એને નીચે દેખાડવા ની કોશિશ કરતો..
નાનપણ થી જ વંશ ને આ એક જ બાબત ખૂંચતી,કે અવન્તિ ના હમેશા બધે વખાણ થાય,એટલે એ ઘણીવાર એને હેરાન કરતો,અને પપ્પા ઘર માં હોઈ નહિ,અને મમ્મી કાઈ બોલે નહીં,એટલે તે ફાવી જતો,એકવાર તો અવન્તિ ને એક કલાક કબાટ માં પુરી દીધી હતી,અને કયારેક તો શાળા માં તેનો નાસ્તો પણ ખાઈ લેતો,ને અવન્તિ ને ભૂખ્યા રહેવું પડતું,છતાં અવન્તિ હિંમત હાર્યા વિના જીવન માં આગળ વધતી રહી..
કાયમ થતી ઉપેક્ષા થી વંશ ખરાબ મિત્રો ની સોબતે ચડી ગયો હતો,એક્વાર વંશ નો એક મિત્ર કે જેની નજર પેલે થી જ અવન્તિ પર હતી,તેને વંશ સાથે મળી ને એક યોજના બનાવી,તેને એકવાર પીકનીક નું બહાનું બતાવી બહાર જવાનો કાર્યક્રમ બનાવ્યો,અવંતિકા અને તેની બે ત્રણ ફ્રેન્ડ અને વંશ અને તેના બે ત્રણ ફ્રેન્ડ બધા કોલેજ ની કેન્ટીન માં સાથે બેસી ને પીકનીક નો પ્લાન બનાવતા હતા,ક્યાં જઈશુ
શું કરીશું,બધા ખૂબ આનંદ માં હતા ત્યાં જ કોઈ સ્ટુડન્ટ આવી ને અવંતિકા ને બોલાવી ગયું,કે એના સર એને બોલાવે છે,બધા વાતો માં મશગુલ હોઈ અવંતિકા એકલી જ તેના સર પાસે ગઈ, આમ તો કોલેજ માં ચહલપહલ હોઈ પણ, કોલેજ પત્યા પછી બહુ ઓછા સ્ટુડન્ટ જોવા મળતા..
અવંતિકા પેલા સ્ટાફ રૂમ માં ગઈ ત્યાં જોયું તો ત્યાં કોઈ જ નહતું,એટલે કોઈ એ કહ્યું કે સર તો કોઈ કલાસ માં છે,
તો અવન્તિ પણ ત્યાં ગઈ,આમ તો આ કોલેજ નો સૌથી છેલ્લો કલાસ હતો,ત્યાં આમપણ બહુ ઓછી અવરજવર રહેતી,અને અત્યારે તો કોલેજ પુરી થઈ ગઈ હતી,એટલે ત્યાં સાવ સુનકાર હતો,અવન્તિ પોતે પણ વિચારતી હતી કે અત્યારે સરે કેમ બોલાવી હશે,એવી વિસામણ માં એ કલાસ સુધી પહોંચી,ત્યાં જોયું તો કલાસ બંધ હતો, અવન્તિ એ ધીમે થી રૂમ ખોલી ને જોયું,ઘણા સમય થી એ રૂમ બંધ હોવાને લિધે,એક ચર્ચરાટી ભર્યાં અવાજ સાથે ખુલ્યો,અવન્તિ જરા પણ ડર્યા વગર અંદર ગઈ,અંદર એક આછી લાઈટ ચાલુ હતી,પણ જેવી અવન્તિ બે ડગલાં આગળ ચાલી ત્યાં ...જ
કોણ હશે એ રૂમ માં ?શુ અવંતિકા નો ભાઈ અને એના મિત્રો ની કોઈ ચાલ હશે ? જોઈસુ આવતા અંક માં..
✍️ આરતી ગેરીયા....